Engineering Girl - 14 books and stories free download online pdf in Gujarati

એન્જિનિયરિંગ ગર્લ - 14

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૪

“ અંકુ ”

બરાબર બાર વાગ્યે અંકિતાના મોબાઈલમાં વિવાનનો કૉલ આવ્યો. અંકિતાને ખ્યાલ જ હતો કે એના બર્થ-ડેના દિવસે પહેલો કૉલ વિવાનનો જ આવશે. અંકિતા અને વિવાનનો પ્રેમ એવો હતો કે એ લોકો ગમે એટલી વાર મળે, એકબીજા સાથે વાત કરતા બંનેની ધડકનો તેજ થઈ જતી. આ બધું કરવાવાળો પ્રેમ હતો.

અંકિતાએ કૉલ રીસિવ કર્યો. ત્યાં જ નિશા, સોનુ અને કૃપા ત્રણેય નિશા પાસે આવીને જોરજોરથી હેપ્પી બર્થડેનું સોંગ ગાવા લાગ્યા. ફોન ચાલું જ રાખીને અંકિતાએ ત્રણેયને હગ કર્યુ અને થેંક્યુ કહ્યું. નિશા, સોનુ અને કૃપા પણ સમજી ગયા કે વિવાનનો કૉલ આવ્યો હતો એટલે એ લોકોએ અંકિતાને પ્રાઇવસી આપી.

‘ડાર્લિંગ, સે ઇટ.’, અંકિતાએ નટખટ થઈને કહ્યું.

‘નોટ લાઈક ધીઝ.’, સામેથી વિવાનનો અવાજ આવ્યો. વિવાને અંકિતાને બર્થડે વિશ ના કર્યુ.

‘ધેન?’, અંકિતાના ચહેરા પર મોટી સ્માઈલ આવી.

‘કમ આઉટ સાઇડ ડીઅર. આઈ એમ વેઇટિંગ.’, વિવાન બોલ્યો.

‘ઓકે, હું થોડી જ વારમાં ચૅન્જ કરીને આવું છું.’, અંકિતા ઉતાવળે બોલી.

‘નો નીડ ટુ ચૅન્જ ડાર્લિંગ, કમ એઝ યુ આર નાઉ.’, વિવાન ખૂબ જ પ્રેમથી બોલ્યો.

‘નાઈટ ડ્રેસમાં?’, અંકિતા આશ્ચર્યમાં બોલી.

‘યા, વ્હાય નોટ?’, વિવાન હસતા હસતા બોલ્યો.

‘ઓકે, ડાર્લિંગ.’, અંકિતાએ કૉલ કટ કરીને પોતાના વાળ વ્યવસ્થિત કર્યા. કપડાને વ્યવસ્થિત કર્યા, રૂમ પાર્ટનર્સને ‘હમણા આવું’ એમ કહીને બહાર ચાલતી થઈ. અંકિતાની ધડકનો બહાર શું છે એ જોવા થનગની રહી હતી. વિવાન અંકિતાનો જીવ હતો. અંકિતા વિવાનને જોતા જ બધું ભૂલી જતી. એને સુખ દુખનું ભાન જ ન રહેતું. જ્યારે પણ અંકિતા વિવાન સાથે હોતી ત્યારે પરમ પ્રસન્નતામાં હોતી. અંકિતાની સામે વિવાનનો ચહેરો એટલે લાગણીઓનો ઉભરો. અને આજ તો એક સ્પેશ્યલ ડે હતો. અંકિતાનો બર્થ ડે.

વિવાન પણ નાઈટડ્રેસમાં જ એની બાઈક લઈને ઊભો હતો. અંકિતાને આવતી જોઈને એના ચહેરા પર વિશાળ સ્માઈલ આવી ગઈ. અંકિતા વિવાનની સ્માઈલ જોઈને ઇમોશનલ થઈ ગઈ. એની એક આંખનો ખૂણો ભીનો થઈ ગયો. વિવાને સ્મિત કરતા કરતા સીટ પર બેસવાનો ઇશારો જ કર્યો. અંકિતાના ચહેરા પર મોટી સ્માઈલ આવી ગઈ. વિવાને તરત જ બાઈક ભગાવી મુકી. વિવાન અંકિતાને કોઈ સરપ્રાઇઝ આપવાનો હતો. એટલે આખા રસ્તે કંઈ ના બોલ્યો. માત્ર મંદ મંદ હસતો રહ્યો. એ પણ અંકિતાના ચહેરા પર સ્માઈલ સિવાય બીજુ કંઈ જ નહોતો ચાહતો. થોડે આગળ જઈને એણે બાઈકને ઊભી રાખી. એણે પાછું ફરીને અંકિતા સામે જોયું. બંનેની લાગણીઓથી ભરપૂર આંખો મળી.

‘હવે આંખો બંધ કરી લે.’, વિવાને ખૂબ જ પ્રેમથી કહ્યું.

‘આઈ એમ ઑલ યોર્સ…!’, અંકિતાએ પણ ખૂબ જ મદહોશ રીતે કહીને આંખો બંધ કરી લીધી. અંકિતાની આંખો સામે અંધારૂ છવાઈ ગયું. હવે માત્ર એ વિવાનની બાઈકની સ્પીડને જ મહેસૂસ કરી રહી હતી. બાઈક ટોપ સ્પીડ પર જઈ રહી હતી. થોડી વાર પછી રોડની બંને તરફથી ઠંડો પવન આવી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં તો આવો પવન? કેટ કેટલા પ્રશ્નો અંકિતાના મનમાં હિલોળા લઈ રહ્યા હતાં. ધીરે ધીરે બાઈક ધીમી પડવા લાગી. વિવાનના કહ્યા પ્રમાણે અંકિતાની આંખો બંધ જ હતી. બાઈક ઊભી રહી ગઈ. વિવાન અંકિતાના ખભા પર હાથ રાખીને એને દોરી ગયો.

‘હવે પાંચ ઊંડા શ્વાસ લે અને આંખો ખોલ.’, પાછળથી વિવાનનો અવાજ આવ્યો. અંકિતાના ખભા પરથી વિવાનનો હાથ ગાયબ થઈ ગયો. અંકિતાએ ઊંડા ઊંડા શ્વાસ લેવાનું શરૂ કર્યુ. એની નર્વસનેસ ધીરે ધીરે ગાયબ થવા લાગી. બટ સાથે સાથે એક્સાઇટમેન્ટ પણ વધતી ગઈ. પાંચમો શ્વાસ અંકિતાએ ખૂબ જ ઊંડો લીધો. પછી અંકિતાએ ધીરે ધીરે આંખો ખોલી.

એની સામે એક મોટુ વિશાળ ખેતર હતું. જેમાં ઘઉં વાવેલા હતાં. બટ અંકિતાને કોઈ જ નહોતું દેખાઈ રહ્યું. ચારે તરફ ઊંચો ઊંચો ઘઉનો મોલ જ હતો. ઠંડો ઠંડો પવન વાતાવરણને આહ્લાદક બનાવી રહ્યો હતો. હોર્નના અવાજ વચ્ચેના શહેરથી દૂર આ શાંત અને એકલું ખેતર કેટલું સુંદર લાગી રહ્યું હતું. અંકિતાના પેટમાં એક્સાઇટમેન્ટ કુદકા મારી રહી હતી. અંકિતાન ચહેરા પર સ્માઈલ આવી.

‘માય નોટી બેબ !’, એ બબડી.

એણે ચારેતરફ જોયું, એને હવે વિવાનને શોધવાનો હતો. એ આમથી તેમ ફરવા લાગી. એક સીધી કેડી હતી, પરંતુ એ ખેતરની બહાર જઈ રહી હતી. અંકિતાએ કેડી ના હોવા છતાં અંદરને અંદર જ જવાનું નક્કી કર્યુ. એ પાકના પાળે ચાલતી ચાલતી અંદર જવા લાગી. ખેતર તાજુ જ પાયેલું હતું. અંકિતાએ એના ચપ્પલ જ્યાં ઊભી હતી ત્યાંજ ઉતારી દીધા. ઘણા સમય પછી એના પગને તાજી ભીની માટીનો સ્પર્શ થયો. પ્લાસ્ટિકના ફેશનેબલ સેન્ડલ્સ આ આનંદ ન આપી શકે. એને અદભુત એક્સપિરિયન્સ થઈ રહ્યો હતો. એ ઘણી અંદર ચાલી. થોડી વાર પછી એ એક એવા સ્થળ પર આવીને પહોંચી ગઈ જ્યાં વર્તુળમાં કોઈ પાક નહોતો. ત્યાં કોઈ લાઈટ પણ નહોતી. એ વર્તુળની ચારે તરફ પાક હતો, બટ એ વર્તુળમાં કંઈજ નહોતું.

અંકિતાએ એ વર્તુળમાં પગ મુક્યો એટલે તરત જ ચારે તરફ લાઇટો શરૂ થઈ ગઈ. વર્તુળની ચારે તરફ વાયોલીન લઈને મ્યૂઝિશિયનો ઊભા હતાં એમણે તરત જ હેપ્પી બર્થ ડેનું મ્યૂઝિક શરૂ કર્યુ. ધીરે ધીરે એ મ્યૂઝિશિયનો હેપ્પી બર્થડેની ટ્યૂન વગાડતા વગાડતા ખેતરની અંદર ખસતા ગયા. લાઈટ ફરી ડીમ થવા લાગી. બટ મ્યૂઝિક હજુ શરૂ હતું. અંકિતા વિવાનની આ સરપ્રાઇઝ જોઈને એસ્ટોનીશ્ડ થઈ ગઈ હતી. અંકિતાએ વિવાનને એક હાથમાં કેક લઈને આવતા જોયો. કેક વોઝ રેડ એન્ડ હાર્ટ શેપ્ડ. જે ખૂબજ નાની હતી. માત્ર બે નાના બાઇટ લઈ શકાય એવડી. વિવાન અંકિતા પાસે પહોંચ્યો. કેક પરની નાની મીણબતી બંનેના પ્રેમની વીટનેસ હતી. બંનેએ નાની મીણબતીના અંજવાળા વચ્ચે એકબીજામાં આંખો મીલાવી.

‘હેપ્પી બર્થડે સ્પીડ ઑફ માય લાઈફ.’, વિવાને અંકિતાની આંખમાં જોઈને કહ્યું. પછી વિવાને એના પોકેટમાંથી એક નાનું ચપ્પુ કાઢ્યુ અને અંકિતાના હાથમાં આપ્યુ. વિવાન અને અંકિતા બંનેએ ચપ્પુ હાથમાં પકડી રાખ્યું. અને બંનેએ નાની કેક કાપી. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક હેપ્પી બર્થડેમાંથી રોમેન્ટિક થઈ ગયું હતું. અંકિતાએ એક નાનો ટુકડો વિવાનના હાથમાં મુક્યો. વિવાને અંકિતાનો હાથ ચુમી લીધો. પછી બીજો ટુકડો વિવાને અંકિતાના મોંમાં મુક્યો. બે ટુકડાથી બનેલી કેક પૂરી થઈ ગઈ. બંને એકબીજાને ભેટી પડ્યા.

‘આઈ લવ યુ વિવુ.’, જ્યારે અંકિતા કોઈ શબ્દો બહાર ના કાઢી શકી ત્યારે બોલી પડી. વિવાન જસ્ટ કસીને હગ કરતો રહ્યો. પાછળનું વાયોલીનનું ધીમું ધીમું, મંદ મંદ રોમેન્ટિક મ્યૂઝિક એની સ્પીડ પકડી રહ્યું હતું. વિવાને અંકિતાને ગળા પર કિસ કરી. અંકિતાના શરીરમાં અરેરાટી દોડી ગઈ. વિવાને અંકિતાની ગરદનની બીજી તરફ કિસ કરી. રોમેન્ટિક મ્યૂઝિક વચ્ચે વાતાવરણ એગ્રેસિવ બની રહ્યું હતું. વિવાને અંકિતાના બન્ન્ને હાથ કસીને પકડી રાખ્યા હતાં. બંનેના હાથ પગમાં પૂરેપૂરું જોર આવી ચૂક્યું હતું. વર્તુળના એક છેડે કડબનો ભારો પડ્યો હતો, ત્યાં જ જઈને બને પડી ગયા. વિવાને અંકિતાના ગરદન પર કિસ કરવાનું શરૂ રાખ્યું હતું. અંકિતા એની આંખો બંધ કરીને માત્ર આ અનએક્સપ્લેઇનેબલ મોમેન્ટને માણી રહી હતી. વિવાન ગરદનની પાછળ કિસ કરતા કરતા ગરદનની આગળ આવ્યો. અંકિતા જે ફીલ કરી રહી હતી એ બીઝાર હતું. એણે આવું ક્યારેય નહોતું અનુભવ્યું. એ જસ્ટ આનંદની ચરમસીમા સિવાય કશુંજ ફીલ નહોતી કરી રહી. વિવાન ધીરે ધીરે ગળાથી નીચેના ભાગ તરફ કિસ કરતો રહ્યો. વિવાનના હાથ અંકિતાના બેક પર ભીંસેલા હતાં. અંકિતાના હાથ વિવાનના બેક પર. એ ઘાસના પૂળા અને મંદ મંદ મ્યૂઝિક વચ્ચે એક યુગલ એકબીજામાં પૂરેપૂરું પીગળી રહ્યું હતું. અંકિતાના ગળા પાસેના સેન્ટની સુંગધ લઈને વિવાન પાગલ પાગલ બની રહ્યો હતો. અંકિતાના કપાળ પર ધીરે ધીરે પરસેવાના બુંદો છવાવા લાગ્યા હતાં. મ્યૂઝિક ટેકન અ ટોન ઑફ ઇરોટીક મેલોડી. ચારેતરફ વાતવારણ મદહોશ થઈ રહ્યું હતું. વિવાને અંકિતાને ચૂમવાનું શરૂ રાખ્યું હતું. પગની પાનીથી માથાના કપાળ સુધી. અંકિતા પણ કંટ્રોલ ના કરી શકી. એણે પણ વિવાનને ચુમી લીધો. ધે મેડ અ લવ ફર્સ્ટ ટાઈમ ! એન્ડ ધેટ વોઝ વેરી વાઇલ્ડ.

એ ક્ષણો થોડી વારમાં વીતી ગઈ. બંને ફરી ભદ્ર અવસ્થામાં આવ્યાં. પરંતુ અચાનક મ્યૂઝિક એગ્રેસિવ અને ભયાનક વાગવા લાગ્યું. અચાનક વિવાન ઊભો થયો. અને અંકિતાથી દૂર પાછળ પાછળ ચાલવા લાગ્યો. મ્યૂઝિક વધારેને વધારે તીવ્ર બનતું ગયું. વિવાન દૂર જઈ રહ્યો હતો. અંકિતાએ ‘વિવાન….. વિવાન…’, ચીસો પાડી. પણ એનું શરીર પૂરેપૂરું જકડાઇ ગયું હતું. એ એનો હાથ પણ હલાવી નહોતી શકતી. મ્યૂઝિક કાનને વીંધી નાખે એટલું તેજ થતું ગયું. વિવાન વર્તુળની કોર પાસે પહોંચી ગયો. વિવાનને જોવામાં પણ હવે અંકિતાને તકલીફ થઈ રહી હતી. એ એનું શરીર પણ નહોતી હલાવી શકતી. વિવાન વર્તુળની કોર પરથી ગાયબ થઈ ગયો. અને અચાનક તીવ્ર મ્યૂઝિક બંધ થઈ ગયું.

‘વિવુ.’, અંકિતાની ચીસ સાંભળીને બધાં એના બેડ પાસે આવી ગયા. અંકિતાના કપાળ પરથી પરસેવો છૂટી ગયો હતો. કૃપા, સોનુ, નિશા અને કૃતિ ત્રણેય અંકિતાના બેડ પાસે ભેગા થઈ ગયા. ચારેયે એક સાથે જ ‘શું થયું?’ એમ પૂછ્યું. અંકિતાનો શ્વાસ જાણે રૂંધાઇ ગયો હતો. અંકિતાને એના ૨૧માં બર્થડેનું સપનું આવ્યું હતું. ખરેખર અંકિતાને હકીકતનું સપનું આવ્યું હતું. બટ ફરક એટલો હતો કે સપનામાં વિવાન એનાથી છૂટો પડી રહ્યો હતો, અને અંકિતા એને રોકી ન શકી.

નિશાએ અંકિતાને ગળે લગાડી લીધી અને એનો પરસેવો લૂછ્યો. આજે છેલ્લો દિવસ છે, એવરીથિંગ ઇઝ ગોના બી ઑલરાઇટ. સોનુ, કૃપા અને નિશા ત્રણેય આવી ચુક્યા હતાં. કૃતિએ જે પ્લાન બનાવ્યો હતો એ એક્ઝિક્યુટ કરવા માટે ચારેયે ભેગા મળીને ખૂબ જ મહેનત કરી હતી. એ લોકોએ અંકિતાને કંઈ જ કરવા નહોતું કહ્યું. અંકિતા માત્ર એ જ જાણતી હતી કે કંઈક થવાનું છે, જે કાંતો એના માટે સારું હશે અને જો કંઈ નહીં થાય તો એ એમ પણ બધું હારી જ ચુકેલી હતી.

ઊંઘમાંથી ઉઠેલી અંકિતા ખૂબ જ ગભરાયેલી દેખાઈ રહી હતી.

‘આઈ નો ઇટ વોઝ વિવાન.’, નિશાએ જાણે બધું જાણતી હોય એમ કહીને અંકિતાને ગળે લગાડી લીધી. અંકિતાની બેસ્ટ ફ્રૅન્ડ ફરી એની સાથે હતી.

‘ક્યાંક હું વિવાનને ગુમાવી તો નહીં બેસુ?, અંકિતાએ બધાંની સામે જોઈને ગભરાઇને પૂછ્યું.

***

‘ડૉન્ટ મેક મિસ્ટેક, એન્ડ પ્લીઝ કંટ્રોલ. ડૉન્ટ ગો વિથ ફ્લો.’, કૃતિ કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી.

‘આઈ વિલ ટ્રાય.’, સામેથી એક વ્યક્તિનો અવાજ આવ્યો. કૃતિએ કૉલ કટ કર્યો.

***

‘આર યુ સ્યોર યુ વોન્ટ ટુ ડુ લાઈક ધીઝ.’, કૃતિએ ખૂબ કૅર લેતા પૂછ્યુ.

‘યા પરફેક્ટલી. મારી આગળ પાછળ કોઈ નથી.’, સામેથી ખૂબ કોન્ફિડેન્ટ અવાજ આવ્યો.

‘બટ આ રીતે ઘણી કોન્ટ્રોવર્સિઝ ઊભી થશે. તારા ન્યૂઝ બધી ટી.વી. ચેનલો પર આવશે.’, કૃતિએ વધારે કૅરફૂલ થઈને કહ્યું.

‘આઈ લવ ઇટ, હું મારું ફ્યુચર આ કોન્ટ્રોવર્સીઝ પરથી જ બનાવીશ. યુ નો વુમન એમ્પાવરમેન્ટ.’, સામેથી ફરી એજ કોન્ફિડેન્ટ અવાજ આવ્યો.

***

‘યા. સર બોલો.’, વૈભવીએ એના મોબાઈલ પરનો કૉલ રીસિવ કરીને કહ્યું.

‘સર ? હુ ધ હેલ ઇઝ સર ?’, ધર્મેશસરે ફ્લર્ટ કરવાની શરૂઆત કરી.

‘સર કો સર નહીં બોલુંગી તો ડાર્લિંગ બોલુંગી ક્યા?’, વૈભવીએ પણ હસતા હસતા કહ્યું.

‘આઈ ડૉન્ટ હેવ એની પ્રોબ્લેમ અબાઉટ ઇટ.’, ધર્મેશસર ફરી હસ્યા.

‘આઈ નો ઑલ બોય્ઝ વોન્ટ્સ સેમ થિંગ.’, વૈભવીએ નટખટ બનીને કહ્યું.

‘બટ આઈ એમ યોર સર… હાહાહા…’, ધર્મેશસરે હસતા હસતા કહ્યું. વૈભવી પણ કંઈ બોલી નહીં અને હસવા લાગી.

‘ઓકે, વાત એ હતી કે મારી પાસે એક પ્લેમાં એક નાનો રોલ છે. જો તારે કરવો હોય તો મળીએ.’, ધર્મેશસર બોલ્યા.

‘તને આવડી જશે. મીટ મી એટ CCD હિમાલયા., શાર્પ 5:00 O’Clock’, ધર્મેશસર કન્ટીન્યુ રાખ્યું.

‘ઓકે, સર.’, વૈભવીએ ભાર મૂકીને કહ્યું.

***

શાર્પ પાંચ વાગે વૈભવી ઇરોટીક લૂકમાં સી.સી.ડીમાં એન્ટર થઈ. એણે એક બ્રાઉન શોર્ટ પહેરી હતી. અને બ્લૅક સ્લીવલેસ ટી-શર્ટ. એ રિલેક્સ વેરમાં હતી. વૈભવીના માંસલ ગોરા સાથળ જોઈને ધર્મેશસર પાણી પાણી થઈ ગયા. વૈભવી ધર્મેશસર સામેના સોફા પર આવીને બેસી ગઈ. બંનેએ એક આતંકી નોટ્ટી સ્માઈલની આપ લે કરી.

‘હોટ એઝ હેલ.’, ધર્મેશસર બોલ્યા.

‘કુલ લાઈક ફ્રોઝન આઈસક્રીમ.’, વૈભવીએ ધર્મેશસરનો લુક જોઈને કહ્યું. બંને એકબીજા સામે જોઈને હસ્યા.

‘સો હાઉ ઇઝ સ્ટડી ગોઇંગ ઓન?’, ધર્મેશ સર બોલ્યા.

‘આઈ નો, ફોર્માલીટીઝ.’, વૈભવી જોરથી હસી પડી.

‘ઓનલી ફોર ટ્યુનિંગ વિથ યુ.’, ધર્મેશસર વૈભવી સામે ફીક્કા પડી ગયા.

‘વ્હાય ટુ પ્રીટેન્ડ વ્હેન વી બોથ નો.’, વૈભવીએ મેચ્યોર થઈને કહ્યું,

‘રીઅલી?’, સ્ટડ ધર્મેશસર એના લાંબા વાળ સરખા કરતા બોલ્યા.

‘આઈ એમ બ્રોડ માઇન્ડેડ ગર્લ.’, વૈભવી બોલી.

‘એન્ડ ધેટ ઇઝ ગુડ ફોર મી.’, ધર્મેશસર હસી પડ્યા.

‘સો લેટ્સ ડિસ્કસ વર્ક ફર્સ્ટ.’,

‘સ્યોર ટેલમી.’

‘અમે એક પ્લે કરી રહ્યા છીએ, ઇટ્સ અ ટ્રાયએંગલ શોર્ટ લવ સ્ટોરી. એન્ડ યુ આર વન ઑફ ટુ ગર્લ્સ, એન્ડ યુ આર અ બ્લાઇંડ ગર્લ.’

‘બટ આઈ એમ નોટ કોન્ફિડન્ટ કે હું કરી શકીશ. આઈ હેવ નો ફોર્મલ ટ્રેઇનિંગ ઑફ એક્ટિંગ.’, વૈભવી બોલી. ધર્મેશસર સામેના સોફા પરથી વૈભવીની બાજુમાં આવીને બેસી ગયા. એણે વૈભવીના ખુલ્લા ગોરા સાથળ પર લસ્ટફૂલ થઈને પોતાનો હાથ મુક્યો. બંનેએ એકબીજા સામે જોયું અને હસ્યા.

‘આઈ એમ હીઅર ટુ ટીચ યુ એવરીથિંગ.’, ધર્મેશસર બોલ્યા.

‘રીઅલી? યુ નો એવરીથિંગ?’, વૈભવીએ ધર્મેશસરનો હાથ ખસેડ્યો અને હસીને બોલી. એ થોડી અનકમ્ફર્ટેબલ લાગી.

‘યસ.’, ધર્મેશસરે ફરી વૈભવીના ખુલ્લા સાથળ પર હાથ મુક્યો.

‘ઓકે તો કબ હૈ મેરી ક્લાસ?’, વૈભવી બોલી.

‘આજ રાત?’, ધર્મેશસરે કતરાઇને કહ્યું.

‘યુ આર ટુ ફાસ્ટ.’, વૈભવી થોડી ગભરાઈ હોય એમ બોલી. ધર્મેશસરે વૈભવીના વાળમાં હાથ નાખ્યો. વૈભવી થોડી એક્સાઇટેડ થઈ ગઈ.

‘આઈ નો ઇટ્સ યોર ફર્સ્ટ ટાઈમ, ધીઝ હેપ્પન્સ.’, ધર્મેશસર વૈભવીને રિલેક્સ કરવા બોલ્યા. વૈભવીએ ધર્મેશસરના હાથ પર હાથ મુકી દીધો.

‘ઓકે.’ વૈભવી એટલું જ બોલી શકી.

‘એન્ડ લીસન, આપણુ પ્લે આ મન્થના એન્ડમાં છે. સો તને ઘણું શીખવા મળશે.’, ધર્મેશસરે ટોપીક બદલ્યો.

‘મને ફાવી તો જશે ને?’, વૈભવી થોડી નર્વસ થઈને બોલી.

’૧૫ દિવસ ઇનફ છે બેઝીક ટેકનિક્સ શીખવા માટે. પછી રીહર્સલમાં અમે છીએ જ ને.’, ધર્મેશસર વચ્ચે એક્ટિંગનું ડિસ્કશન ચાલતુ રહ્યું. બંનેએ અડધા કલાક સુધી એક્ટિંગની અમુક ટેકનિક્સ વિશે વાતો કરી.

‘સો આઈ વિલ વૉટ્સએપ યુ ટાઈમ એન્ડ પ્લેસ.’, ધર્મેશસરે બધું કન્ક્લુડ કરતા કહ્યું.

‘ઓકે.’, વૈભવી બોલી એટલે ધર્મેશસરે એને હગ કર્યુ. બંને સી.સી.ડીની બહાર નીકળ્યા.

***

એક દિવસ પહેલાં

***

વ્હેન ઓલ્ડ ફ્રૅન્ડ્સ મીટ્સ, ધેર વુડ બી નથિંગ બટ ઓલ્ડ મેમરીઝ. કૉલેજના દિવસો પછી પહેલી વાર અંકિતા નિશા, સોનુ અને કૃપાને મળી રહી હતી. દરેક વખતની જેમ ત્રણેય આંતકી ફ્રૅન્ડ્સ એકબીજાને કસીને ભેટી પડ્યા હતાં. અંકિતા અને નિશા માત્ર ફ્રૅન્ડ ક્યાં હતાં જ. એ બંને એકબીજાના પ્રેમી હતાં. અંકિતા લિટરલી રડી પડી હતી. અંકિતાની અડધી અકળામણો તો એની ત્રણ બેસ્ટ ફ્રૅન્ડ્સ આવી ત્યાં જ ચાલી ગઈ હતી. બે દિવસમાં ઘણું બધું બનવાનું હતું. કૃતિએ એના બધાં જ કોન્ટેક્ટ્સનો જરૂરી ઉપયોગ કર્યો હતો. ઘણા સમય પછી અંકિતાએ હસીને હળવી પળો વિતાવી હતી. બટ નો ડાઉટ આગ તો લાગેલી જ હતી. અંકુને એના વિવુની યાદ તો સતાવતી જ હતી.

ઘણીવાર લોકો પ્રેમના ખૂબ ગહન અને ઊંચા ઊંચા અર્થ કરવા લાગતા હોય છે. પ્રેમ એ અદ્રશ્ય ચીઝ ભલે હોય બટ એ એક્ઝિસ્ટ છે. કદાચ એ અલગ ડાયમેન્શન જ છે, જે આપણે ગ્રેવીટીની જેમ જોઈ ના શકીએ. માત્ર અનુભવી શકીએ. એ બે વ્યક્તિ વચ્ચેનું અટ્રેક્શન હોઈ શકે, અને અટ્રેક્શનને કારણે ઊભી થતી બેચીની પણ છે. એ ફિઝીકલ પણ છે અને લોજિકલ પણ છે. ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધીઝ બોડી. સો જો કોઈ એમ કહેતુ હોય કે શરીર સાથે પ્રેમ એ તો માત્ર ફિઝીકલ અટ્રેક્શન જ હોય, ધેન ઇટ્સ વેરી નેરો સાઇટ. લવ ઇઝ ધેર. ફોર ઑલવેઝ.

ભલે અંકુ અને વિવુ સાથે નહોતા, બટ પ્રેમ તો હતો જ. કદાચ હંમેશા માટે અલગ પડી જાય તો પણ પ્રેમ તો હશે જ. સમ એલિમેન્ટ્સ આર બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઑફ ધીઝ યુનિવર્સ, આઈ થિંક વન ઑફ ધેમ ઇઝ લવ.

નફરત કરવી એ કોઈ ગુનો છે જ નહીં, ધૃણા કરવી એ કોઈ પાપ નથી, બસ એ તમને જ હાનિ ના પહોંચાડતું હોય. સ્વાર્થ, ઇર્ષ્યા, ધૃણા, ક્રોધ પાસેથી કામ કઢાવી શકાય, અને કોઈ હાનિ વિના. અંકિતાનો ફેન્સી તરફનો ગુસ્સો હવે વધી ગયો હતો, બટ એ હોશમાં હતી. એને ખયાલ હતો શું બની રહ્યું હતું. અંકિતા ફેન્સી પ્રત્યેની ધ્રુણાને સાક્ષી નજરે જોઈ શકતી હતી. એનો સ્વાર્થ જ કોઈને પામવાની સીડીઓ હતો. “પ્રેમમાં પામવુ જરૂરી નથી હોતું” વાક્ય ખરેખર ખૂબ જ સારું છે. બટ આ બોડીની કેટલીક ફિઝીકલ નીડ્સ અને ફિઝીકલ લિમિટેશન્સ હોય છે. એટલે આવા અવકાશી સુવાક્યોને સાઇડમાં મુકવા, ઇટ્સ પરફેક્ટલી ઓકે. અંકિતા એજ કરી રહી હતી. એને કંઈ પણ કરીને એના વિવાનને પામવો હતો. એની ફિલોસોફી બદલાઇ રહી હતી. અંકિતા જે કરી રહી હતી એનાથી નિશા ખૂબ જ ખુશ હતી. અંકિતાની આ હિંમત, સ્પિરિટ અને નવી એનર્જી એના ચહેરા પર સ્માઈલ લાવી રહી હતી. સાથે એક નવી અંકિતાનો જન્મ થઈ ચુક્યો હતો.

સાંજના ટાઈમ પર પાંચેય ફ્રૅન્ડ્સ ટહેલવા માટે નીકળ્યા હતાં. ઠંડો ઠંડો પવન અને ભેજવાળું વાતાવરણ ચારેયના મનને ફ્રેશ કરી રહ્યું હતું. કાળા ડિબાંગ વાદળો આકાશમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા હતાં. એ લોકો એસ.જી. હાઇવે પરની એક કીટલી પર આવીને બેસ્યાં. જેવી રીતે અંકિતાની યાદો વિવાનને વારે વારે કોઈ વસ્તુને જોઈને આવી જતી, એવી જ હાલત અંકિતાની પણ હતી. કીટલી પર ચ્હા પીવા બેઠા એટલે એને પણ વિવાનની યાદ આવી ગઈ.

‘પુષ્કળ વરસાદ, એસ.જી. હાઇવે પર એક લોંગ ડ્રાઇવ, બંને ભીંજાયેલા, અંકુને ચડેલી ઠંડી. અંકુએ પાછળથી કસીને પકડેલો વિવાન, પછી ઠંડી ઉતારવા માટે કીટલી પર પીધેલી મસાલા વાળી ગરમા ગરમ ચ્હા.’, આ બધું જ અંકિતાને ચ્હાની ચુસકી સાથે યાદ આવવા લાગ્યું. વિવાન તો સિગારેટ ફૂંકીને બે ઘડી આરામ મેળવી લેતો, પરંતુ અંકિતા પાસે સહન કરવા સિવાય કોઈ ઇલાજ નહોતો. વરસાદ શરૂ થયો એટલે પાંચેય લોકો પલળ્યા. પલળીને ફરી એ લોકોએ એક એક ચ્હા લગાવી. અંકિતા ઘણા દિવસો પછી આટલી ખુશ દેખાણી હતી. શામાટે ન દેખાય? એની ત્રણ યારો આવી હતી.

‘સો બરોડામાં જોબ કેવી ચાલી રહી છે મેડમ.?’, અંકુએ નિશાને ચ્હાની ચુસ્કી લગાવતા લગાવતા પૂછ્યું. અંકિતાનો અવાજ થોડો સોફ્ટ હતો.

‘ઠીક ઠાક. નથિંગ ઇન્ટરેસ્ટીંગ, એન્ડ્રોઇડ શીખી રહી છું, થોડું ટફ લાગે છે, બટ આવડી જશે.’, નિશાએ કતરાતા કતરાતા કહ્યું.

‘અને ફ્યુચર મિસીસ મિકેનિકલ તમે? કેવી ચાલે છે તમારી એન્ગેજમેન્ટ પછીની લાઈફ?’, અંકુએ સોનુના હાથ પર હાથ મુકીને હસતા હસતા પૂછ્યું. પાંચેય લોકો હસી પડ્યા.

‘મિસ્ટર મિકેનિકલે કૂકર રીપેર કરવાની દુકાન ખોલી છે.’, કૃપા હસતા હસતા બોલી પડી. પાંચેય લોકો હસ્યા. સોનુએ નાટકીય ગુસ્સાથી કૃપા સામે જોયું, પછી એ પણ હસી પડી.

‘એમને ભરૂચમાં જ જોબ મળી ગઈ છે, સો અમે ત્યાંજ સેટલ થવાનું વિચારીએ છીએ. ’, સોનુએ પણ હસતા હસતા કહ્યું.

‘અને તમે મેડમ?’, અંકિતાએ કૃપા સામે જોઈને પૂછ્યું.

‘બસ એજ બોરિંગ જોબ. વોટ એલ્સ?’, કૃપાએ ઉદાસ થતા કહ્યું.

‘કેમ શું થયું?’, નિશાએ કૃપાને પૂછ્યું.

‘બે યાર, એક તો વલસાડમાં પાંચ દસ આઈ.ટી કંપનીઓ અને એમાં બી મારો પ્રોજેક્ટ મેનેજર બહુ જ ખડૂસ છે.’, કૃપાએ એની પ્રોબ્લેમ કહી. નિશાએ કૃપાને બથમાં લઈ લીધી.

‘તો અહીં આવી જા ને?’, અંકિતાએ કહ્યું.

‘વિચારું જ છું, અહીં આવીને ઇન્ટરવ્યું આપવાનું શરૂ કરું.’, કૃપાએ કહ્યું.

‘આવી જા, જગા ખાલી જ છે રૂમમાં.’, અંકિતાએ કહ્યું.

‘જોઉં ચાલની.’, કૃપા બોલી.

‘અમે આવી ગયા છીએને, હવે બધું જ બરાબર થઈ જશે, ડૉન્ટ વરી.’, નિશાએ અંકિતાની સ્માઈલ પાછળની ઉદાસીને પકડી પાડી. આ જ તો બંનેની ફ્રૅન્ડશીપ હતી.

‘અરે ઠીક કરવા જ તો તમને બોલાવ્યા છે.’, કૃતિએ હસતા હસતા કહ્યું. બધાંએ ગરમા ગરમ ચ્હા પૂરી કરી.

‘બોલો હવે ક્યાં જવાનું છે?’, અંકિતાએ પૂછ્યું.

‘હજુ એક ચ્હા પીએ? કોઈ આવી રહ્યું છે.’, કૃતિએ કહ્યું અને બધાંના મોંમાથી ‘કોણ’ નીકળી ગયું.

‘એ આવશે એટલે ખબર પડી જશે?’, સાંભળીને અંકિતાની ધડકનો તેજ થઈ ગઈ હતી. એને થયું કે ક્યાંક વિવાન તો નહોતો આવવાનો ને? એનું હૃદય જોરજોરથી પમ્પિંગ કરવા લાગ્યું, એ ખૂબ નર્વસ થવા લાગી. એના ચહેરા પર થોડી અકળામણો જલકાવા લાગી. એ જોઈને કૃતિએ અંકિતાના ખભા પર હાથ મુક્યો. અને કહ્યું, ‘ડૉન્ટ વરી, હી ઇઝ નોટ વિવાન.’, સાંભળીને અંકિતાને ઘણી શાંતિ થઈ. બટ જો વિવાન નહોતો આવવાનો તો કોણ આવવાનું હતું? એની અકળામણો દૂર થઈ, પણ ઉત્સુકતા તો રહી જ.

વરસાદે વધારે જોર પકડ્યુ હતું. ચ્હાની બે ગંડેરી પીવાઈ ચુકી હતી. ચારેય ફ્રૅન્ડ્સ કૉલેજની યાદો વાગોળવામાં મશગુલ થઈ ગયા હતાં. કેટ કેટલી યાદો, સર અને મેડમોના પાડેલા નામ, કઈ છોકરીને કોણ પસંદ હતું, ક્યા છોકરાએ કોને પ્રપોઝ કર્યુ હતું, સબમિશનમાં થયેલા દાવ, એક્ઝામ્સ પહેલાંની નર્વસનેસ. સરોની પડેલી ડાંટ કે પછી બોય્ઝ પર ગુસ્સે થયેલા મેડમ. આ બધાં જ ટોપિક પર લાંબુ લાંબુ ડિસ્કશન… અંકિતા આ યાદોને માણવામાં મશગુલ હતી, બટ યાદોના પ્રવાહમાં તો બધું આવતુ હોય, કેટલીક કડવી યાદો પણ હતી. જે યાદ કરવી કોઈને ગમતી નથી, બટ જ્યારે એ યાદ આવે ત્યારે લાગણીઓ પણ વધતી જ હોય. જ્યારે નિશા અને અંકિતાનો જઘડો થયો હતો, એ વખતે શું શું થયું હતું એ બધી જ એ લોકોએ વાતો કરી.

એ ચારેય ફ્રૅન્ડ્સ વાતો કરવામાં મશગુલ હતાં અને કૃતિ વાતો સાંભળવામાં મશગુલ હતી. ત્યારે કૃતિના મોબાઈલમાં કૉલ આવ્યો. એણે કૉલ રીસિવ કરીને કીટલીનું એડ્રેસ આપ્યુ. થોડી જ વારમાં એક બાઈક ત્યાં આવીને ઊભી રહી. બાઈક પરની વ્યક્તિ વરસાદને કારણે પલળી ગઈ હતી. એના લાંબા વાળ પાછળ તરફ લપાઇ ગયા હતાં. અંકિતા આ વ્યક્તિને ઓળખતી હતી. બટ એ નહોતી જાણતી કે આ વ્યક્તિને કૃતિ કઈ રીતે ઓળખતી હતી. બટ પછી એને ધીરે ધીરે અંદાજો આવવા લાગ્યો.

એને જોઈને અંકિતાની આંખો ફાંટી રહી. કૃતિએ એ વ્યક્તિ સામે જોઈને અંકિતા સામે જોયું અને કહ્યું, ‘આપણા પ્લાનમાં એ આપણી સાથે છે.’

લાંબા વાળ વાળા ધર્મેશસરે અંકિતા તરફ હાથ લાંબો કર્યો, અંકિતાને ઘણું બંધુ સમજાઇ ગયું. પહેલી વાર અંકિતાના ચહેરા પર ચાલાકીવાળી સ્માઈલ આવી. ખરેખર એ સ્માઈલમાં ઘણું બધું ભર્યુ હતું, સ્વાર્થ, ઇર્ષ્યા, ધૃણા, ક્રોધ.

***

‘એ રડવી જોઈએ, એને એવું થવું જોઈએ કે એ હવે જીવી નહીં શકે. એ એની નજરમાં જ નીચ થઈ જવી જોઈએ. મારે એનામાં એવી ગિલ્ટ ભરવી છે કે જે એને લાઈફ ટાઈમ સતાવે. એ પળે પળે મરવી જોઈએ.’, આ અંકિતા કોઈ બીજી જ અંકિતા હતી. બોલતી વખતેના અંકિતાના એક્સપ્રેશન્સ કોઈએ અત્યાર સુધી નહોતા જોયા.

‘હેય, કામ ડાઉન. અને ડૉન્ટ થીંક ટુ મચ. સૂઈ જા.’, નિશાએ અંકિતાના વાળમાં હાથ ફેરવ્યાં.

‘બીચ, આઈ વેલ સ્ટેબ યુ ટુ એન્ડલેસ શેમ.’, અંકિતા એ જ શૈતાની એક્સપ્રેશન્સમાં બોલી. કૃતિએ રૂમની લાઈટ બંધ કરી દીધી.

***

અંકિતા હાંફતી હાંફતી ‘વિવુ.’ એવી ચીસ પાડીને જાગી ગઈ. એની સાથે બીજા બધાં પણ જાગી ગયા. એના કપાળ પરથી પરસેવો છૂટી ગયો હતો.

‘આઈ નો ઇટ વોઝ વિવાન.’, નિશાએ જાણે બધું જાણતી હોય એમ કહીને અંકિતાને ગળે લગાડી લીધી.

‘ક્યાંક હું વિવાનને ગુમાવી તો નહીં દઉં?, અંકિતાએ બધાંની સામે જોઈને ગભરાઇને પૂછ્યું.

‘નો યુ વોન્ટ.’, કૃપાએ અંકિતાના ખભા પર હાથ મુકીને કહ્યું.

‘હજુ પાંચ જ વાગ્યા છે, ટ્રાય ટુ સ્લીપ. આજે આપણે ઘણું કરવાનું છે.’, કૃતિએ અંકિતાને કહ્યું.

‘મારે તો માત્ર જોવાનું છે, કરી તો બધું તમે રહ્યા છે.’, અંકિતા થોડીક ભાવુક થઈ ગઈ.

‘હેય, યુ આર અ સેન્ટર. અમને થોડું મોટીવેટ તો કર યાર. આવું શામાટે બોલે છે.’, કૃતિએ અંકિતાનો હાથ પકડીને કહ્યું.

‘ચાલ હવે સૂઈ જા.’, નિશાએ અંકિતાને કહ્યું.

‘બસ થોડાક કલાકો જ બાકી છે.’, સોનુએ પ્રેમભરી નજરે અંકિતા સામે જોઈને કહ્યું.

‘ડૉન્ટ ગો અવે વિવુ, આઈ એમ કમિંગ.’, અંકિતા બબડી.

***

સેટરડે – 11:30 P.M

***

વિવાન એના રૂમની ગૅલેરીમાં સિગારના લાંબા લાંબા કશ લગાવી રહ્યો હતો. આવતી કાલે એની સગાઈ હતી. એ એકલતા માંગતો હતો. પરંતુ અંકિતાના વિચારો એને એકલા રહેવા દેય એમ નહોતા. સિગારનો ધૂમાડો અંદર અંદર સુધી ભરાઇ રહ્યો હતો. એને ત્યાં સુધી સ્મોક કરવું હતું જ્યાં સુધી એને ઊંઘ ના આવી જાય. બટ અંકિતા એને એક ક્ષણ પણ નહોતી છોડી રહી. આજે તો સિગાર પણ કોઈ અસર નહોતી બતાવી રહી. અંકિતા સાથે થયેલી વાતો અંદરને અંદર વારે વારે ઘૂંટાઇ રહી હતી. ત્યારે જ વિવાનના મોબાઈલમાં મૅસેજની ટોન વાગી.

‘Hi…!’, વિવાનના મોબાઈલમાં એક એવું નામ હતું જે વિવાન ક્યારેય ભૂલી શકે એમ નહોતો. જે નામથી એ દૂર ભાગી રહ્યો હતો. ‘અંકુ’ નામથી સેવ કરેલા નંબરનો મૅસેજ ફ્લૅશ થઈ રહ્યો હતો. વિવાને મૅસેજ ઑપન કર્યો. તરત જ એના પેટમાં એક વંટોળ ચડ્યુ. એને ચક્કર આવવા લાગ્યા. એનું હાર્ટ અંદર જ ફાંટવા લાગ્યું. વિવાને તરત જ બાથરૂમ તરફ દોટ મુકી.

બધો જ ઉકળાટ એણે વોશબેઝીનમાં જઈને વોમીટ કરીને કાઢી નાખ્યો. એની આંખો વધારે લાલ થઈ ગઈ. હાથમાં પકડેલા મોબાઈલમાં ફરી એણે એ લાલ આંખે જોયું.

‘અંકુ.’, એ બબડ્યો.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED