આગળ ના ભાગ માં જોયું એમ પાંચેય મિત્રો ખેડ જવા રવાના થાય છે .રસ્તા માં એક સ્વપ્ન સોનાલી ને આવે છે અને નિશાચર પક્ષી એમની સાથે જ ચાલે છે તમામ અવરોધ પાર કરતા પોતાની મંજિલ તરફ જવા રવાના થાય છે.
હવે આગળ. . . . હવા ની સાથે વાત કરતી મસ્તી ને મન ના ઉત્સાહ ને દોડાવત ખેડ ગામ આવી પહોંચે ત્યારે રાત્રિ નો સમય થઇ ગયો હોય છે .બધાજ મિત્રો સીધા ફોરેસ્ટ ઓફિસ પહોંચી. ને એમની રોકવા ની સગવડ જોવા લાગે છે .આ તમામ મિત્રો ને એક ફાર્મ હાઉસ માં રોકાવાનું હોય છે ત્યાં પહોંચતા જ ત્યાંના સાચવનાર રામુભાઇ આવિં બધાનો સત્કાર કરે છે ને ફ્રેશ થવાનું કહે છે
જય ને સોનાલી ઉપર ના રૂમ માં રોકાય છે અને દીપ રીના નીચેના અક્ષય હોલ માં રોકાય છે. ઉપર ના રૂમ માં સોનાલી ફ્રેશ થવા બાથરૂમ માં જાય છે .ત્યાં પોતાના કપડાં બદલવા જતા એના આંતરવસ્ત્રો માં એને સ્વપ્ન માં આવેલ નિશાચર પક્ષી નું પીંછું જોવા મળે છે .ને સોનાલી ગભરાઈ જાય છે. થોડીક સમય પોતાના અસ્થિરતા અનુભવી ને ભાન માં આવે ત્યારે એને પીંછું ગાયબ હોય છે .તે પોતાનો ભ્રમ સમજીને આ વાત બધા થી છૂપાવે છે .જે આગળ જતાં એની સાથે મોટો ભૂલ થશે . ગભરાટ થી એને બધાને વાકેફ કર્યા હોત તો કૈંક ખરાબ થવાનું અટકી જાત પણ પોતાનો મજાક થશે એવું સમજી ને એને કોઈને જણાવ્યું નઇ એજ આવતા ડરાવની તોફાન ને ખુલ્લું આમંત્રણ આપ્યું
બધાજ મિત્રો ફ્રેશ થઇ ને નીચેના હોલ માં આવ્યા ત્યારે રામુકાકા એ બધાંને ગરમ ભોજન આપ્યું રીંગણ નો ઓળો બાજરા ના રોટલા દહીંનું રાયતું તથા ઠંડી છાસ બધાને જમવા ની મજા પડી
જોત જોતા માં વાતો માં મધરાત્તી થવા આવી બધા થાક ના લીધે પોતપોતાના રૂમ તરફ જવા લાગ્યા . જય ને સોનાલી પોતાના રૂમ માં આવતા જ ગણા સમય થી સચવાયેલી પોતાની પ્રેમ ની લાગણી નું ગોડપુર નીકડવ એકબીજા ને તૃપ્ત કરવા લાગી ગયા .ધીરે ધીરે ઉપર ના ગાઢ ચુંબન થી સારું થયેલ પ્રેમાલાપ સરીર ના દરેક અવયવ સુધી પહોંચવા લાગ્યો ને એકબીજા ના પ્રેમ ને સંતોષ પૂર્ણતા ની તરફ જવા લાગ્યો .જયારે સરિર નો થાક. અનુભવ થવા લાગ્યો ત્યારે પ્રેમી જોડું એકબીજા થી વિખૂટું પડવા લાગ્યું ને એકબીજા ને હરાવા ની રમત નો આનંદ ને તૃપ્ત કર્યા પછી ગાઢ નિંદ્રામાં સરી ગયા. . . .
સવાર ના કોમળ સૂર્ય ના તડકા સાથે તમામ મિત્રો ની સવાર થઇ .ને બધા નિત્યક્રમ પતાવીને નીચે હોલ માં ભેગા થયાં .રામુકાકા એ બનાવેલ ગરમાગરમ પોહા ચા તથા નાસ્તો ને ન્યાય આપીને સવાર ની સુંદર આબોહવા માં કુદરત ના ખોળા ને ખૂંદવા નીકળી પડ્યા .પણ એ વાત થી અજાણ હતા કે એમના અહીંયા આવવા થી કેટલાય લોકો ના પેટ માં પાણી રેડાય હતા જેનું ખરાબ પરિણામ આ લોકોને ભોગવવાનુ હતું .કુદરત પણ આ ખેલ જોવા માટે થંભી જસે એવું કાળા માથા ના માનવી નું ભયાનક કૃત્ય આ ધરતી પર થવાનું હતું.
.. . . . . . . . . .. . . . . . . . . . . . શું ખબર નસીબ ના ગર્ભ માં આગળ સુ સંતાયેલું છે એતો હવે આગળ ના ભાગ માં જ જોવા મળશે
હું કોઈ પ્રોફેશનલ લેખક નથી બસ મન માં આવત કાલ્પનિક વિચારો ને પ્રસ્તુત કરું છું કોઈ ભૂલ થાય તો માફ કરશો ..ને મને આગળ વધવા પ્રેરણા આપતા રહેજો અસ્તુ.