સનસેટ વિલા - ભાગ - ૮ Mehul Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનસેટ વિલા - ભાગ - ૮

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત ને પેલા ચા વાળા કાકા એ આત્મા જયા વિશે બધુ કહે છે અને એક તાંત્રિક પાસે જવાની સલાહ આપે છે. મોહિત એ તાંત્રિક પાસે જવા નીકળે છે હવે જોઈએ આગળ. . . . . . . . .
પેલા કાકા ના કહેવા પ્રમાણે મોહિત તાંત્રિક ને શોધતો શોધતો એની પાસે પહોંચે છે. મોહિત એ તાંત્રિક ને બધી જ વાત કરે છે. તાંત્રિક બધુ સાંભળી ને વિચાર કરે છે, મન મા જાપ કરે છે, પછી આંખો ખોલે છે.
મોહિત : બાબા શુ વિચારો છો હવે આનો કોઈ રસ્તો બતાવો
તાંત્રિક : એ આત્મા ના મન પર હવે બદલો ઘેરાઈ ગયો છે એ હવે કોઈ થી પણ શાંત નય થાય, તારા કહેવા મુજબ એક અઘોરી તાંત્રિકે એને વશ મા કરવાનો પ્રયાસ કર્યો પણ ના કરી શક્યો, એ માત્ર એને એક સીમા સુધી બાંધી શક્યો. મારી પાસે અઘોરી જેટલી સિધ્ધિ નથી કે હુ એને મુક્ત કરાવી શકુ
મોહિત : તો હવે શુ કરવુ? મારી પત્નિ એ બંગલા મા છે અને જો એને કશુ થઈ ગયુ તો હુ પણ નય જીવી શકુ. મારા મિત્ર અને એની પત્નિ ને તો એ આત્મા મારી ચુકી છે પણ હવે હુ મારી પત્નિ ને કોઈ પણ ભોગે બચાવવા માગુ છુ.
તાંત્રિક : તારી વાત સાચી છે પણ મારી શક્તિ થી મે જોયુ કે એ આત્મા ૪ દિવસ પછી તારી પત્નિ ની બલી આપશે કેમ કે તારી પત્નિ શુધ્ધ બ્રાહ્મણ છે અને એની બલી આપી ને એ વધારે શક્તિશાળી બની જશે પછી એને કોઈ પણ કશુ જ નય કરી શકે કોઈ બંધન મા નય બાંધી શકે.
મોહિત : બાબા પણ કોઈ તો રસ્તો હશે કે એને આપણે કાબૂ મા કરી શકીએ.
તાંત્રિક : હા એક રસ્તો છે એના હત્યારા ને કોઈપણ ભોગે અહી લઈ આવ એ આત્મા એના હાથે જ એને સજા આપશે તો કદાચ એ આત્મા શાંત થઈ જશે.
મોહિત : શાંત થઈ જશે તો શુ એના પછી એને મુક્તિ નય મળે? એ આ બધી હત્યા કરવાનુ બંધ નય કરે?
તાંત્રિક : એ તો હુ પણ નથી જાણતો જો એ આત્મા બદલો લેવાની સાથે બધા ની હત્યા કરવાનુ નક્કી કર્યુ હશે તો એ આત્મા બદલો લીધા પછી પણ મુક્ત નય થાય.
મોહિત : તો પછી એને મુક્ત કેવી રીતે કરવી?
તાંત્રિક : એને જે જગ્યા એ દાટી છે એ જગ્યા ની ચારે બાજુ અને એ જગ્યા ને સળગાવી દેવી પડે તો એ આત્મા એનો બદલો પુરો કરી ને મુક્ત થશે એનો બદલો પુરો કર્યા વગર એ મુક્ત નય થાય કેમ કે એ હઠીલી અને પ્રેમ મા ઘાયલ થયેલી આત્મા છે.
મોહિત : સારુ બાબા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને રસ્તો બતાવ્યો. જો હુ મારી પત્નિ ને બચાવવામા સફળ રહ્યો તો ફરી તમને મળવા જરુર આવીશ.
તાંત્રિક : ભલે દિકરા પણ યાદ રહે તારે જે પણ કરવાનુ છે તે આ ૪ દિવસ ની અંદર જ કરવાનુ છે.
મોહિત : હા બાબા તો હવે હુ રજા લઉ.
મોહિત ત્યાથી નીકળી ને સીધો પેલા ચા વાળા કાકા પાસે આવે છે અને કાકા ને જે તાંત્રિકે કહ્યુ એ બધુ કહે છે.
કાકા : એટલે હવે રાજેશ ને કોઈ પણ ભોગે અહી બોલાવવો જ પડશે તો જ જયા નો બદલો પુરો થશે. પણ એ તો અહી આવે જ નય કેમ કે એને ખબર છે કે અહી આવશે તો જયા ની આત્મા એને નય છોડે. તો પછી રાજેશ ને અહી બોલાવશુ કેવી રીતે ?
મોહિત : જ્યારે હુ તાંત્રિક પાસે થી નીકળ્યો અને અહી આવતો હતો ત્યારે રસ્તા મા મે બધુ વિચારી લીધુ છે કે રાજેશ ને અહી કેવી રીતે લાવવો. બસ મારે એમા તમારી થોડી મદદ ની જરુર પડશે.
કાકા : હા હા હુ બધી જ મદદ કરવા તૈયાર છુ.
મોહિત : તો સાંભળો કાકા રાજેશ ના પિતા ને હવે ખબર છે કે એ પોતે કે એમના પરિવાર ના કોઈ પણ સભ્ય અહી આવી નય શકતા. હવે આ બંગલો એમના કોઈ કામ નો નથી એટલે તમારે એમને ફોન કરી ને એમ કહેવાનુ કે આ બંગલો એક વ્યક્તિ ખરીદવા માંગે છે. તમે તૈયાર હોવ તો એ વ્યક્તિ ને તમારુ સરનામુ આપી તમારે ત્યા મોકલુ.
કાકા : એ તો બરાબર છે પણ જો એ બંગલો વહેચવા તૈયાર પણ થશે તો એ પોતે પણ અહી નય આવે ને રાજેશ ને પણ અહી નય આવવા દે તો પછી શુ મતલબ?
મોહિત : કાકા તમે ચિંતા ના કરો મે બધુ જ વિચારી રાખ્યુ છે કે રાજેશ ને અહી કેવી રીતે લાવવો. તમને મારી પર વિશ્વાસ છે ને કાકા?
કાકા : વિશ્વાસ છે એટલે જ તો હુ તમારો સાથ આપુ છુ.
મોહિત : તો બસ પછી તમે હમણા જ ફોન કરો બધી વાત કરો જો એ તૈયાર થઈ જાય તો હુ એમની ત્યા જાઉ અને રાજેશ ને કોઈ પણ ભોગે અહી લઈ ને આવુ.
મોહિત ની વાત સાંભળી એ કાકા રાજેશ ને ફોન કરે છે.
રાજેશ : અરે કાકા બોલો બોલો બોવ દિવસ પછી તમારો ફોન આવ્યો ને? કેમ છો? બધુ બરાબર છે ને ?
કાકા : બરાબર ક્યાથી હોય મારી પત્નિ વગર તો હુ નરક જેવી જિંદગી જીવી રહ્યો છુ.
રાજેશ : કાકા તમારી વાત સાચી છે, વાંક મારો છે અને મારા લીધે તમે સહન કરી રહ્યા છો પણ હુ તમને બધી રીતે મદદ તો કરુ જ છુ ને કાકા તમને કોઈ તકલીફ તો નથી પડવા દેતો ને? તમારુ બધુ જ પુરુ કરુ છુ ને?
કાકા : હા એ તો છે પણ આમ એકલા ક્યા સુધી જીવવાનુ?
રાજેશ : સારુ હમણા એ વાત છોડો પહેલા એ કહો કે તમને કંઈ કામ હતુ તો તમે ફોન કર્યો?
કાકા : હા, એક વ્યક્તિ અહી આવ્યો હતો એ તમારો આ બંગલો ખરીદવા માંગે છે, જો તમારી ઈચ્છા હોય તો હુ એને તમારી પાસે મોકલી આપુ.
રાજેશ : શુ વાત કરો છો કાકા એ તો બોવ સારી વાત છે, આમ પણ એ બંગલો અમારા કશાય કામ નો નથી એમને મારી પાસે મોકલી દો હુ બધી ચર્ચા કરી લઈશ. પણ કાકા એટલુ ધ્યાન રાખજો કે એમને જયા ની વાત વિશે ખબર ના પડે નહીંતર આપણા હાથ મા આવેલો માણસ જતો રહેશે અને જો બધા ને ખબર પડશે તો આ બંગલો કોઈ લે નહી.
કાકા : તમે ચિંતા ના કરો શેઠ હુ બધુ સંભાળી લઈશ.
રાજેશ : સારુ કાકા તમે એ વ્યક્તિ ને અહી મોકલી આપો.
આમ પછી કાકા ફોન કટ કરે છે. રાજેશ બોવ ખુશ હોય છે કે એનો બંગલો કોઈ લેવા તૈયાર થાય છે. મોહિત કાકા સાથે ચર્ચા કરે છે.
મોહિત : શુ કહ્યુ કાકા રાજેશે?
કાકા : એ બંગલો વહેચવા તૈયાર છે. તમે એને એના ઘરે જઈ મળી શકો છો. હવે આગળ તમારી ઉપર જ છે બધુ તમે રાજેશ ને અહી કેવી રીતે લાવશો.
મોહિત : કાકા તમે ચિંતા ના કરો હુ કંઈ પણ કરી ને રાજેશ ને અહી લઈને આવીશ, હુ હમણા જ નીકળુ છુ કેમ કે આપણી પાસે સમય બોવ ઓછો છે.
મોહિત ત્યા થી દિલ્લી જવા નીકળે છે , એના એક બીજા મિત્ર વિજય ને ફોન કરી બધી વાત સમજાવે છે અને એને પણ દિલ્લી આવવા કહે છે. વિજય એની બધી વાત સાંભળીને દિલ્લી આવવા તૈયાર થાય છે. મોહિત એરપોર્ટ પર પહોંચી ફટાફટ ટિકિટ લઈ દિલ્લી જવા રવાના થાય છે.
મોહિત અને વિજય બંન્ને દિલ્લી એરપોર્ટ પર ભેગા થશે. શુ મોહિત રાજેશ ને શિમલા પાછો લાવી શકશે? શુ રાજેશ શિમલા આવવા તૈયાર થશે. જો રાજેશ શિમલા નય આવે તો મોહિત શુ કરશે? શુ મોહિત નો બધો પ્લાન સફળ થશે કે બગડી જશે જાણો આવતા ભાગ મા આવજો. . . .