એન્જિનિયરિંગ ગર્લ
~ હિરેન કવાડ ~
પ્રકરણ – ૧૩ – ભાગ - ૧
“ વિવુ ”
૭૦, ૮૦, ૯૦, ૧૦૦, ૧૧૦….. વિવાનની બાઈકનું સ્પીડોમીટર એની ટોચ પર હતું. વિવાનની લાલ આંખોમાંથી ગુસ્સો ઊભરાતો હતો, એના હાથ એ ગુસ્સાને બહાર કાઢવા એક્સલરેટર દાબી રહ્યા હતાં. S.P Ring Road ના સુમસામ રોડ પર સવારના વહેલા છ વાગે વિવાનની બાઈક વાયુવેગે જઈ રહી હતી, આજે એને કોઈ પકડી શકે એમ નહોતું. એની આંખ સામે વ્હાઇડ ડ્રેસ હતો, એની આંખ સામે અંકિતાના કપાળ વચ્ચેની કાળી બીંદી હતી, એની આંખ સામે રેશમી ઝુલ્ફો વચ્ચે છૂપાયેલો અંકિતાનો ખુશી ભર્યો ચહેરો હતો, જે વિવાનને ચીરી રહ્યો હતો, એની આગ જરતી આંખોમાંથી આંસુઓ ફેલાઇ રહ્યા હતાં, બટ એના ચહેરા પર જરા પણ ઉદાસી નહોતી, માત્ર ગુસ્સો, કાળો ગુસ્સો. એ આંસુઓનું ગુસ્સાની ગરમીના કારણે બાષ્પીભવન થઈ રહ્યું હતું. વિવાનના સજ્જડતાથી ભીડેલા હોઠ જાણે કેટ કેટલું દબાવીને બેઠા હોય એવું લાગી રહ્યું હતું. એનું આખુ શરીર જાણે અકડાઇ ગયું હતું, વિવાન એની બાઈકને નહોતો સંભાળી રહ્યો, બટ એવું લાગી રહ્યું હતું કે આજે એની ટોપ સ્પીડ પર જતી બાઈક વિવાનને સંભાળી રહી હોય ! એની બાઈક પણ એની ડાર્લિંગ જ હતી ને. એની બાઈક પણ એને કેટલો પ્રેમ કરતી હતી, પોતાના પર ગુસ્સો ઉતરી રહ્યો છે એ જાણવા છતાં જાણે બાઈક વિવાનને સંભાળી રહી હોય. બ્લૅક જેકેટ, સ્પોર્ટ્સ વેર અને બ્લૅક હેલ્મેટમાં જાણે વિવાન હેલીકોપ્ટર રાઇડ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. બટ એ બાઈક વિવાન નહીં, વિવાનનો ગુસ્સો ચલાવી રહ્યો હતો.
‘ઝુમ્મ્મ ઝુમ્મ…..’, વિવાનને એક બાઇકે ઓવર ટેક કર્યો.
વિવાનના કાને બીજી બાઈકનો પ્રચંડ અવાજ પડ્યો. એની લાલ આંખોએ વધારે આગ ઓકી. વિવાને ગુસ્સામાં પેટ્રોલ ટાંકી પર એક મુક્કો માર્યો, બાઇકે નીસાસો નાખ્યો. વિવાને તરત જ હાથ એક્સલરેટર પર મુક્યો, આગળ જતી બાઈકને ચેઝ કરવા પૂરેપૂરૂ એક્સલરેટર આપ્યુ. વિવાનની અત્યાર સુધીની આ ટોપ સ્પીડ હતી. ૧૩૦ જાણે બાઈક હવામાં ઊડી રહી હોય. ચાર પાંચ સેકન્ડમાં જ એણે બીજી બાઈકને પાછળ રાખી દીધી. બટ વિવાનને કંઈ ફરક નહોતો પડી રહ્યો. નહોતો એને ડર કે નહોતી એને કોઈ ખુશી એની આંખોમાં હતો માત્ર અને માત્ર ગુસ્સો. એ આંખો સામે વ્હાઇડ ડ્રેસમાં ઉભેલી અંકિતા અને એના કપાળ વચ્ચેની કાળી બીંદી. જ્યારથી અંકિતા એની લાઈફમાંથી ગઈ હતી, ત્યારથી વિવાન ફિલિંગલેસ થઈ ગયો હતો, એને જસ્ટ એક જ ફિલિંગ આવતી એ માત્ર અકારણ ગુસ્સાની.
૧૩૦ પર જઈ રહેલી બાઈક સામે જ્યારે કંઈક આવી જાય ત્યારે શું થાય? વિવાનને થોડે દૂર અચાનક રસ્તા વચ્ચે વ્હાઇડ ડ્રેસમાં ઉભેલી અંકિતા દેખાણી, અંકિતા પાછળ હતી વીનિંગ લાઇન. ટોપ સ્પીડ પર જતી બાઈકને વિવાને તરત જ હૅન્ડલ ટર્ન કરાવીને ડીસબ્રૅક મારી. વિવાન સિવાય કોઈ પણ હોત તો બાઈક ક્યારનીય પટકાઇ ગઈ હોત. વિવાને બાઈકને ૩૦૦ મીટર સુધી ડ્રીફ્ટ કરાવીને સંભાળી હતી. બીજા બાઈકરોએ વિવાનની બાઈકના ટાયરમાંથી સ્પાર્ક થતા જોયા, એમના મોં માંથી ‘ઓહ્હ્હ’ નીકળી ગયું. બાઈક એક્ઝેક્ટ વીનિંગ લાઇન પર આવીને થોભી ગઈ.
વિવાન હાંફતો હાંફતો બાઈક પર જ બેઠો રહ્યો. એણે હેલ્મેટ ઊતાર્યુ. પોતાના જેકેટમાંથી ડનહીલ સિગારેટનું પેકેટ કાઢ્યું અને એક સિગારેટ પોતાના મોંમાં મુકી. સિગારેટ નું ફીલ્ટર કાઢીને એણે સિગારેટ સળગાવી અને એજ જડતા ભર્યા ચહેરે આંખો બંધ રાખી એક જ દમ લગાવીને સિગારેટને ચુસી ગયો. ત્યાંજ એના બીજા બાઈકર્સ ફ્રૅન્ડ્સ ત્યાં પહોંચી ગયા.
‘વિવાન ધીઝ ઇઝ મેડનેસ.’, જેકીએ વિવાન પાસે આવીને કહ્યું. વિવાને ગુસ્સાથી જેકી સામે જોયું. એણે ફરી એક સિગારેટ પેકેટમાંથી કાઢી.
‘આઈ એમ મેડ.’, એ જડ ચહેરે બોલ્યો.
‘આવી રીતે રહીશ તો વધારે જીવી નહીં શકે યાર.’, જેકીએ વિવાનના ખભા પર હાથ મુકતા કહ્યું.
વિવાને સિગારેટ નું ફિલ્ટર કાઢ્યું, અને લાઈટરથી સિગારેટ સળગાવી. એણે એક લાંબો દમ માર્યો અને ધુંવાડો ખુલ્લા આકાશમાં છોડી દીધો.
‘તને ખબર છે? આ ફિલ્ટર વિનાની સિગારેટ એટલે પ્યોર નિકોટિન. એક સિગારેટ માણસની લાઈફમાંથી એક કલાક ઓછી કરી નાખે છે. નિકોટિન સીધુ અંદર જાય છે. જ્યાં એને પહોંચવાનું હોય ત્યાંજ જ જાય છે.’, વિવાન એજ એક્સપ્રેશનમાં બોલ્યો. એણે એના હાથના ઇશારા કરીને કહ્યું.
‘વિવાન કેટલા દિવસ આમ રહીશ. લાઈફ ઇઝ વેરી લોંગ.’, વીક્કીની ગર્લ ફ્રૅન્ડ શીલા બોલી.
‘એટલે જ તો ટૂંકી કરી રહ્યો છું.’, વિવાન થોડું હસીને બોલ્યો. એણે ત્રીજી સિગારેટ કાઢી અને સળગાવી.
‘શા માટે આ પીવે છે વિવુ?’, શીલાએ વિવાનના મોં માંથી સિગારેટ લઈને કહ્યું.
‘ડૉન્ટ કૉલ મી વિવુ.’, વિવાન પ્રંચડ ગુસ્સામાં બોલ્યો. શીલા હેબતાઇ ગઈ, થોડી ડરી ગઈ. વિવાને શીલાના હાથમાંથી સિગારેટ છીનવી લીધી. સળગાવીને ફરી એ એક જ દમમાં આખી સિગારેટ ચુસી ગયો.
‘સૉરી શીલા.’, ધૂમાડો ઉડાવતા વિવાને શીલાને કહ્યું. શીલા કંઈ ના બોલી. જેકી, વીક્કી અને આર્થર ત્રણેયે વિવાનના ખભા પર હાથ મુક્યો.
‘બડી મુવ ઓન.’, આર્થર બોલ્યો.
‘કેટલી એવી મેમરીઝ છે જે હું ભુંસી નાખુ એ જ મારાં માટે સારું છે. આ એક સિગારેટ મને દસ મિનિટ માટે બધું ભૂલાવામાં મદદ કરે છે.’, વિવાન બધાંને સિગારેટ બતાવતા બોલ્યો.
‘આમને આમ પીધે રાખીશ તો એક દિવસ તું જ ભુંસાઇ જઈશ બ્રો.’, વીક્કીએ વિવાનો ખભો થપથપાવતા કહ્યું.
‘હુ કેર્સ?’, વિવાને ફરી સિગારેટ સળગાવી.
‘એટલો બધો પસતાવો થતો હોય તો, એને મળીને સૉરી કેમ નથી કહી દેતો.?’, પાછળથી સેન્ડી બોલી.
‘આઈ થીંક વી શુડ ગો. હું બપોરે ક્લબ પર મળીશ.’, વિવાને સેન્ડીના સવાલને નજર અંદાજ કરતા કહ્યું. એણે બાઈક સ્ટાર્ટ કરી.
‘બાય દ વે, યુ વોન. લેટ્સ સેલીબ્રેટ ટુડે. યુ આર ગોઇંગ ફોર ઇન્ડિયા.’, જેકી બોલ્યો.
‘સ્યોર.’, વિવાને બધાં સાથે હાઇ ફાઇ કર્યુ.
‘બાય.’, કહીને એણે બાઈકને તરત જ ભગાવી મુકી.
‘લવ ઑલવેઝ કીલ્સ સમથિંગ.’, આર્થર બોલ્યો.
***
‘મોમ, આઈ એમ સો હેપ્પી.’, ફેન્સીએ એના યંગ મમ્મીને બથ ભરીને કહ્યું.
‘યા, વી નો બેટા.’, ફેન્સીના મમ્મી દર્શનાબહેને ફેન્સીના માથા પર હાથ ફેરવતા કહ્યું. ફેન્સી ખૂબ જ ખુશ હતી. સગાઈના આડા ત્રણ દિવસ જ રહ્યા હતાં. વર્ષોની મહેનતનું પરિણામ એને હવે મળવાનું હતું. બટ એ પ્રેમમાં એટલી અંધ બની ચુકી હતી કે એને વિવાન જોઈતો હતો કે વિવાનની બોડી એની ખબર નહોતી રહી. ચોક્કસપણે વિવાન બદલાઈ ચુક્યો હતો. ફેન્સી વિવાનને ખુશ કરવા કેટકેટલા નખરા કરતી. બટ વિવાનના ચહેરા પર પ્લાસ્ટિક સ્માઈલ સિવાય કંઈજ ન દેખાતુ. કેટકેટલું કર્યા પછી જે વિવાન મળ્યો એ પૂરેપૂરો બદલાઈ ચુક્યો હતો. પરંતુ ફેન્સી હતી એવી ને એવી જ હતી. એવી જ ચાલક, એવી જ નફ્ફટ, એવી જ સ્વાર્થિ.
‘બધી શોપિંગ થઈ ગઈ?’, વિચારોમાં ખોવાયેલી ફેન્સીને એના મમ્મીએ પૂછ્યુ.
‘મોસ્ટ ઑફ, બટ એક ડ્રેસ લેવાનો બાકી છે. કન્ફ્યુઝ છું સગાઈના દિવસે શું પહેરૂં.’, ફેન્સીએ કહ્યું.
‘તો આજે લઈ આવો ને, પછી ઇન્વિટેશન આપવા પણ જવાનું છે.’, દર્શનાબહેને થાકેલા ચહેરે કહ્યું.
‘અરે મમ્મી બધું થઈ જશે, તું શા માટે ટૅન્શન લે છે.’, મમ્મીને વ્હાલ કરતા ફેન્સી બોલી.
‘ટૅન્શન તો હોય જ ને. મારી એકની એક લાડલીની સગાઈ છે.’, દર્શનાબહેને વળતો વહાલ આપ્યો. ફેન્સી મમ્મીને ફરી બથ ભરી ગઈ.
‘આઈ લવ યુ મમ્મી.’, સાંભળીને દર્શનાબહેને ફેન્સીના માથા પર હાથ ફેરવ્યો.
‘ચાલ હવે ઊભી થા. મારે ઘણું બધું કામ છે.’,
‘હા, ખબર છે તમારી લાડકીની સગાઈ છે.’, હસતા હસતા ફેન્સી ઊભી થઈ. ત્યાં જ ફેન્સીના મોબાઈલમાં ‘બીપ-બીપ’ મૅસેજની ટોન વાગી.
ફેન્સીએ વૉટ્સએપ ઑપન કર્યુ. એનો ચહેરો વાંકો થયો.
‘હાઉ આર યુ ડીઅર?’, ધર્મેશસરનો મૅસેજ હતો.
‘આપણે નક્કી કર્યુ હતું, બંનેનું કામ પતે એટલે પોતપોતાના રસ્તે.’, ફેન્સીએ મૅસેજનો જવાબ આપ્યો. તરત જ ધર્મેશસરનો કૉલ આવ્યો. ફેન્સી કૉલ રીસિવ કરવા પોતાના રૂમની ગૅલેરીમાં ગઈ.
‘તારું કામ તો પતી ગયું, સાંભળ્યુ છે તારી સગાઈ પેલાની સાથે થઈ રહી છે.’, ધર્મેશસર એવીલ અવાજમાં બોલ્યા.
‘એનું નામ વિવાન છે. બોલ તારે શું કામ હતું.’, ફેન્સીએ પૂછ્યું.
‘તને તો ખબર છે, મારે શું જોઈએ છે.’, ધર્મેશસર હસ્યા.
‘મેં મારું કામ કર્યુ, તું તારું કામ ના કરી શક્યો એમા હું શું કરું?’, ફેન્સીના ચહેરા પર હવે ટૅન્શન આવ્યું.
‘ધેટ વોઝ નોટ આવર ડીલ, યુ સેઇડ આઈ વિલ ગેટ હર એન્ડ યુ વિલ ગેટ હિમ.’, ધર્મેશસરે ફેન્સીને યાદ અપાવ્યું.
‘મેં મારું કામ કરી નાખ્યું, હવે હું કંઈ કરી શકું એમ નથી.’, ફેન્સીએ શાંતિથી ધર્મેશસરને સમજાવતા કહ્યું.
‘યા આઈ નો, તે તારું કામ કરી નાખ્યું છે, બટ ધેટ વોઝ નોટ આવર ડીલ.’, ધર્મેશસર ફરી એજ ટોપીક પર આવ્યાં.
‘નાઉ નથિંગ કેન હેપ્પન.’, ફેન્સીએ કહ્યું.
‘આઈ નો. ઑલ આઈ નીડ ઇઝ સમવન. યુ નો વોટ આઈ એમ ટોકિંગ.’, ધર્મેશસરે જે કહ્યું એ ફેન્સી સમજતી હતી.
‘આઈ એમ ગેટિંગ એન્ગેજ્ડ..’, ફેન્સીએ ગુસ્સામાં કહ્યું.
‘આઈ નો. બટ આઈ કાન્ટ રેઝિસ્ટ. કમ એટ માય પ્લેસ, વી વિલ હેવ ફન.’, ધર્મેશસર હસતા હસતા બોલ્યા.
‘તને ભાન છે તું શું બોલી રહ્યો છો?’, ફેન્સી વધારે ગુસ્સે થઈ.
‘૧૦૦%. જ્યારે તારે કામ હતું ત્યારે તો મારાં સાથળ પર બેસતા તને જરાં પણ ખચકાટ નહોતો. આ ડીલમાંથી મને તો કંઈ મળ્યું જ નથી. મારી તો ફ્રૅન્ડશીપ પણ પતી ગઈ.’, ધર્મેશસર પણ ગુસ્સે થઈને બોલ્યા.
‘આઈ કાન્ટ ડુ ધીઝ.’, ફેન્સીએ એક જાટકે કહી દીધું.
‘નો પ્રોબ્લેમ, રિમેમ્બર આઈ કેન ડુ મેની થીંગ્સ.’, સામેથી ફોન કપાઇ ગયો. ફેન્સીના કપાળ પર પરસેવો વળી ગયો હતો. એની ધડકનો એકાએક તેજ થઈ ગઈ. એણે તરત જ ધર્મેશસરને કૉલ બેક કર્યો.
‘યા બેબી.’, ધર્મેશસર જાણે એના કૉલની રાહ જ જોઈ રહ્યા હોય એમ બોલ્યા.
‘ધીઝ ઇઝ લાસ્ટ ટાઈમ.’, ફેન્સી ગુસ્સામાં બોલી.
‘આઈ નો, તને મારી કંપની ગમે છે.’, ધર્મેશસર બોલ્યા.
‘ક્યારે આવવાનું છે?’, ફેન્સી બોલી.
‘આઈ વિલ ટેલ યુ બેબી.’, ધર્મેશસર બોલ્યા.
‘ઓકે.’, ફેન્સીથી બોલાઇ ગયું. સામેથી ફોન કટ થઈ ગયો.
માણસ ખુશીઓ માટે બધું જ કરતો હોય છે, બટ બધું કર્યા પછી પણ ખુશીઓ ના મળે તો? ફેન્સી સાથે આવું જ થયું હતું. એણે વિવાનને મેળવવા માટે બધું જ કર્યુ હતું, હજુ એ બહુ જ કરી રહી હતી. બટ એને એના દિલના કોઈક ખૂણામાં એવું તો લાગી જ રહ્યું હતું કે બધું મળી રહ્યું હોવા છતાં બધું લપસી રહ્યું છે. કહેવાય છે ને કે એક જૂઠને છૂપાવવા હજાર જૂઠ બોલવા પડે. એવું જ ફેન્સી સાથે અલગ રીતે બની રહ્યું હતું. ફેન્સી અકળાઇ ગઈ હતી. એ વિચારી રહી હતી કે ધર્મેશસરથી પીછો કઈ રીતે છોડાવવો. પરંતુ એને ખબર નહોતી એ એવા દલદલમાં ફસાઇ હતી કે જેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ પણ વધારે અંદર ખેંચી જાય.
***
વિવાન એના બેડરૂમની ગૅલેરીમાં ઊભો ઊભો સિગારેટ ફૂંકી રહ્યો હતો. સિગારેટનો દરેક કશ એની છાતીમાં ઊંડે સુધી જઈ રહ્યો હતો. દરેક દમ સાથે એને ખૂબ જ રાહત થતી. બટ એ ટેમ્પરરી રાહત હતી, દરેક સિગારેટની સાથે એ રીલીફનો લાઈફ સ્પાન પણ પૂરો થઈ જતો. રોજના પચ્ચીસ ડનહીલના પેકેટ ઓછા પડતા. જ્યારે અંકિતાના વિચારો વિવાનને ઊંઘવા ન દેતા ત્યારે વિવાને સ્લીપીંગ પીલ અને સિગારનો સહારો પણ લેવો પડતો. પણ અંકિતા વિવાનની અંદર ઊંડે ઊંડે ઉતરી ચુકી હતી. સિગારેટ નો દરેક દમ અંકિતાને ભુલાવવા માટે હતો, બટ દરેક દમ સાથે ફરી અંકિતા યાદ આવી જતી. એ જ વ્હાઇટ ડ્રેસ અને કાળી બીંદી.
વિવાને આકાશ તરફ જોતા જોતા ફરી એક નવી સિગારેટ સળગાવી. આકાશ તરફ જોતા જોતા જ એણે એક લાંબો કશ માર્યો. જાણે આકાશમાં એને અંકિતા દેખાઈ રહી હોય. ત્યારેજ પાછળથી તનું દીદીનો હાથ વિવાનના ખભા પર પડ્યો. વિવાન પાછળ ફર્યો. તનું દીદીનો પ્રેમ ભર્યો ચહેરો વિવાને જોયો. તનું દીદીએ વિવાનની સિગારેટ સામે જોયું. પૂરી થયેલી સિગારેટ વિવાને ફેંકી દીધી. તનું દીદીએ વિવાનને એના બેડ પર બેસાર્યો.
‘આમ ક્યાં સુધી? મુવ ઓન.’, તનું દીદી રોજ જે કહેતા એ આજે પણ કહ્યું.
‘આઈ એમ ઓકે.’, વિવાને બધું બરાબર હોય એ રીતે પ્લાસ્ટિક સ્માઈલ ચહેરા પર લાવીને કહ્યું.
‘તને મેં કાંખમાં તેડીને રમાડ્યો છે હો, તું બરાબર છે કે નહીં એ તારા કરતા વધારે મને ખબર પડે છે.’, વિવાન કંઈ બોલી ના શક્યો.
‘આજે ગુરુવાર તો થઈ ગયો છે. હવે ત્રણ દિવસની વાર છે. રવિવારે બધું બરાબર થઈ જશે.’, વિવાને નકલી હસતા હસતા કહ્યું. તનું દીદીએ સિરિયસ થઈને વિવાન સામે જોયું.
‘એમ દિવસો વીતવાથી બધું સારું થઈ જતુ હોય તો આ દુનિયામાં કોઈ પીડાતુ જ ન હોત. સોલ્યુશન ઇઝ ઇનસાઇડ, નોટ આઉટ સાઇડ વીવાન. ફેસ ધ રિયાલિટી.’, તનું દીદીએ વિવાનનો હાથ હાથમાં લઈને કહ્યું.
‘રિયાલિટીને જ ફેસ કરું છું.’, વિવાને કોઈ એક્સપ્રેશન વિના કહ્યું.
‘એ રિયાલિટી જે તે માની લીધી છે, તને જ ખબર નથી શું રિયાલિટી છે?’, તનું દીદી વિવાનની આંખોમાં આંખો નાખીને બોલ્યા.
‘રિયાલિટી એ છે કે શી ચીટેડ ઓન મી, શી બ્રોક માય ટ્રસ્ટ. શી હેડ હીડન થીંગ્સ ફ્રોમ મી.’, વિવાન એક શ્વાસે બોલી ગયો.
‘તુ કોને સાંત્વના આપે છે? મને કે પોતાને?’, તનું દીદીએ ફરી એજ તીખી નજરે કહ્યું. એ ઊભા થયા.
‘આ સિગારેટ, સ્લીપીંગ પીલ્સ તારો ઇલાજ નથી વિવાન. એ વધી વધીને અમુક ક્ષણો માટે આરામ આપી શકશે. કદાચ તારી જિંદગી ટુંકાવી શકશે. બટ અમુક વસ્તુઓ જન્મ મરણથી પર હોય છે. એ ક્યારેય તમારો પીછો નથી છોડતી. એવીજ વસ્તુનો પાલો તારી સાથે પડ્યો છે. તારો પ્રેમ સાથે પાલો પડ્યો છે. કમ બેક વિવાન…!’, તનું દીદીએ વિવાનના ખભા પર હાથ થપથપાવ્યો.
‘આઈ એમ ઑલરાઇટ.’, વિવાન થોડો ઉશ્કેરાઇને બોલ્યો.
‘ટેલ યોર સેલ્ફ.’, તનું દીદી કટાક્ષમાં બોલ્યા.
‘અને નીચે આવ. પપ્પા તારી રાહ જોઈ રહ્યા છે.’, કહીને તનું દીદી રૂમની બહાર નીકળી ગયા.
વિવાનના મનમાં ફરી અંકિતાના યાદોનું વંટોળ આવ્યું. એણે તરત જ એક સિગારેટ સળગાવી. બટ તરત જ એને તનું દીદીના શબ્દો યાદ આવ્યાં, ‘આ સિગારેટ તારો ઇલાજ નથી.’, એ સિગારેટ સામે તાકી રહ્યો. એણે સિગારેટને પોતાના હાથથી બુજાવી દીધી. બટ વિચારો ના થંભ્યા. એ વધારે રેઝિસ્ટ ના કરી શક્યો. એણે સિગારેટ ફરી સળગાવી. પાછળનું ફીલ્ટર કાઢ્યુ અને આંખો બંધ કરીને એક લાંબો કશ માર્યો. એક ક્ષણ માટે એને શાંતિ થઈ ગઈ.
***
જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.