HEARTACHE books and stories free download online pdf in Gujarati

અધુરો

[ભાગ ૧]

ક્યારેય વિચાર્યું ના હતું કે પિલો પણ કાંઈ લખી શકશે પણ અચાનક એ પિલાના જીવનમાં આવી અને બંન્નેની કહાનીને યાદ સ્વરૂપે રાખવા પિલો ડાયરીમાં વિતેલી પળો લખવા લાગ્યો. ખબર નહી કેમ એ શબ્દો કોઈ કવિતાનું રૂપ લઈ લેતી જેમ કે,
લખવા માટે શબ્દો જોઈએ એવું હંમેશા વિચારતો
પણ એ શબ્દો માટે પોતાનું જીવન જ કાફી છે.
કવિ બનવા એનો અભ્યાસ કરવો પડે પણ ના,
કોઈની સાથે વિતેલી યાદો જ કાફી છે.

મારા પ્રેમનો સ્વીકાર ના કરી મને થોડું દર્દ તો આપ્યું
પણ એ દર્દ ની દવા માટે
તારું પહેલા જેવું જ સ્મિત કાફી છે.

મારી સાથે વિતેલી હું લખ્યા કરું છું બસ
આ કોઈ કવિતા કે હું કોઈ કવિ નથી,
બાકી લખવા માટે તો એક કાગળ ને કલમ જ કાફી છે.
મારાથી કદાચ કોઈ ભુલ થઈ તો માંગુ હું એ માફી છે.
અને ના કર તું માફ તો એના પર પણ લખવા માટે
તારી એ નફરત જ કાફી છે.

[ભાગ ૨]
હંમેશા એમની નજીક આવવા અને પોતાની બધી વાતો એમના સુધી પહોંચે જેથી એમને ખ્યાલ આવે કે પિલો એમના વિશે જ વિચાર્યા કરે છે એ માટે નારદમુની જેવી વ્યક્તિનો સહારો લેતો. પણ ખબર ના હતી એમના સુધી આ વાત પહોંચતા પહોંચતા અલગ સ્વરૂપ લઈ લેશે.

મારી નિર્દોષ ભુલને લીધે એમની સામે ખોટા પડી ગયા,
એક ફુલ કરમાયુ અને એ નવો છોડ ઉગાડવા નીકળી ગયા.

પ્રેમ તો અમે પણ કરેત તમને ઘણો બધો,
પણ નદી નો એક કિનારો સુકાણો
અને તમે દરિયા તરફ વળી ગયા.

ફક્ત તમે જ મારી જીંદગી છો એમ કહું તો
બીજા અને મારામાં કાંઈ ફરક નહી રહે.
પ્રેમની કદાચ વાત કરું તો તમને થશે
અમે પણ એ લોકોમાં ભળી ગયા.

તમે કાંઈ ન કરો તો કાંઈ નહી
બસ હસીને બોલજો મારી સાથે,
નહી તો મને લાગશે
સપનું બતાવી નિંદ્રામાંથી જગાવી ગયા.

કાંઈક તો હશેને આપણી વચ્ચે
એમને એમ થોડા એકબીજાને મળી ગયા!
મારા તો નસીબમાં તમે નહી હોય,
તમે જેમના માટે બન્યા હશો
એમના સારા નસીબ મને નળી ગયા.

[ભાગ ૩]
એણે પિલાને 'ના' કહ્યા પછી પિલાથી કદાચ ભુલ તો નથી થઈ ને! એવું વિચારી એક અઠવાડિયા સુધી એમની નજરોથી દુર રહ્યો. આ વાત એણે ના ગમી અને જ્યારે પિલાએ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે નજર તો ના જ મળાવી શક્યો પણ એના માટે લખેલા શબ્દો નજર જુકાવી સંભળાવી દીધા.
એણે એ શબ્દો સાંભળ્યા અને કીધું "સરસ, પણ કોણ છો તમે?" કદાચ આટલા દિવસ એની સાથે પિલો બોલતો નહી એટલા માટે કીધું હશે, અનેે પિલાએ એ શબ્દથી એમના માટે લખતા કહ્યું કે,

હું કોણ છું એ મને ખબર ના હતી,
તમે મળ્યા પછી એ ખબર પડી હતી.
સામે જ્યારે પણ તમે આવતા તો ચહેરા પર
મુસ્કાન આવતી હતી,
દુર જો થોડા પણ થતા તો આંખો જોવા તરસતી હતી.

તમારી કોઈપણ વાતો મારા મનને ગમતી હતી,
બોલ્યા વિના જો જતા રહેતા તો એ વાત મનને દુભાવતી હતી.

મારા ફોન પર સ્ક્રીન લોક ખુલે તો સીધી
તારી જ ચેટ ખુલતી હતી,
શું કામ? કેમકે,
મારા મેસેજનો તમારો રિપ્લાય હું મીસ ના કરી જાવ
એવું ધડકન હંમેશા વિચારતી હતી

મને એવુ થતું જેટલો સમય મળતા એમાં પણ
ખુશ હતા અમે
જ્યારે એ વાત પુછી એમને તો એવુ કહ્યું કે,
કોણ છો તમે!

બીજા રસપ્રદ વિકલ્પો