પાર્થિવ શરીર રચનાઓ - 1 Pankaj Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાર્થિવ શરીર રચનાઓ - 1

હું હજુ જાગ્યો આંખો ચોળતા ચોળતા હું એ ફઈ ના એકલા પડેલા રૂમ માં સુવ છું ત્યાંથી બહાર આવ્યો અને મારા ઘર તરફ આવ્યો...

ખબર નહિ કેમ બધા લોકો નો રડવાનો અવાજ આવતો હતો.. અને હું બાથરૂમ તરફ જવા ને બદલે ઘર તરફ જલદી થી વળી ગયો...
હું વિચાર માં પળી ગયો આ લોકો ભેગા કેમ થયા છે રાતે તો કોઈ નહોતું.. અચાનક આટલા બધા લોકો

મને લાગ્યું આ એક સપનું છે અને મે મારા ગાલ પર એક લપાટ મારી અને આ હકીકત હતી..

બધા મેહમાન સફેદ કપડાં માં હતા હું ગયો અંદર મેહમાન લોકો ને. પસાર કરતા કરતા આગળ આવ્યો પણ જાણે કે કોઈ એ મારા તરફ જોઉં પણ નહિ હું વિચારમાં પળી ગયો કેમ આ લોકો મને જોતા નથી..
હું આગળ ગયો અંકલ અને એ બધા લોકો કંઇક સજવતા હતા મે કાકા ને પૂછ્યું કાકા આ અર્થી કોનાં માટે બનાવો છો બધા લોકો તો છે પછી કેમ આ બધા લોકો રદે છે શું થયું...

પણ જાણે કે એ બહેરા થઈ ગયુ એમ મારી એક પણ વાત નો જવાબ ના આપ્યો મને હવે થોડી ગભરાહટ થવા લાગી હું મમી ને ગોતતો હતો ખબર નહિ કેમ દેખાતી ન્હોતી અને હું ઓસરી મા આવ્યો અમારા ઘર ની બહાર

બધા લોકો ના રડવાના અવાજ માં મારી મમી નો અવાજ પણ હતો આંખો માં આંસુ આવી ગયા હું આગળ ગયો અને પપ્પા ને શોધતો હતો ત્યાં આગળ જોઉં ઘરના દરવાજા પાસે પપ્પા બેઠા હતા એમની આંખ માં આંસુ નહતા હતી પણ રડતા હતા અવાજ ન્હોતો આવતો પણ હા રડતા હતા... એવું લાગતું હતું જાણે એમને એમના હ્ર્દય પર પથર રાખી ને બેઠા હતા.. બધા લોકો ચૂપ હતા હું ઘર ની અંદર જવા માંગતો હતો . પણ ખબર નહિ કેમ કોઈ શક્તિ મને અંદર જતા રોકતી હતી...

એવા માં મે બહાર ભાઈ ને જોયો એના હાથ માં એક ફોટો હતો અને હાર હતો એ હાર કે જે જીંદગી થી હારી ગયો હોઈ એ વ્યક્તિ ને ચડવા માં આવે ....

એ ફોટો પર કાગળ વિટાલેલ હતું મે ભાઈ પાસે જઈ ને પૂછ્યું આ કોનો ફોટો છે ભાઈ કેમ બધા રડે છે શું થયું છે કોણ એક્સપિર થયું ભાઈ ?? પણ જાણે કે ભાઈ પણ બહેરા થઈ ગયા હોઈ એમ કંઈ શંભળતા જ નથી... હવે મારા મન માં એક સવાલ જાગવા લાગ્યો કે ક્યાંક... આ મારો તો ફોટો નથી ને.....હું જ ક્યાંક...

અને એ વિચાર્યું ત્યાં મારા સ્લીપિગ રૂમ માં મારા ફોન માં એ ખાસ વ્યક્તિ ના મેસેજ માટે રાખેલી રીંગ સંભળાઈ અને હું દોળતો મારા રૂમ માં આવ્યો કારણ કે એ વ્યક્તિ ના મેસેજ ની જ રાહે હોવ છું હું. પણ ખબર નહિ કેમ આજે આ ફોન માં ફિંગર પ્રિન્ટ કામ નથી કરતી એ વ્યક્તિ ના 12 મેસેજ છતાં પણ હું એ ફોન ને ઉઠાવી નથી સકતો .. એ મેસેજ ને જોવ છું પણ કેમ હું એ બધા મેસેજ નો જવાબ નથી આપી શકતો...

હવે એના મેસેજ બંધ થયા અને લાગ્યું એ ઓફ્લાઈન થઈ ગઈ.. થોડી વારે એનો કોલ આવ્યો મારે ઉપાડવો હતો પણ કેમ હું એ ફોન ઉપાડી જ નોતો સકતો... અને તરત જ ભાઈ આવ્યા એમને મને જોયો પણ નહિ અને એનો કોલ ઉપાડી લીધો..


સામેથી મારી હાર્ટ બીટ નો અવાજ આવ્યો "કેમ બોલતા નથી શું કરો છો ક્યારની મેસેજ કરું બોલો ને કામ માં છો કે ? મૂંગા થઈ ગયા સોરી મારી ભૂલ થઈ હોઈ તો રાતે કહ્યું એના માટે સોરી મારે નોતું કેહવુ પણ તમે પૂછ્યું એટલે કહી દીધું હું કેહવાની જ હતી પણ ના કંઇ શકી.. સોરી યાર માફ કરી દો ને.. હા એ હતું પણ મે છુપાવ્યું નથી કંઇ.. અને હવે હું તો એને ખાલી ફ્રન્ડ માનું છું વિશેષ કંઇ નથી.. હા પેહલા કદાચ હતું.. પણ હું સ્યોર નથી.. હતું જ કે ?.. હા તમને પ્રેમ ના આપી સકી કારણ કે...."
એટલું બોલી ત્યાં ભાઈ રડતી આંખો થી બોલ્યા એનો ભાઈ બોલું ઇટ્સ ટુ લેટ રાતે કેહવની જરૂર હતી હવે એ નહિ શાંભલે.. એ સૂઈ ગયો હમ્સેશા માટે...

આ શંભલી મારી આંખો ફાટી ગઈ અને હું બંધ દરવાજા માંથી પસાર થઈ ને ઘર અંદર ગયો અને સામે ખુરશી પર મારા ફોટો પર હાર ચડેલો હતો આ એજ હાર હતો જે જીંદગી થી હારી જાય એ લોકો ને પેહરવામાં આવે છે... અને હું બધાને જોઈ રહ્યો મમી ને પપા ને ભાભી ને બધાના રડતા ચેહરા ના આંસુ ને લૂછવા હતા પણ હું લૂછી પણ નહોતો શકતો....

અને પછી એ સફેદ કપડામાં બાંધેલ મારા શરીર ને લોકો એ ઉઠાવ્યો અને એ અર્થી માં મૂકી બધા લોકો એ રડતા રડતા દોટ મૂકી હું બધા ને જોતો હતો..બધું મારી સામે થતું હતું પણ મને કોઈ જોતું નહોતું..

મારા પાર્થિવ ને લોકો એ ઉઠાવ્યો અને એ રડવાનો અવાજ જાણે કે વધુ જોરથી ચાલુ થઈ ગયો . હું પણ મારા એ પાર્થિવ શરીર ની પાછળ ચાલવા લાગ્યો...