The Author AJ Maker અનુસરો Current Read સાંજ - ૪ By AJ Maker ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books નવીનનું નવીન - 6 નવીનનું નવીન (6) લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠ... આજનો ભારતીય યુવાન ... આજનો ભારતીય યુવાન ..... ("શિક્ષિત પણ બેરોજગાર,બેજવાબદાર અને... બંધારણ દિવસ બંધારણ દિવસ (સંવિધાન દિવસ ) ... તારી લીલા અપરંપાર..... આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્ય... તલાશ 3 - ભાગ 8 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા AJ Maker દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 5 શેયર કરો સાંજ - ૪ (27) 1.6k 3.8k 3 સાંજભાગ – ૪ત્રણેય હજી પગથીયા ઉતારવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઇક પડવાનો અવાજ આવ્યો. એ અવાજથી અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.“અ શેનો અવાજ હતો?” મિ.તોગડિયા એ તરત જ પૂછ્યું.“અરે શ્યામ, તને કેટલી વખત કહ્યું છે કે ગેસ્ટરૂમની બારી બંધ રાખતો જા, વારંવાર બિલાડી આવી જાય છે.” અરમાનએ શ્યામને ખોટા ગુસ્સામાં કહ્યું. મિ.તોગડિયાને પ્રતમ તો અરમાનની વાત પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ થોડીવાર પહેલાની અરમાનની વાતો અને દયામણો ચહેરો યાદ આવતા એમને થયું કે કદાચ સાચું જ કહી રહ્યો હશે.“રૂમની બારીઓ વ્યવસ્થિત બંધ રાખતો જ શ્યામ, હવે કહેવું ન પડે એ ધ્યાન રાખજે.”કહેતા મિ.તોગડિયા નીચે ઉતારવા લાગ્યા, સાથે સાથે અરમાન અને શ્યામ પણ નીચે ઉતર્યા.“મને પાછળના એપાર્ટમેન્ટમાં થોડું અરજન્ટ કામ છે, પછી આવું છું. ધ્યાન રાખ્જ્જો બંને.” કહીને મિ.તોગડિયા ઘરની બહાર ચાલ્યા ગયા. એમના જતાંની સાથે જ દરવાજો ઝડપથી બંધ કરીને અરમાન ઉપરના રૂમની સીડીઓ ચડવા લાગ્યો, શ્યામ સર્વન્ટ રૂમમાં ચાલ્યો ગયો, તેને ખ્યાલ હતું કે હવે તો અરમાન પોતાની ઈચ્છાને અંજામ આપીને જ રહેશે. અરમાન ઉપ રૂમમાં આવ્યો ત્યારે જીયા ખુરશી પરથી છૂટવા માટે પ્રયત્નો કરી રહી હતી. અરમાન તેની નજીક આવ્યો અને ફરી જીયાને એક જોરદાર થપ્પડ મારીને દુઃખી અને લાગણીશીલ હોવાનો ડોળ કરતાં કહ્યું.વર્તમાન સમય “એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજતું હતી સાથે, વર્ષા વર્ષી હતી સાથે, પણ અધૂરાશ પણ રહી સંગાથે,હું ઈચ્છું છું માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ” પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું “શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારા માં? હું વધુ કઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુટણપર બેસી ગયો. એની સામે એક ખુરશી પર બંધાયેલી હાલતમાં ગુસ્સા અને ઘૃણા સાથે જીયા બેઠી હતી. એ જાણતી હતી કે અરમાનની વાતોમાં પ્રેમની સુવાસ નહિ પણ સહવાસ ભોગવવાની ગંધ છે.“સાચે, અરમાન? હું એટલી ગમું છું તને?” જીયા એ એકદમ લાગણી ભરેલા સ્વરે કહ્યું. જીયાની આ વાત સાંભળીને અરમાનને પણ આશ્ચર્ય થયો.“હા જીયા, હું દિવાનો છું તારી ખૂબસુરતીનો, આજથી નહી પ્રથમવાર તને જોઈ ત્યારથી તું મારી આંખોમાં વસી ગઈ છો. તારા સિવસ બીજું કંઇજ સુજતુ નથી મને.” અરમાને પણ સામે લાગણીશીલ હોવાનો વધુ ડોળ કર્યો.“ઓહ ડીઅર, તો શરૂઆતથી જ કહેવું હતું ને, હું તો આફરીન છું તારા ઉપર, પણ આમ અચાનક તારું આ સ્વરૂપ જોઇને હેબતાઈ ગઈ હતી. બાકી તારા જેવો સાથી કદાચ એકરાત માટે પણ મળે તો હું મારી જાતને વધુ ખુશનશીબ માનીશ.” જીયા એ પણ સામે હવસની ઝાંખી કરાવતાં કહ્યું. “તારા શબ્દોની જેમ તું પણ અટ્રેક્ટીવ છે, તારો આ મજબૂત બાંધો, આ સ્માઈલી ફેસ, અને એ ફેસ પર લાંબા ઝીણા હોઠ વાળી કીલર સ્માઈલ પર હું શરૂઆતથી જ ઘાયલ થઇ ગઈ હતી, પણ મને થયું કે કદાચ તું મોટો લેખક છે તો વધુ પડતો સિદ્ધાંતવાદી અને સંસ્કારી હશે, આ બધી વસ્તુ તારા માટે એન્જોયમેન્ટ નહી પણ ઈમોશનલ અટેચમેન્ટ હશે, તારી છબી મારા મનમાં એક મોટા રાઈટરની હતી એટલા માટે જ તારી મારા પ્રત્યેની ઘેલછા હું પચાવી ન શકી.”અરમાન મનોમન જીયાની વાતો સાંભળીને ખુશ થયો પણ સાથે સાથે શંકા હતી કે કદાચ આ એની છૂટવા માટેની ચાલ પણ હોઈ શકે છે. માટે તે યથાવત્ બેઠો જ રહ્યો.“પ્લીઝ અરમાન, મારા હાથ ખોલી દે, મને ખ્યાલ છે કે મારા આવા વર્તન બાદ તું મારા પર વિશ્વાસ નહિ કરી શકે. પણ જરા વિચાર કે કદાચ હું ના પાડતી રહેત તો પણ તું બળ જબરીથી તારી કામના પૂરી કરત જ. હું એક છોકરી છુ આખરે કેટલી વાર સુધી ટકી શકીશ તારી સામે? હું પોતે પણ ઈચ્છું છું કે તું મારો રેપ કરે અને હું દુઃખી થઉં એ કરતાં તારો પ્રસ્તાવ સ્વીકારીને દુઃખની જગ્યા એ તારી સાથે સહવાસનો આનંદ મેળવું. તને હજી મારા પર વિશ્વાસ નથી આવતો ને? જરા નજીક આવ (અરમાન જરા ખચકાટ અનુભવવા લાગ્યો) પ્લીઝ અરમાન નજીક આવ. (અરમાન જીયાની નજીક આવ્યો) આટલો નહિ, હં તારા શ્વાસને અનુભવી શકું એટલો નજીક આવ. (જીયાની વાતથી અરમાને આશ્ચર્ય થયું, પણ જીયાના હાથ પગ બાંધેલા હોવાથી તે ડર વિના જીયાની એકદમ નજીક આવ્યો, અરમાનનજીક આવતા જ જીયાએ અરમાનણા હોઠ પર ચુંબન જડી દીધું. અરમાન અચાનક મળેલા અ ચુંબનથી વધુ આશ્ચર્યચકિત થઇ ગયો.) હવે વિશ્વાસ આવ્યો? પ્લીઝ અરમાન મારા હાથ ખોલી દે.”અરમાનને જીયાની વાત પર વિશ્વાસ આવી ગયો, તેણે આનંદિત થતાં તરત જ જીયાના હાથ - પગ ખોલી દીધાં. હાથ પગ ખુલતાની સાથે જ જીયા ઉભી થઈ અને અરમાનને ભેટી પડી. જીયાના ઉષ્મા ભરેલા હાથ અરમાની પીઠ પર ફરવા લાગ્યા, અરમાન પણ જીયાને ભેટીને પોતાની ઉષ્મા દેખાડવા લાગ્યો. * * * * *By – A.J.Maker ‹ પાછળનું પ્રકરણસાંજ - ૩ › આગળનું પ્રકરણ સાંજ - ૫ (અંતિમ ભાગ) Download Our App