ફ્યુચર ફિક્શન

૨૧મી સદીમાં ભારતમાં ઘણા  ખરા બદલાવ આવ્યા છે.૨૦ સદીનું ભારતમાં જુનું જુનું ઘણું ખરું વહી ગયુંલાગે.? ટ્રેન, મોટર કાર ,વેપાર હવામાન પછી ભલે માણસો ના મન હોય કે ભાવના કે પછી રજવાડા હોયકે ગોરી પ્રજા.! આતો વાતો ગુલામી ને સદીઓ ની આવી પણ આપણને તો મુદ્દા પર ચાલવાનું છે.પણ આપને તો ભૂતનું ભૂલી ભવિષ્ય નું વિચારવાનું છે.આતો વાત રહી કલ્પનાની કરવાની ને આમાં ક્યાંય વાર્તા કે ઇતિહાસ ન આવે તો સારું?. સપનાં જોવાં માં ક્યાંય જીએસટી લાગે છે, જે આપણને ડર લાગે,માટે સપનું બેફામ જોવું. એમાંય જો સ્પર્ધા યોજાઇ તો પછી કય બાકી ના રખાય?.એમ બધા વિચારતા હસો. કહેવાય કે "સપનું નમણું હોય તો ચાલે પણ નબળું હોય તો ન ચાલે" તો ચાલો સપનાં જોવાં,,,,,,

  તાજેતરમાં વર્ષ ૨૦૨૦ શરૂ થઈ ગયું છે. માટે સપનું પહેલા નજીકનું જોવું .હાલ ચાઇનામાં એક નવો વાઈરસ જોવા મળ્યો તે કોરોના વાઈરસ કહેવાય કે ઢોરોનો વાઈરસ માણસોમાં ઘુસી ગયો મને લાગે છે. માટે થોડો માણસો  તેના ભોગ પણ બની મૃત્યુ પામ્યા છે. પણ થોડા વધારે બિચારા ૨૦૦જેવા માણસો કદાચ હોય? માટે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની આત્માને  શાંતિ આપે. અરજ કરીએ કે બીજા થોડા વર્ષોમાં કોઈ મોટો વાઈરસ હુમલો ન થાય ને વધારે મરે નહીતર તો આ ચાઇના વારા ક્યાંય આપણને  વસ્તીમાં પાછળ ના છોડી દે? છતાં પણ જો આમનું આમ ચાલશે તો  બધુ વ્યર્થ છે કારણ કે આમેય આપણે ૨૦૩૫ સુધી વસ્તીમાં પાછળ રાખી દીધા હસે.?.અને વસ્તીનો તાજ ભારતનાં કદમો માં હશે જે ભારત દેશની મોટી સફળતા છે.
.
ભારતની સામાજિક માં ઘણાં બદલાવ નહિ આવ્યા હશે એવી આશા વ્યક્ત કરીએ છીએ. પણ "સમય કોઈનો ના હોય.તો આપણું શું ગજું ?તો પણ નારી શક્તિનો દરેક ક્ષેત્રમાં ડંકો.  વાગતો હોય ને નારી પુરૂષ સમોવડી બની દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી નામ કમાશે. લગ્ન કરવા દબાણ નહીં હોય કન્યાં પોતાની રીતે લગ્ન કરશે. ને ૨૦૩૦ સુધીમાં પણ  આપણા દેશના વડપ્રધાન આજના નરેન્દ્રભાઇ મોદી જ હશે.જે સમય સાથે લાગે શે કે ભારતમાં જાતીપ્રમાણ સમતુલા ગુમાવી બેઠો હશે ને તેના માટે સરકારે એક ઉપાય શોધતા એક નવી સસ્થા બનાવશે જે  "અખિલ હિદ વાંઢા ફેડરેશન "નામે ઓળખાશે અને જેના અધ્યક્ષ કોઈ મોટાં વાંઢા સ્ટાર હશે ને એક મોટી યોજના બહાર પાડશે તે ગુજરાત ના વાંઢાઓ માટે હશે જે "ગુજરાત વાંઢા લગન યોજના"તેની સાથે "આફ્રિકા સુકન્યા યોજના"બને ભેગી હશે. આફ્રિકા થી કન્યાઓ લાવી ગુજરાતના છોકરાઓ સાથે લગ્ન કરવામાં આવશે. તેથી જાતિ પ્રમાણ જળવાઈ રહેશે. આમય ભારત ગમે તેવી પરિસ્થિતિમાં લડવા તૈયાર જ હોય.!
ભારતનાં રાજનીતિ માં જોવા જઈએ તો ૨૦૩૦ સુધીમાં તો એક જ વાત કરાયકે ત્યાં સુધી માં તો  પુરૂષ જ વડાપ્રધાન હશે
પણ એના પછી સમય બદલાશે ને સાંસદ માં મહિલાઓ ને બહુમતિ વધારે હશે જેમાં કોઈ સ્ત્રી વડાપ્રધાન બનશે.ને બાઈ માણસોનો વટ વધશે જેમાં ઘરે ભાઈ કરતા બહેનો નો વધારે ચાલશે.ભાઈ બોલશે તો કહશે કે સાના માના બેહો અમારા રાજ હાલે છે.એટલે ભાઈ નીચો જોઈ રહવાનો! બાકી તો બરાબર ચાલવાનું છે.
  રમત ગમત ક્ષેત્રે વ્યાવસાયિક ધોરણે શરૂ થઇ ગયો હશે ને ઓલોપિક માં ભારતનાં એટલા ખેલાડીઓ ભાગ લેતા હશે કે જેટલી યુરોપની કુલ વસ્તી નહી હોય?. ભારત એક વર્ષમાં મેડલ્સ એટલાં જીત્યા હશે કે ચીન ને અમેરિકા આખું ટોટલ કરતા પણ  વધારે હશે. ભારતમાં ફૂટબૉલ તો ગલી ગલી માં બાળકો રમશે ને ભારતમાં ફિફા વર્લ્ડકપ તો ભારતનાં કદમો હશેને ફોટબોલ મોટાં સ્ટાર રોનાલ્ડો કે મેસ્સી જેવા આર્જેન્ટિનાનાં કે બ્રાઝીલના  દેશના નહી હોય એતો રાકેશ,કે ઉપાઘ્યાય જેવા મોટા મોટા વર્લ્ડ સ્ટાર ફૂટબોલર ભારતનાં જ હશે.
   ભારતમાં ક્રિકેટની આંતરરાષ્ટ્રીય રમતમાં ચાર મોટી ટીમો
   હશે જે એક છેડોએ ઇંગ્લેન્ડમાં રમાંતી હોય ને બીજી છેડે આવેલા ઓસ્ટ્રેલિયા સામે રમશે.તેમાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની ને ટીમ મિક્સ માં હશે. ક્રિકેપ્રેમીઓને પણ વધારે હશે અમ્પાયર તો માણસ નહિ ચાલે માટે અમ્પાયરિંગ રોબોટ્સ કરશે  જેમાં ડી આર એસ રિવ્યૂ નો સમય બચત થાય. ચાઇના મે અમેરિકા ની ક્રિકેટ ટીમો પુનરાગમન કર્યું હશે. ઓલોમ્પિક રમતો ક્રિકેટ આવી ગઈ હશે જેમાં ગોલ્ડ નોગુરૂ તો ભારત જ બનશે.
   ભારતનું અર્થતંત્ર તો ૨૦૩૫ સુધીમાં ૨૦ ટ્રિલિયન ને વટાવી ગયો હશે.ને ભારતની અર્થવવસ્થા મજબૂત બનશે જેમાં ગામડાં માં ખાલી ખેતી પર નિર્ભરતા ઓછી થઈ ગઈ હશે. ગામડાં પોતાની રીતે સ્વાવલંબી બન્યા હશે. ભારત જેઆખી દુનિયામાં ઓદ્યોગિક હબ બનશે જેમાં મોટી સંખ્યામાં લોકો વસ્તુઓને ઉત્પાદન કરશેને નિકાસ કરશે જે ભારતને મહાસત્તા બનાવશે. આવી મોટી અરથવ્યવસ્થામાં રોજગારી ? તોભાઈ બધાને મળશે ને ભારત કદાચ સમખરીદશક્તિ માં વિશ્વમાં ટોપ પર હશે!  ને દરેક ભારતીય પાસે મોટર કાર ,બંગ્લો ને પોતાના સપના સાથે જીવતો હશે . ભારત આવવા માટે વિઝા મેળવવા વિદેશીઓ ની લાઈન લાગશે જે કદાચ અમેરિકા બ્રિટન જેવા દેશના લોકોનો સમાવેશ થાય..જે આપને તેના પર ગર્વ લેશું.
ભારતનાં પરિવહન ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર પ્રગતિ કરી હશે.જે ભારતને અલગ બનાવશે જેમાં ઇલેક્ટ્રિક વાહનો સાથે બુલેટ ટ્રેનની આખા ભારતમાં દોડતી થઈ ગઈ હોય. કદાચ અંડરવોટર ટ્રેન પણ દોડતી હોય પણ સૌથી મહત્વની વાત કરો તો ઊડતી કાર આવી ગઈ હશે ને તમે ગમે ત્યાં ગમે ત્યાં સુધી જઈ શકો માટે જે ટ્રાફિક સમસ્યાનું મૂળ સમાધાન હોઈ શકે છે. બ્રીજ ને રોડ એકબીજા પર એવી રીતેચાલતાં હશે કે કોઈને ખબર નહિ પડે કે કોણ કોના પર જાય છે.આમ મોટી પ્રગતિ કરીશું.

     સૌથી મહત્વની વાત એ છે કે આપણે થોડી અવકાશ સંશોધન ની વાત કરી લઈએ. ઈસરોએ નવો ઇતિહાસ રચશે જે ૨૦૪૫સુધીમાં? .તે સમયે આપણે નાસા ને પાછળ છોડી દીધાં હશેને બાપડા નાસા વિજ્ઞાનિકો ઈસરો માં કામ કરવા માટે અરજી કરતા  હશે . ઈસરો પોતાના બળ પર ચંદ્રની ઉપર  માનવ મોકલશે ને જયાં પાણીની શોધ કરશે. ભારતનું પોતાનું  અલગ સ્પેસ સેન્ટર શરૂ થઈ ગયો હશે ને જેમાં રોકેટ દ્વારા ભાડેથી અવકાશમાં સ્પેસ સેન્ટર જઈ શકશો. જ્યાં તમે અવકાશમાં રહેવાનો ફરવાનો અનુભવ મેળવી શકશો.મંગળ ગ્રહ પર કદાચ રહેવા લાયક થઇ હોયતો તેમાં ઈસરો નો મોટો ફાળો હશે ને માર્શ મિશન દ્વરા માનવ વસ્તીને ત્યાં રહેવા માટે મોકલવામાં આવશે. બધા દેશો મળીને વસ્તીને આધારે જમીન ફાળવમાં હશે જેમાં વેપાર માટે પ્રથમ દુકાન તો  ગુજરાતી વાણિયાની જ હશે જે લખી રાખજો.  માટે ખાલી કલ્પના નહીં કામ આવે એના માટે મહેનત લગન,લોકો ને સરકાર નો સહયોગ ને વિજ્ઞાનિક નો સહયોગ મળશે તો જ આ બધુ થશે.

     બધી કલ્પના કરી પણ આપણે પૃથ્વીને અને  માનવને ભૂલી ગયા. બધું બરાબર ચાલવાનું છે પણ વાતાવરણ પર ગ્લોબલ વોર્મિંગ અસર થાય છે તી એક અભ્યાસ મુજબ પૃથ્વી પર આમજ ચાલતું રહેશે તો ૨૦૫૦ સુધીમાં ધરતી પર એટલું તાપમાન વધશે કે જીવન જીવી નહીં શકાય.  આપણે વર્ષનું કુદરતી સંસાધન માત્ર સાત મહિનામાં વાપરી રહ્યા છીએ. બાકીના મહિનામાં આગળના વર્ષોનું વાપરીને ખુશ રહ્યા છીએ. વર્તમાન કુદરતી આફ્તો વધી રહી છે જે માનવ જાતને કુદરતનો ઈશારો છે .માનવ જાત નહી સમજે તો ભવિષ્ય ભયંકર રૂપ ધારણ કરીને માનવ જાતને પરેશાન કરશે.આવી તો વિચિત્ર આફતો આવશે જે વાઈરસ હુમલોહોય કે તીડો નું આક્રમણ કે આવતા મોટો ચક્રવાત અને અણધાર્યો પડતો વરસાદ જેઆપણું ધુધળું દેખાતું ભવિષ્ય છે.જે પૃથ્વીના વિનાશ માટે ઘણું છે. કદાચ પૃથ્વી રહેવા માટે યોગ્ય ન હોય   એટલે માટે જ મંગળ નો વિકલ્પ હોય.બાકી તો ઘરનું છોડી ને ભાડે રહેવા ન જવાય. માનવ જાતને બચાવવા માટે ખાલી વિચાર કે કલ્પનાથી કઈ નહી થાય.એના માટે દરેક વ્યક્તિ નું નાનું યોગદાન મહત્વનું છે.

    આવો સૌ આપણી કલ્પના સાકાર થાય ને મંગળ કે અન્ય ગ્રહ નો વિકલ્પ તરીકે ન શોધવું પડે માટે ઉપાય કરીને આપણે આપણી જાતને બચાવવા માટે યોગ્ય રીતે કામ ને સુંદર ગ્રહ પૃથ્વીને બચાવીએ.


***

રેટ કરો અને રિવ્યુ આપો

Narayan Desai

Narayan Desai 5 માસ પહેલા

Bipinbhai Bhojani

Bipinbhai Bhojani 5 માસ પહેલા

ashit mehta

ashit mehta 5 માસ પહેલા