The Unknown Letter-A Love Story - 1 Divya Modh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Unknown Letter-A Love Story - 1

લાગણીઓને ઉંમરના ઉંબરા નથી નડતા જેમ,
પર્વતોને અવાજના પડઘા નથી નડતા,
હરખાય શકે છે ક્યારેય પણ એ પ્રિયતમાંનુ મુખ જોઈ સાહેબ
કે,
પ્રણયને ક્યારેય જગા કે વર્ષો નથી નડતા."

પાંત્રીસ વર્ષની સુપ્રિયાએ નાહિધોઈને, જલ્દી થી ચા નાસ્તો પતાવ્યો ના , એને ક્યાંય જવાની ઉતાવળ ન હતી પણ , આજે રવિવાર હતો ને,અને રવિવારના દિવસે એણે શહેરના ખૂણે ખૂણેથી પોતાના માટે આવેલા પત્રો વાંચવાના હોય છે અને બને એટલા પત્રોના વળતા જવાબ પણ આપવાના હોય છે. એકચ્યુલી સુપ્રિયા માથુર એક લેખિકા હતી. ન્યૂઝ પેપર માં એના લેખ , કવિતા અને વાર્તા છપાતા હતા એટલે શહેરના ખૂણે ખૂણે એના ફેન એના ચાહકો હતા જે એણે પત્રો દ્વારા પોતાના મનની વાત પહોંચાડતા હતા . આખું અઠવાડિયું તો સુપ્રિયા પોતાના કામમાં વ્યસ્ત રહેતી ક્યારેક કોઈ લેખ , તો ક્યારેક વર્તાં કે કવિતા લખવામાં, ક્યારેક કોઈને ઈન્ટરવ્યુ આપવામાં એટલે એ દર રવિવારે પોતાને ઘરે આવેલા પત્રો વાંચતી હતી.


આજે પણ એ બેઠકરૂમમાં ટેબલ પર બોક્ષ રાખી ને બેઠી . જ્યારે બોક્ષ ખોલ્યું તો પત્રોનો એટલો મોટો ઢગલો હતો કે એમાંથી કયો પત્ર વાંચવો અને કયો ન વાંચવો એ જ ન સમજાય.એટલે સુપ્રિયા ની પહેલી નજર જે પત્ર પર ગઈ એ જ એણે હાથમાં લીધો , એ કોઈએ ઘરે બનાવેલું ગ્રીટિગ કાર્ડ હતું જેમાં બસ એટલું જ લખ્યું હતું: મારા વાંચનની આદતમાં એક સારું સાહિત્ય ઉમેરવા માટે આભાર.. તમે આવું જ સારું સાહિત્ય પૂરું પાડતા રહેજો અને નીચે લખેલું: આઇ હોપ કે તમે મારું કાર્ડ વાંચો અને તમને એ ખૂબ ગમે.
ટુ‌ સુપ્રિયા મેમ ફ્રોમ ત્રિશા.

એ કાર્ડ બાજુમાં મૂકી સુપ્રિયા એ બીજો એક પત્ર હાથમાં લીધો: ઉપર લખ્યું હતું : સાચવીને ખોલવું અંદર દેખાવે માસૂમ પણ સ્વભાવના થોડા ઉગ્રં અને સત્યના લેખિકાનું ચિત્ર છે. સુપ્રિયાએ પત્ર ખોલ્યો તો સાચે જ એનું એ સુંદર ચિત્ર દોરેલું હતું.. એણે પત્ર માં લખેલા ઇમેઇલ આઇડી પર પત્ર નો જવાબ આપ્યો : આભાર પૃથ્વી આટલા સુંદર ચિત્ર માટે.
આવા બીજા બે ત્રણ પત્રો વાંચ્યા પછી સુપ્રિયા પછી પોતાના રોજિંદા કામ અને લેખન કાર્યમાં પરોવાઈ ગઈ. એણે એક નોવેલની શરૂઆત કરવાની હતી આજે .આમ જ લખવા , વાંચવા અને વિચારોમાં એક અઠવાડિયું પૂરું થયું અને ફરી પાછો રવિવાર એટલે કે પત્ર વાંચનનો દિવસ આવી ગયો .

ફરી પાછા એટલા જ ઢગલાબંધ પત્રો , કાર્ડ આ બધું જોઈને સુપ્રિયા હંમેશા વિચારમાં પડી જતી કે આજના આ સોશ્યલ મીડિયાના યુગ શું ખરેખર લોકો પાસે આવા સાહિતિક પુસ્તકો વાંચવાનો શોખ કે સમય હશે? શું ખરેખર આ બધા લોકો મારા શબ્દોને આટલો પ્રેમ કરે છે કે મારા કોઈપણ સોશ્યલ આઇડી ન હોવા છતાં મને આટલા પત્રો મોકલતા રહે છે? હંમેશની જેમ આ વખતે પણ સુપ્રિયાને પોતાના ચાહકો પ્રત્યે માન થઈ આવ્યું અને એ મનમાં ને મનમાં પોતાની લખેલી લાઇન્સ બોલવા લાગી


ચાહક બની મારા શબ્દોના , તમે જ
મને ઓળખ અપાવી છે,
એક ધબકતા હ્રદય ની માલિક છુ હુ, તમેં જ
મનેં શબ્દ સરિતા બનાવી છે.
કેમ કરી અભિવાદન કરુ તમારું કે, તમે જ
મને કઈ બોલવા લાયક બનાવી છે,
પ્રેમ , હૂંફ તો અનેકના મળ્યા જીવનમાં
પણ, જે મર્યા પછી પણ ન વિસરાય
તમે જ તો મને એવી સ્મૃતિ બનાવી છે.


આ લાઇન્સ એણે કોલેજમાં કાવ્ય લેખન સ્પર્ધામાં બીજા નંબરની ટ્રોફી લેતી વખતે બોલી હતી. તે દિવસે સુપ્રિયાને પણ ખબર ન હતી કે આ લાઇન્સ ખરેખર હકીકત બનીને એણે હજારો, લાખો લોકો વચ્ચે આટલું માન અપાવશે. સુપ્રિયા વિચારોમાંથી બહાર આવી અને કાર્ડસ અને પત્રો વાંચવાનું શરૂ કર્યું.
આજના કાર્ડસમાં ગુજરાતના શહેરોની રંગત હતી, અને આ વખતે એમાં થોડી મીઠાસ પણ સામેલ હતી કેમ કે ઉતરાયણ આવી રહી હતી એટલે અમુક ફેંઝે તલની ચીકી, ઘારી, વગેરેના પેકેટ પણ ઘરે મોકલાવ્યા હતા, તો કેટલાક લોકોએ પત્રો દ્વારા પોતાના ઘરે આવીને ઉતરાયણ માણવા નું આમંત્રણ પણ આપ્યું હતું.સુપ્રિયા પત્રોમાં આપેલા ઈમેલ આઇડી પર પત્રો ના વળતા જવાબ પણ આપતી અને હા જો અમુકના ઘરનું એડ્રેસ હોય તો ત્યાં વળતી ગિફ્ટ પણ મોકલાવી દેતી . ના આ બધાથી એ પોપ્યુલર થવા ન હોતી માંગતી પણ આ ચાહકો જ તો એના જીવનની મૂડી હતા, આ બધા વગર એનું જીવન સાવ સુનું છે બસ એટલે જ એ બને તેટલા પ્રયાસ કરતી કે બધા ને જવાબ આપી શકે.


ઉતરાયણના આ આમંત્રણ પત્રો વચ્ચે સુપ્રિયાની નજર એક ગુલાબી કલરના પત્ર પર પડી , સુપ્રિયા વિચારમાં પડી કે આ અતરગી ચાહક કોણ છે જે ઉતરાયણ પર્વ માં ગુલાબી કાગળ મોકલે? એણે કાગળ હાથમાં લઈ ખોલ્યો તો એમાં અત્તરની મેહેક પણ હતી , સુપ્રિયા એ પત્રની લાઇન્સ વાંચી જે એક બહુ જ ફેમસ ગુજરાતી ગીતની પંક્તિ હતી , જે એક પ્રેમી પોતાની પ્રેમિકા માટે આજ દિન લખતો આવ્યો છે : " તારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણી,તારા રૂપની પૂનમનો પાગલ એકલો..."


આટલા વર્ષોમાં કદાચ પહેલીવાર સુપ્રિયાને કોઈ ફેન તરફથી આવો પત્ર આવ્યો હતો,નીચે મોકલનાર ના નામમાં ખાલી એક જ વાક્ય હતું : તમારો વર્ષો જૂનો ચાહક . આ પત્ર પર ન કોઈ આઇડી એડ્રેસ હતું કે ન કોઈ ઘરનું એડ્રેસ . સુપ્રિયાએ એ પત્ર અવગણી નાખ્યો અને બધું સમેટી પોતાના કામે લાગી ગઈ.એણે કોઈ સાહિત્ય ઉતેજન સેમિનારમાં સ્પીચ આપવા જવાનું હતું .એ તૈયાર થઈ ને સેમિનાર હોલમાં પહોંચી ગઈ . થોડીવારમાં એણે સ્પીચ આપવાની શરૂઆત કરી . સુપ્રિયા સ્પીચ આપી જ રહી હતી ને એટલામાં કોઈએ જોરથી બૂમ પાડી એ પાર્થિવ અહી આબજુ આવ. સુપ્રિયા આમ તેમ જોવા લાગી જાણે એ પાર્થિવ ને જાણતી હોય એમ , કે પછી એ જ નામના કોઈ જાણીતા ચહેરાને શોધતી હોય એ તો એ જ જાણે , પણ ઘડીભર માટે સુપ્રિયા પોતાની સ્પીચ રોકી પેલા પાર્થિવ નામના યુવાનને જોઈ કોઈ વિચારમાં ખોવાઈ ગઈ ,પણ પેલા યુવાને ઊભા થઈ સુપ્રિયાને સોરી કહ્યું : સોરી મેમ મારા લીધે તમને ખલેલ પહોંચી તે બદલ પરંતુ હવે તમે તમારી સ્પીચ કંટીન્યું કરી શકો છો અમે બધા જ તમને સાંભળવા આતુર છીએ .

સુપ્રિયાએ સ્પીચ આપવાની શરૂ કરી પણ હા થોડી થોડી વારે એની નજર પાર્થિવ પર અટકી જ જતી , જાણે કેમ એ કોઈ પોતાના પાર્થિવ ને શોધી ન રહી હોય! એ સાંજે સુપ્રિયા ઘરે તો આવી ગઈ હતી પણ એનું મન હજુ પણ પેલા નામમાં જ અટવાયેલું હતું. એ સાંજ સુપ્રિયા એ એક કપ કોફી અને મનમાં વલોવતી યાદો સાથે જ વીતાવી .