રાજ બપોરે આરામ ફરમાવી રહ્યો હોય છે, ત્યાં અચાનક એના ફોન ની રિંગ વાગે છે. સામે થી મીઠો કોયલ ના ટહુકા જેવા અવાજ થી કોઈ છોકરી પૂછી રહી છે!!હેલો રાહુલ ભાઈ છે ?? કાચી નીંદર માં ખલેલ પહોંચતા રાજ નો પીતો હલી જાય છે. એ ગુસ્સામાં કહે છે, ના વરોંગ નમ્બર જોઈ ને ડાયલ કરતા હોય તો!!સામે થી કોયલ જેવા સ્વરે પેલી છોકરી કહે છે,એ હીરો માનવ માત્ર ભૂલ ને પાત્ર!! વરોંગ નમ્બર કહી ને મારી જેમ કોલ કાપી નખાય, આમ કોઈ ને કારણ વગર સલાહ ના અપાય. આટલું બોલી ને પેલી કોલ કાપી નાખે છે!!
રાજ પાછો નીંદરએ ચડી જાય છે. સાંજે ઉઠતા વેંત એ ને બપોર ના કોલ ની યાદ આવે છે, આમ તો જવાની ના ઉંબરે ઉભેલા રાજ ને, આ અજાણી છોકરી પ્રત્યે તો આકર્ષણ થવા જ લાગેલું!! કરોડપતિ બાપ નું સઁતાન, રાજ કોલેજ પણ મર્સડીઝ લઈ ને જવા વારો કોલેજ બોય એટલે આમ તો, છોકરીઓ ની કાઈ કમી નહિ !! ગોળ ની આસપાસ જેમ માખી ફરે, એમ રાજ ની આસપાસ કોલેજ કન્યા ફરતી!! પાછો પણ લુક માં પણ એ બૉલીવુડ ના હીરા જેવો. આમ પણ આજ ના જમાના માં આટલું હોય તો છોકરીઓ ની લાઈન લાગે!!
એ પેલી છોકરી ના નમ્બર ને વરોંગ નમ્બર નામે સેવ કરે છે. વ્હોટ્સપ ખોલી ને જોવે છે તો એ નમ્બર નું DP દેખાય છે!!30 ની આસપાસ પહોંચેલી એ યુવતી હતી, ચહેરા મન મોહક હતો!!બાંધો સપ્રમાણ માં માંસલ દેહ હતો!! રાજ એને જોઈ ને પાગલ થઈ જાય છે. એ યુવતી ને પામવા ની પ્રબળ ઈચ્છા થઈ આવે છે!!
ફટાક થી એ પેલી યુવતી ને કોલ કરે છે!! પેલી યુવતી કોલ ઉપાડે છે ને પૂછે છે કોણ??? રાજ જવાબ આપે છે. એજ કે જેની તમે બપોરે નીંદર ખરાબ કરેલી!!સામે થી પેલી કહે છે કે સૉરી તમારી નીંદર ખરાબ કરેલી!!પણ મારો કોઈ એવો ઈરાદો નહતો,પણ તમારા ને રાહુલ ભાઈ ના નમ્બર માં,એક જ ડિજિટ નો ફરક છે.એટલે ભૂલ થી તમને કોલ લાગી ગયો તો, ફરી પાછું સૉરી. રાજ કહે છે તમે સૉરી ના કહો મારે માફી માંગવી છે. મેં તમારી સાથે ગેરવર્તણૂક કરી હતી,પ્લીઝ મને માફ કરો. સામે થી પેલી યુવતી કહે છે કાઈ વાંધો નહી ઇટ્સ ઓકે. બીજું ફરમાવો !!રાજ કહે છે, ખૂબ ખૂબ આભાર તમારો!! પછી તો ચાલક રાજ આડી અવળી ઘણી વાતો કરે છે!! બંને તરફ થી ગુડ નાઈટ થાય છે!! માફી માટે કરેલો કોલ, લગભગ અડધો કલાક ચાલે છે.
બીજે દિવસે સવારે, એ એક વ્હોટ્સપ મેસજ કરે છે એ યુવતી ને ગુડ મોર્નિંગ નો, સામે થી પણ એક સરસ મજા નો મેસેજ આવે છે. વાત આગળ વધારવા ફરી રાજ મેસેજ કરે છે. કે મેં તમારો. નમ્બર વરોંગ નમ્બર તરીકે સેવ કર્યો છે, આ કોયલ જેવા અવાજ ના મલિક નું સાચું નામ શું છે ?? સામે થિ જવાબ આવે છે બહુ ઉતાવળા હો નામ જાણવા માં પણ તમારી સજ્જનતા સ્પર્સ ગઈ. આ કોયલ નું નામ , રાજલ છે. તમારું નામ પણ જણાવો જનાબ એટલે નામ સેવ કરતા ફાવે !!રાજ પોતાનું નામ જણાવતા કહે છે તમારા નામ માં થી લ કાઢી નાંખો એજ મારુ નામ!!રાજ ને રાજલ બેય એક જ જેવા નામ છે નહીં. પછી તો ઘણી બધી વાતો થાય છે!!
બન્ને 2 3 મહિના સુધી ખૂબ વાતો કરે છે. હવે તો સંબન્ધ ઘાટો થઈ ગયેલો કે ,હવે તો બન્ને એક બીજા ને તુકારે બોલાવતા!! એક દિવસ આખરે રાજ હિંમત કરી ને એને મળવા નું કહે છે!! પેહલા તો રાજલ બહુ આના કાંની કરે છે. પણ જિદ્દી રાજ માનસે નહિ એટલે એ ના છૂટકે માને છે બન્ને અમદાવાદ ની એક પોસ કહી શકાય એવી રેસ્ટોરન્ટમાં માં મળે છે. જેથી કરી ને મુલાકાત ની કોઈ ને ખબર પણ ના પળે ને પ્રાઇવસી પણ જળવાય રહે !!
બન્ને ની મુલાકાત થાય છે ડીનર પર, રાજલ પોતાના સાથે એક 3 વર્ષ નું નાનું બેબી લઇ આવે છે. થોડા ટાઈમ પછી રાજ પણ આવી જાય છે. આવતા વેંત પોતાની મર્સડીઝ ની ચાવી ટેબલ પર મૂકે છે!! એ રાજલ ને ઈમ્પ્રેસ કરવા માંગતો હોઈ છે પૈસા થી!! બન્ને જણા ગળે મળે છે. રાજ એક સુંદર ગુલદસ્તો આપે છે!!પછી ઓર્ડર દેવાય જાય છે. ને વાત નો દોર શરૂ થાય છે. સૌપ્રથમ રાજલ એક આંચકો આપતા પોતાના, બેબી ચીકુ સાચું નામ ચિરાગ ને કહે છે અંકલ ને હાઈ કરો ચીકુ. ચીકુ રાજ ને હાઈ કરે છે. બદલા માં રાજ પેલા ચીકુ ને હેલો કરે છે!! પછી એ બેબી નું રાજલ ઇન્ટ્રો આપે છે કે એ એનો પુત્ર ચિરાગ છે પણ વ્હાલ થી અમે ચીકુ કહીયે છીએ !! ત્યાં વેઈટર ઑર્ડર લઈ ને આવી જાય છે!! રાજલ રાજ ને કહે છે પેહલા જમી લઈયે નહિ તો. તું જમ્યા વગર નો જ મને મૂકી ને જતો રહીસ જયારે હું તને મારી સ્ટોરી કહીશ ત્યારે!! રાજ પોતાની આગવી છટા માં કહે છે કે, મૂકી ને જાય એ બીજા આ રાજ નહિ!! આમ પણ મેં ચીકુ ને જોયો ત્યાર થી આશ્ચર્ય માં જ છું. હું તને ખાતરી આપું છું કે હું તને ક્યાંય મૂકી ને નહિ જાવ લેટ્સ સ્ટાર્ટ યોર સ્ટોરી!!
રાજલ જણાવે છે કે, મારુ નામ તો તને ખબર જ છે. મારા પતિ નું નામ સમીર, આજ થી 5 વર્ષ પહેલાં મારા ને સમીર ના અરેન્જ મેરેજ થેયેલા, પણ હું સમીર ને અને સમીર મને દિલોજાન થી ચાહતા, લગ્ન ની બીજી એનિવર્સરી ઉજવવા અમે યુરોપ ગયેલા!! ત્યાં એક બીચ પર મોટર બોટ લઈ ને એ દરિયા ની અંદર ગયેલો,ત્યાંર પછી બહાર આવી તો માત્ર સમીર ની લાસ!!રાજલ ની આંખ માં આશુ આવી પડે છે!!રાજ ને શુ કરવું એ કઈ ખબર નથી પડતી!!એ રાજલ ના આશુ લૂછે છે ને, એક ટાઈટ હગ કરે છે!! થોડી સ્વસ્થ થતા રાજલ કન્ટીનયુ કરે છે.
ત્યારે આ ચીકુ મારા ગર્ભ માં હતો. મારા સાસુ સસરા મને દીકરી ની જેમ રાખે છે, એટલે મને એને અબોર્શન કરવા કહ્યું. પણ મેં એને ના પાડી કે, હું સમીર ની નિશાની સાચવીસ. ત્યારબાદ આ ચીકુ અવતર્યો ને, મારુ આખું જીવન એની આસપાસ માં જ વિટાયેલું છે. બાકી નાણાંકીય કોઈ તકલીફ નથી. ને પડશે પણ નહીં, કારણ કે સમીર અમારી 7 પેઢી આરામ થી ખાઈ શકે એટલું રાખી ને ગયો છે!! તે અહીં આવતા વેંત મર્સડીઝ ની ચાવી ટેબલ પર રાખી ને મને પૈસા થી ઈમ્પ્રેસ કરવા ની કોશિશ કરેલી ને ?? રાજ ભોઠપ સાથે હા પાડે છે!! રાજલ કહે છે કે તું આવ્યો ત્યારે પાર્કિગ માં લાલ કલર ની સ્પોર્ટ્સ કાર જોઈ તી ?? રાજ હા પાડે છે!! રાજલ કહે છે એ ગાડી મારી જ છે,બીજી વાર આ પૈસા દેખાડી ને મને ઈમ્પ્રેસ ના કરતો. બસ યહી હે,અપની કહાની અબ આપ સુનાઈયે કુછ જનાબ!! આંખો નચાવતા રાજલ કહે છે.
રાજ જણાવે છે કે, મારી તો બસ સામન્ય જિંદગી છે.સવારે કોલેજ જવાનું, બપોરે જમી ને સુઈ જવાનું !!સાંજે ગાડી લઈ ને નીકળી પડવા નું, દારૂ પી ને મસ્ત રાત ના બધા સુઈ જાય પછી ઘરે આવા નું!! આજ મારી જિંદગી!! આગળ ભણી ને કાઈ નોકરો તો કરવા નો નથી!! પાપા ના ધિકતા ધન્ધા પર જ બેસવા નું છે.
રાજલ પૂછે છે. આટલો હેન્ડસમ છો, ને પૈસા વાળો પણ તો કેટલીક ગર્લફ્રેંડ બદલાવી?? રાજ કહે છે કે રાજલ એ ક્વેશ્ચન જ ખોટો છે. રાજલ કહે છે કેમ કાઈ ખોટું લાગ્યું ?? રાજ કહે છે ના રે,રાજલ જેટલી ફેરવી ને,ભવિષ્યમાં ફેરવવા નો છું, ને એ બધી મારા પૈસા જોઈ ને મારી પાછળ ફરે છે. બાકી તું મારી ખાસ ફ્રેન્ડ છે એટલે કહું છું. કે એ તો બધી અડી અડી ને છુટા વારી છે!!મારે તો મને કોઈક પ્રેમ કરે એવી જોઈએ છે, નહિ કે મારા પૈસા ને !! રાજલ જવાબ માં એક ખન્ધુ સ્મિત આપે છે.
પછી તો અલક મલક ની વાતો કરે છે. ને છેટ રાતે 11 વાગ્યે છુટા પડે છે. જતી વખતે રાજલ રાજ ને,ગાલ પર હળવું ચુંબન આપે છે.
ધીમે ધીમે મળવા નો દોર, મહિના થી અઠવાડિયામાં ને પછી તો એકાંતરે થતો જાય છે. દોસ્તી પ્રેમ માં ફેરવાતી જાય છે!!ને મુલાકાત રેસ્ટોરન્ટ ને બદલે હોટેલ ના રૂમ મા થતી જાય છે!!
આવી જ એક હસીન મુલાકાત બાદ, કપડાં પહેરતી વખતે રાજલ રાજ ને કહે છે. રાજ તું મને સાચે પ્રેમ કરે છે કે,હું પણ અડી અડી ને છુટા વારી કેટેગરી માં આવું છું?? રાજ ભાવુક થઈ જાય છે. એ કહે છે, કે રાજલ મેં તને સૌ પ્રથમ વ્હોટ્સપ ના dp માં જોયેલી, ત્યાર નો હું તને પ્રેમ કરતો હતો!! પણ તારી ને મારી ઉંમર વચ્ચે 12 વર્ષ નો ફરક છે. એટલે મેં તને કોઈ દિવસ કહ્યું નહિ,પણ તે જ્યારે સામે થી પ્રપોઝ કર્યો, ત્યારે હું ખુશી નો માર્યો પાગલ થઈ ગયો હતો, હું હમેશા એવી ઇચ્છા રાખીશ કે તું આખી જિંદગી મારી સાથે રહે!! રાજલ કહે છે,રાજ આપણો પ્રેમ સાચો છે પણ દુનિયા ની દ્રષ્ટિએ ખોટો છે. એટલે તું મારી સાથે લગ્ન કરવા ના સપના જોતો હોઈ તો ભૂલી જજે!!એ કોઈ દિવસ શક્ય નથી. ને કદાચ શક્ય હોત તો, પણ હું મારા ચીકુ માટે થઈ ને બીજા લગ્ન તો નાજ કરત!! ને તારી ને મારી ઉંમર ના તફાવત ને કારણે હું એવું પણ નહીં ઈચ્છું કે તું મારી સાથે લગ્ન કર!! હજી તો યુવાની માં પગ મૂક્યો છે તે , એટલે તું તારી પસન્દ મુજબ ની કોઈ છોકરી સાથે જ લગ્ન કરજે!! હું એમા ક્યાંય બાધા નહિ બનું .રાજ કહે છે કે તો,ચીકુ ના સોગન ખાઈ ને કહે કે, આપનો પ્રેમ નો સંબન્ધ જિંદગી ભર રહેશે ને આપણે એક બીજા ને ક્યારે પણ નહીં ભૂલીએ !!રાજલ હા પાડે છે.
રાજલ કહે છે કે, તું મને આટલો બધો પ્રેમ કરે છે, તો હું તને એક વાત જણાવવા માંગીશ કે, એક રીત ના મેં તને છેતર્યો છે!!રાજ ને ઝાટકો લાગે છે!! એ બોલે છે કે , કાઈ વાંધો નહીં પણ હવે જે કહે એ સાચું કહેજે!! રાજલ એના મોબાઈલ માં થી એક ફોટૉ કાઢી ને રાજ ને દેખાડે છે. રાજ ફોટો જોઈ ને મોબાઈલ પાછો આપી દે છે. રાજલ તું મને ને મને મારા ફોટા કેમ દેખાડશ?? રાજલ કહે છે ધ્યાન થી જો રાજ, તારી પાસે આવું ટીશર્ટ છે??રાજ કહે છે ના, ને આ બ્રાઉન કલર થી હું નફરત કરું છું એટલે કોઈ દિવસ એ કલર નું ટીશર્ટ હું પેહરુ જ નહીં!! રાજલ ઝાટકો આપતા કહે છે, આ ફોટો મારા પતિ સમીર નો છે.રાજ ફરી ફોટો જોવે છે,જાણે અરીસો હોઈ એમ જ લાગે છે એક ભય નું લખ લખું પસાર થઈ જાય છે!! રાજલ કહે ડર નહીં!! ને મારી વાત સાંભળ, મેં તને એક આપણા કોમન ફ્રેંડ રિતેશ ની પાર્ટી માં જોયો તો!! અસલ સમીર ની જ સકલ જોઈ ને, હું પણ અવાચક થઈ ગઈ. આખી પાર્ટી માં મારુ ધ્યાન તારા પર જ હતું!!પણ તે મને નોટીસ ના કરી!! કારણ કે તું ફૂલ નશા માં હતો. પછી રિતેશ પાસે તારા મોબાઈલ નમ્બર લઈ ને મેં તને કોલ કર્યો !! રાજલ ફરી એને બાહો માં ઝકડી લે છે. ને મુલાકાત પુરી થાય છે.
એવામાં રાજ ના મોટા ભાઈ, મયુર ના લગ્ન આવે છે ને, આખો પરિવાર ને અમુક ખાસ મહેમાનો ને લગ્ન માટે સિંગાપુર જવા નું નક્કી થાય છે. પુરા 15 દિવસ માટે!! રાજ બેબાકળો બની જાય છે. એ રાજલ ને કોલ કરે છે ને, આખી વાત જણાવી ધે છે!!રાજલ કહે છે એમા શુ છે 15 દિવસ જ છે ને, આમ ચપટી વગાડતા નીકળી જશે!! રાજ કહે છે ના રાજલ મારે તને ગમે એમ કરી ને લઈ જવી છે. એ પાક્કું છે નહીં તો હું પણ લગ્ન માં નથી જવાનો!! ફોન કટ થઈ જાય છે.
રાજલ જાણે છે કે રાજ સાવ પાગલ છે. ને સગા ભાઈ ના લગ્ન માં નહિ જાય તો, ઘણા બધા સવાલો નો સામનો કરવો પડશે રાજ ને, એના મન માં આઈડિયા આવે છે. એ રાજ ને કોલ કરે છે. એ રાજ ને કહે છે એક આઈડિયા છે, જેના થી હું પણ આવી શકુ રાજ કહે છે જલ્દી બોલ રાજલ રેવા તું નથી !! તું જઇ ને મારુ નામ દે કે, રાજલ કરી ને મારી એક ધર્મ ની બહેન છે એને પણ સાથે લેવી જોઈશે!! નહિ તો હું નહીં આવું!! એટલે એ લોકો પેહલા તો ના જ, પાડી દેશે પણ તારી જીદ ને કારણે એ લોકો માની જશે.
રાજ અક્ષરઅસ સૂચના નું પાલન કરે છે. ને એના મા બાપ માની પણ જાય છે!!પછી તો એક સ્પેશિયલ ફ્લાઇટ થી બધા સિંગાપુર ઉપડે છે!! ત્યાં રંગે ચંગે મયુર ના લગ્ન લેવાય છે. રાજલ જાણે પરિવાર નો જ હિસ્સો હોઈ એમ બધા ફનક્સન માં આગળ પડતો ભાગ લે છે. પોતાની મીઠી છુરી જેવી જબાન થિ એ આખા પરિવાર ના દિલ જીતી લે છે!! બધા ના મોઢા પર રાજલ નું જ નામ હોઈ,બધા મયુર ને પરણાવી પાછા ફરે છે.
હવે તો એ, એટલી હળી મળી ગઈ કે, એ ગમે ત્યારે આવ જાવ કરી શકતી!! હવે એ બન્ને ને હોટલ ના રૂમ ની જરૂર નહતી, હવે તો એ કામ એ લોકો રાજ ના બેડરૂમ માં બિન્દાસ્ત કરતા!! પણ રાજલ ની મીઠી જુબાન નો જાદુ એટલો હતો કે,કોઈ ગન્દુ વિચારી પણ ના શકતું!!
હવે તો એ સંબન્ધ ને વરસો વીતી ગયા!! પછી તો રાજ એક ખુબસુરત ગોરી ને પરણ્યો !! એને પણ આરવ નામ નો છોકરો છે. ને પેલો ચીકુ પણ હવે કોલેજ બોય થઈ ગયો!!રાજલ હવે 50 પહોંચવા આવી છે ને રાજ લગભગ 38!! પણ બન્ને નો સંબન્ધ હજી ચાલુ જ છે. હવે એ મુલાકાતો ફરી હોટેલ ના રૂમ માં થવા માંડી!! આજ પણ રાજલ, રાજ ના ઘર માં આવે જાય છે, ને ઘર ના એક વ્યક્તિ ને,બાદ કરતાં બધા એ બન્ને નો સંબન્ધ પવિત્ર ભાઈ બહેન નો સમજે છે!! એ વ્યક્તિ એટલે કે રાજ ની ભાભી સ્મિતા !! એક વખત એ બન્ને ને, કઢંગી હાલત માં જોઈ ગયેલી!! પછી તો બન્ને એના પગે પડી જાય છે, ને એ લોકો ની આખી લવ સ્ટોરી કહે છે. આખરે કોઈક વિધવા પોતાના દિયર થી ખુશ છે!!એ પણ હમેશા માટે મોઢું સીવી લે છે!!
(સત્યઘટના પર આધારિત)