બાપનું અપમાન Dharmesh Dharmesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાપનું અપમાન




ગંગાપુર નામે એક રૂડું ગામ હતું,ગામમાં મહેશ ભાઈ નામના એક સજ્જન વેપારી રેહતા હતા, મહેશ ભાઈનો પુત્ર રાજ પિતાના પૈસાથી બાળપણથી જ આડી લાઈનો ચડી ગયેલો!!ધીમે ધીમે પ્રગતિ કરીને રાજ ક્રાઇમની દુનિયામાં મોટું નામ કાઢવા લાગ્યો !! મૂળતો વેપારીનો દીકરો એટલે એને સોનાની ખાણ જેવા મોટા મોટા વેપારમાં હાથ નાખતો,એના કિસ્મત ગણો કે ડર કોઈ વચ્ચે આડું આવતું જ નહીં !! રાજ કાયદેસર ઇજરાશાહીથી જ વેપાર કરતો, પોતે એટલાં બધાં સબંધ ડેવલપ કર્યાહતા કે એની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવા ખુદ મુખ્યમંત્રીશ્રી આવેલા, એના જિલ્લામાં રાજે કંઈક નામી અનામી લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

જોકે રાજની એક ખાસિયત હતી કે કારણ વગર એ ક્યારેય કોઈને પણ સંતાપે નહિ, અને આડા આવે એને મૂકે પણ નહીં !! રાજ મહેશભાઈનો એકનો એક સંતાન હોવાથી મહેશભાઈ રાજ ભેગા જ રહેતા હતા. હવે ગંગાપુરની પેઢીતો માત્ર બેસવા પૂરતી જ હતી. અને મહેશભાઈ પણ ટાઈમ પાસ પૂરતી જ ચલાવતા !!

આજ ગામમાં સરપંચ તરીકે હતા હમીર ભાઈ,એક નખશિખ સજ્જન માણસ હતા ગામના લોકો સાથે બહુ પ્રીત રાખે અને દરેક સારા માઠાં પ્રસઁગોમાં ખુદ હાજર રહે અને તન મન ધનથી સૌની મદદ કરે, આજ ગુણ તેમના પુત્ર વેરસીમાં પણ હતો, સરપંચનો ભાઈ લાખો પણ રાજની જેમ માફીયો જ હતો,ગામમાં ગમે ત્યારે ગમે તેની સાથે ધોલ ધપાટ કરી લ્યે, ગમે તે બેન દીકરીની છેડતી કરી લ્યે,ગમે તે વેપારીને ત્યાંથી માલ તફડાવી લ્યે,નાની ઉમરમાં રાજે કરેલી પ્રગતિ જોઈને લાખો બહુ દુઃખી થતો!! એને અને રાજને સાવ 36નો આંકડો,જોકે બન્નેની માફિયાગીરીમાં ઘણો તફાવત હતો. રાજ કોઈ દિવસ લાખાની જેમ ચકલા નહતો ચુથતો !! અને દરેક સ્ત્રીને દેવી સમજીને જ ચાલતો.

ગામ માં રામનવમીનો તહેવાર આવ્યો ગામ આખું હિલોળે ચડ્યું હતું,ગામના પાદરથી રામજી મંદિર સુધી જબરદસ્ત રથયાત્રા કાઢવામાં આવેલી સૌ પોત પોતાની મોજમાં નાચતા હતા,ઢોલી પણ મન મૂકીને વગાડતા હતા ,બહુ ભારે ભીડ હતી.આમાં એક જ વ્યક્તિ ગેરહાજર હતો એ હતો રાજ, એ કોઈ કામ સબબ બહારગામ ગયેલો!!

રથયાત્રામાં ભીડને કારણે ભૂલથી મહેશભાઈથી લાખાને નાનો અમથો ધક્કો લાગી ગયો, બસ આવી બન્યું મહેશભાઈનું લાખાયે જાહેરમાં મહેશભાઈને આખા ગામની સામે 2 લાફા જીંકી દીધા!!આવી હિમ્મત કરવાનું કારણ એક જ હતું કે રાજ ગામમાં હાજર ન હતો નહિ તો લાખાની 7 પેઢી આમ કરતા પેહલા હજારો વાર વિચારે !!

રથયાત્રાના ઢોલ થંભી ગયા સૌ લોકોયે નાચવાનું બંધ કરી દીધું !! સૌના મોઢા પર આવનાર તુફાનનો અંદાજો આવી ગયેલો હમીર ભાઈ પણ ત્યાં હાજર હતા, તેને પણ પસીનો વરી ગયેલો,પણ ભાઈના પ્રેમમાં અંધ હમીર ભાઈ લાખાને બે કડવાં વેણ કહીને ત્યાંથી સીધો ઘરભેગો કરી દીધો !!ત્યારબાદ આખી રથયાત્રા મૂંગે મોઢે રામજી મંદિર પહોંચી ગઈ.

મહેશ ભાઈ પણ રથયાત્રા પડતી મૂકીને ઘરતરફ ચાલ્યા ગયા,પાછળથી ગામના અમુક મોવડી અને ખુદ હમીરભાઈ પણ લાખા વતી માફી માંગી આવેલા.

આમ બાજુ રાજને ઘટનાની ખબર તેના મળતીયા દ્વારા પહોંચી ગયેલી,રાજ ગાંડા હાથી જેવો થઇ ગયેલો.
તે તરત જ પોતાના બધા કામ પડતા મૂકીને,ગંગાપુર આવ વા રવાના થઇ ગયો.પોતા પાસે પડેલી બંધુકની ગોળીઓ લાખાના કાળજામાં પોરવી દેવાનું મન બનાવી લીધું !!!

સરપંચ હમીરભાઈ ભાઈ સુઝબુઝ વાપરીને લાખાને રાજ્યબાર મોકલવાની વ્યવસ્થા કરી દીધી, કારણ કે બંને ભાઈઓને રાજના ગુસ્સાનો અને તાકાતનો પરિચય હતો!! લાખો પણ બીકનો માર્યો મિયાંની મીંદડી બની મોટા ભાઈના આદેસ મુજબ જ વર્તવા લાગ્યો !! અને તરત જ ગંગાપુરની બહાર નીકળી ગયો.

પોલીસ ખાતાના અધિકારી શ્રી રાણા સાહેબને પણ અંદાજો આવી ગયેલો હતો કે કેવો ખૂનીખેલ ખેલાવાનો હતો!! તે ખુદ પણ ગંગાપુર જવા રવાના થઇ ચુક્યા હતા,પણ રાજના જાણીતા અને સરકારમાં કદાવર મંત્રીસહેબનો કોલ રસ્તામાં જ આવી જતા,તેઓ અને તેમનો પૂરો સ્ટાફ બંદોબસ્ત હટાવીને પાછો પોતાની ઓફિસે આવી ગયો,કારણ કે મંત્રીજીની ચોખી સૂચના હતી કે રાજને મનફાવે તેમ કરવા દેવું નહિ તો પછી બદલીની તયારી રાખવી!! સતા સામે શાણપણ નકામું,એ યાદ રાખીને રાણા સાહેબ પણ પાછા વળી ગયા !!!

આ તરફ ઝડપી ગતિયે પોતાની મર્સડિસ લઈને રાજ સરપંચના ઘરમાં અંદર સુધી ઘુસી ગયો,આખું ઘર માથે લીધૂ હવામાં ગોળીબાર કરીને લાખાને પડકારવા લાગ્યો,પણ લાખો ઘરમાં હોય તો જવાબ આપે ને?? એ તો ક્યાર નો ગોઠવણ મુજબ ગામમાંથી નીકળી ચુક્યો હતો!! લાખાની ઘરવાળી રમીલા બેન બહુ ભલી ઔરત હતી તેને રાજ પાસે હાથપગ જોડીને માફી માંગીને એનો ચૂડલો ના નંદવાય જાય,અને પોતાના દીકરા કાનજી પરથી બાપનો હાથ ના હટી જાય એવી અરજ કરી.રાજ આમ ગમે તેવો માફીયો પણ સ્ત્રીઓ પ્રત્યે તેનું વલણ ખુબ સારું હતું,તે કોઈ પણ સ્ત્રીને મદદ માટે રાજ અડધી રાતે પણ તયાર રેહતો,રાજ ગમ ખાઈને નીકળી ગયો !!

રાજ સીધો પોતાના ઘરે ગયો, ત્યાં બેઠકમાં પિતા મહેશ ભાઈને ગામના તમામ મોવડીઓ અને હમીરભાઈ સહીતનો કાફલો મોજુદ હતો!! ત્યાં હમીરભાઈને જોઈને પાછી પોતાની બંઘુક કાઢીને હમીરભાઈ તરફ નિસાન તાક્યું !!પણ મહેશ ભાઈ વચ્ચે આવી પડતા પોતાનો ઈરાદો બદલી નાખ્યો.

મહેશ ભાઈ પણ નખશિખ સારા માણસ હતા એટલે તેને રાજને શાંત રેહવા સમજાવ્યો ગામની ભલાઈ માટે તે પણ શાંત રહ્યો!! ને મનમાં ગાંઠ વારી લીધી કે કોઈ પણ ભોગે લાખાનું કાસળ કાઢી નાખીસ,કા ઈ નહિ ને કા હું નહિ !!

થોડા દિવસોમાં લોકો પાછાં રાબેતા મુજબ ગોઠવાઈ ગયા હતા!! મહેશ ભાઈ પણ હવે રોજિંદા ક્રમ મુજબ પોતાની પેઢી પર બેસવા લાગ્યા!!

હવે ગામ માં ત્રણ જ માણસો ચિંતા માં હતા,એક રાજ બીજા હમીર ભાઈ અને ત્રીજો લાખો.રાજે પોતાની રીતે બહુ તપાસ કરી કે લાખો ક્યાં છુપાયો છે. પણ રાજની કારી ફાવી નહિ અને એ અસફળ રહ્યો!!

રાજ પોતાની રાજકીય તાકાત વધારવામાં વ્યસ્ત થઇ ગયો હતો, હમીરભાઈને ખબર હતી કે રાજ આજ નહિ તો કાલ બદલો લેશે ખરો,એટલે લાખાને કડક સૂચના આપી કે જીવ વહાલો હોય તો મહેરબાની કરીને જિંદગી ભર ગંગાપુર કે આખા જિલ્લામાં ક્યાંય પગ ના મુકતો !હમીરભાઈ લાખાના ખર્ચ જોગુ દર મહિને મોકલી આપતા હતા.

આમને આમ વર્ષો વીતી ગયા લોકો એ ઘટનાને અને રાજના બદલાને પણ ભૂલી ગયા,રાજ પણ માફીયા માંથી વેપારી બની ગયો, લગ્ન કર્યા અને બે બાળકોનો પિતા પણ બની ગયો હતો !! એ હવે ખાસ્સો સમય સમાજ સેવા અને પોતાના પરિવાર પાછળ જ વાપરતો હતો !!

કુદરતને કરવુંને એક દુર્ઘટના બની,લાખાનો સોળ વર્ષનો છોકરો કાનજી પુરપાટ ગાડી ચલાવાને કારણે અકસ્માતનો ભોગ બન્યો અને,એનું પ્રાણ પંખીડું ઘટનાસ્થળ પર જ ઉડી ગયું!!

ફરી પાછું ગામ ચિંતામાં આવી ગયું કારણકે કાનજી ના કારજમાં લાખો હાજર થાય તો ફરી ગામમાં લોહિયાળ ખેલ ખેલાય !! કારણકે ગામ લોકો રાજ અને લાખા બંનેને સારી પેઠે જાણતા હતા. ઉપરાંત કાનજીનો અકસ્માત જે ટ્રક સાથે થયો હતો એ પાછી રાજની કંપનીનો હતો !! લોકોમાં અફવા ઉડવા લાગી હતી કે રાજે બરાબર બદલો લીધો બાપના અપમાનનો !! લાખો હાથમાં ના આવ્યો તો એના જુવાન દીકરાને જ મરાવી નાખ્યો !!

કાનજીના કારજ પ્રસંગને પતાવવા માં કોઈ દુર્ઘટનાના બને એ માટે હમીરભાઈ અને મહેશ ભાઈ યે સંયુક્ત અરજી કરી, પોલીસખાતામાં ગામને સુરક્ષિત પોલીસ છાવણીમાં ફેરવી નાખવા માટે !! જેથી કાઈ અનિચ્છનીય બનાવ ના બને.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાનજીનો કારજ પ્રસંગ સરૂ કરવા માં આવ્યો બધાના આશ્ચર્ય વચ્ચે હમીરભાઈ પૂજા માટે બેઠા, ગામ લોકોને એવી આશા હતી કે લાખો જ પૂજામાં બેસસે પણ તે આવ્યો જ નહિ !!

ચાલુ પૂજા યે હમીરભાઈને કોલ આવે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે, ગામ લોકો કઈ સમજી સકતા નથી એટલે અમુક વડીલ પૂછે છે કે શુ થયું ?? ત્યારે હમીરભાઈ સૌને જણાવે છે કે મેં મારા ભાઈને મુંબઇમાં છુપાવ્યો હતો. ભત્રીજા કાનજી સાથે જે દુર્ઘટના ઘટી હતી તે અનુસંધાને હું લાખાને કાનજીના કારજમાં એના હાથે પૂજા કરવા માંગતો હતો,પણ લાખાના મનમાં રાજનો ભય ઘર કરી ગયો હોય, એ ને અહીં ચોખ્ખા શબ્દોમાં ગંગાપુર આવવાની ના પાડી દીધી હતી, પણ આજે લાખાને એના પાપ નડી ગયા લાખો માનવ લાગ્યો હતો કે કાનજીના મૃત્યુ પાછળ રાજનો હાથ છે અને ,રાજની આ ગતિવિધિ અને એની વગ જોઈને પોતે કઈ પણ કરવા અસમર્થ છે,એવું સમજીને આજે એ પાપીયા યે ઝેર ખાયને જીવન ટૂંકાવી લીધું.

પોતાનો બાપના અપમાનનો બદલો કુદરત દ્વારા પૂરો થતો જોઈને રાજ પણ મનોમન ખુશ હતો,પણ કાનજીનો જીવ લેવામાં પોતાનો કોઈ હાથ ના હોવા છતાં, ગામ લોકો અને લાખાના ખોટા વહેમને કારણે દુઃખી પણ હતો.



(સત્યઘટના પર આધારિત વાર્તા,જોકે અહીં મેં છૂટછાટ લીધી છે. જરૂરીયાત મુજબ પાત્રો અને શહેરના નામ બદલ્યા છે. )