બેબી.. - 3 Chandresh Gondalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

બેબી.. - 3

ક્રમશ:

( બીજા અંક - બેબી..! - ૨ નું ચાલુ )


જેવો ડોક્ટર એમ્બ્યુલન્સ ની બહાર નીકળ્યો , આકાશ તેની જ રાહ જોઈ ને ઉભો હતો . તેણે તરત જ ડૉક્ટર સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું ,


આકાશ : હેલો ડોક્ટર , આઈ એમ આકાશ મેહતા...!


ડોક્ટર : હેલો આકાશ , માય સેલ્ફ ડો. પિયુષ....

આકાશ : બધું બરાબર છે ડોક્ટર ?

ડૉક્ટર : હા...કોઈ પ્રોબ્લેમ નથી...!


આકાશ ને નવાઈ લાગી.ફરી એક વખત આકાશે પૂછ્યું,,


આકાશ : આર યુ સ્યોર ડોક્ટર?

ડોક્ટર : હા, એબ્સોલ્યૂટલી...પણ કેમ આવું પૂછે છે...?


આકાશ ને લાગ્યું તેમને હકીકત કહી દેવી જોઈએ , પણ તેણે ભૂતવાળી વાત છુપાવી અને ડૉક્ટર ને આજે બનેલો બનાવ ટૂંકમાં કહી ને સંભળાવ્યો....અને તોડફોડ પણ બેબી એ કરી છે એવું પણ જણાવ્યું...!


ડોક્ટર : ઓહો...નથીંગ ટુ વરી....આ ટાઈપ ના લોકો માં આવું ચાલતું જ રહે છે..!

આકાશ : મતલબ ?

ડોક્ટર : આ મજુર લોકોના ઝઘડાથી થતા મારામારી,ખૂન...હાથપગ તૂટવાના બનાવો રોજ સિવિલ હોસ્પિટલમાં હજારો આવે છે..! આ લોકો બહુ ગુસ્સાવાળા હોય છે..પોતાનાથી આવું કંઈક થાય ત્યારે સજા થી બચવા માટે આવી તોડફોડ કે મારામારી ના ધતિંગ કરતા હોય છે...!


એમ્બ્યુલન્સ ની અંદર નર્સ બેબીને અમુક સવાલો પૂછી રહી હતી. નર્સે તેને તેના ભૂતકાળ, કોઈ બિમારી , કોઈ આકસ્મિક ઘટના તેની સાથે બની હતી કે નહિ તે બધું જ પૂછ્યું . દરેક સવાલોના જવાબ બેબી શાંતિ થી અને થોડી મૂંઝવણથી આપી રહી હતી !. નર્સે તેનું બ્લડપ્રેસર ચેક કર્યું , પણ તે પણ નોર્મલ આવ્યું. અને તેને એક ઇન્જેકસન પણ આપ્યું.

આકાશ ને હજુ વાત ગળે ઉતરતી ન હતી. કારણ કે તે બેબી ને છેલ્લા ૬ મહિનાથી ઓળખતો હતો . જો તેનો આવો સ્વભાવ હોય તો બીજી લેડીઝો જરૂર તેની કમ્પ્લેન કરત , પણ એવું આજસુધી બન્યું ન હતું. બેબી હજુપણ એમ્બ્યુલન્સ ની અંદરથી તેને જોઈ રહી હતી. આથી આકાશે બીજી વાત કરી...


આકાશ : ડોક્ટર , તમે મારા બ્રધર ડો. વિરલ મહેતા ને ઓળખો છો ?

ડોક્ટર : અરે તમે વિરલ ના ભાઈ છો ?...અમે બંને ઇન્ટર્નશીપ માં સાથે હતા ?


આકાશ : અચ્છા...વાત કરાવું ?


ડૉક્ટર : મારી પાસે નંબર છે , હું વાત કરી લઉં છું


આટલું બોલી તેણે ડો. વિરલ ને ફોન લગાવ્યો અને તે તેની સાથે વાત કરવા લાગ્યો. આકાશે જોયું કે બેબી ને ઇન્જેકસન ની અસરથી આંખો ભારી લાગી રહી હતી , આથી તે જોંકા ખાવા લાગી . આકાશ તેની નજરો સામેથી હટી ગયો. ડોક્ટરે આવીને આકાશ ને કહ્યું,


ડૉક્ટર : વિરલ સાથે મારી વાત થઈ ગઈ છે , તેનું બ્લડ લઈ લઉં છું અને તેનો રિપોર્ટ વિરલ ને મોકલી આપીશ..!


આકાશ : જી...જે તમને ઠ્ઠીક લાગે તે...!

આટલું બોલી તેણે અંદર જઈને બેબી નું લોહી લઈ લીધું. તે બેહોશ જેવી હતી આથી બહુ પ્રતિકાર ન કર્યો. આમ ને આમ પાંચ મિનિટ થઈ ગઈ. આકાશે બેબી ને ઘરે મોકલી દેવાનું નક્કી કર્યું. આમતો બેબી પાસે જ રહેતી હતી એટલે બહુ ચિંતા ન હતી . એમ્બ્યુલન્સ થોડીવાર ઉભી રહી. આટલીવાર માં આકાશે સંગીતા ને બેબી વિશે સૂચના આપી દીધી .


આકાશ : સંગીતા , તુમ ઠીક હો ના ?


સંગીતા : હા સાબ...!


આકાશ : ઓકે...તુમ્હે ઉસે ઘર લેજાના હૈ...!


સંગીતા : સર, મૈં ....કૈસે ?


આકાશ : દેખો ડરને કી જરૂરત નહિ હૈ....મૈં માનતા હું જો હુઆ વોહ ઠીક નહિ હુઆ...પર ઘર તો જાના હી પડેગા...!


સંગીતા થોડી ડરી રહી હતી પણ બીજો કોઈ ઉપાય ન હતો , આથી આકાશે આગળ ચલાવ્યું,


આકાશ : તુમ ઉસે જાનતી ભી હો , ઔર ઉસકી પડોસી ભી...તુમ હી યે કામ કર સકતી હો...!


સંગીતા : પર સાબ....?

આકાશ : પર બર કુછ નહિ...મેં દુસરી દો લેડિઝ કો ભી બોલ દેતા હું...

આટલું બોલી તેણે મેનેજર ને બે લેડિઝ ને બોલાવાનું કહ્યું. પછી તેણે ૨૦૦૦ રૂપિયા સંગીતાને આપ્યા. આથી સંગીતા એ ખુશ થઈ ને લઈ લીધા...!


આકાશ : યે તુમ્હારે પાસ રખનાં...કલ સુબહ મુજે સારી ખબર દેના...!


સંગીતા : ઠીક હૈ સાબ જી...


આકાશ : અગર રાત કો કોઈ પ્રોબ્લેમ હો તો મુજે ફોન કરના...મેરા નંબર હૈ ના તુમારે પાસ ?


સંગીતા : જી હૈ...!


આકાશ : ઔર હા...બેબી કો કુછ મત બતાના ...જબ તક મેં નહિ કહું...સમજી....?


પાછું તેણે આગળ ચલાવ્યું....


આકાશ : આજ સુબહ વો તુમ્હારે સાથ હી આયી થી ના ?


સંગીતા : નહિ આજ સુબહ તો મેં અકેલી આયી થી...ઉસકી તબીયત ઠ્ઠીક નહિ થી...!


આકાશ : અચ્છા...?


પછી કઈક યાદ કરતી હોય તેમ તે બોલી


સંગીતા : હા સર , લેકિન આજ સુબહ વોહ હમારી સોસાયટી મેં પાની કો લેકર મામૂલી બાત પર ખુબ લડી થી...!


આકાશ : ક્યાં ?


સંગીતા : હા સાબ , સોસાયટી મેં ઉસને ૩ ઔરતો કે સાથ ઝઘડા મોડ લિયા થા...!


આકાશને અત્યારે એ વાત પર ફોકસ કરવાનું વ્યાજબી ન લાગ્યું. આથી તેણે બહુ રિએક્શન ન આપ્યું.


આમતો, સંગીતાને પણ બેબીની આજની હરકત પરથી બીક લાગી રહી હતી , પણ આકાશ નો હુકમ અને પૈસા ને લીધે તે બેબી ને લઈ જવા માટે તૈયાર થઈ ગઈ હતી !.


બેબી હોંશમાં આવી અને એમ્બ્યુલન્સ જતી રહી. આકાશે બેબી ને ઘરે જવાનું કહ્યું અને કોઈ જરૂર હોય તો ફોન કરવાનું કહ્યું. બેબી સંગીતા અને બીજી બે લેડીઝ સાથે ઘર જતી રહી...આમપણ ૮:૦૦ વાગી ગયા હતા , અને બધાનો જવાનો ટાઈમ પણ પુર્ણ થઈ ગયો હતો. નાઈટ પાળી બસ ચાલુ થવાની તૈયારી જ હતી. આથી આકાશે વિચાર્યું કે થોડીવાર પછી ઘરે જાઉં.


તેણે એક મજુર સિવાય બાકી બધાને ઘરે જવાનું કહ્યું. આકાશે મેનેજર ને નાઈટપાળી કેન્સલ કરવાનું કહ્યું. મજુર બેબીએ કરેલી તોડફોડ અને વેરવીખેર પડેલ સમાન ને વ્યવસ્થિત કરવા લાગ્યો. આકાશ પોતાની કેબીનમાં આવીને બેઠો. તેનું ધ્યાન હજુપણ બેબી ના વિચારોમાં જ ખોવાયેલું હતું. તેને હજુપણ ભૂતપ્રેત વાળી વસ્તુઓ પર વિસ્વાસ કરવો કે નહિ તેની સમજ પડી રહી ન હતી !. પછી અચાનક તેને કેમેરા ચેક કરવાનું સુજ્યું. આથી ગોડાઉન માં લાગેલ કેમેરા નું રેકોર્ડિંગ આજ સવાર થી તેણે ચાલુ કર્યું.

તેણે જોયું કે બેબી સવારે પોતાના ટાઈમ કરતા ૧ કલાક મોડી આવી હતી. પ્રથમ બે કલાક તેણે બધા સાથે હળીમળીને વાત કરી હતી , પણ પછી ૧૧:૦૦ વાગ્યે તે પેકીંગ સેકશન માં આવી ગઈ હતી , અને નીચું જોઈ ને બેસી રહી હતી . પણ જયારે બે કલાક સુધી તે એમજ બેસી રહી , ત્યારે બાજુવાળી વર્કરે તેને ઉઠાડવાની કોશિશ કરી. પણ તેણે એવી રીતે તે લેડી સામે જોયું , તે ગભરાઈ ગઈ અને જમીન પર પડી ગઈ...! અને ગોડાઉન છોડીને ભાગી ગઈ. ભાગતાભાગતા તે બે-ત્રણ વાર પડી , પણ બેબી થી પોતાને બચાવતી હોય તેમ તે ભાગી !. આમપણ બેબી પેકીંગ સેકશન માં બેઠી હતી અને તેમાં ૨ લેડીઝ જ હતી , આથી કોઈનું ધ્યાન તે તરફ ન ગયું. આમને આમ તે બીજા ૫ કલાક બેસી રહી. આકાશ ને પણ નવાઈ લાગી કે આટલી વાર સુધી તે એક જ પોઝિશન માં કેમ બેઠી હશે...?!


પછી ૬:૦૦ વાગ્યે તે અચાનક પોતાની જગ્યાએ થી ઉભી થઈ, અને પોતાના કપડાં જોયા. પછી કંઈક શોધવા લાગી. શોધતા શોધતા અચાનક તેની નજર ટેબલ પર પડેલા ગારમેન્ટસ પર ગઈ. તેણે ઝડપથી તે ઉપાડી લીધા. અને પોતે પોતાના શરીર પર મૂકી જોવા લાગી. પછી અચાનક ફેંકી દીધા..કદાચ તેને પસંદ નહિ આવ્યા હોય....! પણ ફેંક્યા એવી રીતે જાણે તેને તે કપડાથી નફરત હોય....!

આમને આમ તે ધીરેધીરે બધા કબાટો ખોલવા લાગી અને કપડાઓ ટ્રાય કરીને ફેંકવા લાગી...!. અમુક કપડાઓ જોઈને બાજુમાં પડેલી કાતર થી પોતાની રીતે કાપવા લાગી અને ફરી પાછા પોતાના શરીર પર મૂકી જોવા લાગી !. એક કલાક પછી જ્યારે એક લેડી ત્યાં આવી અને બેબી ને આમ કરતા જોઈ તો તેણે બેબી ને આમ કરતા રોકવાની કોશિશ કરી. આથી બેબી વધારે છંછેડાઈ ગઈ....અને બાજુમાં પડેલી કાતર સીધી તે લેડીઝ ના ગળા પર મારી....એ તો સારું હતું કે તે લેડી યોગ્ય સમયે હટી ગઈ...નહિ તો તેનું ગળું કપાઈ જાત...! પછી જયારે તે લેડી બહાર ની સાઈડ ભાગી ત્યારે , બેબીએ પાછળથી તેની પર કાતરથી રીતસર નો હુમલો કર્યો , અને તેને કાતર ના બે ત્રણ ઘા ઝીંકી દીધા..! પેલી લેડી જોરજોર થી ચીસો પાડવા લાગી, અને પોતાને બચાવવા લાગી.


બાજુમાં કામ કરતા ૪ મજૂરો તે સાંભળી ને અચાનક દોડી આવ્યા , અને બેબી ને પકડવા લાગ્યા . નવાઈ ની વાત એ હતી કે , તે ચાર લોકો થી પણ બેબી કાબુમાં આવી રહી ન હતી... તેણે પેલી લેડીને છોડીને ચારેય મજૂરો ને ફેંકી દીધા. એક મજૂરને તેણે જોરથી બચકું ભરી લીધું. બધા તેનાથી ડરી ગયા હતા. અને બધા બહાર ની સાઈડ ભાગી ગયા !.

આકાશે જોયું કે બેબી ગુસ્સા થી લાલચોળ થઈ ગઈ હતી અને મૂંઝવણમાં પણ હતી !. તેણે આજુબાજુ જોયું, અને ત્યાં રહેલા જુના સિલાઈમશીનો અને ટેબલો ને ઊંચકીને ફેંકી દીધા ....!. ટેબલ ફેન્સ , ટ્યૂબલાઈટ્સ બધું તોડફોડ કરવા લાગી. નવાઈની વાત એ હતી , કે તેણે જે સિલાઈમશીનો ફેંક્યા , તે કમસે કમ ૧૦૦ થી ૧૫૦ કિલો ના હતા. આકાશે પણ વિચાર્યું કે એક લેડી માં આટલી તાકાત ક્યાં થી આવે, કે તે આટલા ભારી સાધનોને રમકડાં ની માફક ફેંકી શકે!. રસ્તામાં આવતી દરેક વસ્તુને તે તોડીફોડી કે ફેંકવા લાગી !. મેનેજરે આવીને તેને ધમકાવી, તો તેણે મેનેજરને ધક્કો મારીને નીચે પછાડી દીધો , અને બે લાત તેના પેટ પર જિકી દીધી.!. અને પછી ગોડાઉન ની વચ્ચોવચ આવીને બેઠી અને ધુણવા લાગી !.


આમને આમ વિચારતા વિચારતા આકાશ ને ધ્યાન ન રહ્યું કે ૯.૦૦ વાગી ગયા છે. તેની વાઈફ ભાવિકા નો ફોન આવવાથી તેનું ધ્યાન તૂટ્યું અને તે ફટાફટ ઘર જવા નીકળ્યો. ૯:૨૦ તે ઘરે પહોંચ્યો. હજુ તેના પપ્પા અને તેના ભાઈ વિરલ નું પણ જમવાનું બાકી જ હતું. આથી બધા સાથે જમવા બેઠા. જમતી વખતે સ્વાભાવિક રીતે જ તેના પપ્પા એ આકાશ ને સવાલ કર્યો.

પપ્પા : શું થયું હતું આજે ગોડાઉન પર ?

આકાશ : કઈ નહિ પપ્પા..એક લેડી બીમાર હતી....નાની મેટર હતી..!

પપ્પા : ( ગુસ્સાથી ) નાની મેટર હતી...? ઇન્સ્પેક્ટર નો મારી પર ફોન આવ્યો હતો...!


આકાશ : ઇન્સ્પેક્ટરનો....પણ શેના માટે ?


પપ્પા : લાગે છે તને કોઈ વાતની કઈ ખબર જ નથી...તારી એ વર્કરે જે લેડીઝ ને ઘાયલ કરી હતી તે પોલીસ સ્ટેશન ગઈ હતી...તેની વિરુધ્ધ ફરિયાદ લખાવવા ?

આકાશ : પણ મને તો ખબર જ નથી...!


પપ્પા : તારું ધ્યાન ક્યાં છે...?!


આકાશ ચૂપ જ રહ્યો. તેને આમપણ પોતાના પપ્પાથી થોડી બીક તો લાગતી જ હતી...!.તેના પપ્પાએ પાછું આગળ ચલાવ્યું ,


પપ્પા : એને તો ( ઇન્સ્પેક્ટર ) મેં સમજાવી દીધો છે...પણ તે છોકરી ને કાલે જ નોકરી માથી કાઢી નાખ....!


આકાશ : જી પપ્પા.....


તેની મમ્મી એ વચ્ચે પડી ને વાત ને બદલવાનો પ્રયાસ કર્યો.


મમ્મી : છોડો હવે તે વાતને...બેટા તને એક રોટલી આપું....?


પછી તેના પપ્પાએ બેબી વિશે બધું પૂછ્યું. આકાશે તેમને બેબી ના જોઈનીંગ થી માંડીને તેના કામ, સ્વભાવ , તેની પર્સનલ લાઈફ વિશે તેમને જણાવ્યું. અને આજે બનેલા બનાવ વિશે ટૂંકમાં કહ્યું. આથી તેનો ભાઈ વિરલ બોલ્યો...


વિરલ : આકાશ , એ લેડી ને કદાચ સ્પ્લીટ પર્સનાલીટી હશે....તેનો રિપોર્ટ તો જોઈને કાલે હું તને કહીશ...આપડે કોઈ સાઈકિયાસ્ટ્રીક ને બતાવવું જોઈએ...

પપ્પા : કોઈએ કશું બતાવાની જરૂર નથી...કાલે સવારે જ તે લેડી ને નોકરી માંથી છુટ્ટી આપી દે...!


આકાશ : જી પપ્પા...!


પપ્પા : આવા ચક્કર માં આપડે પડવાની જરૂર નથી...એનું એ સમજશે...તું તારા કામ પર ધ્યાન દે...!

જે પ્રમાણે આકાશ પોતાના પપ્પાથી ગભરાતો હતો તે જોઈને ભાવિકા અત્યારે આકાશ પર હસી રહી હતી !. આકાશનું ધ્યાન અત્યારે જમવાને બદલે બેબી ના વિચારો માં ખોવાયેલું હતું. તેણે જેમતેમ કરી ને ફટાફટ જમી લીધું.


જમીને સીધો તે ફોન કરવા માટે લીવીંગરૂમ છોડીને બહાર જતો રહ્યો. કદાચ સંગીતાને ફોન કરીને બેબીની હાલત વિશે ફોન કરવા માટે ગયો હશે...! ત્યારબાદ ટીવી જોવાનું ટાળી તે સીધોજ પોતાના રૂમ માં ગયો...તેની વાઈફ ભાવિકા પ્રેગ્નન્ટ હતી , આથી બેબી ની વાત કરી તે તેને પરેશાન કરવા માંગતો ન હતો. આથી ભાવિકાના ઘણીવાર પૂછવા પછી પણ તેણે બેબી વિશે તેને કશું કહ્યું ન હતું. રાતના

૧૧:૩૦ વાગ્યા સુધી આકાશ એકજ વસ્તુ વિચારતો રહ્યો કે કોઈની આત્મા બીજાના શરીર માં કેવી રીતે આવી શકે...? આવું વિચારતા વિચારતા તેને ઊંઘ આવી ગઈ.


પણ રાતના અચાનક તેની આંખો ખુલી ગઈ. " બેબી નું આંખો સામે જોઈને બોલવું અને આકાશ નું ડરવું " આ વસ્તુ તેના સ્વપ્ન માં આવી હતી, અને ઝબકીને તે પથારીમાંથી બેઠો થઈ ગયો હતો. એનાથી વધારે આઘાત લાગવાનો તો તેને બાકી હતો !. કારણ કે, સામે દીવાલ પર હનુમાનજી નો ફોટો હતો. તેણે હનુમાનજી ના ફોટો સામે જોઈને બાજુમાં સુતેલી ભાવિકા પર નઝર કરી. તેના ગળામાં બંધાયેલા તાવીજ ને જોઈને રીતસરનો ઝટકો લાગ્યો !. કારણકે આવુજ એક તાવીજ (હનુમાનજીના નાના ફોટોવાળું) બેબી ના ગળામાં હતું. આકાશ ની એવી માન્યતા હતી કે ભગવાન પાસે હોય તો ભૂતપ્રેત કે આત્મા આપડા શરીર માં પ્રવેશી શકતી નથી...તો તે(સંધ્યા) બેબીના શરીર માં કેવી રીતે પ્રવેશી શકે ?


ઊંઘ તો આમપણ તેના મગજ માંથી ગાયબ થઈ ગઈ હતી. અત્યારે રાતના ૧૨: ૩૦ વાગી ગયા હતા. આથી બેબી માટે ફોન કરવા કે તેનો હાલ જાણવા માટે અત્યારે જવાનો કોઈ મતલબ પણ ન હતો. આમપણ સંગીતા નો ફોન પણ આવ્યો ન હતો , આથી બધું બરાબર હશે એવું માનીને બેબી ના વિચારો કરતો તે ઊંઘી ગયો.

( વધુ આવતા અંકે - બેબી..! - ૪ માં )

ક્રમશ: