Maana hathni rotli books and stories free download online pdf in Gujarati

માંના હાથની રોટલી......

હેતાર્થ એના હેલિકૉપ્ટરમાં એક ગામ થી બીજા ગામ નિરીક્ષણ કરવા નીકળી પડ્યો હતો અને અચાનક જ એની નજર બે ગામ વચ્ચે એક તળાવ હતું ત્યાં પડી તરત જ હેતાર્થે એના પાયલોટને તળાવ પાસે જે હેલીપેડ હતું ત્યાં હેલીકોપ્ટર ઉતારવાનું કહ્યું. હેલીકોપ્ટર હેલીપેડ પર ઉતર્યુ જ છે ને તરત જ તળાવ પાસે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે એક સ્પેશિયલ જીપ બોલાવી દીધી જે તળાવ ફરતે સહેલગાહ કરાવતી. હેતાર્થે જીપના ડ્રાઈવરને કહ્યું, "મને તુ સીધો વચ્ચે જ્યાં પાણીનું પંપીગ થઈ રહ્યું છે ને ત્યાં લઈજા, ત્યાં જોવું છે કે પાણીમાં ગંદકી કે કંઈ ક્ષાર તો નથી થઈ રહ્યો ને !? તરત જ ડ્રાઈવરે કહ્યું, "અરે સરજી કંઈ જ ચિંતા કરવા જેવું નથી, દરિયા માંથી જે પાણી ખેંચાઈને આવે છે ને એ એવું તો મીઠું થઈ રહ્યું છે કે બાજુંના ગામમાં પણ એ પાણી સહેલાઈથી પહોચી જાય છે." હેતાર્થે કહ્યું, "હા, બરોબર છે પણ મેં ઉપરથી જોયું કે જ્યાંથી આપણે પાણી ખેંચવા પાઈપલાઈન કરાવી હતી એ પાઈપલાઈન માં કંઈક બદલાયું હોય એમ લાગે છે અને નહેરમાં પણ પાણી વધી ગયું છે એ કેમ કરતા થયું એ જ જાણવા જાવું છે ત્યાં. "ડ્રાઈવરે જવાબ આપતા કહ્યુ, "અરે હા સાહેબ પેલા અહીંના સાહેબ આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે તમારી જોડેથી પરવાનગી મળી ગઈ છે કે આપણે અહીં આ કેનાલમાં જ્યાંસુધી જોડાણછે બધેજ સબમરીન થી ટ્રાન્સપોર્ટ સર્વિસ ચાલુ કરવાની છે તો અમે લોકોએ એ માટે મશીનરી મંગાવીને ફટાફટ આ કામગીરી પતાવી દીધી." હેતાર્થે જવાબ આપ્યો, "વાહ ખૂબ જ સરસ પણ મારી પાસે કોઈ પરમીશન લેવા આવ્યું નથી, અરે હા કદાચ મારી પાસે બાયોમેટ્રીક ફિંગર સ્કેનથી મારો થમ્બ સ્કેન કરાવ્યો હતો જેના ડોક્યુમેન્ટ સબમરીન ની ગ્રાન્ટ માટે હતું તો મેં એ સ્કેન કર્યું હતું. કંઈ નહીં ખૂબ જ સરસ, હવેતો આપણા ગામોને આપણે મેગા સીટી જેવું રુપ આપી દેવાનું છે, દરેકને રહેવા, ખાવા-પીવા સારામાં સારી સગવડ મળી રહે બસ એજ જોઈએ." પછી હેતાર્થ તળાવની સહેલગાહ કરીને પાછા હેલિકૉપ્ટર માં બેસી ગામનું નિરીક્ષણ કરવા નીકળી પડે છે. નિરીક્ષણ કરતા એને ખબર પડે છે કે એ ગામની નિશાળે બાળકો એક એવા મશીનની બનાવવાની તૈયારીમાં લાગ્યા છે કે જેનાથી લોકોને રહેવા માટે વૈભવશાળી મકાન થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય. હેતાર્થ ત્યાં નિશાળે જાય છે અને બાળકોને કહેવા માંડે છે, "આ જે મશીન બનાવી રહ્યાં છોને એમાં કોઈ એવા ફિચર્સ પણ ઉમેરજો જેનાથી જમવાનું બનાવવામાં કોઈ ઝંઝટ ના રહે અને સરળતાથી જમવાનું ઉપલબ્ધ થઈ શકે." આ સાંભળીને એક વિદ્યાર્થી કહેવા માંડ્યો, "સર આ પ્રોજેકટમાં હું આગળ વધી આ બાબતે બનાવવાનું વિચાર્યું છે પણ એ કારણે આપણને જમતી વખતે જે સ્વાદ માણવા હોઈએ છીએ એ મળવો શક્ય નથી, મેં જ્યારે મારી મમ્મીને આ વાત કરીને ત્યારે એણે મને કહ્યું હતું કે જો બેટા આ કરો એ સારુ તો છે જ પણ પણ બેટા જો જમવાનું સીધું મળી જાશે તો અને અમે જે હાથેથી જમવાનું બનાવીએ એવું જમવાનું તમને મળશે નહીં ઉપરથી અમે લોકો કામ કરતા બંધ થઈ જાશું તો શું તમારી મમ્મીના હાથ-પગના મીજાગરા પર કાટ લાગી જાય !? અને તમને હાથેથી બનાવેલા ભોજનનો સ્વાદ પણ માણવા નહીં મળે." હેતાર્થ એ વિદ્યાર્થીની વાત સાંભળીને થોડો હેબતાઈ ગયો અને વિચારવા માંડ્યો આની વાતતો સાચી છે, આપણી ટેક્નોલોજી આટલી આગળ તો વધી રહી છે જો જમવાના બાબતે પણ આપણે આમ ડિજિટલ થવા માંડશું તો કોઈ પણ સ્વાદની મજા નહીં માણી શકીએ અને એ કહેવા માંડે છે , "આપણે આટલી બધી ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગિતા બન્યા છીએ એ માટે આપણે સૌ વિજ્ઞાન ના ખૂબ આભારી છીએ અને આ નાના વિજ્ઞાનીના જવાબ સાંભળીને આનંદ થયો કે લાગણી જીવંત છે, અને આમ જમવાનું બનાવવું, ઘરકામ કરવું એ પણ આમ ટેક્નોલોજીને આધીન કરીશું તો આપણે સાવ એદિ એટલે કે સાવ આળસુ બની જાશું. હજુય આપણે ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધવાનું જ છે પણ આ બાળકના વિચારને સન્માન આપતા એ પણ ધ્યાન રાખીશું કે આપણાથી કંઈ એવું વિસરાવુ ના જોઈએ જેથી આપણા પહેલાના પેઢીના સંસ્કાર કોઈ છીનવાઈ જાય પણ ટેક્નોલોજીના ક્ષેત્રે જેમ આપણે આગળ વધી રહ્યાં છીએ એમ આગળ વધતા રહેવું એ પણ હાલના યુગ મુજબ જરૂરી છે.... .
- સંકેત વ્યાસ (ઈશારો)


બીજા રસપ્રદ વિકલ્પો