સાચો પ્રેમ - 3 Navdip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો પ્રેમ - 3

નિશા ને ઉપર કોટ માં જવા ની ઘણી ઈચ્છા હતી એટલે તે સુરજ ને સાથે આવવા સમજાવે છે ઘણી સમજાવટ ને અંતે સુરજ માની જાય છે
જૂનાગઢ ઐતિહાસિક નગર હોવાથી ત્યાં ઘણા જોવા લાયક સ્થાન છે ઉપર કોટ નો કિલ્લો નવઘણ કૂવો અડી કડી વાવ નીલમ અને કડાનાળ નામની બે તોપ નરસિંહ સરોવર અશોક નો શિલાલેખ સુદર્શન તળાવ (અશોક ના શીલાલેખ પાસે ) દામોદર કુંડ નરસિંહ મહેતા નો ચોરો (તેમનું નિવાસ સ્થાન ) નાગર વાડા નું રણછોડરાયજી મંદિર માંગનાથ મહાદેવ મંદિર (નાગર વાડા ) બુઢેશ્વર મંદિર (નીચી બારી પાસે નાગર વાડા )મોતી બાગ સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય લાલ ઢોરી દરબાર હોલ મ્યુઝિયમ મહાબત મકબરો સ્વામિનારાયણ મંદિર મ્યુઝીયમ સ્વામિનારાયણ મંદિર પુષ્ટિ માર્ગીય હવેલી પરી તળાવ વિલિંગ્ડન ડેમ વગેરે જોવા લાયક સ્થળ છે
નીલમ અને કડાનાળ તોપ ઉપર કોટ માં જ આવેલ છે ઉપર કોટ ખુબ જ વિશાળ છે ત્યાં પ્રવાસીઓ આવે છે પરંતુ વિશાળ હોવાથી પ્રેમીઓ ને એકાંત પણ મળી જ રહે છે પુરાતત્વ ખાતા હસ્તક ના આ પુરાતન કિલ્લા માં સ્વચ્છતા અને જાળવણી નો અભાવ એ ખુબ જ દુઃખ ની વાત છે જૂનાગઢ ના મોટા ભાગ ના પુરાતન સ્થળ ની આજ હાલત છે એટલે જ અહીં પ્રવાસન ઉદ્યોગ પૂરતો વિકાસ પામ્યો નથી છતાં દિવાળી બાદ ની લીલી પરિક્રમા અને મહાશિવરાત્રી ના પાંચ દિવસ ના મેળા વખતે લાખો પ્રવાસી મુલાકાત લે છે
વિશાળ પુરાતન કિલ્લા માં બેસવા માટે એકાંત વાળી જગ્યા શોધી બંને બેસે છે અહીં આવવા માટે નિશા તેની બી. એડ કોલેજ માં ગુલ્લી મારે છે સુરજ ની કોલેજ તો સવાર ની છે અને નિશા ની બપોર ની બંને હવે અલગ કોલેજ માં છે એટલે તો ય નિશા ને મળવા માટે જ સુરજ બપોર ની બદલે સાંજ ની બસ માં ઘરે જાય છે જૂનાગઢ માં રોકાવા માટે સુરજ તેની કોલેજ પાસે ના એક બુક સ્ટોર વાળા જોડે મિત્રતા કરી લે છે તેના નાના મોટા કામ માં મદદ કરે છે અને સમય મળે ત્યાંરે પોતા નું ભણવા નું પણ કરે જ છે
સુરજ અને નિશા ઉપર કોટ જાય છે નિશા રસ્તા માં મોઢા પર ચૂંદડી બાંધી લે છે જેથી કોઈ જાણીતું રસ્તા માં મળે તો ઓળખે જ નહિ સુરજ પણ ટોપી અને ચશ્માં પહેરી લે છે જે એક મિત્ર પાસે થી એણે ગઈ કાલે જ માંગેલ હોય છે સુરજ નું ગામ ગોલાઘર અને નિશા નું ગામ મજેવડી બંને ગામો માંથી હીરા ઘસવા વાળા દૂધ વેચવા વાળા અને નાની મોટી ખરીદી માટે લોકો આવતા જ રહેતા હતા એટલે આવું કરવું ખુબ જ જરૂરી હતું
રસ્તા માંથી બંને દાળ વડા વેફર ના પડીકા જેવો નાસ્તો પણ ખરીદે છે આમ તો બસ સ્ટેન્ડ થી ઉપર કોટ ઘણો જ દૂર થાય છે છતાં બંને ચાલતા ચાલતા વાતો કરતા કરતા ત્યાં પહોંચી જાય છે બંને ને ખેતર માં મહેનત કરવા ની આદત હોવાથી થાક લાગતો નથી ત્યાં એકાંત માં નીચે મુજબ વાત થાય છે
નિશા :આઈ લવ યુ
સુરજ :મને સરકારી નોકરી ના મળે ત્યાં સુધી હું લગ્ન અંગે વિચાર કરતો જ નથી મારા બાપા ને ખાલી દસ વીઘા જમીન જ છે ને મારે એક નાનો ભાઇ પણ છે
આ સાંભળી નિશા કહે છે કે સરકારી નોકરી ના મળે તો કઈ નહિ આપડે બંને ખાનગી માં નોકરી કરી ને જરૂર પડે તો ટ્યૂશન પણ કરીશ

સુરજ નો જવાબ જાણવા વાંચો આગળ નો ભાગ