*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૩
૨૨-૧૨-૨૦૧૯
અક્ષય આ વખતે બહુ મોટી જીદ લઈને બેઠો છે ... અમે ત્રણ જણાં મહેનત કરીએ છીએ કે બન્ને ભાઈ બહેન સારું ભણી લે... અને અક્ષય ને અમે તકલીફ ના પડે એ માટે અમે ત્રણ અમારી જરૂરિયાત પર પણ કાપ મુકીએ છીએ..
પણ એ કહે છે કે આજે જ મને બાઈક લઈને આપો નહીં તો કાયમ માટે ઘરે નહીં આવું એવું કહીને સવાર નો નિકળ્યો છે... અને મને કહીને ગયો છે કે પિતાજી ને કહેજે દસ હજાર રૂપિયા લઈને અહીં આવે...
આમ અતિ થી ઈતી બધી વાત જય સર ને કરી...
જય સરે એ બન્ને ને પાણી પીવડાવ્યું...
અને કહ્યું કે તમે ઘરે શાંતિ થી જાવ અને જમી લો...
હું અક્ષય ને સમજાવીશ..
તમે ચિંતા ના કરશો..
મમ્મી અને દિદી ઘરે ગયા..
સાંજે મારો ટ્યુશન નો સમય થતાં હું કલાસીસ પર ગયો...
તો એમણે કહ્યું કે આજે આપણે વ્યવહારિક જ્ઞાન નો વિષય ભણીશું....
બોલો બધાં તૈયાર???
વિધાર્થીઓ કહે જી સર...
જય સર કહે કોણ કોણ ઘરમાં માતા પિતા ને મદદ કરે છે એ હાથ ઉંચો કરે...
બહું ઓછાં છોકરાઓ એ હાથ ઉંચો કર્યો...
તો જય સર કહે...
આપણી જરૂરિયાત પૂરી કરવા આપણા માતા-પિતા તનતોડ મહેનત કરે છે તો આપણે પણ ઘરમાં કામ કરવું જોઈએ એમાં શરમ ના રખાય..
હું પણ કરું છું મારાં ઘરે કામકાજ..
કોક દિવસ માતા પિતા ને શાકભાજી લાવી આપો... અને ઘરકામ માં મદદ કરો... બોલો કરશો ને...
જી સર...
હવે બોલો કોણ કોણ માતા પિતા ની મહેનત ના રૂપિયા મોજશોખમાં જ વાપરે છે???
તમે કંઈ કમાવ છો ???
અડધો કલાસ ચૂપ થઈ ગયો...
જય સર કહે માતા પિતા આપણને ભણાવે ગણાવે એ માટે એમનાં મોજશોખ અને જરૂરિયાત પર કાપ મૂકે છે.. અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરે છે પણ આપણે દેખાદેખી અને ફેશન અને મોજશોખ માં એમનો રૂપિયો વાપરીએ છીએ... ક્યારેય તમે એક હજાર રૂપિયા પણ કમાઈ ને મા બાપ ને આપ્યા છે???
હું દસમાં ધોરણ ના વેકેશન થી જ સાતસો રૂપિયા ના પગાર ની નોકરી માં રહ્યો હતો અને બારમા ધોરણ થી મારો ભણવાનો અડધો ખર્ચ હું જાતે જ કાઢતો હતો... હું પણ ખૂબ જ અભાવમાં ઉછરેલ છું પણ કોઈ વસ્તુ માટે મેં કોઈ જીદ કરી નથી... જમવા માટે પણ નહીં... જે મળે એ જમી લેવામાં માનું છું...
મેં મારું બાઈક મારા પોતાના રૂપિયા થી લીધું હતું... જો તમારે પણ મોજશોખ કરવાં હોય તો કમાવો અને મોજશોખ કરો.... મા-બાપ ની પાસે ખોટી જીદ ના કરો એવી મારી વિનંતી તમને બધાને...
અને છતાંય જો કોઈ ને કમાયા સિવાય ખાલી મોજશોખ કરવાં હોય એણે મા-બાપ ના ભણાવાના રૂપિયા બગાડવા નહીં...
હું આ સાંભળી ને રડી પડ્યો...
જય સર મારી પાસે આવ્યા ... અને મને પુછ્યું શું થયું અક્ષય???
મેં બધી મારી ભૂલ કબૂલ કરી..
જય સરે મને પાણી પીવડાવ્યું અને કહ્યું કે અક્ષય તું તો બહુ જ સમજું છે...
જાતે કમાઈ ને મોજશોખ કર... અને મા બાપ ને દુઃખી ના કર...
મેં સર ને પ્રોમીસ આપ્યું કે હું કમાઈ ને તમારી જેમ જ મારા રૂપિયા થી બાઈક લઈશ...
સર તમે મારી આંખો ખોલી દીધી...
ત્યાર થી હું શનિવારે બપોરે અને રવિવારે હું રીક્ષા ચલાવું છું મેમ...
અને હા હવે હું જમવાનું બધું જ જમી લવ છું...
ઘરમાં હું મારી કમાણી આપું છું...
અને એક ગલ્લામાં પણ થોડાં થોડાં જમા કરું છું જેથી મારાં મોજશોખ પણ પુરા કરી શકું...
મેમ અમે ખુબ નશીબદાર છીએ કે અમને આવાં જય સર મળ્યા છે... જે અમને સારાં અને સાચાં રસ્તે જવાનું શિખવે છે... ખાલી પુસ્તકીયા કીડા નથી બનાવતા...
આવાં સર માટે તો અમને પણ બહું જ માન છે એટલે જ તમને જોઈને હું આવ્યો...
મેમ લો વાતો વાતોમાં આ તમારુ ઉતરવાનું સ્થળ આવી ગયું... તમને કલાક થશે મેમ
મેં કહ્યું હા બેટા..
તમે આવો હું ત્યાં અહીં એક નજીક નો ફેરો કરી અહીં જ ઉભો છું...
હવે ફરી મળીશું જય સર ની નવી વાત લઈને...
તમારા અમૂલ્ય અભિપ્રાય ની જરૂર છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...