The unknown letter-A love story - 2 Divya Modh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The unknown letter-A love story - 2

આમ જ પાર્થિવ નામના પેલા ચહેરા અને પોતાના કોઈ જૂના સંબંધ ને યાદ કરવામાં સુપ્રિયાનુ આ અઠવાડિયું પણ પૂરું થવા આવ્યું આ રવિવારે એણે પત્ર વાંચવાનું પણ મન ન હતું એટલે પત્રોનું બોક્સ ખોલવા છતાં એ પત્ર વાંચી ન શકી બસ એક બે પત્ર હાથમાં લેતી અને એમ જ પાછા મૂકી દેતી હતી. સુપ્રિયા એટલી વિચાર મગ્ન હતી કે ગયા અઠવાડીયે જે ગુલાબી રંગનો પત્ર એણે મળેલો એવો જ પત્ર આજે ફરી ઘરે આવ્યો હતો જે એણે હાથમાં લીધો પણ હતો છતાં એને જાણ ન રહી.
બીજા અઠવાડિયાની શરૂઆતથી જ સુપ્રિયા થોડા અંગત પ્રસંગો અને થોડાક પોતાના કામ માં વ્યસ્ત રહેવા લાગી. સુપ્રિયા મૂળ પાટણની હતી એટલે કોઈપણ અંગત પ્રસંગ માટે એણે ત્યાં જવું પડતું આમ તો એનું કોઈ અંગત કહી શકાય એવું હતું નહિ એના પતિ આશિષ સાથે લગ્નના બીજા વર્ષે જ ડિવોર્સ લઈ લીધા હતા એણે એક દીકરી હતી જે સારી એવી એર હોસ્ટેસની જોબ કરતી હતી . સુપ્રિયા પાટણથી પાછી આવી ત્યારે એણે એના ઘરના દરવાજા પાસે એક પત્ર પડેલો જોયો ,આમ તો કોઈ પણ વ્યક્તિ ગેટ બહાર મૂકેલા લેટર બોક્સમાં જ પત્ર મૂકતા એટલે ઘરના દરવાજે પત્ર જોઈ સુપ્રિયા ને થોડી નવાઈ લાગી છતાં એણે પત્ર હાથમાં લીધો , દરવાજાનું તાળુ ખોલ્યું અને અંદર ગઈ .
થાકના લીધે એ ત્યાં સોફા પર સુપ્રિયા આડી પડી અને પેલો પત્ર ટેબલ પર મૂકી દીધો.રાત્રે એ કામ પતાવી ને આરામથી બેઠી હતી એવામાં એની નજર પેલા ટેબલ પર મૂકેલા પત્ર પર પડી, એણે એ પત્ર ખોલ્યો અને વાંચવાં લાગી

હેલો સુપ્રિયા મેમ,
આજનો આ પત્ર તમને મારા મનની વાત શેર કરવા જ લખી રહ્યો છું. એકચ્યુલી હું આ શહેરમાં એકલો છુ કે પછી એમ કહું કે એકલતા એ મારી મિત્ર બની ગઈ છે હવે , તો પણ ખોટું નહિ . સુપ્રિયા મારી ઉંમર તમારા જેટલી જ છે પણ મે હજુ લગ્ન નથી કર્યા , કોઈ મળતું ન હતું એવું ન હતું , બસ કોઈ માટે નો પ્રેમ હતો જે બીજા કોઈ પણ સાથે લગ્ન કરતાં રોકી લેતો. સુપ્રિયા આજે મારે તમારી પાસે એક સલાહ જોઈએ છે, હા હું જાણું છે કે તમે કોઈ સલાહકાર નથી પરંતુ એક લેખક તો છો ને , એટલે મને લાગ્યું કે મારી લાગણીઓને તમે ખૂબ જ સારી રીતે સમજી શકશો અને મારી મૂંઝવણ દૂર કરવામાં મારી મદદ પણ કરશો.

તો વાત એમ છે કે જ્યારે હું કોલેજ કરતો હતો ત્યારે મને એક સુંદર યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. જો શરૂઆત થી કહું તો હું એ કોલેજમાં નવો નવો ગયો હતો જેવો હું ક્લાસમાં ગયો તો ત્રીજી બેન્ચ પર બેઠેલી એક છોકરી પર મારી નજર પડી અનાયાસે જ ,જો કે એ કઈ લખવામાં વ્યસ્ત હતી એટલે એણે મારી સામું જોયું ન હતું , અણે જાણ ન હતી કે હું એને જોઈ રહ્યો હતો.બસ એ જ દિવસથી હું એને પસંદ કરવા લાગ્યો હતો .એના દેખાવના વખાણ એણે ગમતા ન હતા એવું મને થોડા દિવસ ની દોસ્તી બાદ એણે જણાવી દીધુ હતું છતાં હું તમને કહું કે એના લાંબા કાળા વાળ અને કાજળ આંજેલી આંખોમાં હું આજે જકડાઈ રહેલો છુ, બિન્દાસ બેફિકર હાસ્ય અને એ હાસ્યથી એના ગાલ પર પડતાં ખાડા હોય કે પછી રોજ ભૂલ્યા વગર ડ્રેસ સાથે મેચ થાય એ કલરની બિંદી એના રૂપને સજાવતી અને સાદગીમાં સોંદર્ય દર્શાવતી આ બધી જ વસ્તુ આજે પણ આંખ બંધ કરતા જ આંખ સામે આવી જાય છે. પરંતુ મેમ એકવાર મિત્રતા થાય પછી એ જ વ્યક્તિ સામે પ્રેમનો એકરાર કરવો ઘણો જ મુશ્કેલ હોય છે એ વાત તો તમે જાણો જ છો, હંમેશા દોસ્તીને ગુમાવી દેવાનો ડર લાગ્યા જ કરતો હોય છે. બસ મારા કેસમાં પણ એ જ વાત લાગુ પડે છે, મારા પ્રેમ વિશે એણે જણાવવામાં હું બહુ જ મોડો પડી ગયો છેક છેલ્લા વર્ષે મને આ વાત સમજાઈ જ્યારે એણે મને કહ્યું કે એની સગાઈ થઈ ગઈ છે અને કોલેજ પૂરી થતાં જ લગ્ન પણ થઇ જશે.

એની આ વાત સાંભળી ને હું સાવ તૂટી ગયો , એ સમયે મને એવું લાગ્યું કે જાણે કે હમણાં જ મારા ધબકારા બંધ થઈ જશે પણ શું થાય દોસ્ત હતી એ મારી એની ખુશીમાં ખુશ તો થવું જ રહ્યું . કૉલેજથી ઘરે પોહચ્યાં બાદ હું આખી રાત રડ્યો હતો અને એ દિવસ પછીની બધી જ રાતો મે આંસુ સાથે વિતાવી હતી . મેમ હવે આટલા વર્ષો બાદ એ આ શહેરમાં પાછી ફરી છે અને મને જાણકારી છે ત્યાં સુધી એના જીવનમાં એ હવે એકલી જ છે. તો સુપ્રિયા મેમ શું મારે એણે મળવું જોઇએ? શું મારે એણે પ્રેમનો એકરાર કરી દેવો જોઈએ?
લિ. આપનો ચાહક.
આખો પત્ર વાંચ્યા બાદ સુપ્રિયા જાણે સાવ ચૂપ થઈ ગઈ હોય એમ લગભગ પંદરેક મિનિટ સુધી શાંત બેસી રહી પછી અચાનક ક બોલી ઉઠી પાર્થિવ ,પાર્થિવ શાહ ,હા .. કદાચ આ પાર્થિવ તો નહિ હોય ને?કોલેજ માં છેલ્લી વાર મળ્યા ત્યારે મજાક માં એણે કહ્યું હતું કે યાર લગ્ન તો મારે તારી સાથે કરવા હતા પણ કઈ નહિ હવે તને સહન કરવાનો એનો વારો હશે , હું તો બચી ગયો હાશ..
એ પછી સુપ્રિયા એ પાર્થિવ નો કોન્ટેક્ટ નંબર શોધવા ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી.