The Author Aakriti અનુસરો Current Read શોધ By Aakriti ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો શોધ (21) 761 2.7k અતીત આજે અમદાવાદ થી સુરત તરફ સફર કરતા કરતા એની અને એકતા ની વાતો યાદ કરી રહ્યો હતો...એકતા ની મદદ થી જ આજે એ પોતાના જીવન ની સૌથી ખાસ વ્યક્તિને શોધવા સાચી દિશા માં જઇ શક્યો હતો.કોલેજ ના આ વરસ ના ALUMINI Reunion પ્રોગ્રામ માં એ એકતા ને મળ્યો હતો. એકતા એ જ વર્ગ માં હતી જે વર્ગ માં એ અને ભાવિ સાથે અભ્યાસ કરતા હતા. એ દિવસે એ પોતાના બીજા મિત્રો ની સાથે એકતા ને પણ એ કોલેજ ના છેલ્લા દિવસ પછી 5 વરસ પછી મળ્યો હતો. એકતા ભાવિ ની સૌથી નજીક ની મિત્ર હતી.સ્વાભાવિક રીતે જ એ બંને ની વાતો માં ભાવિ ની જ મુખ્યત્વે વાતો હતી. એકતા ભાવિ અને અતીત ના સબંધ થી વાકેફ હતી. એ અતીત ના મન ની દ્વિધા પણ ખૂબ સારી રીતે સમજી શકતી હતી. એટલે આજે જ્યારે અતીત એ એને ભાવિ વિશે પૂછ્યું તો એકતા એ ભાવિ ને આપેલું વચન તોડીને અતીત ને બધું જ કહી દીધું...ભાવિ.. ખૂબ શાંત અને પોતાની ઉંમર કરતા પણ વધુ સમજુ છતાં એક ખૂબ મોજીલી અને પ્રત્યેક ક્ષણ ને આનંદ થી વિતાવનાર અંતર્મુખી છોકરી હતી. કોલેજ માં એક પઢાકું ની ઇમેજ ધરાવતી એટલે ખાસ પોપ્યુલર ના હોવા છતાં પણ પોતાની એક આગવી ઓળખ ધરાવતી હતી. સ્વભાવ અંતર્મુખી હોવાથી મિત્ર વર્તુળ ખૂબ સીમિત હતું. જેમાં એકતા અને છેલ્લા વર્ષથી અતીત નું નામ પણ શામિલ હતું.કોલેજ ના છેલ્લા વર્ષ માં એક નાટક દ્વારા વધુ ઓળખતા થયા હતા. એ નાટક એમના જીવન માં એક અગત્યનો ભાગ ભજવી જશે એની કલ્પના પણ ન કરી હતી.રોજ રોજ ના રિહર્સલ અને સાથે ડાયલોગ બોલવાની પ્રેક્ટિસ થકી એક બીજાની વધુ નજીક આવ્યા હતા.નાટક હતું એક પરિપક્વ પ્રેમ વાર્તા નું. જેમાં એક આધેડ વર્ષ ની દંપતી ની વાર્તા ને ખૂબ સચોટ રીતે વણી લીધી હતી. અતીત અને ભાવિ એ જ જોડી માં પતિ પત્ની નો રોલ ભજવતા હતા.એ સમય ગાળા માં એ બંને એક બીજાની ખૂબ નજીક આવ્યા હતા.એક આધેડ વર્ષ ના પતિ અને પત્ની નો એકબીજા માટે નો એ નિઃસ્વાર્થ પ્રેમ અને આજકાલ ના ડિજિટલ થી ખૂબ સાત્વિક એવો શુધ્ધ ભાવના સાથેનો પ્રેમ એ બંને ને જીવન નો ખુબ ઊંડાણ પૂર્વક નો બોધ આપી ગયો.એ નાટક તેમને આખા જીવન નો સાર ઘણી નાની ઉમર માં આપી ગયું.એ નાટક માં અતીત એ આધેડ વ્યક્તિ નું પાત્ર ભજવતો હતો જે એક જીવલેણ બીમારી નો ભોગ બન્યા હતા અને જે પોતાના મ્ર્ત્યુ પેહલા પોતાની બધી જવાબદારી પુરી કરી લેવા માંગતા હતા.તેઓ પોતાની વૃદ્ધ માતા સાથે રહેતા હતા. તેમને પોતાના મૃત્યુ પછી પોતાના નિરાધાર બનનારા પરિવાર ની ખુબ ચિંતા સતાવતી હતી. તેથી જ તેઓ પોતાની માતા અને પોતાની પત્ની નં ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હતા.તેઓ શારીરિક રીતે સમર્થ ન હોવા છતાં દિવસ રાત મેહનત કરીને પૈસા એકઠા કરી રહ્યા હતા. જેથી તેમના પરિવાર ને કોઈ આર્થિક સમસ્યા ન નડે. પરંતુ ઘણું ખરું કરવાની અને પોતાના પરિવાર ને પોતાના ગયા પછી આર્થિક રીતે સધ્ધર કરવાની તેમની આ ઈચ્છા પૂર્ણ ન થઇ શકી. એક દિવસે તેમને સમય કરતા પેહલા જ આ દુનિયા ને અને એમના પરિવાર ને અલવિદા કહી દીધું. તેમની સેવા ભાવિ પત્ની એ તેમના માતા જેવા સાસુ ની સંભાળ રાખવા જીવન સમર્પિત કરી દીધું. તેમની સાસુ ના આગ્રહ છતાં તેમને ન તો બીજા લગ્ન કર્યા કે ન તો સંતાન દત્તક લીધું. તેમની સાસુ ના મૃત્યુ પછી તેમની સાવ એકલવાયી જિંદગી ભાવિ ને મન ખુબ ગંભીર અસર કરી ગયી. આ તો ફક્ત એક નાટક હતું. પરંતુ આ રોલ ભજવતી વખતે તેને એ સ્ત્રી નું દુઃખ અને તેની એકલવાયી જિંદગી જીવી હતી. આ વિષે પોતાની મનઃ સ્થિતિ અને એક ખુબ ભિન્ન એવો એક વિચાર એ બધું જ અતીત ને કહ્યું હતું.અતીત એની આટલી બધી પરિપક્વ વાતો સાંભળી હેરાન રહી જતો. તેની આટલી ઉંડાણપૂર્વક ની અને સમજદારી ભરી વાતો અને વિચારો થી જ તો તે તેની તરફ વધુ આકર્ષાયો હતો.ફક્ત કોલેજ ના એ છેલ્લા એક વર્ષ એ અને એનાથી પણ વિશેષ એક નાટક એ એ બંને ને એકબીજા ની આટલી વધુ નજીક લાવી દીધા હતા. આજકાલ ના મોબાઈલ અને ઈન્ટરનેટ પર બનતા અને તૂટતાં ઇન્સ્ટન્ટ સંબંધ ના જમાના માં જાણે એ બને નો આટલો સમજદારી પૂર્વક નો પ્રેમ અને સંબંધ જાણે નવાઈ ભર્યું જ લાગે.આટલો ગાઢ સંબંધ હોવા છતાં કોલેજ ના એ છેલ્લા દિવસ પછી 5-5 વર્ષ સુધી અતીત અને ભાવિ એકબીજા ને મળ્યા ન હતા. ભાવિ કોલેજ ના એ છેલ્લા દિવસે અતીત ને મળીને ખબર નહિ ક્યાં ગાયબ થઇ ગઈ. એને ઘર બદલી નાખ્યું અને પોતાના બધા જ સંપર્ક સાધવાના રસ્તા બંધ કરી દીધા. અતીત એને શોધવા ખુબ પ્રયત્નો કરી રહ્યો હતો. પરંતુ બધું જ નિરર્થક....અતીત ને આ વાત ની ફરિયાદ હતી..ભાવિ જોડે.પરંતુ ફરિયાદ પણ કેવી રીતે કરે? ક્યાં હતી અને કેમ આવી રીતે અચાનક જતી રહી એ જ એને ખબર નહતી પડી. કોલેજ પછીના ૪-૫ વર્ષ સુધી સતત વિના નિરાશ થાયે એને ભાવિ ને શોધવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.પરંતુ એના પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આશા નું સ્થાન નિરાશા એ લઇ લીધું અને પરિણામ સ્વરૂપ પ્રયત્નો પણ ઓછા થવા લાગ્યા. આજે અતીત એકતા ની સાથે થયેલી મુલાકાત ની વાતો ફરી યાદ કરે છે.એકતા એ આજે અતીત ને એક આઘાતપૂર્ણ સત્ય કહ્યું હતું. એ સત્ય જે જાણ્યા પછી અતીત ને ભાવિ પ્રત્યે ની એ શિકાયત દૂર થઇ ગઈ હતી અને એ એને પેહલા થી પણ વધુ સન્માન અને પ્રેમ કરતો થઇ ગયો હતો. એકતા એ જણાવ્યું હતું કે ભાવિ પણ એક ગંભીર બીમારી નો ભોગ બની છે. કોલેજ માં હતી ત્યારથી જ એને આ વાત ની ખબર હતી અને એને આ વાત ફક્ત એકતા ને અને એ પણ કોલેજ પત્યા પછી જણાવી હતી. એકતા એ અતીત ને એ બધું જ કહી દીધું. અને ભાવિ એ પોતાના પાસેથી લીધેલા એ વચન ની હકીકત પણ જણાવી દીધી , જે વચનબદ્ધતા ના કારણે આજ સુધી એ અતીત ને એ સત્ય નહતી જણાવી શકી.પરંતુ આટલા વર્ષો પછી પણ અતીત નો ભાવિ માટે નો સાચો પ્રેમ અને તેના માટેની ચિંતા જોઈને આજે એકતા એ એને બધી જ વાત કહી દીધી.હકીકત જાણી અતીત ભાવિ ના અત્યારના નિવાસ ને જાણવા બેકરાર બન્યો. પરંતુ આ વિશે એકતા એમની મદદ કરી શકે એમ નહતી. તેને જણાવ્યું કે ભાવિ ફક્ત ક્યારેક ક્યારેક સામેથી ફોન કરીને એની સાથે વાત કરી લે છે. આજ સુધી ઘણી વખત પૂછવા છતાં ભાવિ એ પોતાના સરનામાં કે ફોન નંબર માટે કશું જણાવ્યું નહતું.અતીત ને ભાવિ ની બીમારી ની વાત જાણી ઘણો આઘાત લાગ્યો હતો. હવે તો એ તેને મળવા ઘણો જ અધીરો થયો હતો.તેની એકતા સાથેની એ મુલાકાત ના દિવસ પછી એને ફરી ભાવિ ને શોધવા ના પ્રયત્નો ચાલુ કરી દીધા.તેના જુના ઘર, કોલેજ ના હોસ્ટેલ અને આસપાસ ના બાથ વિસ્તારો માં તાપસ કરી લીધી હતી. સતત ૬ મહિના સુધીના તમામ પ્રયત્નો માં એ નિષ્ફળ રહ્યો. કોલેજ ના એલ્યૂમિનિ સ્ટુડન્ટ લિસ્ટ માં પણ ભાવિ ની અપડેટેડ માહિતી કઢાવી, પરંતુ એમાં પણ પરિણામ ન આવ્યું.સોશ્યિલ મીડિયા દ્વારા એના કેટલાક જુના મિત્રો નો સંપર્ક સાધ્યો પરંતુ એકતા થી વધારે માહિતી કોઈની પાસે નહતી. અચાનક એક દિવસ છાપા માં એક ન્યૂઝ હેડલાઈન એ એનું ધ્યાન ખેંચ્યું. ઘણી અનોખી વાત હતી એ.એ ન્યૂઝ હતી એક એવા આશ્રમ ની જ્યાં બાળકો નહિ પરંતુ માતા પિતા ને દત્તક લેવાતા હતા...!એ ન્યૂઝ માં એ આશ્રમ ની સ્થાપના કરનાર નો ઇન્ટરવ્યૂ છપાયો હતો. પરંતુ અતીત ને એ સ્થાપક નું નામ વાંચવાની જરૂર જ ન હતી... એને ભાવિ નું સરનામું મળી ગયું હતું. આ જ તો એ વિચાર હતો જે ભાવિ એ એને કોલેજ માં કીધો હતો. આ જ એ સપનું હતું જે ભાવિ એ જોયું હતું. કોલેજ ના એ નાટક પછી એકલતા ભરી જિંદગી જીવતા વૃદ્ધ માતા પિતા જે હવે કદાચ કેટલું જીવવાના છે તે નથી જાણતા એટલે કોઈ સંતાન દત્તક નથી લઇ શકતા. પરંતુ તેમ છતાં પણ સંતાન ની, એમના પ્રેમ ની ઝંખના રાખે છે. એવા માતા પિતા ને શું સંતાન કે એક હર્યો ભર્યો પરિવાર મળી શકે? જ્યાં બીજી તરફ કોઈ એવો પરિવાર જેમને પોતાના વડીલ ગુમાવી દીધા છે અને પોતાના અને પોતાના બાળકો કે પરિવાર માટે વડીલ ના આશીર્વાદ, તેમની સલાહ અને સાથ ની ઈચ્છા રાખે છે, શું એ માતા પિતા ને દત્તક ના લઇ શકે?આ ખુબ નવા વિચાર ની સૌથી પેહલા ચર્ચા એને અતીત સાથે જ તો કરી હતી. આજે લઘભગ ૬ વર્ષ પછી એનું આ સપનું હકીકત બની ને ન્યૂઝ ની હેડ લાઇન માં હતું. અતીત એ ફક્ત એ આશ્રમ નું સરનામું જોયું અને એ બીજી જ પળે એ આશ્રમ ના શહેર, સુરત તરફ જવા રવાના થઇ ગયો... Download Our App