બેબી.. - 2 Chandresh Gondalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેબી.. - 2

ક્રમશ :

( પહેલા અંક " બેબી..! - ૧ " નું ચાલુ )

આમ તો આકાશને પણ ડર લાગી રહ્યો હતો ,પણ પૂછવું જરૂરી હતું, કારણકે પાંચ મિનિટ થઈ ગઈ હતી અને બેબી કશું હલનચલન કરી રહી ન હતી...આથી આકાશે પછ્યું...

આકાશ : ક્યાં હુઆ સંધ્યા...પાની નહિ ચાહિયે ક્યાં ?


બેબી : હ...ઉ....ઉ....ઉ....મ....મ....!


તેણીએ નકાર માં માથું ધુણાવ્યું...તો આકાશે ફરીથી પૂછ્યું....


આકાશ : તો...?


બેબીએ કોઈ જવાબ ન આપ્યો તો આકાશ પોતાના સ્ટાફ તરફ ફર્યો....પણ જેવો તે બેબી તરફ ફર્યો....બેબી તેની એકદમ નજીક આવી ગઈ હતી...તેણે આકાશ નો કોલર પકડીને પોતાની તરફ ખેંચ્યો...અને તેની આંખોમાં આંખ નાખી ને જોર થી બોલી...

બેબી : ખૂન ચાહિયે ઉસ કુતીયા કા...ખૂન....!...જા...ખૂન લાકે દે મુજે....!


બેબી આકાશ ની એકદમ નજીક હતી...એટલી નજીક કે તેના મોઢે થી બોલાયેલા દરેક શબ્દોના શ્વાસ આકાશના મોઢા સાથે અથડાઈ રહ્યા હતા...અને શ્વાસ એટલા ગરમ હતા કે આકાશ ને દાજી ગયો હોય એવી અનુભૂતિ થઈ...તેમજ તેમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે આકાશ ને ઉલ્ટી થવાની તૈયારી થઈ ગઈ..!


હવે રીતસર આકાશ ડરી ગયો હતો...કારણ કે તેની આંખોમાં રહેલો તાપ એટલો તીવ્ર હતો કે, આકાશને આંખો માં બળતરા થવા લાગી...લોકોએ આ બનાવથી ભાગદોડ તો ના કરી, પરંતુ સાવચેત જરૂર થઈ ગયા....બેબી ફરી બોલી....

બેબી : જા ખૂન લાકે દે મુજે........જા.....આ. ..આ. ..આ. .આ. ..!


આટલું બોલી તેનો કોલર છોડી દીધો અને નીચું જોઈ ગઈ . થોડીવાર આકાશ કઈ સમજ્યો નહિ, પરંતુ તેણે અંદાજો લગાવ્યો કે બેબી કદાચ તેની નણંદ ( સંધ્યા ની નણંદ ) ની વાત કરી રહી હતી..


આમનેઆમ ફરી પાંચ મિનિટ પસાર થઈ ગઈ. આકાશે ગોડાઉન માંથી લગભગ ચારપાંચ લોકો સિવાય બધાને નીચે મોકલી આપ્યા અને પોતે જ્યાં સુધી આદેશ ન આપે ત્યાં સુધી કોઈને પણ વાત કે ફોન ન કરવાની સૂચના આપી દીધી. આકાશને ખબર હતી કે બીજું કોઈ આગળ નહિ આવે, તેણે જ પાછું આ મેટરમાં જંપલાવવું પડશે...આથી આ વખતે તે થોડો દૂર બેસ્યો અને પૂછવાનું ચાલુ કર્યું.....ડર તો તેને પણ લાગી રહ્યો હતો , પણ કોઈ ઉપાય ન હતો...

આકાશ : દેખો સંધ્યા મેં તુમ્હારા દર્દ સમજ સકતા હું......!


બેબી કઈ બોલી તો નહિ પણ થોડું હસી...! મેનેજર ને બેબી પર ગુસ્સો આવી રહ્યો હતો.તેને હજુ સુધી એમજ હતું કે બેબી નાટક કરી રહી હતી...આમપણ, બેબીને કારણે આકાશે તેને બધાની સામે ઠપકો આપ્યો હતો...! આ ઘટના ખરેખર આકાશ માટે અને ત્યાં ઉભેલ દરેક વ્યક્તિ માટે એકદમ નવી અને વિચિત્ર હતી...કારણ કે મેં કહ્યું તેમ ભૂતપ્રેત વિશે સાંભળવું અને તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો , એ બંનેમાં બહુ ફરક હોય છે...! આકાશે હવે ફિલ્મોમાં જેમ તાંત્રિક પૂછે તેમ પૂછવા માંડ્યું..!


આકાશ : સંધ્યા...બેબી કે શરીર મેં કયો આયી હો....?


બેબી કઈ બોલી નહિ પણ ઉપર જોયું..અને ફરી પાછું ખૂન તેની આંખો માં ધસી આવ્યું...અને ગુસ્સાથી પણ ધીરે બોલી...


બેબી : અપની મરજી કી માલિક હું....સમજા....!


આકાશે વિચાર્યું , આવી રીતે પૂછવાથી તે નાહકની ગુસ્સે થશે અને બાજી બગડશે...આથી તેણે બીજો રસ્તો અપનાવ્યો . તે આગળ પૂછવાજ જતો હતો ત્યાં તેના ભાઈ ડૉક્ટર વિરલ નો ફોન આવ્યો...આથી આકાશ સાઈડ પર ખસી ને તેના ભાઈ સાથે વાત કરવા લાગ્યો. મેનેજર હજુ પણ બેબી ને ગુસ્સા થી જોઈ રહ્યો હતો.....! આકાશે ડૉક્ટર વિરલ ને ટૂંકમાં બધું સમજાવ્યું અને કહ્યું કે હું તમને પછી ડિટેઇલ માં જણાવું. જવાબ માં ડૉક્ટર વિરલે કહ્યું કે એમ્બ્યુલન્સ આવતીજ હશે..એ આવે એટલે ડૉક્ટર સાથે મારી વાત કરાવજે...આકાશે ઓકે કહીને વાત ને ત્યાંજ પતાવી...અને પાછો ફર્યો...અને સૌથી પહેલા મેનેજર પર ગુસ્સો કર્યો...


આકાશ : વિરલભાઈ ને કોણે કહ્યું...આ મેટર વિશે ?


મેનેજર : સર...મેં કહ્યું...?


આકાશ : ઇડિયટ...મેં ના પડી હતી ને આ મેટર કોઈને પણ કેહવાની....?!

મેનેજર : સોરી સર....મને લાગ્યું કે તેને મેડિકલ હેલ્પ ની જરૂર છે...!


આકાશ : બીજા કોને ઇન્ફોર્મ કર્યું છે....?


મેનેજરે ગભરાતા ગભરાતા કહ્યું કે


મેનેજર : સર. ...શેઠજી ને પણ કહ્યું છે....!


આકાશ ને મેનેજર પર એટલો ગુસ્સો આવ્યો કે એક તમાચો મારી દે...પણ પછી શાંતિ થી બોલ્યો...


આકાશ : હવે પછી કોઈએ પણ કોઈ ને કશું કીધું તો મારાથી ખરાબ બીજું કોઈ નહિ હોય....!


ઓફિસ બિલ્ડીંગ ની નીચે લોકો નું ટોળું મોટું થઈ રહ્યું હતું. બધા એ જાણવા ઉત્સુક હતા કે અંદર શું ચાલી રહ્યું હતું. આમપણ ગોડાઉન માંથી બહાર આવેલ સ્ટાફ ક્યાં સુધી પોતાનું મોઢું બંધ રાખે....! તેઓ ભૂતપ્રેત ની વાતો એડ કરીને બીજા ને કહેવા લાગ્યા અને ટોળું જોતજોતામાં બમણું થઈ ગયું....કમસે કમ ૪૦૦ થી ૫૦૦ લોકો નું ટોળું ભેગું થઈ ગયું....!


અંદર આકાશ ફરી પાછો બેબી પાસે ગયો અને પૂછવાનું ચાલુ કર્યું. બેબી હજુ પણ નીચે જોઈ ને હાથ થી જમીન પર કંઈક લખી રહી હતી. અને હાથ નું ઘર્ષણ જમીન સાથે એટલું જોરદાર હતું કે તેની આંગળી માંથી લોહી વહી રહ્યું હતું...તેની ભાષા કંઈક અલગ હતી !. આકાશ ના પૂછવાથી તેની તંદ્રા તૂટી.....


આકાશ : સંધ્યા..બેબી કો છોડ દો...મહેરબાની કરકે....!


બેબી કઈ બોલી નહિ...આથી તેણે ફરી પૂછ્યું...


આકાશ : સંધ્યા પ્લીઝ બેબી કો જાને દો....પ્લીઝ....!


આટલું સાંભળતા જ તે જોરજોર થી રડવા લાગી અને બોલી....


બેબી : કૈસેં જાને દુ સાબ....મેરા બદલા કોન લેગા ....?!


આકાશ : ઈસમે બેબી કી કોઈ ગલતી નહિ હૈ....!


બેબી થોડી ગુસ્સે થઈ ગઈ અને ત્રાડ પાડી તેમજ દાંત કચકચાવી ને બોલી


બેબી : મેરી ક્યાં ગલતી થી બોલ....મેરે બચ્ચે કી ક્યાં ગલતી થી....મેરે પતિ કી..ક્યાં થી બોલ.....!


આકાશ ની આંખો સાથે બેબી ની આંખો મળતા આકાશ થોડો ડરી તો ગયો....પણ પાછું પૂછ્યું


આકાશ : તો બેબી કા ક્યાં હોગા ?


આ વખતે બેબી હસવા લાગી અને શાંતિ થી બોલી....


બેબી : ઉસે મરના પડેગા સાહબ.....!


ત્યાં ઉભેલા બધાજ સ્તબ્ધ થઈ ગયા....બેબી ફરીથી આગળ બોલી...


આકાશ : ક્યાં ?


બેબી : ઇસ શરીર કો છોડ કે કહા જાઉં સાહેબ.....?!


ખરેખર તે એટલા ઠંડા કલેજે બોલી કે આકાશ ની સાથે સાથે ત્યાં હાજર રહેલા બધાના જ રુંવાટા ઉભા થઈ ગયા...આકાશ ને સમજ આવી રહી ન હતી...પણ આગળ વાત કરવી પણ જરૂરી હતી....આથી તેણે પૂછ્યું..

આકાશ : સંધ્યા, તુમ કહા રેહતી હો....?


બેબી હસવા લાગી....અને ખુન્નસ ભરી નજરો થી આકાશ ને બોલી...

બેબી : સમશાન મેં.....હા...હા. .હા. .હા. હા. ....!

આટલું બોલી જોરજોર થી હસવા લાગી....પછી નીચું જોઈ ગઈ.....અને બે પગની વચ્ચે પોતાનું માથું છુપાવી દીધું અને ધીરે ધીરે રડવા લાગી...બધા તેને જોવા લાગ્યા...હવે તો આકાશ પાસે પણ પૂછવા માટે કઈ ન હતું, આથી તે પણ તેને જોવા લાગ્યો...પાંચ મિનિટ સુધી તે રડતી રહી , પછી ઉભી થઈ અને ખૂણા માં જઇને ઉભી રહી અને થોડીવાર પછી જોરદાર ચીખ સાથે ઊંધે માથે પછડાઈ. બધા ગભરાયેલા હતા , આથી કોઈ તેની પાસે જઈ રહ્યું ન હતું !. હિમ્મત કરીને આકાશ તેની પાસે ગયો. તેણે જોયું કે બેબી બેહોશ થઈ ગઈ હતી ! . આકાશે બે ત્રણ વાર ઉઠાડવાની કોશિશ કરી પણ તે ઉઠી નહિ , આથી આકાશે તેના ચહેરા પર પાણી છાંટવાનું કહ્યું. એટલામાં તેના પપ્પા નો ફોન આવ્યો, આથી આકાશ એટેન્ડ કરવા ઉભો થયો અને એક લેડી ને તેના ચહેરા પર પાણી છાંટવાનું કહ્યું ....


આકાશ : હેલ્લો પપ્પા....જય શ્રી કૃષ્ણ


પપ્પા : હા જય શ્રી કૃષ્ણ ,શું ચાલી રહ્યું છે ફેક્ટરી માં ?


આકાશ : કઈ નહિ....બસ એક વર્કર ની તબિયત ખરાબ હતી...!


આકાશ જૂઠુ બોલ્યો, કારણકે, તે તેના ફાધર ને કહીને બેબી માટે મુસીબત લાવવા માંગતો ન હતો. તેને ખબર હતી કે તેના ફાધર ને આવી વસ્તુઓ પ્રત્યે સખ્ત નફરત હતી..!


પપ્પા : મેનેજર તો કહેતો હતો કે કોઈ વર્કરે તોડફોડ કરી છે...હમણાંજ એને પોલીસ ને હવાલે કર...!


આકાશ : જી પપ્પા...હું જોઈ લઈશ...!


પપ્પા : મને પછી ફોન કરજે....!


આકાશ : જી પપ્પા....જય શ્રી કૃષ્ણ..


આકાશે ફોન મૂકીને મેનેજર સામે ગુસ્સાથી જોયું .ખરેખર તેને મેનેજરની આ ચાપલુસીવાળી આદત બિલકુલ પસંદ ન હતી. બેબી હવે ધીરેધીરે હોંશ માં આવી રહી હતી.


જેવી તે હોંશ માં આવી તો ચોંકી ગઈ !. તે એકદમ નોર્મલ હતી. પ્રથમ તો તે ગભરાઈ ગઈ કારણ કે બધા તેને ટોળું વળીને ઉભા હતા . તેણે તરતજ પોતાની સાડી સરખી કરી...વાળ બાંધ્યા..અને જેવી તેની નજર આકાશ સાથે મળી કે તે ગભરાઈને તેમજ શરમથી નીચું જોઈ ગઈ. આકાશે ઈશારા થી બધાને ચૂપ રહેવા કહ્યું . એક લેડી એ આવીને બેબી ને પાણી આપ્યું પણ તેણે ના પાડી . આકાશ તેની કેબીનમાં જતો જ હતો ત્યાં બેબી બોલી ,


બેબી : ક્યાં હુઆ મુજે ?


બધા તેની સામે જોવા લાગ્યા , કોઈએ જવાબ ન આપ્યો , આથી આકાશ આગળ આવીને બોલ્યો ,


આકાશ : કુછ નહિ બેબી તુમ જરા બેહોશ હો ગઈ થી....!


હજુ તે આગળ કઈ બોલવા જાય તે પહેલા જ નીચે એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ડોક્ટર વિરલ નો ફોન આકાશ પર આવી ગયો...


આકાશ : હા, ભાઈ....!


ડો.વિરલ : એમ્બ્યુલન્સ આવી....?


આકાશ : હા.....કદાચ ...!


ડો. વિરલ : મારી વાત ડૉક્ટર સાથે કરાવજે...!


આકાશ : જી...હમણાં કરાવું


આટલું બોલી તેણે ફોન રાખી દીધો. પછી તેણે બેબી સામે જોયું. બેબી હજુપણ બધાને એક જ સવાલ પૂછી રહી હતી કે તેને શું થયું હતું ! . એમ્બ્યુલન્સ નીચે આવવાથી ભીડ વધુ થઈ રહી હતી, હવે તો આજુબાજુની ફેક્ટરીના મજૂરો પણ તેમાં જોડાયા હતા , અને મોટો શોરબકોર થઈ રહ્યો હતો...!


જેવા બે કેમ્પાઉન્ડર સ્ટ્રેચર લઈ ને ઉપર આવ્યા , બેબી તેમને જોઈ ને ગભરાઈ ગઈ. તેની પાછળ પાછળ એક ડૉક્ટર પણ ઉપર આવ્યો . આકાશ ને બેબી નું હોશમાં આવવા પછીનું વર્તન સમજાઈ રહ્યું ન હતું , કારણ કે તે એકદમ નોર્મલ હતી . આટલું જલ્દી કોઈનું પરિવર્તન તે પહેલી વાર જોઈ રહ્યો હતો. તેમાંથી એક કમ્પાઉન્ડરે પૂછ્યું ,


કમ્પાઉન્ડર : પેશન્ટ ક્યાં છે ?


સંગીતાએ બેબી તરફ ઈશારો કર્યો...કમ્પાઉન્ડરે બેબી તરફ નજર નાખી અને તે હેરાન થઈ ગયો...કારણ કે બેબી કરતા વધુ બીમાર તો સંગીતા લાગતી હતી, કારણ કે બેબીએ (સંધ્યા ) હુમલો કરી તેને ઘાયલ કરી દીધી હતી....બેબી ગભરાઈ ને બોલી,


બેબી : મુજે કુછ નહિ હુઆ હૈ....!


આકાશ બેબી ની સ્થિતિ સમજી ગયો આથી તે બેબી પાસે આવીને બોલ્યો ,


આકાશ : બેબી મુજે પતા હૈ તુમ ઠીક હો...પર ક્યાં હૈ તુમ બેહોશ હો ગઈ થી, ઇસલિએ એમ્બ્યુલન્સ બુલાઈ હૈ...!


બેબી : હા લેકિન મુજે કુછ યાદ નહિ આ રહા હૈ...!


આકાશ ને પણ કઈ સમજ ના પડી, આથી તે ચૂપ રહ્યો , બેબી એ આગળ બોલવાનું શરુ કર્યું ,


બેબી : અભી મૈને કુછ કિયા થા ના ?


આકાશ એ જોયું કે બેબી કંઈક યાદ કરવાની કોશિશ કરી રહી છે, અને પોતે ઈચ્છતો ન હતો કે તેને કઈ યાદ આવે , આથી તેણે ટોપીક બદલી નાખ્યો ,


આકાશ : નહિ તો , તુમ સિર્ફ બેહોશ હો ગયી થી , તુમને દોપહર કો ખાના નહિ ખાયા થા ને ?


બેબી : મુજે કુછ યાદ નહિ હૈ...!


આવું બોલી ને પોતાનું માથું પકડીને બોલી ,


બેબી : ઔર શિર ભી બહોત ભારી લગ રહા હૈ ....!


આકાશ : હા...ક્યાં હૈ...કભી કભી ગરમી કી વજહ સે ઐસા હોતા હૈ....!


આકાશે ટોપિક બદલી નાખ્યો...આકાશે ડોક્ટર તરફ ઈશારો કરતા કહ્યું ,


આકાશ : યે અપને ઘર કા હી ડોક્ટર હૈ...તુમ્હે ડરને કી જરૂરત નહિ હૈ...!


બેબી ને ચેકઅપ કરવાનો પ્રોબ્લેમ ન હતો , પણ જે રીતે બધા તેને જોઈ રહ્યા હતા, તે હિસાબે તે સમજી ગઈ હતી કે કંઈક તો ગરબડ તેની સાથે થઈ છે...વળી ડોક્ટર પણ આકાશ ની વાત સાંભળીને માથું ખંજવાળવા લાગ્યો હતો કે આ કેહવા શું માંગે છે , કારણ કે તે પણ આકાશ અને બેબી ને જીન્દગીમાં પહેલી વાર મળી રહ્યો હતો...!

કમ્પાઉન્ડર સ્ટ્રેચર પર સુવાનું બોલ્યો પણ આકાશે કહ્યું કે તેના વગર ચાલશે...હવે ડૉક્ટર અને કમ્પાઉન્ડર્સ ની સાથે આકાશ , બેબી અને તેનો સ્ટાફ પણ નીચે આવ્યા જ્યાં એમ્બ્યુલન્સ ઉભી હતી. આવતી વખતે બેબી અને ડોક્ટરે ગોડાઉન ની હાલત જોઈ અને તે ચકિત રહી ગયા. બેબી ને સમજ ન પડી કે આવી હાલત કોણે કરી...!

જેવા તેઓ નીચે આવ્યા,તો જોયું કે ઓછામાં ઓછા ૫૦૦- ૬૦૦ લોકો નું ટોળું ઉભું હતું . બેબી તેમને જોઈને ગભરાઈ ગઈ. આકાશે જલ્દીથી તેને એમ્બ્યુલન્સ માં બેસાડી અને દરવાજો બંધ કરી દીધો , અને ટોળા તરફ ફરીને જોરથી અને ગુસ્સામાં ત્રાડ પાડી,

આકાશ : યહા ક્યાં સર્કસ ચલ રહા હૈ....!

આકાશ નો ગુસ્સો પહેલી વાર લોકો જોઈ રહ્યા હતા,અને ડરી પણ ગયા હતા ,


આકાશ : એક મિનિટ મેં અગર મુજે કોઈ યહા દિખાઈ દિયા તો ઉસકી ટાંગે તોડ દુંગા.....ભાગો યહાંસે....!


આટલું સાંભળતા તો ભીડના લોકો ગમેતેમ ભાગવા લાગ્યા !. એક મિનિટ માં તો ત્યાં લોકો, હતા ન હતા જેવું થઈ ગયું. આમપણ આકાશ થી દરેક લોકો ગભરાતા હતા..! આકાશે એમ્બ્યુલન્સ માં અંદર ન જવાનું વિચાર્યું , કારણ કે કદાચ તેના એમ્બ્યુલન્સ માં જવાથી બેબી શરમ અને સંકોચ થી સાચું ન બોલે!. તે એમ્બ્યુલન્સ ની બહાર થી જોઈ રહ્યો હતો , કે બેબી નોર્મલ હતી અને ડૉક્ટર અને નર્સ ના દરેક સવાલો ના જવાબ આપી રહી હતી. હા, થોડી ડરેલી અને પરેશાન જરૂર હતી . ડોક્ટરે તેને એક ઈન્જેકશન આપ્યું અને પાંચ મિનિટ માટે સુવાનું કહ્યું ,અને પોતે બહાર આવી ગયો . આકાશ બહાર જ હતો. બેબી આકાશ ને જ જોઈ રહી હતી. પોતે ગભરાઈ ન જાય તે માટે આકાશે પોતાનો મુડ એકદમ બદલી નાખ્યો અને હસીને ડોક્ટર સાથે વાત કરવા લાગ્યો ,

( વધુ આવતા અંકે - બેબી..! - ૩ માં )


ક્રમશઃ