સનસેટ વિલા - ભાગ - ૧૦ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનસેટ વિલા - ભાગ - ૧૦

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત ના પ્લાન થી રાજેશ મોહિત અને વિજય ની જાળ મા ફસાઈ જાય છે અને એને શિમલા લઈ જાય છે હવે જોઈએ આગળ. . . . . . . . .
શિમલા એઈરપોર્ટ પર પહોંચી ને બધા સ્ટાફ ની મદદ થી રાજેશ ને ઉતારે છે અને બહાર લાવી ગાડી મા બેસાડે છે, પછી મોહિત અને વિજય તરત જ ગાડી લઈને બંગલા તરફ જવા રવાના થાય છે. મોહિત વિજય ને કહે છે કે રાજેશ ના હાથ પગ અને મોં બાંધી દે. વિજય તરત જ રાજેશ ના હાથ પગ બાંધી દે છે. જેમ જેમ બંગલા ની નજીક આવશે એમ એમ મોહિત ના ધબકારા વધતા જાય છે રજની એની આંખો ની સામે દેખાવા લાગે છે. થોડીવાર મા એ બંગલા પાસે પહોંચે છે. મોહિત સીધો જ ગાડી ચા ની દુકાને લઈ જાય છે. રાજેશ હજી બેભાન જ હોય છે અને એને ગાડીમાથી બહાર કાઢી દુકાન મા સુવડાવી દે છે અને બાંધી દે છે, પ઼છી બહાર આવે છે.
મોહિત : વિજય તુ અહી જ રહે ને રાજેશ નુ ધ્યાન રાખજે અને હુ પહેલા બંગલા મા જઈ ને આવુ.
વિજય : પણ તુ એકલો શુ કરવા જાય છે પેલી આત્મા તને કઈ નુકશાન કરશે તો?
મોહિત : એ કશુ નય કરે હુ આવુ છુ કેમ કે મારે રજની ને બચાવવાની છે એટલે મારે જવુ જ પડશે.
વિજય : સારુ પણ સંભાળી ને જજે.
મોહિત બંગલા ની પાછળ ના રસ્તે બંગલા મા પ્રવેશે છે અંદર જઈ ને રજની ને શોધે છે, રજની ક્યાય દેખાતી નથી એટલે એ રજની ને બૂમ પાડે છે. થોડીવાર મા એને રજની નો અવાજ સંભળાય છે. એનો અવાજ સાંભળી એ સીધો હોલ મા જાય છે. રજની એની સામે ઊભી હોય છે. એને જોઈ ને મોહિત વિચારે છે કે આ રજની છે કે પેલી આત્મા છે કેવી રીતે ખબર પડશે.
રજની : મોહિત તમે આવી ગયા ક્યા ગયા હતા મને એકલી મુકી ને તમારો જીવ પણ કેમ ચાલ્યો.
મોહિત : કોણ છે તુ? સાચુ બોલ તુ રજની નથી.
આ સાંભળી રજની જોર થી હસવા લાગી અને એના અસલી રુપ મા આવી ગઈ. જયા ના રુપ મા.
જયા : હા હુ રજની નથી અને બોલ તુ અહી પાછો કેમ આવ્યો, મોત થી બચી ને તુ નીકળી ગયો હતો પાછો મરવા કેમ આવ્યો?
મોહિત : હુ મારી રજની ને લેવા આવ્યો છુ મારી રજની મને સોંપી દે, હુ એને અહી થી લઈ જઈશ.
જયા : હુ એને નય છોડુ અને તને પણ નય છોડુ.
મોહિત : મને મારતા પહેલા મારી એક વાત સાંભળી લે જો તુ મને મારી નાંખીશ તો અત્યાર સુધી તુ જે બદલો લેવા તડપી રહી છે એ કદી પુરો નય થાય! હુ ધારુ તો રાજેશ ને તારી સામે લાવી શકુ છુ.
જયા : ક્યા છે રાજેશ હુ એને નય છોડુ , બતાવ મને.
મોહિત : પહેલા તુ મારી રજની ને છોડી દે.
જયા : ના પહેલા રાજેશ ને મારી પાસે લઈ ને આવ.
મોહિત : ઠીક છે તુ રજની ને મારી સામે લાવ પછી રાજેશ ને લઈને આવુ છુ.
જયા રજની ને હોલ મા લઈને આવે છે. રજની મોહિત ને જોઈને ખુશ થઈ જાય છે.
જયા : હવે રાજેશ ને મારી સામે લાવ, નય તો રજની ને હુ નય છોડુ.
મોહિત : ના તુ એને કશુ ના કરતી હુ રાજેશ ને લઈ ને આવુ છુ અને મારા આવતા સુધી રજની ને કશુ ના કરતી. રજની તુ ઘબરાઈશ નહી હુ આવુ છુ અને તને લઈ જઈશ.
મોહિત ફટાફટ બહાર જાય છે ચા ની દુકાને પહોંચે છે.
મોહિત : વિજય હુ હવે રાજેશ ને અંદર લઈ જવ છુ. ગાડી ની ડેકી મા એક કારબો, પડ્યો છે તુ ફટાફટ જઈ ને પ્રેટ્રોલ લઈ આવ અને અંદર બંગલા મા આવી ને કીચન મા છુપાઈ રહેજે. જ્યારે હુ તને બૂમ પાડુ ત્યારે હોલ મા આવી ને જુમ્મર ની નીચે અને આખા હોલ મા પ્રેટ્રોલ છાંટી ને આગ લગાવી દેજે. સમજી ગયો.
વિજય : હા સમજી ગયો.
મોહિત રાજેશ ને લઈ ને બંગલા મા જાય છે.
શુ જયાને એનો બદલો લીધા પછી મુક્તિ મળશે? શુ એ રજની ને છોડી દેશે? શુ જયા બદલો લીધા પછી પણ હત્યા કરવાનુ ચાલુ રાખશે? જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . .