અભાવ - ૩ - 2 Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભાવ - ૩ - 2

*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૨
૨૧-૧૨-૨૦૧૯

આ વખતે મેં બહુ મોટી જીદ લીધી કે મારા ભાઈબંધો ને બાઈક છે તો મને નવું નહીં તો જુનું પણ બાઈક અપાવો... રોજબરોજ હું ઘરમાં બોલતો... માતા પિતા એ સમજાવ્યો કે હાલ તમારા ભણાવાના ખર્ચ છે તો પછી લઈ આપીશું ત્યાં સુધી તું કોલેજમાં પણ આવી ગયો હોય...
પણ મારે તો મારો વટ પાડવો હતો...
એટલે એક દિવસ સવારે નિશાળે જતાં હું કહીને નિકળ્યો કે...
આજે સાંજે બાઈક જોયે નહીં તો હું ઘરે નહીં આવું..
હાલ હું સ્કૂલમાં જવું છું... ત્યાં થી છૂટીને હું મારા દોસ્ત ના ઘરે જઈશ... અને સાંજે જય સર ના ટ્યુશન ક્લાસ પર... ટ્યુશન ક્લાસ છૂટવાના સમયે પપ્પા ત્યાં આવે અને બાઈક ના દસ હજાર આપે તો સાંજે મારો એક દોસ્ત એનું બાઈક વેચવાનું છે તો મને આપશે .... એક વર્ષ જ વાપરેલું છે બાઈક... તમે લોકો તો નવું લઈ આપશો નહીં.... એ નવું હાલનું લેટેસ્ટ બાઈક લે છે એટલે... એ કેટલો સારો છે કે ખાલી આપણા ને વીસ હજાર માં જ આપે છે ... પહેલાં દસ હજાર આપી ને દર મહિને બે હજાર નો હપ્તો... તો તું પપ્પાને દસ હજાર લઈ મોકલજે નહીં તો હું ઘરે જ નહીં આવું...
મમ્મી પાછળ દોડી સમજાવવા પણ હું ગુસ્સામાં નિકળી ગયો...
મારી માતા ચિંતા માં પડી ગઈ... એ જાણતી હતી કે મારા પિતા નો મહિને પગાર જ બાર હજાર રૂપિયા છે... એટલે તો પિતા રીક્ષા ચલાવીને વધારે રૂપિયા કમાવવાની કોશિશ કરે છે...
એ વિચારોમાં ઘરમાં આંટા મારતી રહી અને એને જય સર યાદ આવ્યાં... મારી દિદી કોલેજ થી આવી જમી ને નોકરી પર જતી...
દિદી ઘરે ગઈ એટલે મમ્મી એ કહ્યું કે તું બેટા જમી લે..
દિદી કહે કેમ તારે નથી જમવું???
અને અક્ષય ક્યાં છે???
મમ્મી કહે એ સવારે આવું કહી ને ગયો છે કહી દિદી ને બધી વાત કરી...
દિદી કહે તો મારે પણ જમવું નથી...
મમ્મી દિદી ને પુછ્યું કે બેટા તારી પાસે જય સર નો નંબર છે???
દિદી કહે હા...
તો તું ફોન કરી પુછી જો ને જય સર ને કે એ હાલ ક્યાં મળશે???
દિદી કહે સારું..
દિદી એ ફોન કર્યો... જય સરે ઉપાડ્યો...
બોલો શું કામ છે???
દિદી કહે હું તમારા વિધાર્થી અક્ષય ની મોટી બહેન બોલું છું..
એક કામ હતું તો મારે અને મમ્મી ને તમને અક્ષય માટે જ મળવું છે...... તો તમે ક્યાં છો હાલ ???
જય સર કહે હાલ તો હું ઘરે જમવા આવ્યો છું પછી એક કલાક રહીને વટવા કલાસીસ પર જ છું...
જય સર કહે કંઈ ઈમરજન્સી હોય તો જલ્દી આવું...
દિદી કહે બને એટલા જલ્દી આવી મને આ નંબર પર કોલ કરજો....
જય સર કહે સારું...
જય સર જમી ને વટવા કલાસીસ પર પહોંચી ને દિદી ને ફોન કર્યો કે હું કલાસીસ પર આવી ગયો છું અને હાલ હું નવરો છું પછી મારે વિધાર્થીઓ આવશે તો બેચ ચાલુ થઈ જશે તો શાંતિથી વાત નહીં થાય...
દિદી કહે અમે દસ જ મિનિટમાં આવ્યાં.
દિદી અને મમ્મી રીક્ષા કરી ને કલાસીસ પર પહોંચ્યા...
દિદી અને મમ્મી ને ગભરાયેલા અને ચિંતા ગ્રસ્ત જોઈ ...
જય સરે પુછ્યું બોલો શું થયું છે???
તમે આમ ગભરાઈ ગયેલા કેમ છો ???
અક્ષય બરાબર છે ને???
મારી મમ્મી રડી પડી કહે સાહેબ તમે જ કંઈક રસ્તો કરી આપો...
અક્ષય જીદ લઈને બેઠો છે.... અને અમે સમજાવ્યો પણ એ સમજતો નથી....
હવે આગળ ના ભાગમાં શું આવશે એ જરૂરથી ત્રીજો ભાગ વાંચો .....
અને આપનો અમૂલ્ય અભિપ્રાય અચૂક આપો....
ભાવના ભટ્ટ અમદાવાદ....