(( આ વાર્તામાં આવતા તમામ પાત્રો કાલ્પનિક છે. જે કોઈ પણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ તમામ મારી કલ્પના માત્ર છે. આ વાર્તાનો હેતુ માત્ર ને માત્ર આનંદ છે. 🙏🙏🙏🙏🙏 ))
21 વર્ષની સિયા પટેલ ન્યુજર્સીથી એનાં દાદીનાં અસ્થી ગંગામાં પધરાવવા માટે India આવે છે. સિયા એની દાદીની લાડકી હતી, એટલે એના દાદીની ઈચ્છા હતી કે એમના અસ્થી સિયાનાં હાથે જ ગંગામાં પધરાવવામાં આવે. એ બહાને સિયા પોતાના વતન ભારત જાય. એણે જુએ. સિયાને ભારત આવવુ નહોતું ગમતું. એના મામા મામી પણ સિયાને મળવા માટે ન્યુજર્સી આવતા,પણ એ ક્યારેય ઇન્ડિયા જતી નહી. એના મતે ઇન્ડિયા એટલે એવો દેશ કે જ્યાં લોકો વિજ્ઞાનની બદલે અંધશ્રદ્ધા માં વધારે વિશ્વાસ કરતા. શિક્ષણની બદલે ધર્મનું કહ્યું વધારે માનતા. કારણકે એને એના દાદી પાસે " વર્ષ 2000 માં ભારત કેવું હતું?? " એ બધું સાંભળ્યું હતું. અને એ પછી એ લોકો ક્યારેય ભારત પાછા ગયા જ નહોતા. એના દાદીએ એને કહ્યું હતું કે ભારતમાં અસ્થી વિસર્જન કરવા માટે કળશને સીધો જ નદીમાં ઠાલવી દેવામાં આવે છે.
સીયાને આ સાંભળીને બહુ ચીડ ચડતી અને એટલે જ એ તરત જ એના દાદીને સવાલ કરતી કે આ તે કેવી પ્રથા?? અા રીતે તો લોકો નદીઓને ગંદી કરી રહ્યા છે. ત્યારે એના દાદી એને સમજાવતા કે આ તો લોકોની શ્રદ્ધા છે. લોકોનું માનવું છે કે આ રીતે અસ્થી વિસર્જન કરવાથી આત્મા સીધી જ સ્વર્ગમાં જાય છે. કારણકે નદી એ તો સાક્ષાત્ દેવીનું રુપ છે. માતા છે. દાદીનો આવો જવાબ સાંભળીને સિયા એમને ફરી સવાલ કરતી કે જો ભારતનાં લોકો નદીને પોતાની માતા માનતા હોય તો પછી એમાં કચરો કેમ નાખે છે?? કોઈ પોતાની જ માતાને ગંદી કેવી રીતે કરી શકે?? તમે જ મને જણાવો કે શું તમે તમારી માતા પર કચરો નાખો ખરા?? એને હાથે કરીને ગંદી બનાવો ખરા?? સિયાના આવા સવાલોનો એની દાદી પાસે કોઈ જવાબ હોતો નથી, એટલે એ મૌન જ રહે છે..
જ્યારે સિયા કાશી પહોંચે છે, ત્યારે અહીંની વ્યવસ્થા જોઈને દંગ રહી જાય છે. કારણકે જેવું એને સાંભળ્યું હોય છે, અહીંની પરિસ્થિતિ એનાથી વિપરીત જ હોય છે. અહીં અસ્થી વિસર્જન એક આર્ટીફિશિયલ કુંડમાં કરવામાં આવતું. પછી એ પાણીનું શું કરવામાં આવતું?? એ જાણવાની એને તાલાવેલી લાગી એટલે એણે તરત જ જે પંડિતજીએ અસ્થી વિસર્જનની વિધિ કરાવી હતી એ પંડિતજીને પૂછ્યું. એટલે એ પંડિતજી એ એને કહ્યું કે, " ये सब कुछ तुम देख रही हो ना बिटिया, वो new india है।। इस कुंडके पानी का उपयोग खेती में होता है।। "
"क्या ये व्यवस्था पहले से ही है?? "
" नहीं।। पहले ऐसा नहीं होता था।। पहले तो अस्थि विसर्जन सीधा नदी में ही होता था।। "
" तो फिर ये?? अब क्यों इस तरह से?? "
" ये सब कमाल भारत के अभी के राष्ट्रपति श्रीमती भूमिजा रादडिया का है।। "
" भूमिजा रादडिया!! नाम तो सुना है।। न्यूजर्सी और specially हमारे समाज में उनका नाम बहोत ही आदर से लिया जाता है।। क्या आप मुझे उनके बारे मै और उनके कामों के बारे मै एवम् new भारत के बारे मै कुछ और बता सकते है?? "
" उनके बारे मै ज्यादा जानना हो तो आपको उनके वतन गुजरात जाना पड़ेगा।। मै तो सिर्फ इतना ही बता शकता हूं कि जब वे भारत के गृहमंत्री थे, तब से देशमे बदलाव की शुरुआत हुई थी।। और आज अपना भारत विकासशील राष्ट्र में से विकसित राष्ट्र बन चुका है।। "
" गुजरात!! वहा तो में जाने वाली हूं।। क्योंकि वो मेरा भी वतन है।। आप का आभार।। आपकी दक्षिणा?? "
" कुछ भी नहीं।। क्योंकि मुझे सरकार से सैलरी मिलती हैं।। "
फिर भी ये 101₹ मेरी तरफ से।। जय श्री कृष्णा।। "
" JSK।। "
" JSK।। Very nice।। "
(( 2 દિવસ પછી ))
(( સ્થળ:- રાજકોટ ))
સિયા એના મામાના ઘરે આવે છે. એના મામા તેજસ પટેલ પોતે એક પોલિટિશિયન છે અને ગુજરાતના રાજકારણમાં બહુ મોટું માથું છે. તેજસ પટેલ તો ઘરે હોતા નથી. એ કોઈ કામથી હમણાં ગાંધીનગર ગયા હોય છે. એટલે એના મામાની દીકરી કેયા તથા દીકરા કુશ સાથે રાજકોટમાં ફરવા નીકળે છે.
સિયા, " આપને ક્યાં ફરવા જવાના છે?? "
કેયા, " We have lots of places for visit. Tell me what you like to watch?? "
સિયા, " I want to watch some historical places like palace. "
કુશ, " That's nice idia. I think we should go to Ranjit Vilas Palace. I hope you enjoy. "
સિયા, "yaa!! but આપને ત્યાં જઈશું કેવી રીતે?? "
કુશ, " કેવી રીતે મતલબ!! ત્યાં પહોંચવા માટે ઘણા બધા ઓપ્શન છે like that By car, By metro, By underground train and air train also. "
સિયા, " air train!! in India?? are you joking with me?? "
કુશ, " No!! we are not a joking. "
સિયા, " ok than!! it's decided. we reach there by air train. because I want to see it. "
સિયા, કેયા અને કુશ ત્રણેય air station પહોંચે છે. ત્યાં કેયા અને કુશ પોતાની હથેળી સ્કેન કરાવે છે અને પ્લાસ્ટિક મની વડે સિયાની ટિકિટ લે છે. આ જોઈ સિયા સરપ્રાઈઝ થઈ જાય છે અને તરત જ પોતાના કઝિન્સને પૂછે છે કે " તમે લોકોએ આ શું કર્યું?? "
કેયા, " ટિકિટના પૈસા આપ્યા!! "
સિયા, " આવી રીતે?? "
કુશ, " હા!! આ અહીંની લેટેસ્ટ ટેકનોલોજી છે. જેમ તમે લોકો કાર્ડ સ્કેન કરો છો, તેવી જ રીતે અમે લોકો અમારી હથેળી સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. "
સિયા, " આટલી લેટેસ્ટ ટેકનોલોજી?? આવી ટેકનોલોજી તો અમારે ન્યૂજર્સીમાં પણ નથી!! "
કેયા, " ન્યૂજર્સી તો શું, પૂરા વર્લ્ડમાં ક્યાંય નથી. because આ ટેકનોલોજી અમારી સરકારે બહાર જવા જ નથી દીધી. "
સિયા, " એમ?? બીજી કઈ કઈ ટેકનોલોજી છે જેના વિશે દુનિયા જાણતી જ નથી?? "
કુશ, " એના વિશે વિસ્તારથી તને પપ્પા જ જણાવશે. અત્યારે તો તું ચાલ!! ટ્રેનનો સમય થઈ ગયો છે. "
આમ, વાતો કરતા કરતા સિયા, કેયા અને કુશ ત્રણેય air trainમાં બેસીને રણજીત વિલાસ પેલેસ પહોંચે છે. આખા રસ્તે સિયા એ જ વિચારતી હોય છે કે," આ ભારત તો બિલકુલ એવું નથી, જેના વિશે મે દાદી પાસે સાંભળ્યું હોય છે. આ તો અમારા U.S.Aને પણ ટક્કર મારે એવું ભારત છે. એવું ભારત, જેની વિરુદ્ધ જવાની અન્ય કોઈ દેશની હિંમત નથી. જો ઇન્ડિયા આટલું જ developed છે તો દાદીએ મને એવા ભારત વિશે કેમ જણાવ્યું કે જે ગંદુ અને પ્રદૂષિત હોય!! ખેર!! જે હોય એ. પણ હું મારા દરેક સવાલોના જવાબ મેળવીને રહીશ!! અને મને મારા સવાલોનો જવાબ માત્ર ને માત્ર મારા તેજસ મામા જ આપી શકે છે. "
આખો દિવસ ત્રણેય ભાઈ-બહેન હરે-ફરે છે. અને પછી સાંજે ઘરે પાછા આવે છે. ઘરે આવતાની સાથે જ સિયા એના તેજસ મામાને જોઈને બહુ જ ખુશ થઇ જાય છે. કારણકે એક તો એના મામા એના દિલની નજીક છે અને બીજું કે એને હવે નવી-નવી ટેકનોલોજી અને આ ન્યૂ ઇન્ડિયા વિશે જાણવા મળશે. સિયા એના મામાને જોઈને તરત જ એમને ભેટી પડે છે. તેજસ પટેલ પણ પોતાની લાડકી ભાણીને જોઈને ઘણા ખુશ થાય છે. અને ખુશ થાય પણ કેમ નહિ?? એમની ભાણી આજે પહેલીવાર ભારત આવી છે
તેજસ, " Hy Sweetheart!! "
સિયા, " Hy Naughty!! Sorry sorry. Hy Mama. "
તેજસ, " કેવી રહી તારી સફર?? "
સિયા, " એકદમ સુંદર અને રોમાંચક પણ!! "
" કેવું લાગ્યું તને અમારું ભારત અને specially રાજકોટ?? "
" એકદમ આહલાદક. મે ઘણી નવી ટેકનોલોજી જોઈ, જે U.S.A તો શું, પૂરી દુનિયામાં બીજે ક્યાંય નથી. "
" હજુ તો તે થોડુક જ જોયું છે. હજુ ઘણું બાકી છે. "
" બાકી રહી છે એના વિશે તમે જણાવી દો!! "😉😉😉😉
" અત્યારે નહીં. રાત્રે જમ્યા પછી. અત્યારે તો મારે ગુજરાતના મુખ્યમંત્રી શાહિદ શૈખ સાથે વાત કરવાની છે. અમે લોકો આવતા અઠવાડિયે એક નવી કૉલેજનું ઓપનિંગ કરવાના છે. જે ગુરુકુળ સિસ્ટમ અને તમારા U.S.A ની યુનિવર્સિટી ના combinationના તર્જ પર કામ કરશે. "
" મતલબ?? "
" મતલબ એમ કે એ કૉલેજમાં ભણનારા દરેક વિદ્યાર્થી ગુરુકુળની જેમ જ વનમાં રહીને ભણશે તેમજ તમારી યુનિવર્સિટીઓની જેમ જ એ લોકોને ત્યાં જંગલોમાં જ video conferenceથી ભણાવાશે. અને એ પણ એ જ વિષય, કે જેમાં એ લોકોને રુચિ હોય!! "
" Video conference!! અને એ પણ જંગલોમાં?? How is it possible?? "
" Everything is possible with ideas. and you know આ આઇડિયા Mrs. Radadiyaનો છે. "
" Mrs. Radadiya!! You mean to say that president of India?? "
" yes. present president of India. "
" તો please મને પૂરી વાત જણાવોને!! "
" કહ્યું ને કે અત્યારે નહીં. "
" OK. " ☹️☹️☹️☹️
આમ કહી તેજસ પટેલ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને સિયા એની મામી સાથે એમની મદદ કરવા માટે રસોડામાં જતી રહે છે.
તેજસ પટેલ પોતાના બંને બાળકો તથા ભાણી સાથે ઘરનાં ગાર્ડનમાં બેઠા હોય છે. શિયાળો હોવાથી ઠંડીનું પ્રમાણ પણ સારું એવું હોય છે. ઠંડીની અસર સિયા પર નથી થતી કારણકે આટલી ઠંડી તો સિયા માટે નોર્મલ છે. પણ કુશ અને કેયાને તો ઠંડી ઘણી લાગે છે. એટલે જ એ પોતાના પિતાને ઘરની અંદર બેસવા માટે કહે છે. તેજસ પણ પોતાના બાળકોની વાત સાથે સહમત થાય છે અને ચારેય જણ ઘરની અંદર જતા રહે છે. કેયા અને કુશને બીજે દિવસે સવારે જલદી કૉલેજ જવાનું હોવાથી એ બન્ને સુવા માટે ચાલ્યા જાય છે. અને એમ પણ!! એ બંનેને તો બધું ખબર જ હોય છે. અને ત્યારબાદ શરૂ થાય છે કહાણી મિશન 2075ની. 👍👍👍👍
તેજસ, " હવે બોલ દીકરા!! તારે શું જાણવું છે?? "
સિયા, " બધું જ!! ભુમિજા રાદડિયા વિશે, ન્યૂ ઇન્ડિયા વિશે, દાદીએ જે ઈન્ડિયાનું વર્ણન કર્યું હતું, આ ભારતતો એવું છે જ નહીં. આ તો એકદમ અલગ જ છે. અહીંયા ના તો ભ્રષ્ટાચાર છે, ના તો ગંદકી છે. અહીંયા તો બધું વ્યવસ્થિત છે. અહીંની વ્યવસ્થા પણ ઘણી સારી છે. અહીંની ટેકનોલોજી પણ લેટેસ્ટ છે. "
તેજસ, " હા!! ટેકનોલોજી તો લેટેસ્ટ છે જ! એ ઉપરાંત અહીંનો વહીવટ પણ પારદર્શક છે. "
સિયા, " That's correct મામા. but I want to know how it's happened?? "
તેજસ, " OK. I will tell you everything. So let's start the journey of Mission 2075. "
સિયા, " Mission 2075!! મતલબ?? "
તેજસ, " મતલબ એ જ કે આ જે કોઈ પણ બદલાવ તથા ટેકનોલોજી તું જોઈ રહી છું, એનું અમે લોકોએ નામ આપ્યું હતું ન્યૂ ઇન્ડિયા :- Mission 2075. "
સિયા, " તમે લોકો એટલે?? "
તેજસ, " અમે લોકો એટલે હું, શ્રીમતી રાદડિયા અને પ્રધાનમંત્રીશ્રી અલ્પેશ પટેલ. "
સિયા, " પણ પ્રધાનમંત્રી તો જયન મેવાણી છે ને?? "
તેજસ, " એ તો અત્યારના P.M. છે. હું ત્યારના P.M. ની વાત કરું છું જ્યારે આ મિશનની શરૂઆત થઇ હતી. "
સિયા, " મતલબ?? "
તેજસ, " તને બધું આપોઆપ સમજાઈ જશે, જ્યારે તું બધી હકીકતથી વાકેફ થઇ જઈશ. "
😊😊😊😊
(( 45 વર્ષ પહેલા ))
(( વર્ષ :- 2030 ))
છેલ્લા 10 વર્ષથી ભારત પર માત્ર એક જ વ્યક્તિની હુકુમત ચાલતી હતી. લોકોએ જેને મસીહા માન્યો હતો એ જ એમનો ભક્ષક બની ગયો હતો. જે કોઈ પણ એનો વિરોધ કરે એ તમામને એ રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહના ગુનાહ હેઠળ જેલમાં પૂરી દેતો. એ વ્યક્તિ એટલે ત્યારના પ્રધાનમંત્રી. ધીરે ધીરે કરીને દેશની તમામ ધરોહરોને એમને વિદેશી કંપનીઓને વેચી દીધી. સરકારી કંપનીઓને પણ મોટા મોટા ઉદ્યોગપતિઓને 0%નાં વ્યાજ પર ભાડે આપી દીધી હતી. સ્વતંત્રતાનાં નામ પર ગુલામ બનાવી દીધા હતા દેશનાં લોકોને. એ સમય ભારતનાં રાજકારણ માટે કલંકિત કહી શકાય એવો હતો. અને આ ગુલામીમાંથી લોકોને બહાર લાવવાનું બીડું ઝડપ્યું ભુમિજા રાદડિયાએ. ભુમિજા મારી સારી મિત્ર હતી. અને હું તો મારા વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં હતો. પરંતુ એ તો સામાન્ય છોકરી હતી. પોતાનું ભણવાનું પૂરું કરીને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી નોકરી કરતી હતી. વર્ષની 60-70 લાખ રૂપિયા પગાર હતો, વર્ષ દરમિયાન 5-7 વિદેશ ટુર. એની પાસે બધું જ હતું પણ એના મનને શાંતિ નહોતી. કારણકે ભુમિજા પોતે દરેક ધર્મનો આદર કરતી. પરંતુ એ સમયે દેશનાં વડાપ્રધાને દેશનાં ધર્મ અને જ્ઞાતિનાં નામ પર ભાગલા પાડી દીધા હતા. એટલે આ બધું જોઈને એણે બહુ ગુસ્સો આવતો. પણ એ કઈ કરી શકતી નહીં. કારણકે એનો જ પરિવાર સત્તાધારી પક્ષનો બહુ મોટો સમર્થક હતો. પણ એના જીવનમાં બદલાવ ત્યારે આવ્યો, જ્યારે એના લગ્ન ગ્રંથ રાદડિયા સાથે થયા. આમ એ ભુમિજા પટેલમાંથી ભુમિજા રાદડિયા બની. હું, ભુમિજા અને ગ્રંથ અમે ત્રણેય સારા મિત્રો હતા. એટલે અમારી વિચારસરણી પણ એક જેવી જ હતી. ગ્રંથ પણ બધી પરિસ્થિતિથી વાકેફ હતો એટલે એને ભુમિજાની મુલાકાત અલ્પેશ પટેલ સાથે કરાવી. જે પોતે એક સારા વકીલ તેમજ ખ્યાતનામ આંદોલનકારી હતા. ગ્રંથનો પોતાનો બિઝનેસ હતો. એટલે એ પ્રત્યક્ષ રીતે અમારા મિશનમાં જોડાઈ શકતો નહોતો પણ પરોક્ષ રીતે એને અમને ઘણી મદદ કરી.
ભુમિજાએ એની સ્ટ્રેટેજી અમારી સાથે શેર કરી. એનું કામ હતું યોજના બનવાનું અને અમારું કામ હતું એ યોજનાને અમલમાં મૂકવાનું. સૌથી પહેલાં તો એણે સમગ્ર દેશમાંથી આંદોલનકારીઓને ભેગા કર્યા. ત્યાર બાદ 20 જેટલા હેકર્સની ટીમ બનાવી. એ હેકર્સનું કામ હતું, પ્રધાનમંત્રી તથા તેમના વિશ્વાસુ લોકોના ફોન ટેપિંગ કરવાનું. એ ઉપરાંત 100 થી 150 લોકો એવા પસંદ કર્યા કે જે સત્તાધારી પક્ષમાં " દૂધમાં સાકર ભળે " તેમ ભળી જાય. જેથી કરીને સમય આવ્યે અમને લોકોને જે માહિતી જોઈતી હોય એ માહિતી એ લોકો લાવી આપે. આ કામ 5 વર્ષ સુધી ચાલ્યું. આ 5 વર્ષમાં એ લોકોમાંથી કેટલાક જિલ્લા અધ્યક્ષ તો કેટલાક પ્રદેશ અધ્યક્ષ બની ચૂક્યા હતા. તો કેટલાક લોકો MP, MLA સુધી પહોંચી ગયા હતા. અરે!! એક વ્યક્તિતો પ્રધાનમંત્રીનો જમણો હાથ બની ગયો હતો. અને આ 5 વર્ષમાં અમારી પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ હતી. એટલે પછી અમે લોકોએ શરૂઆત કરી એક મિશનની, જેને નામ આપવામાં આવ્યું, " ન્યૂ ઇન્ડિયા :- Mission2075 "
અમે લોકોએ એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી, જેનું નામ હતું, " રાષ્ટ્રીય આમ જનતા સમિતિ (( RAJS )) " એના થકી ચૂંટણી લડવાની શરૂઆત કરી ગુજરાતથી. પ્રધાનમંત્રી આ ચૂંટણીમાં દખલ ના કરે એટલા માટે એમને અન્ય રાજ્યોમાં વ્યસ્ત રાખવા માટે થઈને જે તે રાજ્યોના આંદોલનકારીઓને પહેલેથી જ જણાવવામાં આવ્યું હતું. એટલે જ્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો એ સમય દરમિયાન ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમા અમારા સાથીઓ એ રાજ્યોની સરકારોને પાડવાનાં પ્રયત્નો કરી રહ્યા હતા. અને જ્યારે ગુજરાતમાં ચૂંટણી પતી ત્યારે એ બન્ને રાજ્યોમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું હતું. 😁😁😁😁 આ જ રીતે અમે લોકોએ એક પછી એક ભારતનાં ઘણા બધા રાજ્યોમાં અમારી સરકાર બનાવી દીધી હતી. અને અમારી સરકાર જ્યાં નહોતી બની ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું હતું. પણ!! હજુ પણ પરિસ્થિતિ અમારા હાથમાં નહોતી. કારણકે કેન્દ્રમાં હજુ પણ સરકાર નહોતી બદલાઈ તેમજ રાષ્ટ્રપતિ પણ સતાધારી પક્ષની કઠપૂતળી હતા. એટલે હવે અમારે લોકોએ સૌથી મોટી લડાઈ લડવાની પણ હતી અને જીતવાની પણ હતી. 2038નું વર્ષ ચાલી રહ્યું હતું. 2039ના May મહિનામાં લોકસભાની ચૂંટણી આવવાની હતી. આ ચૂંટણી અમારે કોઇ પણ ભોગે જીતવી પડે એમ હતી. એટલે ભૂમીજાએ સૌથી પહેલા સત્તાધારી પક્ષના શકુનિ કહી શકાય એવા વ્યક્તિનાં દરેક કાળા કામોને જનતાની સામે ઉજાગર કર્યા. અને એ વિદેશ ભાગી જાય એ પહેલાં જ દેશની સર્વોચ્ચ અદાલતે એને જેલમાં પૂરવાનો તથા એના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો. 2039 માં જ્યારે ચૂંટણી આવી, ત્યાં સુધીમાં અમે લોકો સત્તાધારી પક્ષનો બધો જ ભ્રષ્ટાચાર તથા દરેક સ્કેમ પુરાવા સહિત જનતાની સામે લઈ આવ્યા. અને એટલે જ ચૂંટણીના પરિણામ ભુમિજાના ધાર્યા પ્રમાણે જ આવ્યા. દેશમાં એક નવી સરકાર રચાઈ. જેના પ્રધાનમંત્રી બન્યા અલ્પેશ પટેલ તથા ગૃહમંત્રી બન્યા ભુમિજા રાદડિયા પોતે. જ્યારે અમારી સરકાર સત્તા પર આવી ત્યારે દેશ પર અબજો રૂપિયાનું દેવું હતું. અને અમારી સૌથી મોટી સમસ્યા જ આ હતી કે આમાંથી બહાર કેમનું આવવુ?? એક તરફ આ સમસ્યા હતી તો બીજી તરફ સરહદ પર ચીન અને પાકિસ્તાન મુશ્કેલીનું કારણ બની રહ્યા હતા. આઝાદીના 100 વર્ષ પૂરા થવામાં 8 જ વર્ષ બાકી હતા. આવા સમયે ભુમિજાએ અલ્પેશ પટેલ તથા સૈન્યના CDS મેજર સિમરન કૌર સંધુ સાથે મળીને એક એવો નિર્ણય લીધો કે જેના કારણે આજે પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતનો જ એક ભાગ છે.
પહેલી સમસ્યાના નિવારણ માટે દેશમાં જેટલા પણ ઉધોગપતિઓની જેટલી પણ લોન બાકી હતી તે બધી લોન એમના પાસે યુદ્ધના ધોરણે ભરાવી. ખેતીને પહેલું પ્રાધાન્ય આપ્યું. ખેડૂતોના તમામ દેવા માફ કર્યા. ટેક્સ માટે નવા માળખાની રચના કરી. દેશનું દેવું તો ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. પણ ચીન & પાકિસ્તાનનો કોઈ હલ મળતો નહોતો. એવા સમયે અમારી મદદે આવ્યા વૈજ્ઞાનિક એવા ડૉ. શ્રીનિવાસન.
ડૉ. શ્રીનિવાસન એક ખ્યાતનામ વૈજ્ઞાનિક હતા. એમને એક એવી શોધ કરી હતી, જેના ઉપયોગથી હજારો કિલોમીટર દૂર રહેલા કોઈ પણ બિલ્ડિંગને મિનિટના છઠ્ઠા ભાગમાં ધ્વસ્ત કરી શકો અને કોઈને ખબર પણ ના પડે. એ બિલ્ડિંગની આસપાસના લોકોને તો એવું જ લાગે કે જાણે ધરતીકંપ આવ્યો!!
આ બોંબ પરમાણુ બોંબ કરતા પણ વધારે ખતરનાક સાબિત થયો. અને એનું નામ હતું, " ડિસ્ટન્સ બોંબ " અસલમાં એ બોંબ નહોતો,પણ એક મશીન હતું, જેમાં કમ્પ્યુટરની જેમ જ કામ થતું. જે બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની હોય એનું એક્ઝેટ લોકેશન એમાં સેટ કરો. ત્યારબાદ એ મશીનને યોગ્ય દિશામાં સેટ કરો. અને જ્યારે બન્ને પરફેક્ટ રીતે સેટ થઇ જાય એટલે એ પછી એને કમાંડ આપી દો. એટલે મિનિટના છઠ્ઠા ભાગમાં એ બિલ્ડિંગ ધ્વસ્ત થવાના સમાચાર તમને મળી જાય.
14 ઓગસ્ટ,2046નાં રોજ જ્યારે સમગ્ર પાકિસ્તાન એની સ્વતંત્રતાનો જશ્ન મનાવી રહ્યું હતું ત્યારે અમે લોકો પાકિસ્તાનના તમામ પરમાણુ મથકોને ધ્વસ્ત કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા. અને એ રાત્રે જ અમે લોકોએ પાકિસ્તાન પર " Atomic Strike " કરી. બીજા દિવસના એટલે કે 15મી ઓગસ્ટનાં મુખ્ય સમાચાર આ પ્રમાણે હતા, " પાકિસ્તાનમાં આવેલા ભયંકર ધરતીકંપને કારણે ત્યાંના તમામ પરમાણુ મથકો ધ્વસ્ત. આ ઘટનાને પગલે જે તે વિસ્તારમાં ભારી માત્રામાં રેડિયેશન ફેલાયું. જેને કારણે મુત્યુઆંક 5 લાખને પાર. બાકી લોકો પર પણ રેડિયેશનની અસર ખતરનાક સાબિત થઈ રહી છે. કુદરત સામે સમગ્ર પાકિસ્તાન લાચાર. "
આ ઘટનાને પગલે સમગ્ર દુનિયા સ્તબ્ધ થઇ ગઈ હતી. અને આ જ યોગ્ય સમય હતો પાકિસ્તાનને જીતવાનો. પરંતુ અહી પણ એક પ્રોબ્લેમ ઊભો હતો. જો પાકિસ્તાન સાથે યુધ્ધ કરવાનું થાય, તો પૂર્વીય સરહદ પર ચીન ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે એમ હતું. અને એનો એક જ ઉપાય હતો. જો ચીનના અર્થતંત્રને નુકશાન પહોંચાડવમાં આવે તો અને તો જ એ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં દખલ ના કરે. અને એટલે જ ભુમિજાએ ચીનમાં વસતા તમામ નાના મોટા ભારતીય ઉધોગપતિઓને પોતાના સામ્રાજ્યને સંકેલી લેવાનો આદેશ આપ્યો. અને એ લોકોએ ભુમિજાની વાત માનવી પડી. કારણકે એ લોકો સારી રીતે જાણતા હતા કે જો એ લોકો ગૃહમંત્રીની વાત નહિ માને તો પછી એ લોકો ક્યારેય ભારત પાછા નહી આવી શકે.
અને ત્યારબાદ ભુમિજાએ ઇન્ડિયામાં Import થતી ચીની કંપનીઓની દરેક પ્રોડક્ટ્સ પર રોક લગાવી દીધી. આમ એક તરફથી જ નહીં પણ બંને તરફથી ચીનના અર્થતંત્રની કમર તોડીને એને પાણીમાં બેસાડી દીધું. જેથી કરીને એ ભારત માટે ફરી ક્યારેય મુશ્કેલીઓ ઉભી ના કરે!!
અને ત્યારબાદ CDS મેજર સિમરન કૌર સંધુ સાથે મળીને સૈન્યની ત્રણેય પાંખનાં વડાને આદેશ આપ્યો, " મિશન અખંડ ભારત "ને પૂરું કરવાનો. ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું કે જ્યારે એને યુધ્ધની શરૂઆત કરી હોય. બાકી અત્યાર સુધી તો એમ જ થતું આવતું હતું કે જ્યાં સુધી કોઈ અન્ય દેશ ભારત પર હુમલો ના કરે ત્યાં સુધી તો ભારત શાંત જ રહેતું. ડિસેમ્બર 2046નો એ સમય હતો. કાશ્મીર,લેહ લદ્દાખમાં ઠંડીનું પ્રમાણ વધારે હતું. કેટલીક જગ્યાએ ભારી માત્રામાં બરફ પડતો હતો. તેમ છતાં પણ ભારતીય સૈન્યએ આ મિશનને પાર પાડ્યું. માત્ર 11 જ કલાકમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાનને જીતી લીધું. અને એમ પણ!! પાકિસ્તાન તો પહેલેથી જ બરબાદ થઈ ગયું હતું. એટલે કોઈ વાંધો જ ના આવ્યો.
આ ઘટનાને પગલે બાંગ્લાદેશે પણ ભારત સાથે રાજીખુશીથી જોડાણ કરીને ડહાપણનું પગલું ભર્યું. ભારત સાથે પાકિસ્તાન તથા બાંગ્લાદેશના જોડાણને પગલે દુનિયાને એ સંદેશ મળી ગયો કે કે જો ભારતનું ખોટું કરવાનો વિચાર પણ કોઈના મનમાં આવશે, એ પહેલાં જ એના અસ્તિત્વને આ પૃથ્વી પરથી મીટાવી દેવામાં આવશે.🤨🤨🤨🤨 વિશ્વનાં દેશોને ભારત તરફથી આવો સંદેશો મળતા જગત જમાદાર ગણાતા અમેરિકાએ પણ ભારતના મેસેજને સિરિયસલી લઈને ત્યારના અમેરિકાના પ્રેસિડેન્ટ મિ. સ્ટેનફોર્ડએ ભારત સાથે તેમજ ભારતના મિત્ર દેશ રશિયા સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો. ઇઝરાયેલ અને જાપાન તો પહેલેથી જ ભારત તરફી હતા. ચીનની બરબાદી પછી જાપાને ભારત સાથેની મિત્રતા વધારે ગાઢ અને અતૂટ બનાવી દીધી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ચીનનો વિટો પાવર ચીનની બરબાદી તથા ભારતની પ્રગતિ જોતા ચીન પાસેથી લઈને ભારતને સોંપવામાં આવ્યો.
100 વર્ષ પછી ફરી એકવાર અખંડ ભારતનું નિર્માણ થયું. ત્યારબાદ પાકિસ્તાનનાં જેટલા પણ રેડિયેશનગ્રસ્ત લોકો હતા, એ તમામને રાજસ્થાનના રણમાં બનેલી આધુનિક હોસ્પિટલમાં મોકલીને ત્યાં એમની સારવાર શરૂ કરવામાં આવી. ભારતવિરોધી હોય એવા તમામ લોકોને આંદામાન ટાપુ પરની જેલમાં મોકલી દેવામાં આવ્યા. આમ એક જ તીરથી ભારત સરકારે એના તમામ વિરોધીઓનો નાશ કરીને દક્ષિણ એશિયામાં પોતાનું વર્ચસ્વ મજબૂત કરી દીધું.
વર્ષ 2047માં જ્યારે સમગ્ર અખંડ ભારત આઝાદીના 100 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યુ હતુ ત્યારે શ્રીમતી રાદડિયાએ એક ક્રાંતિકારી પગલું ભર્યું ભારત સરકારના શિક્ષણમંત્રી મિ.નાસીર અલી સૈયદ સાથે મળીને. દેશની તમામ યુનિવર્સિટીઓને એક જ યુનિવર્સિટીની છત્રછાયા હેઠળ લાવીને આખા દેશમાં સમાન શિક્ષણનો પાયો નાખ્યો. અને શિક્ષણ માળખું મજબૂત બનાવ્યું. એ હેડ યુનિવર્સિટી ને નામ આપ્યું, " ભારત યુનિવર્સિટી "
એ પછી બીજું કામ કર્યું ભારતનાં ન્યાયતંત્રના માળખામાં બદલાવ લાવવાનું. અને એ જ વર્ષે ભારતનાં ન્યાયતંત્રના માળખાને ચાર વિભાગમાં વહેચી દીધું કાનુનમંત્રી રચના ધાત્રકે. એમને ન્યાયતંત્રનું માળખું એ પ્રમાણે બનાવ્યું, જેથી કરીને વર્ષોથી pending રહેલાં કેસોનો પણ જલ્દીથી ચુકાદો આવવા લાગ્યો. તેમજ ભવિષ્યમાં પણ ફરી ક્યારેય કેસનો ભરાવો ન થાય એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. એ ઉપરાંત " કોઈ પણ કેસ નો ચુકાદો 1 મહિનાની અંદર જ આવી જાય "તેની પણ જોગવાઈ કરવામાં આવી. ન્યાયતંત્રનું માળખું કંઇક આ પ્રમાણે હતું;;
((1)) સામાન્ય ગુનાહ, ફોજદારી કેસ :- સેશન્સ કોર્ટ
((2)) ચોરી, લૂંટફાટ, સામાન્ય એક્સિડન્ટ :- ડિસ્ટ્રીક કોર્ટ
((3)) ફ્રોડ,હત્યા, હિટ એન્ડ રન જેવા કેસ :- હાઈ કોર્ટ
((4)) રેપ, ગેંગરેપ, સ્કેમ, રેર ઓફ ધ રેરેસ્ટ કેસ :- સુપ્રીમ કોર્ટ
અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત કરવા માટે થઇને વિદેશમંત્રી આર. કુમારનના સહયોગથી એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ભારતનાં બુદ્ધિધનને બહાર જતું રોકવા માટે બધા જ વિદ્યાર્થીઓ માટે એક કાયદો બનાવી દેવામાં આવ્યો કે " દરેક વિદ્યાર્થી એ પોતાના ભણતર પછી ફરજિયાતપણે 2વર્ષ સુધી અહીં ભારત દેશમાં જ રહીને નોકરી કરવી. " આ કાનૂનનો થોડા સમય સુધી વિરોધ થયો. પણ જ્યારે ભુમિજા ખુદ લોકોને સમજાવવા માટે થઇને લોકોની વચ્ચે ગઈ, ત્યારે પ્રજાએ પણ આ કાયદાને દિલથી સ્વીકારવો પડ્યો. અને તેથી જ આ કાનૂનનું પોઝિટિવ પરિણામ એ આવ્યું કે આજે વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં 75% ઘટાડો થઈ ગયો.
અને રહી વાત ટેકનોલોજીની, તો એ દરેક ટેકનોલોજી લેટેસ્ટ છે અને જે કોઈ પણ વ્યક્તિએ આ ટેકનોલોજી વિકસાવી, એ તમામ પાસે કરાર કરાવી લેવામાં આવ્યો ભારત સરકાર તરફથી કે એ લોકો 2075 પહેલા આ ટેકનોલોજી અન્ય દેશોમાં વેચી નહી શકે. 2075નું વર્ષ પસંદ કરવાનું કારણ એટલું જ કે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મને 200 વર્ષ પૂરા થાય છે. અને ભુમિજા " જે રીતે સરદારે 562 રજવાડાઓને ભેગા કરીને ભારત બનાવ્યું હતું " એ જ રીતે જ્ઞાતિ અને ધર્મના આધારે વહેચાયેલા ભારતને એક કરીને સરદારનું સ્વપ્ન પૂરું કરવા માંગે છે. અને આ કામમાં પ્રધાનમંત્રી અલ્પેશ પટેલ, શિક્ષણમંત્રી નાસીર અલી સૈયદ, કાનુનમંત્રી રચના ધાત્રક, રક્ષામંત્રી મેજર માન્યતા કૌર અરોરા, વિદેશમંત્રી આર. કુમારન, નાણામંત્રી ડૉ. કૃષ્ણકુમાર તેમજ કેબિનેટના અન્ય તમામ મંત્રીશ્રી તથા દરેક રાજ્યના મુખ્યમંત્રીઓએ ગૃહમંત્રી ભુમિજા રાદડિયાનો તન-મન-ધનથી સહયોગ કર્યો છે.
આજે દેશમાં પરિસ્થિતિ એવી છે કે દેશના તમામ MP,MLA તથા મંત્રીઓ વર્ષમાં 10મહિનાનો પગાર લે છે. અને બાકીના બે મહિનાનો પગાર "સૈનિક વેલફેર ફંડ"માં તથા "ખેડૂત વેલફેર ફંડ"માં જમા કરાવી દે છે. અમારી સરકાર રચાયાને આજે 36વર્ષ થયાં છે. આ 36વર્ષમાં ભુમિજા રાદડિયાએ 25 વર્ષ સુધી ગૃહમંત્રી તરીકે ભારત સરકારમાં સેવા આપી. જ્યારે એમને ગૃહમંત્રીના પદ પરથી નિવૃત્તિ લીધી ત્યારે પણ જનતા એવું ઈચ્છતી હતી કે એ દેશનાં વડાપ્રધાન બને. પરંતુ એમને અન્ય લોકોને, સ્પેશીયલી દેશનાં યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે તે હેતુથી એમને જનતાની વાતને નકારી. પણ મંત્રીમંડળની જિદ આગળ એમને ઝૂકવું પડયું. અને 5વર્ષ સુધી રાજકારણથી સમગ્રપણે દૂર રહ્યા બાદ છેલ્લાં 6 વર્ષથી દેશનાં રાષ્ટ્રપતિ પદનો ભાર સંભાળી રહ્યા છે.
"ગુરુકુળ કૉલેજ"નો ખ્યાલ પણ ભુમિજા રાદડિયાનો જ છે. બન્યું એવું હતું કે વર્ષ 2055 માં જ્યારે ચીનને પૂરી રીતે ખોખલું કરી દીધું હતું ત્યારે ભારતે ભૂટાન તથા હોંગકોંગને જાપાનની મદદથી ચીનની ગુલામીમાંથી આઝાદ કરાવી દેવામાં આવ્યા. એ વખતે ભૂટાનનાં બૌદ્ધ મઠોમાંથી પ્રાચીનકાળના કેટલાક ગ્રંથો મળી આવ્યા હતા. અને જો એ ગ્રંથોનો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો કેટલીય નવી ટેકનોલોજીનો જન્મ થઈ શકે એમ હતો. એટલે ભુમિજાએ પ્રોફેસર રમણ સાથે મળીને 50લોકોની ટીમ બનાવી. 50 લોકો એવા લીધા કે જેમણે ટેકનોલોજીની સાથે સાથે પ્રાચીન ભાષાઓનું પણ સારું એવું જ્ઞાન હોય. પ્રોફેસર રમણ એમના લીડર હતા. કારણકે એમને એમનું ભણતર પ્રાચીન ભાષાઓમાં લીધું હતું. સાથે સાથે એમને ટેકનોલોજીમાં ડોક્ટરેટ કર્યું હતું. એ લોકોએ 10 જ વર્ષમાં એ ગ્રંથોના કોયડાને ઉકેલી દીધો. અને એના પરિણામે આજે એક એવી ટેકનોલોજી નિર્માણ પામી કે જેની કલ્પના દુનિયાના કોઈ પણ વ્યક્તિએ સ્વપ્નમાં પણ નહી કરી હોય!! અને આ ગ્રંથોના સહારે આજે ભારતનાં તમામ લોકો ટેલીપથીના ઉપયોગથી પોતાના મેસેજ બીજી વ્યક્તિ સુધી કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનના ઉપયોગ વગર માત્ર પોતાના મનનાં સહારે પહોંચાડે છે. જેવી રીતે તમે લોકો એકબીજાનો કોન્ટેક્ટ કરવા માટે ફોનનો ઉપયોગ કરો છો તેવી રીતે. જે રીતે મહાભારતનાં યુધ્ધમાં સંજયે હસ્તિનાપુરમાં બેઠા બેઠા જ કુરુક્ષેત્રના યુધ્ધનું ધૃતરાષ્ટ્રની સામે વર્ણન કર્યું હતું(( આના જ તર્જ પર પ્રોજેક્ટરની શોધ કરવામાં આવી હતી. )), એ જ રીતે ગુરુકુળ કૉલેજના પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓને ભણાવશે. અને આ લોકોને એ માટે સખત તાલીમ આપવામાં આવી છે. એ લોકોને યોગમાં એટલા પારંગત કરવામાં આવ્યા છે કે એ લોકો પોતાની આંખોના સહારે કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી શકે છે.
36 વર્ષનાં કાર્યકાળ દરમિયાન આ સરકારે શહેરોની જગ્યાએ દેશનાં દરેક ગામડાને સ્માર્ટ બનાવ્યું. આજે ગામડાનો કોઈ પણ વ્યક્તિ નોકરી માટે શહેરમાં નથી આવતો. કારણકે એને ત્યાં પોતાના ગામમાં જ સારી એવી રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. પરિણામે શહેરોની ગીચતા ઘટી છે. દેશનાં કેટલાક શહેરોમાં આજે air train ઉપલબ્ધ છે. એ લેટેસ્ટ invention છે. એટલે સિલેક્ટેડ સિટીમાં જ એ ઉપલબ્ધ છે. કારણકે એના પાટાને હવામાં જ બિલ્ડ અપ કરવા બહુ મુશ્કેલ છે. પણ એનો એક ફાયદો એ છે કે જ્યારે ટ્રેન ની અવરજવર નથી હોતી, તેવા સમયે એ પાટા ઓટોમેટિકલી જ ફોલ્ડ થઈ જાય છે. અને જ્યારે કોઈ રૂટ પરના કોઈ પાટામા ખામી હોય ત્યારે એ રૂટ પરની બધી જ ટ્રેનો અોટોમોડમાં જ ટ્રેનમાંથી પ્લેન બની જાય છે. આજે તું ઇન્ડિયાના કોઈ પણ શહેર માં જા. કોઈ પણ એરિયામાં જા. તને ક્યાંય ટ્રાફિક નહી મળે. કારણકે આજે ભારતનાં લોકો પ્રાઇવેટ વ્હિકલસ્ ની બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધુ ઉપયોગ કરે છે. જેને કારણે પ્રદુષણ પણ ઓછું ફેલાય છે, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ પણ ઓછો થાય છે અને એટલે જ પેટ્રોલ ડીઝલનો ભાવ પણ ઘણો ઓછો થઈ ગયો છે. એ ઉપરાંત ગટરોને સાફ કરવા માટે માણસની જગ્યાએ પણ રોબોટ્સ નો ઉપયોગ થાય છે. લોકોનું જીવધોરણ પણ સુધર્યું છે. દેશનાં તમામ નાગરિકોનો આરોગ્ય વીમો ((mediclaims)) સરકાર દ્વારા જ એના જન્મથી જ ઉતારી લેવામાં આવે છે. આજે દેશમાં અનામત પ્રથા સદંતર બંધ કરવામાં આવેલ છે. અમારી સરકાર રચાયાને 15 વર્ષ સુધી અનામત સિસ્ટમની હાજરી હતી, પરંતુ સરકાર રચાયા બાદ તરત જ અનામત સિસ્ટમના ધારાધોરણમાં બદલાવ કરી દેવામાં આવ્યા હતા. અનામત સિસ્ટમ નો લાભ માત્ર ને માત્ર સૈનિકોના બાળકો, વિધવાના બાળકો, દિવ્યાંગો તેમજ આર્થિક રીતે પછાત હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવતો. પરંતુ છેલ્લા 21 વર્ષથી દેશનો દરેક વિદ્યાર્થી પોતાની મહેનતના આધારે જ શિક્ષણ તથા નોકરીમાં પોતાની જગ્યા બનાવે છે તેમજ એમાં બઢતી પણ મેળવે છે. ક્રાઇમ રેટ લગભગ 0% થઈ ગયો છે. જેલમાં રેહનારા સામાન્ય ગુનાહ ના કેદીઓને શિક્ષણ આપીને સુધારી શકાયા છે. દેશમાં જ રહેતા નક્સલવાદીઓ અને ઉગ્રવાદીઓને ભુમિજાએ સમજાવીને પોતાના જ બોડીગાર્ડ બનાવી દીધા. દેશમાં વર્ષોથી ઘર કરી ગયેલા VIP કલ્ચરનો સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે. આજે કોઈ પણ નેતા હોય કે અભિનેતા, એ તને સામાન્ય લોકોની જેમ જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરતા કે મોલ્સમાં ખરીદી કરતા જોવા મળશે. આજે ભારતનાં રહેતા દરેક લોકો પાસે એમનું પોતાનું ઘર છે. unemployment ((બેરોજગારી)) નું પ્રમાણ 0% છે. સરહદ પર પણ આર્મીમાં માણસો ને બદલે રોબોટ્સના ઉપયોગનું કામ પણ ચાલુ જ છે. સ્પેસમાં પણ ભારતે પોતાનું જ એક સ્પેસ વૉર સેન્ટર બનાવી દીધું છે, જેથી કરીને જો કોઈ દેશ ભારત પર હુમલો કરવાની મૂર્ખામી કરે તો એ દેશ પર અવકાશમાંથી જ હુમલો કરી દેવાય. એ સેન્ટર પર પણ રોબોટ્સ 24*7 હાજર રહે છે.
આ વર્ષની 31મી ઓક્ટોબર પછી વિવિધ નવી ટેકનોલોજી અમે લોકો દુનિયા સાથે શૅર કરીશું, ડિસ્ટન્સ બોંબ સિવાય.
(( અત્યારે. વર્ષ :- 2075 ))
તેજસ પટેલ, " કેવું લાગ્યું નવા ભારત વિશે જાણીને?? "
સિયા, " બહુ જ રોમાંચક. ઘણી મજા આવી. 😇😇😇😇 "
તેજસ, " કોઈ પ્રશ્ન છે તારા મનમાં?? "
સિયા, " હા!! "
તેજસ, " તો પૂછ !! "
સિયા, " આટલી કોન્ફિડૅન્શિયલ વાતો તમને કેવી રીતે ખબર?? "
તેજસ, " કારણકે હું "મિશન2075"ની શરૂઆતથી જ ભુમિજા તથા અલ્પેશ ભાઈની સાથે એ લોકોનો પડછાયો બનીને રહ્યો છું. નિર્ણય કોઈ પણ હોય, ગમ્મે તેટલો મહત્વનો હોય એ બન્ને મારી સાથે ચર્ચા કરીને પછી જ આગળ વધતાં. " 🙂🙂🙂🙂
સિયા, " તમે ત્રણેય ઘણા સારા મિત્રો લાગો છો. એમ ને?? "
તેજસ, " અમે ત્રણેય નહિ, અમે ચારેય. તું ગ્રંથને ભૂલી રહી છે. "
સિયા, " ઓહ! yes!! શું ગ્રંથ અંકલ અને ભુમિજા આંટીના લવ મેરેજ છે?? "
તેજસ, " એ વાત હું તને પછી ક્યારેક કહીશ. અત્યારે નહીં. હું, ભુમિજા અને ગ્રંથ અમે ત્રણેય પ્રસંગોપાત મળતા જ રહીએ છીએ. "
સિયા, " કેમ ત્રણ જ?? અલ્પેશ અંકલ નહી?? "
તેજસ, " અલ્પેશ ભાઈનું તો બે વર્ષ પહેલાં 2073માં જ મૃત્યુ થઈ ગયું છે. એમના મૃત્યુ પર ભુમિજા સૌથી વધુ રડી હતી. કારણકે એ દિવસે ભુમિજાએ પોતાના રાજકીય ગુરુ તો ગુમાવ્યા જ હતા. પણ સાથે સાથે એક ભાઈ અને સૌથી વધુ તો એક સારા મિત્ર ગુમાવ્યા હતા. 😢😢😢😢 "
સિયા, " ઓહ!! ભગવાન એમની આત્માને શાંતિ આપે. "
તેજસ. " ચાલ!! હવે તું સૂઈ જા. સવાર પડવા આવી. "
સિયા, " Good Night!! અને હા!! તમારી બેનને ફોન કરીને જણાવી દેજો કે હવે હું અહીં ઇન્ડિયામાં જ રહેવાની છું. "
તેજસ, " ખરેખર?? 😲😲😲😲 "
સિયા, " હાં!! Because I Love My India. 😍😍 "
ત્યાં જ તેજસ પટેલનો ફોન રણકી ઊઠે છે. ફોન જોતા જ ખબર પડે છે કે ગુજરાતના મુખ્યમંત્રી શાહિદ શૈખનો ફોન હોય છે. તેજસને અચરજ તો થાય છે. પરંતુ એ તરત જ ફોન રીસિવ કરે છે. ફોન પર કંઇક વાત કરી ફોન મૂકી દે છે અને ત્યારબાદ તરત જ પોતાની પત્નીને ઉઠાડીને જણાવે છે કે એ અત્યારે જ ગાંધીનગર જવા માટે નીકળી રહ્યો છે. આ દોડાદોડી જોઈને સીયાને આશ્ચર્ય થાય છે કે કેમ એના મામા આટલી ઉતાવળમાં ગાંધીનગર જઈ રહ્યા છે?? પણ એ કઈ પૂછે એ પહેલાં જ તેજસ પટેલ ઘરની બહાર નીકળી જાય છે.
(( 4 કલાક પછી ))
(( મુખ્યમંત્રીનું ઘર, ગાંધીનગર ))
તેજસ, " જય ભારત. મને આટલી જલદીમાં બોલવાનું કારણ?? "
ભુમિજા, "જય ભારત. ઘટના જ એવી બની છે કે તમને યાદ કરવા જ પડ્યા!! "
તેજસ, " ohh!! Mrs. Radadiya તમે?? અહીંયા?? "
ભુમિજા, " હા!! હું!! અહીંયા!! "
તેજસ, " પણ થયું છે શું એ તો જણાવો. "
મિ. શૈખ, " ડિસ્ટન્સ બોંબની ચોરી થઈ છે અને મિ. શ્રીનિવાસનની હત્યા!! "
તેજસ, " 😲😲 What?? But How is it possible?? ''
મિ. શૈખ, " અમે પણ એ જ વિચારીએ છીએ કે How is it possible?? "
તેજસ, " No Problem. જેને પણ આ કામ કર્યું છે એ લોકોને હું 24કલાકમાં જ શોધી કાઢીશ. અને પછી એ લોકોને ભગવાન પણ નહી બચાવે મારાથી!! 😡😡😡😡 "
ભુમિજા, " મને ખબર જ હતી કે આ લોકોને જો કોઈ પકડી શકે એમ હોય તો એ તમે જ છો RAW Chief, મિ. તેજસ પટેલ. ઓલ ધ બેસ્ટ. ,And I want to result as soon as possible in our favor. Go Ahead. Jai Hind "
તેજસ, " Thenks Mam. Jai Hind. "
અને પછી શરૂ થાય છે "ડિસ્ટન્સ બોંબની ચોરી તથા શ્રીનિવાસનની હત્યા" કરનારાઓને શોધવા માટેનું મિશન, " Opration Thief "જેની વાત ફરી ક્યારેક. ત્યાં સુધી વિચારતા રહો કે તેજસ પટેલ " RAW CHIEF " છે એ વાત જ્યારે સિયાને ખબર પડશે ત્યારે શું થશે??.
😊😊😊😊 Bye. Be Think Always. 😊😊😊😊
(( Bhumija ))
(( 1st February ))