જય નાનપણથી જ ખૂબ જ દેખાવડો, માસુમ, સમજદાર અને ડાહ્યો. પણ એને ખોટું સહન ન થાય તો ગુસ્સે થતો. મા- બાપ અને દીદી નો લાડકો ભઈલુ. સ્કુલે જવા માટે રેગ્યુલર. કોઈ દિવસ રજા પાડવી ના ગમે. મેથસ મા 98 માકૅસ લાવે 100 માથી. સ્કુલ મા લંચ બોક્સ મા એની પાસે મમરા કે વઘારેલી ભાખરી સિવાય કશું જ ના હોય છતાય કયારેય કોઈ માગણી કે જીદ ના કરે. નાનપણથી જ વધુ સમજણો થઈ ગયો હતો. જય પોતાની કોઈ વસ્તુ કે રમકડા માટે માંગણી કરી નહીં. બધા દોસ્તો થી દૂર એકલો બેસી નાસ્તો કરે. મા - બાપ ની પરિસ્થિતિ સારી ન હતી. ઘણી વખત તો એક ટાઈમ જમીને જ સુઈ જતા.
અભાવ મા ઉછરેલો જય, પણ કોઈ માગણી કે કોઈ વસ્તુ માટે જીદ નહીં કોઈ આપેલા રૂપિયા ભેગા કરી એમાથી મોટી બહેન ને પેસ્ટ્રી ખવડાવે પણ પોતાના માટે એક રૂપિયો ના વાપરે. એમ કરતા દસમા ધોરણમાં આવ્યો જય. દસમા ના વેકેશન થી જ નોકરી ચાલુ કરી. ડોક્ટર ને ત્યાં મહિના નો પગાર છસો રૂપિયા હતા એ પગાર લાવી ઘરમાં મદદ કરતો. દસમા ધોરણમાં 88 ટકા સાથે ઉત્તીર્ણ થયો. સારા ટકા હતા અને જય ને સાયન્સ ફેકલ્ટીમાં મા જવુ હતુ. બારમા ધોરણ પછી એન્જિનિયરિંગ કોલેજ મા ઈ.સી એન્જીનિયરિગ નુ ભણવા ગયો પણ કપડાં તો કુટુંબ ના લોકો એ આપેલા જ પેહરતો નવા કપડાં ખરીદી પહેરવા માટે રૂપિયા ન હતા. બધા દોસ્ત પોતાની જનમ તારીખ ની ઉજવણી કરે અને જય ને બોલાવે તો ગીફ્ટ આપવા રૂપિયા ના હોય એટલે જય જાતે બથઁડે કાડઁ બનાવે અને આપે. કોલેજ મા મિત્રો થયા પણ સ્વભિમાન જય પોતાની પરિસ્થિતિ કોઈ ને ના કહે. કોઈની મદદ કે ટયુશન વગર ખૂબ જ મહેનત કરી ડિગ્રી મેળવી. અને એક કંપની મા જોબ મળી પોતાની મહેનતથી પાઇ પાઈ જોડી ભેગા કરેલા રૂપિયા મા થી હપ્તે બાઇક લીધી. બધા મિત્રો મોઘા મોબાઈલ વાપરતા પણ જય પાસે તો મમ્મી તરફથી બારમા ધોરણ મા પાસ થયો એની ગિફ્ટ રૂપે મળેલ ફોન હતો. પણ તોય જય સંતોષી જીવન જીવતો અને મહેનત કરતો. સારી જોબ મળી પણ હરિફાઈ ના આ યુગમાં નિતી નિયમો થી ચાલનાર જય ટકી શક્યો નહીં. એને બીજા ની જેમ ખોટી ચાપલૂસી કરવા નુ ના ફાવયુ અને ખોટા કામ કરતા ના આવડયુ. બીજી જોબ મળી નોકરી કરી જાતે પોતાના રૂપિયે લગ્ન કર્યા. ઘરમાં રાચરચીલું વસાવયુ.. લોકો બાપ કમાણી પર લહેર કરતાં પણ જય ના ભાગે જવાબદારી સિવાય કશું જ ના આવ્યુ.
જય બીજા નુ દુખ જોઈ રડી પડતો અને મદદ કરતો. ગરીબ છોકરા ને ભણવામાં યથા શકતી મદદ કરતો. બહુ જ ટેલેન્ટ ભયુઁ છે જય મા એ સારો ફુટ બોલર છે, સારૂ કિકેટ રમી જાણે છે, સારો કૂક છે, સારો મોડેલ બની શકે તેમ છે. અથાગ મહેનત કરી જય પોતાના મા બાપ અને પત્ની ની ઈચ્છા ઓ પૂરી કરે છે. પણ પોતાના માટે હાલ પણ કશુ ખરીદતો નથી. સ્વભિમાન થી જીવતો જય પોતાને શું ભાવે કે શું ગમે એ બધુ છોડીને બધાને ખુશ રાખે છે. બીજા ને મદદ કરવી એ જ એનો ધમઁ છે. જય કોઈ ભગવાન કે માતાજી ના મંદિર જતો નથી પણ એના મા - બાપ જ એના ભગવાન છે. માનવતા જ એને મન પુજા છે. જય ખોટા દેખાવ કરવામાં નથી માનતો.....
" ભાવના ભટ્ટ અમદાવાદ "