કવિતા Kota Rajdeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

કવિતા

પળ ભર રહીને હું
ચાલ્યો આવીશ પાછો પ્રિયતમા
મને રજા આપો જવાની

શું લાગે છે તમને
હું રહી શકીશ દેવલોક માં વગર તમારી
નહિ નહિ
પળ ભર પણ રેહવું
કરશે મને દુષ્ટ
પણ ચાલે નવ ચાલ મારી
ઉભેલા કાળ સામે
થોડી ન રેહવાનો હંમેશ ને
ત્યાં આમે
પળ ભર રહીને હું
ચાલ્યો આવીશ પાછો પ્રિયતમા
મને રજા આપો જવાની
સ્મૃતિ મારા જિહ ન માં તમાંરી
હંમેશ ને રેહવાની
એક વાત કહું તમને
ટેક આપજો એક મને
હું બેશી ને પેલા તરું નીચે
વાગોળ્યા કરીશ
સાંભળ્યા કરીશ
વાર વાર તમને
પળ ભર રહીને હું
ચાલ્યો આવીશ પાછો પ્રિયતમા
મને રજા આપો હવે જવાની
મને રજા આપો હવે જવાની.___Rajdeep Kota


પ્રીતડી તમ સંગ બંધાણી મારા સાહિબા
પ્રીતડી તમ સંગ બંધાણી મારા સાહિબા
નયણા દિશે બિન તમુને
ન ઠરે મારાં
પ્રીતિ ઉમટી પ્રિતવાન ને સાહિબા
સાંભળ જો મારાં મન કેરા રાજ
કહીં ઢળી ન પડે તમુનાં વિયોગ માં
પ્રીતડી તમ સંગ બંધાણી મારા સાહિબા
પ્રીતડી તમ સંગ બંધાણી મારા સાહિબા.___Rajdeep Kota




સર્વળ્યું ભીતર મૂર્છિત
તારાં સ્નેહ ને સંબોધતું કાઈક.
જાગ્યો હોઉં હમણાં જ મૂઢ
નિંદ્રા માંથી એવું સાદ્રશ થયું કાઈક.
જાગી ને જોયું તો જાણી
જગ ની નિષ્ઠુર તા લોચને સમા ણી
ગુંજતી મારી એ જ કથા સદીઓ પુરાણી
કમ્પીત થયો
ધ્રૂજયો બે ઘડી
ઝળહળતી દ્રષ્ટિ એકેય
પળ વાર ના જડી
ચાલ મારી ની: શબ્દ બની
સ્તબ્ધ ખડી
જોયું ચોપાસ પ્રસરતું ઉમટ તું ચાંચ લ્ય માંન
જન માનસ નું ટોળું
એમાં સંતપ્ત એવું કંઇક કરી છુંટવાનું
તેજપુંજ ક્યાં હું ખોળું
મન ક્ષણ ભર પટકાતું ઢસડાતું નીશાશા સેવતું
ઉગ્ર સૂરજ સમી ઝળહળીત
કલ્પિત નિષ્ફળતા ઓ ને ભેટતું
ફસાયું મૂઢતા ની જાળ માં
એવી ની:સત્વ ની:પ્રાણતત્વ ઘડીયું માં
એકાએક વિચાર સ્ફૂર્યો
વેગાતિવેગ
"તુજ ધણી છે કોણ એ જાણ્યા વિના
રસિક ની રસિકતા માંણ્યા વિના
તે કશુંય જાણ્યા વિના
સિદે આવા વિલાપ આદર્યા"

ધણી ના વિચારે ધણી નું ભાન કરાવ્યું
મન માં નેક આશાઓ સમું હિર જડાવ્યું
તેજ મૂને મારું પાછું અપાવ્યું
તોય ધણી યે મારે
એનું ગામ છુપાવ્યું.____Rajdeep Kota


ન હતી આસ તને પામવાની
અંતવેળાએ.
આસ સંઘરેલી હતી એક જ, તને જોવાની
મન સ્થિતિ હિલકડોલક
થઈ રહી
પડ્યાં પડ્યાં ભેખવાની
ઝંખના તીવ્રતા થી
મરજાદ પાર જઈ રહી
ભેટવામાં અંતે બાધારૂપ
એકેય વિહ્વળતાઓ ના રહી.
ન આસ હતી તને
અડકવાની
છેવટે
આસ સંધરેલી હતી એક તારા ચંદ્રવદન,બદન ને
જોવાની.
તારાં નહિ આવવાનો વિચાર સુધ્ધા
ધકેલ્યાં કરતો વાર વાર ખોફનાક ખાણમાં
લુપ્ત થતું ગયું રહ્યું સહ્યું હસરત ને ઝંખતું આનંદામૃત
મારી જીવન રુપી માંણમાં
નથી નવલી કસી આસ સંઘરેલી પડી
નથી અદિદ તમન્ના ઓ ની મેડિયું જડી
મોત પ્રિયા સમીપ મારી આવી ખડી
આવ મમનોમન વિચાર વિલાપ કરીએ
આવ તનોતન આશાઓ તંતુઓ ગુંથીએ
ભેખી લવ જતા જતા પ્રિયા ને
નહિતર,
પછી જવાબ શું દેવાશે રુદિયા ને..?
ન આસ હતી
તને પામવાની
છેવટે

આસ સંઘરેલી હતી એક તને જોવાની.___Rajdeep Kota



કદાચ
સમય સંજોગોનું સાર તમારા થી હંમેશા દૂર
રેહવાનું થશે તો..?
હું મારું અસ્તિત્વ ટકાવી શકીશ...?
સુકાયેલા, મુરઝાયેલા કંપાયેલ
પત્તા ની જેમ
ડાળી નો સાથ હંમેશ ને છોડવાનો થશે તો...?
હું એવો તે નિષ્ઠુર પ્રાણ થઈ જઈશ
કે મારાં પ્રેમોદી ઉલ્લાસી દિવસો ના
સહચર ને હું છોડી ચાલતો થઇસ...
નહિ નહિ
પગલું એવું મુજ થી નહિ મંડાય
સ્મૃતિઓ સકળ ભેરુ ની મારા હૃદયે જડાઈ.
નહિ નહિ
તારો સાથ મુજ થી નહિ છોડાઈ
તારી નમી ભૈરી ઝાંખીઓ ચારો ઓર છવાઈ
કલ્પના મૈં ભી કરી જોઈ આખીરી મુલાકાત ની
થર થર પગ તળે રહેલી
મારાં ભાર ને સહેલી
ધરણી થર થર ધ્રુજી ઊઠી
દૂર થશો તેમાં પણ ખેદ નહિ વ્યક્ત કરું
તારી હસરતો થી તરબતર રક્ત કરું
નિધિ ની સામે કેમ પડકાર ફેંકુ.
કાળ સમી જ્વાલા ઓ જ્યારે
ભેટવાને મંથી રહી હસે ત્યારે
યાદો વીણી રહ્યો હોઈશ
ધૂળ માં
ખોવાયેલી મીઠી મીઠી._____Rajdeep Kota





એક આભાસ થયાં કરે છે રોજ
મારી પાછળ કોઈ હર રોજ ચાલે છે
મૂને ભેટવાને
પામવાને
ભેખવાને
નર્યું સત્ય હતું એ
એક દિવસ એક આભાસ થયો મારી
આગળ
કોશિશ કરી બચી ભાગવા પાછળ
પરંતુ અચાનક
મને ભરખી ગયો.__Rajdeep Kota



કેટલીક રસ્મો ને નિભાવી કાંપતા કાંપતા.
જિંદગી બસર થય ઉલજતા ઉલજતા.
એક મારી તીક્ષ્ણ દ્રષ્ટિ થી પ્રેસ્વેદ થી
રેબજેબ થયો સૂરજ આથમતા આથમતા.
અંધકાર થી સન સૃષ્ટિએ પ્રકાશ ની આશા
મૂકી મારી સામે હાથ જોડતા જોડતા.
મારું સમૂચું બાળપણ વ્યતીત થયું, ગામ
ના ચબૂતરા પર શેરીઓ માં રમતા રમતાં
શિષ્ટ બાબતો ની સાથે સાથે કેટલીક બદ્દીયો
પણ ઘર કરી ગય સમય વીતતાં વીતતાં.___Rajdeep Kota



હાથ ધ્રૂજે
ને પગ ધ્રૂજે
પેલી વિધવાના કષ્ટ કોણ પૂંછે?
આસ એટલીજ ધરી ને બેઠી
મારો નાથ આવી મારાં આંસુ લૂંછે.
વેળા ઓ વીતતાં જાય છે
બેઠી સુધ બુધ ખોઈ
ઈચ્છા એટલીજ હૃદયે સંઘરી
મારો નાથ હવે પાછો ક્યારે આવે.
એની દીકરી કાજ
એની દાસી કાજ
એક ઢીંગલી ને સાડી ક્યારે લાવે.
બેઠી છે અથાહ વેદનાં જીલી
વરસો વીત્યાં પણ
હ્રદય રૂપી આકાશે ના
ચાંદની ખિલી.
વિશ્વાસ ધરીને બેઠી
હજીય... કદાચ....
ફરી રોશની સાંપડશે અદીઠી
ગોદ માં લય પોતાની વ્હાલી દીકરી
નાથ ની
યાદ માં બધી ઘડિયું વિતી
એની વ્ય થા કોણે જાણી..?
વહ્યાં ખારા ખારા આંખ માંથી પાણી.
અને યાદ આવી સાથ રમેલી
લુકા છુપામણી.
બેઠી છે નાથ ના આવવા ની
એક અદની ઈચ્છા સમીપે તાણી.
કહે છે જગત ને
"ક્યાં છે મારો નાથ
કોઈક જોવ પિછાણી".___Rajdeep Kota



મન ખેંચાયું ભણી વ્યંગ્યતા.
પગ ઉપાડ્યા જોવાને
કલ્પિત યથાર્થતા.
વાદળ થઈ વ્યાપ્ત છે મુજ પર
મુદ્દતોથી અંતરમનસ્કતા.
મન વારે વારે આકર્ષાયું ભણી વ્યંગ્યતા
જોવાને મનુજ ની વ્યંગ્યતા
જોવાને સૃષ્ટિ ની વ્યંગ્યતા
એવીજ સુક્ષ્મ ઘણી જોવા ને
વ્યંગ્યતા.
ઠીઠકી ન શક્યો હું
ન શક્યું મન
વ્યર્થ એવા પ્રયત્ન બાદ.
કશું કળ ન વળી પગ સામે
હોવા છતાં આઝાદ.
જોવાને સરી પડ્યાં નિજ ખેત ભણી.
જોવાની ઈચ્છા પણ પ્રબળ હતી ઘણી.
કમ્પિત હતી પાંખડી મન રુપી પુષ્પ તણી.
પોહચી ગયો ખેતરે.
ને જોવા લાગ્યો વ્યંગ્યતા
મારી સુક્ષ્મ તેજમય દ્રષ્ટિથી.
બચી ન શક્યો એની ભાવમય અથાહ વૃષ્ટિથી.
પડ્યો જમીન પર ધબ બ બ બ....થય
રૂખસત થયો આ સૃષ્ટિથી.

ઈચ્છેલી મુક્તિથી.___Rajdeep Kota





જબકી રહી છે સૃષ્ટિ માં
નિષ્ઠુરતા
ને
શાલીનતા
સંતુષ્ટ ભેરુઓ સમી હાથ મિલાવી
ચાલી રહી છે
સાથ સાથ
નિષ્ઠુરતા
ને શાલીનતા
ક્યારેક તીવ્રતા થી નિષ્ઠુરતા ભાગે
ક્યારેક તીવ્રતા થી શાલીનતા ભાગે
બન્ને ના મનમાં
અગણ્ય કરી છુટવા ની આશાઓ જાગે
પ્રસરી રહી છે
ધીરે ધીરે
સૃષ્ટિમાં
નિષ્ઠુરતા
ને શાલીનતા
ચંદે હાથ ઝાલ્યો નિષ્ઠુરતાનો
અવકાશ ન રહ્યો લજ્જાનો
ચંદે હાથ ઝાલ્યો શાલીનતાનો
હાથ છોડી દીધો નિર્દયતાનો
ચોપાસ પ્રસરી રહી છે
પોતાના ના ગુપ્ત બળ થી
નિષ્ઠુરતા
ને
શાલીનતા.___Rajdeep Kota



(અતૃપ્તતા)

ન હાર સાંપડી મૂને ઈશ્વર સમક્ષ
હાર્યો આવી અતૃપ્તતા
ની સમકક્ષ.
દૈદિપ્યમાન માન છે લલાટે
ફસાયેલો પડ્યો નિરાશાઓ ની ખાટે
વળગી રહી છે મને અતૃપ્તતા
ક્યારે સાંપડશે હવે મુક્તતા
અતૃપ્તતા,
ખોજવાની જાણવાની કંઇક કરવાની
ક્યાં છોરે અંતિમ થય મળવાની.
તૃપ્તતા પળ ભર થય ચાલી
તૃપ્ત રુદય થયું હળવે ખાલી
અતૃપ્તતા મારો હાથ જાલી
ક્રૂર હતાશાઓ ભળી હાલી
ક્યારે સાંપડશે મૂને સ્વતંત્રતા
દેખાઈ રહી મુજ પર ઢળતી
અતૃપ્તતાની મુગ્ધતા
જીવન તણું એક પણ તણખલું
ન દેખાયું અપ્રસન્ન
ડર થી પળ પળ કાંપે છે
મારું તન મન.
છેલ્લી વેળાએ જિંદગીની.
અભીષ્ટતા હસે બંદગીની.
નહિ રિહા કરે મૂને તેની
અતૃપ્ત અતૃપ્તતા માંથી.
હંમેશ ને હાથ ધોઈ બેશિશ તૃપ્તતા માંથી
ચાહેલી જિંદગી માં સંતૃપ્તતા માંથી
ભેદ સરી વળશે સહેજે ગુપ્તતા માંથી
હું રણકાર ફેંકી રહ્યો હઈશ
બંધ પડ્યો પડ્યો જેલ રૂપી અતૃપ્તતા માંથી
પણ,
રિહા પણ થઈશ
જગત ની અનિષ્ટતા માંથી.
વૈમનસ્યતા માંથી
વિવશતા માંથી
અને રિહા થવા જૂર્રી પણ રહ્યો હોઈશ
અતૃપ્તતા માંથી.
જગત નું નિષ્ઠુર તા માંથી.___' Kota Rajdeep



(અન્યમનસ્કતા)

ચિત મૈં જ્યાં સ્થિર કર્યું
આવી ઊડી ઊડી ને ક્યાંક થી અન્યમનસ્કતા
પ્રદર્શિત કરી એક
અનોખી વાસ્તવિકતા
ખરા રસ્તા ની જ્યારે સુધ આવી મૂને
મંઝિલ ભણી ચિત વૃત્તિ
ખેંચી લાવી મૂને
આવી ઊડી ઊડી ને ક્યાંક થી અન્યમનસ્કતા
વાદળો સમી ઘેરાઈ ચિત આકાશ માં
અસામ્યતા
ઝૂઝૂતો રહ્યો સમુચું જીવન
થયું નહિ સંજોગ પરીવર્તક ફન
ગાજે કાન માં બિહામણા ઝાંઝર ખન ખન
જીવન માં ઊડી ઊડી
ને આવી ક્યાંક થી અન્યમનસ્કતા
ગઈ લુપ્ત થય મારી સમાનતા
સંટોવાયો છું એક અનદેખી ઝંઝાળમાં
ભરાઇ બેઠો નીશા શા ની આળ માં
ધગધગી રહી છે ખોફનાક જ્વાળા
ચિત રૂપી પાતાળ માં
આવી મૃત્યુ લયી જીવન માં
ઉડી ઉડી ને ક્યાંક થી અન્યમનસ્કતા
અભીષ્ટ પ્રાપ્ત નહિ થાય
હવે મૂને જીવન માં
ચીપકી પડી છે
જીવન ને મારાં અન્યમનસ્કતા
મોત ભણી પ્રયાણ કર્યું
થરથરતા.____Rajdeep Kota



કહે છે દોસ્ત મારાં કે હું તારો સાથ આપુ છું.
વિવિધ ભાવ સમિશ્રિત તને એક ગુલાબ આપુ છું.
નથી આપતો આ ચાંદ આ તારાઓ આ સૂરજ
હું તને આદિ કાળ થી ચાલ્યો આવતો પ્રેમ આપુ છું. ડુંબોળી દે મૂને તારા પ્રેમ થી તરબોળ નયન માં
લે હું તને મારા બન્ને હાથ લંબાવી ને આપુ છું.
પ્રેમ ની સાબિતી એટલીજ કાફી બની જશે
હું મારી પ્રિયતમાં કાજ મારી જાન આપુ છું.
હું નથી ભોમિયો નથી ખેર ખવાહ નથી પથ દર્શક
પણ માર્ગ ભૂલેલાઓ ને સાચી રાહ આપુ છું.
નથી નફરત નથી ક્રોધ નથી આવેશ ની આગ
હું તો હર પળ હર ક્ષણ બસ પ્રેમ જ આપુ છું.
જન્મજન્માંતર માં હું મળીશ ફરી ફરી તને
પ્રિયા, વિશ્વાસ રાખ, લે તને મારી યાદ આપુ છું.
પેલા ચંદ ચમકતાં જુગનુંઓ ને ભેગા કરી

સૃષ્ટિ ને ઝળહળતો એક આફતાબ આપુ છું.__Rajdeep Kota



"તારા પત્ર ની આસ હતી"
સાચું કહું મને
"તારા પત્ર ની આસ હતી"
વેણ ઉગલ્યો તે જ્યારે
કે પત્ર લખી મોકલું છું અત્યારે
ત્યાર થી
મને માત્ર
તારાં પત્ર ની આસ હતી
હતી વિવિધ ભાવે મલકાતી
ચોપાસ વિખરેલી લાલશાને
સાંત્વન કરતી
"ગૂઢ શક્તિ"
બસ એક તુજ મારી સમીપ ન હતી.
મને માત્ર તારા પત્ર ની આસ હતી
દઈ મોત ને માત મારે
સંગ સંગ સાથ રહેવા તારે
હું જીવું છું હજીયે
પળ પળ કંપીત, ભયભીત
દિશે છે એમાં જ મૂને જીત
નિર્જનતા માં મારી નિરાશાઓ પણ
નિરાશ હતી

મને માત્ર તારા પત્ર ની આસ હતી
જીવન વિતતું ગયું મારાં પ્રિયતમ
આસ એકેય ન દીઠી તારી
આવવાની અનુપમ
મને છેલ્લી ઘડીએ પણ તારા પત્ર ની આસ હતી
મને માત્ર તારા પત્ર ની આસ હતી
ચિતા સળગી અંગ અંગ ને મારા લય
ફેલાયો ચોપાસ મારી અતૃપ્તતા નો લય
હજીયે મારા બળતાં દેહ ને તારા પત્ર ની આસ હતી
મને માત્ર તારા પત્ર ની આસ હતી.___Rajdeep Kota



રેત પર થી પાણી સરી ગયું
પણ તેના લીસોટા બાકી રહી ગયાં
અનાયાસ મારાં હાથ તમને ક્યાં અડ્યાં
દિવસો સુધી હાથ કાંપતા રહી ગયાં.
મારા જીવન માંથી એક એક કરીને
બધું નીકળી ગયું
બસ એક તમે જ બાકી રહી ગયા
હું ધૂન માં ને ધૂન માં તમને શોધવા નીકળી પડ્યો
ને પેલા પડછયા પડકારા નાખતા રહી ગયા
પેલી ગલી પેલું મકાન પેલું આંખું ગામ
તમે ગયાં પછી સાવ એકલા રહી ગયા
મારી આંખો માં શશી બિંબ સા ઝળહળતા
તમારી યાદો ના થોડા આંસુ બાકી રહી ગયા
આ શક્તિ ના અંકુર ક્યાં થી ફૂટ્યા, કશું ખબર નહિ
"રાજ" તમારા વગર નું જીવન જીવતાં રહી ગયા. Rajdeep Kota





મારે તૃપ્ત અતૃપ્ત વેદનાઓ ખોજવી હતી
અધૂરી રહી ગયેલ ઈચ્છાઓ ખોજવી હતી
સકળ ભુ ધારા માં વ્યાપ્ત ભાવનાઓ ને ખોજવી હતી
મારી અતીત બની બેઠેલી પળો ને ખોજવી હતી
વન વગડા માં લુપ્ત મારી કેટલીક ભયાવહ બિહામણી ગુમસુમ સંવેદના ઓ ને ખોજવી હતી
એક આકાશે ખેલતા ખેલતા સૂરજ સંગ ઢળી ગયેલ મારી ઓજસ્વિતા ને ખોજવી હતી
નિશા માં આભલે ચમકતાં તારલાઓ સંગ ટમક ટમક કરતી એકાએક પ્રકાશ થયેલ મારી અસ્મિતા ને ખોજવી હતી
મારાં જીવન વૃતાંત માં પાને પાને ઝળહળી ઊઠેલી વ્યથાઓ ને ખોજવી હતી
કોઈક દિન સફર માં સંગ સંગ હાથ થામી ચાલી રહેલ મારી જીવન ની સુંદરી ને ખોજવી હતી
ભભકાઈ ગયેલ મારી ભૂખી વાસનાઓ ને ખોજવી હતી
મારે મારી ખુદ ની પેહચાન ખોજવી હતી
ખુદની કુટિયા ખોજવી હતી.
ખુદની જિંદગી ખોજવી હતી. Rajdeep Kota




રહ્યું એક મ્હારું જૂનું પુરાણું
હૃદયે જડેલું,
દર્દ વેઠતું નિસાસા સારતું
કુંઠિત સપનું.
જોવાને તુજને વલખાઓ મારતું
આવતાં અશ્રુઓ નિજ
હાથે લૂછતું.
આવી ચડેલી વેદનાઓ તેને
કોણ પૂછતું.?
મતી બાર આવવાને
તુજને ભેટવાને
નીત નીત નવા પ્રપંચો રચતું.
મારું આ ઘની દુનિયાં માં
ખોવાણું સપનું.
રાત્રિ એ સહેજે સૂતેલો નિહાળી મૂને
જગાડી,
પોતે પણ જાગતું.
આ જન જન ના ગોટાળામાં
ખોવાણું મારું વ્હાલું
સપનું.___Rajdeep kota


ઉગતી ઉછંગ થી હરી ભરી પ્રભા
સૂરજ સંગ ઝગમગતી સોહામણી પ્રભા
પ્રકાશપુંજ ની તીવ્રતા માં
વિહગો ના કેકારવ માં
શાંત મુદ્રા એ ઉભરતી પ્રભા
જીવન માં કંઇક વિશેષ મહત્વ ધરતી પ્રભા
ડુંગરાઓ મી તરાઇ માં જઈ
ફૂલોમાં ગુચ્છાઓ માં સબનમ થઈ
તેજ જ્યોતિ સમી
પ્રગટ થતી પ્રભા
જીવનની કાઈક અણમોલ જીજીવેષણાઓ ને ઠંઠોળતી
પ્રભા
સૂરજ ની લાલિમાઓ થી આચ્છાદિત
ઉર્મિઓ કઈક નવલી ભરતું ચિત
બેઠી છે ક્ષિતિજે
જન જન ના હૃદયે
સકળ સૃષ્ટિયે
આપણા સૌ ની પ્રભા. Rajdeep Kota



એક દર્દ હતો
કે તમારા થી હું દૂર હતો
એક ખોફ પણ હતો
જ્યારે તમારા સમીપ હતો.
એમ બદલાઈ બદલાઈ ગયેલી મારી દૃષ્ટિ ભણી
નજર કરી
હું જ સંપૂર્ણ પરિવર્તિત હતો
હતી બદલી સમીપ ઉછરતી પલતી સૃષ્ટિ
સાંત્વના પ્રાપ્ત થય ત્યારે
હું એક જ ન હતો બદલ્યો
ભાસ થયાં કરતું બધું
અલગ રંગ થી રંગીન અલગ ભાવ થી સજ્જીત અલગ પ્રેરણા થી પ્રેરિત અલગ આભૂષણો થી જડિત
દ્રશ્ય જે પછી નજર સમક્ષ આવ્યું
નવીનતમ ઉર્મિઓ થી પરિપૂર્ણ લાગ્યું
બદલ્યા છે જીવનના રંગ
જીવનનાં સંગ
બધું સમય સમય થયાં બદલ્યાં કર્યું
જીવનની ચાહ ચાહ નો ઢંગ
પન્ને પન્ના આજે જીવનનાં
કઈક અલગ ભાવ થી તરબતર જોવ છું હું
અલગ વેદનાઓ થી કંપિત જોવ છું
અલગ રોશની યે રોશન જોવ છું
અલગ સોંદર્ય તત્વ ને પોતાના માં સમાહિત થતું જોવ છું
આ માધ્યમ બન્યું
કોઈ અમૂર્ત મૂર્ત સર્વ સૃષ્ટિ મૂલક ભાવ ને વ્યથાને વાચા ઉજાગર કરતા
તત્વ ને ભાળવા.___Rajdeep Kota



એક મુદ્દતોં પેલા જોયેલું સ્વપ્ન
શોધવાને નીકળી પડ્યો
મારાં જીવન ની હસિં પળ
ખોજાવાને નીકળી પડ્યો

હું હતો ખોવાયેલો પ્રિયતમાની યાદ માં

સમય ધીરે ધીરે નીર સો વેહતો રહ્યો
ઈશ્ક ની મંઝિલ મળી નઈ પીગળવા છતાં, જાન લુટાવવા છતાં,
આવો દ્વંદ્વ કોણે રચ્યો
હજીયે અંધકાર ના રાજ માં તારલા ટમટમે છે
ને પેલો સૂરજ ક્યાં નીકળી પડ્યો
કશી ચાહ ન હતી, કશું પામવાની તડપ ન હતી

ખબર નહિ કેમ ઘર થી નીકળી પડ્યો
મારાં ઇતિહાસ માં શિવાજી સમો
બીજો એકેય હીરલો ન જડ્યો
પળ પળ ક્ષણ ક્ષણ મારી
નીછલ્લતા પર જમાનો હસતો રહ્યો.
હું મારી પ્રિયતમા વગર નું
નિરાશા ભર્યું જીવન જીવતો રહ્યો.___Rajdeep Kota





જીવવાની આસ પણ છે.
પણ તમારી સાથે જીવવાની.
મરવાની આસ પણ છે.
પણ તમારી સાથે મરવાની
હવે રજા આપો મને પ્રિયા
તમારી માંગ માં સિંદૂર ભરવાની.
તમે આવ્યાં સંગાથ મારી
લાગે છે ઈચ્છા બધી ફાળવાની.
હું મરી જઈશ પછી મારી
યાદ તમારા દિલ માં જડવાંની
મજા પણ અનેરી હતી પ્રિયા
મજલ દર મજલ તમારી સાથે ફરવાની
હું નહીં તો તમે પણ નહીં
કબ્ર બંનેની સાથે બનવાની.
જીવન નીરસતા થી નીતરતું હસે
મજા નહિ આવે તમારા વગર રહવાની.
છેલ્લી ઘડીએ બન્ને મળીશું
પછી સ્વપ્ન માં બન્નેની મુલાકાત થવાની.
હું પણ દૂર હઈશ તમે પણ દૂર હસો.
જિંદગી આખી એમ જ વીતી જવાની.
મળસુ પછી આપણે ખુદા ની સમીપ
મજા પડશે મોહબ્બત ની દુનિયા માં રહવાની.___Rajdeep Kota



નવલું કશું સર્જી ન શક્યો
પણ એક સ્મિત સર્જવાની કોશિશ કરી
તારા જીવનના ઓલવાયેલા દીપ
ને પેટાવવા ની કોશિશ કરી
પેલા ડાળીએ ઝૂમતાં ફૂલો ને
તારાં વાળ સાથે ગૂંથવાની કોશિશ કરી
રહિયાં તમે વરસો મારી સાથ
આજ એકલાં જીવન જીવવાની કોશિશ કરી
જાતિ વેળાએ તમારા રસીલા
હોઠ ચૂમવા ની કોશિશ કરી
ક્ષણ ક્ષણ મારાં મન માં ઉઠતી
તારાં બદન ને પેખવાની તમન્ના પૂરી કરવા કોશિશ કરી
આ નિરંતર વેહતી તારી અશ્રુઓ ની
ધારા માં ડૂબવાની કોશિશ કરી
તારાં નીર સા વેહતા યાદો ના
ઝરણાં માં નાહવાની કોશિશ કરી
પેલાં જમાંલિસ્તાન સમી તારી જુલ્ફો માં
થોડી ઘડી વિતાવાવ ની કોશિશ કરી
તારી યાદ માં પળ પળ તૃપ્ત
ક્ષુબ્ધ
મારી જાન ને બેહલાવવા ની કોશિશ કરી
તારાં સંગ સંગ તારા જ સમીપ
તારી ઈચ્છા વિપરીત તને પામવાની કોશિશ કરી
તારાં હસતાં મુખ ને જોઈ
મૈં થોડું હસવાની કોશિશ કરી
તારા વિનાની વેળાઓ ,વેળાઓ ક્યાં હતી
તારાં વિનાની રાત ,રાત ક્યાં હતી
હતી મારી પામવાની તને ક્ષુંધા અનંત
સાથ તારો જ્યાં છૂટ્યો જ્યાં જ મારો અંત
મૈં એક ફરી નવું જીવન ધરી તને
ખોજવાની કોશિશ કરી
ફરી તને મળવાની કોશિશ કરી.
ફરી તારો થવાની કોશિશ કરી.___Rajdeep Kota