અને એ દિવસે રાત્રે સૂર્યોદય થયો Parthivi Adhyaru Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અને એ દિવસે રાત્રે સૂર્યોદય થયો



અદ્વૈત ક્લબનાં પાછળનાં એન્ટ્રન્સ પાસે એનીપોર્શ કારમાંથી ઊતર્યો અને વેલે પાર્કિંગમાંકારની ચાવી આપીને ક્લબમાં પ્રવેશયો . ક્લબનાં દ્વાર પર રીસેપશન પર હંમેશની જેમસ્મિતસભર આવકાર સાથે ગુડમોર્નિંગ કહેતાબંને અટેન્ડન્ટ્સે મઝાનો આવકાર આપ્યો .
ક્લબમાં પ્રવેશતાં પરિચિતોનું મળવાનું ચાલુથઈ જાય એમ વિચારતા તેણે ગાર્ડન તરફ કદમમાંડ્યા . અદ્વૈતને આજે બેચેની લાગતી હતી . બસ , સ્વીમીંગ પુલની બાજુમાં આવેલા ગાર્ડનમાંબેસીને કોફીની ચુસકીઓ લેવાને ઈરાદે રીલેક્સ્ડમૂડમાં બસ એને પોતાની દુનિયામાં ખોવાઈ જવુંહતું .
વિચારો ઘણી વખત માણસને વર્ષો પાછળ પણધકેલી દે છે અને ઘણીવાર કેટલાંય વર્ષો આગળભવિષ્યમાં યે રમણ કરાવે છે . અદ્વૈત એકખૂણામાં બેઠો . બસ , શૂન્યમનસ્ક આકાશ સામેતાકતો તે અપલક નજરે ખબર નહીં ક્યાં વિહારકરવા લાગ્યો હશે !
પુલની બાજુમાં હારબંધ ડોલતા પામ ટ્રી , છોળોઊડાડીને સ્વીમીંગ કરતા લોકો , આજુબાજુનાંટેબલ પર બેઠેલાં અને તેમને ઉત્સાહપૂર્વક સર્વકરતાં યુનિફોર્મબધ્ધ વઈટર્સ .. કોઈ નહોતુંદેખાતું એને ... તો બસ વિહાર કરી રહ્યો હતોપોતાના વિચારોના આગવા વિશ્વમાં !
સહેજ સહેજ ઠંડી ચાલુ થઈ ગઈ હતી . સફેદસ્વેટશર્ટ અને ખાકી કોટન પેન્ટ્સમાં ગોલ્ડનફ્રેમનાં ચશ્મા પહેરેલો અદ્વૈત ખબર નહીં , આકાશમાં શું શોધતો હતો !
૪૪-૪૫ ની ઉંમરમાં તો તેણે જીવનનાં કેટલાય મોડપસાર કરી લીધા હતા .
અદ્વૈત એક વિચારક હતો . એનો ફોટોગ્રાફીનોશોખ કંઈક જુદો હતો . વાદળ અનેઆકાશની તસવીરો ખેંચતો અને એમાંથીકંઈક અવનવું વિચાર્યા કરતો . વાદળનીઅલગઅલગ ચિત્રવિચિત્ર આકૃતિ , આકાશનાંરંગો , તારલે મઢેલું। આકાશ ...અરે , ઘણીવારતો સાવ ખાલી દેખાતી તસવીરને તે પવનનીલહેરોની તસવીર કહીને પણ ખેંચતો !
તે ખરેખરઅદ્વૈતહતો !!
તેને ના ખાવાની કે ના કપડાની - કશાની પરવાહનહોતી . તેના માતાપિતાએ તેની વર્ષગાંઠ પર ભેટઆપેલી પોર્શ કાર સિવાય તેની પાસે માત્ર સફેદરંગનાં શર્ટ- ટીર્શટ કે સફેદ ઝભ્ભાલેંઘા સિવાય , તેની એક રીસ્ટવોચ , બે જોડી જૂતા તેનાકબાટમાં દેખાય . તેને બધી વસ્તુઓ તરફકોઈ આકર્ષણ નહોતું. તે તો બસ તેની પુસ્તકો , સંગીત , લેખન અને તસવીર દુનિયામાં મસ્ત હતો.
આજે તે કેમ આટલો બેચેન હતો પણ ...
હે હાઈ, અદ્વૈતનાં અવાજે તે જાણે સફાળોસજાગ થયો . સામે તેની નવી દોસ્ત આરાધનાઊભી હતી .
તેઓ હજુ થોડા સમયથી મિત્રો બન્યા હતાપણ બંનેમાં વૈચારક દ્રષ્ટિએ ઘણી સામ્યતા હતીએટલે મનમેળ જલ્દી થઈ ગયો હતો .
અરે, અહીં એકલો એકલો શું કરે છે ? હું તોલાઈબ્રેરીમાં હતી , હમણાં જરા લટાર મારવાબહાર આવી ને તને જોયો ! મેં આજે મેસેજ પણમૂક્યા ને કોલ પણ કર્યો પણ તે જવાબ આપ્યોમારા મેસેજનો કે સામો ફોન કર્યો ! શું તને કંઈખરાબ લાગ્યું છે મારાથી ! “ એકીશ્વાસેઆરાધના પટાપટ આટલું બોલી ગઈ .
અદ્વૈત મોઢા પરનાં ભાવ સહેજ પણ વિચલિતકર્યા વિના બોલ્યો , “ બેસ અહીં , તારી કોફીમંગાવુ કે નારિયેળ પાણી ?”
નારિયેળ પાણીથોડું મોઢુ વાંકુ કરીનેઆરાધનાએ જવાબ આપ્યો અને અદ્વેતનીસામેની ખુરશીને બદલે બાજુમાં પડેલી ખુરશી પરબેસી ગઈ .
આરાધના એક શિલ્પકાર હતી . તે સુંદરસ્કલ્પચર્સ બનાવતી હતી . મનની કલ્પનાની પાંખેતે સુંદર ચહેરા ઘડી શકતી હતી . કુદરત પાસેથીમળેલી એક એને મળેલી અણમોલ ભેટ હતી. ફાઈન આર્ટનાં અભ્યાસ બાદ તેણે તેનાં ઘરનીપાછળ એક સ્ટુડિઓ બનાવ્યો હતો ને ત્યાં તેકલાકો તેના કામમાં રત રહેતી હતી . સિવાયતેનો બીજો કોઈ શોખ હોય તો તે વાંચન અનેફોટોગ્રાફી !
અને ફોટોગ્રાફીનાં
શોખે અદ્વૈત અને આરાધનાને દોસ્ત બનાવ્યાહતા. અહીં જીમખાનામાં એક ફોટોગ્રાફીવર્કશોપમાં તેઓ મળ્યા હતા . જોકે ત્રણ દિવસની વર્કશોપમાં ધૂની મગજનાં અદ્વૈતને કંઈ એટલોરસ પડ્યો હતો એટલે બીજા દિવસે અડધીવર્કશોપ અટેન્ડ કરીને નીકળી ગયો હતો પરંતુતેટલાં કલાકો દરમ્યાન બંને વચ્ચે જેટલી પણવાતચીત થઈ દોસ્તી માટે કાફી હતી ! તેદરમ્યાન ફોનનંબરની પણ આપ-લે થઈ ચૂકીહતી .. અને પછી તો વોટ્સ એપ અને ફોનનાંસંવાદો તેને ગાઢ બનાવવા માટે પૂરતા હતા.
એક નારિયેળ પાણીઓર્ડર આપતાં થોડીમિનિટોમાં વાંસની સુંદર બાસ્કેટમાં નારિયેળ સ્ટ્રોસાથે ટેબલ પર હાજર હતું !
ક્લબની સર્વિસ ખૂબ સારી છે નહીં .. અનેવેઈટર્સ પણ કેટલાં વિવેકી છે .. “ આરાધનાબોલી . “ યેસ , વેરી ટ્રેઈન્ડ સ્ટાફ !” અદ્વૈતે બેશબ્દમાં જવાબ આપ્યો .
પાછું મૌન .. “અરે , યાર શું છે તને ! કેમ કંઈબોલતો નથી ?” આરાધના થોડું અકળાઈનેબોલી.
પણ અદ્વૈત તો બસ આકાશ સામે તાકી રહ્યોહતો !
એટલામાં આરાધનાનાં મોબાઈલનાં સ્ક્રીન પરજયાઆન્ટી એટલેકે અદ્વૈતનાં મમ્મીનો ફોનઆવતો દેખાયો . “ હેલો આન્ટી , જયશ્રીકૃષ્ણ .. “
જયશ્રીકૃષ્ણ બેટા .. તને ખબર છે અદ્વૈત ક્યાં છે? એનો ફોન બપોરથી નો રીપ્લાય આવે છે, એટલે છેવટે તને ફોન લગાવ્યો કે અદ્વૈત છે ક્યાં કંઈ ખબર છે તને ? “ જયાબહેન જાણતા હતાકે બીજુ કોઈ નહીં પણ આરાધના ચોક્કસજાણતી હશે કે અદ્વૈત ક્યાં હશે ! એમને છેલ્લાંકેટલાંક મહિનાઓથી થયેલી તેમની ગાઢ દોસ્તીવિષે જાણ હતી .
અરે , આન્ટી શું કહુ હું તમને ? મારો ફોન પણબપોરથી નહોતો લીધો એણે પણ મને અચાનકહમણાં થોડી વાર પહેલાં અહીં ક્લબમાં મળીગયો છે . એક મિનિટ વાત કરાવું
એણે એનો ગોલ્ડન આઈ ફોન સેવન અદ્વૈત તરફધર્યો .
હેલો મા .. સોરી મારો ફોન સાયલન્ટ મોડ પરહતો એટલે ખબર પડી . હું ઘરે જમવાનો છુંકે નહીં જાણવું છે ને તારે ? “
હાસ્તો બેટા .. બોલ શું ખાવું છે તારે ?”
મા , એક્ચ્યુલી કંઈ નથી ખાવું . ખાવાનીઈરછા નથી આજે . એક કામ કર .. મારે માટેગળી ભાખરી ઢંકાવી રાખજે . આવીને ભૂખ હશેતો ખાઈ લઈશ .”
ઓકે.. પણ સાંભળ , બેટા પપ્પાની વાત બહુ મન પર ન લઈશ . એ તો એમને તારી ચિંતા છે એટલે બોલી નાંખે સમજ્યો ને ! કંઈ નહીં ચાલ બેટા જયશ્રીકૃષ્ણ “ ના અવાજ સાથે ફોન મૂકાઈગયો .
અદ્વૈત , શું વાત છે ? શું છે બધું ? “
તુ મને મદદ કરીશ , આરાધના ?”
શું મદદ કરું તને ? બોલ શું પ્રોબ્લેમ છે અદ્વૈત?”
મારે હિમાલય જવું છે . મારે ત્યાં મારી જાત સાથે રહેવું છે . હું અહીં શા માટે આવ્યો છું .. હું કોણ છું ... મારા આ જનમનો હેતુ શું છે ... મારે બહુ જવાબો મેળવવાના છે ..મારે તારાઓ અનેગ્રહો સાથે નાતો જોડવાછે . મારે અહીંથી દૂરજતા રહેવું છે . મારે દુનિયાનાં ખોટદંભ , આડંબર , ઇર્ષાથી દૂર ભાગી જવું છે . છેવટે શુંલઈને જઈશું અહીંથી આપણે ! તુ તો એકશિલ્પકાર છે ને .. કલ્પનાને આકાર આપે છે ને ! મારી કલ્પનાઓને , વિચારોને પણ આકારઆપવામાં મને મદદ કર ને !“
ખરેખર , અદ્વૈત બધાથી કંઈક અલગ હતો . નામપ્રમાણે કંઈક અલગારો હતો .એટલે એના લગ્ન એક-બે વાર નક્કી થઈને તૂટી ગયાહતા . એના અલગારા વિચિત્ર વ્યવહારથી એક છોકરી લગ્ન તોડીને ચાલી ગઈ હતી અનેબીજી તો ગુસ્સે ભરાઈ હતી કે હરવા ફરવામાં , શોપિંગમાં જો કોઈ રસ હોય તો માણસ મેરેજ મટિરિયલ કહેવાય નહીં !

અને બાજુ આરાધના એક ક્રિએટીવ શિલ્પકાર હતી . તે કેટલાંય જાણીતા ચહેરાઓઅત્યાર સુધી ઘડી ચૂકી હતી . એના મનમા એવોએક એનો માનીતો ચહેરઆવશે અને એનીકલ્પનાની દ્રષ્ટિએ એના હાથે ઘડાઈ જશે , એની સાથે તે લગ્ન કરશે એવી ઠાન લઈને બેઠી હતી, પણ નસીબજોગે હજુ સુધી એવો કોઈ ચહેરોએના અંત:કરણમાં ઘર નહોતો કરી શક્યો .
હવે, સાંજ ઘેરી બનતી ચાલી . ડીમ લાઈટ્સથીક્લબની એક્સપોઝ્ડ બ્રીક્સની દિવાલો ચમકીરહી હતી . સ્વીમીંગ પુલમાં હવે પાણીની છોળોઊડતી ઓછી થઈ રહી હતી . હવે , માત્રરડ્યાખડ્યા બે-ચાર સિનિયર સિટિઝન સભ્યોફ્રી સ્ટાઈલ સ્વીમીંગ કરી રહ્યા હતા . ઊપરનાંડાઈનીંગ હોલ અને પેલી બાજુ ઉપર આવેલાં કાર્ડરુમમાં ચહલપહલ વધતી દેખાઈ રહી હતી .

“ હા એ હું સમજી શકુ છુ તારી મન:સ્થિતી પણએમાં આજે અચાનક શું છે ? આજે કેમઆટલો ડાઉન થઈને બેઠો છે તું ?” આરાધના થોડી ચિંતા સાથે બોલી ઊઠી .
સાચું કહું તો આજે એક પુસ્તક હાથમાં આવ્યુંહતું - લેખક રાધાનાથ સ્વામી લિખિતધીજર્ની હોમ’ નુગિરીશ રાઠોડ અનુવાદિતગુજરાતી પુસ્તક ‘ પેલે પારનો પ્રવાસ ‘ . બસ , સવારે વાગ્યાથી વાંચતો રહ્યો . પુસ્તકનીએક એક લાઈન અને એક એક ઘટના મારામન:પ્રદેશ પર સવાર થતી ગઈ . દરમ્યાન પપ્પાનોફોન આવ્યો ..એકદમ અચાનક જ કહેવા લાગ્યા કેનથી તારે લગ્ન કરીને ઠરીઠામ થવું કે નથીતારે આપણાં બિઝનેસમાં ધ્યાન આપવું . આવુંઠેકાણા વગરનું જીવન મારા ઘરમાં નહીં ચાલે . સમાજમાં પણ કેવી કેવી વાતો થાય છે તારા માટેએનું તને ભાન પણ છે .. હમણાં પેલાંમીરાંકાકીનો ફોન હતો કહેતાતા કે તમારા લાડલાને જરા ...”
ને મેં પપ્પાને અધવચ્ચે અટકાવ્યાં કે , “ પપ્પા , પ્લીઝ તમે ઘરે આવો એટલે રુબરુ વાત કરીશું . આમ , ફોન પર ...”
પપ્પાએ મોટા કડક અવાજે કહ્યું કેહવે તારીમનમાની નહીં ચાલેને ફોન કપાઈ ગયો ..

આરાધના અપલક નજરે અદ્વૈતને બોલતોસાંભળી રહી હતી . વાત પતી ગઈ છતાં યે તેજાણે અવાક્ બનીને તાકી રહી હતી . અચાનકતેને ભાન થયું કે વાત પૂરી થઈ ગઈ છે ... એણેપૂછ્યું,
અદ્વૈત , એક વાત પૂછું ..?”
હા, બોલ ને ..”
ચલ , મને આજે કહે તો તને કેવી છોકરી ગમે ? હું શાેધીશ તારે માટે , તારે લાયક છોકરી .. કોતો બની હશે ને તારે માટે આ દુનિયામાં !”
આરાધના , સાચું કહું તો મારા મનમાં એવું કોઈચિત્ર નથી . ખરેખર કહું , તોઅદ્વૈતને સમજેએવી છોકરી મારી જીવનસાથી બની શકે . જે આજકાલનાં છોકરી છોકરાઓને હોય છે , તેવી શોપિંગ , પ્રોપર્ટી , બ્રાન્ડેડ વસ્તુઓપાછળની ઘેલછા ને આ બધી ફિલ્મી દુનિયાથી હુંજોજનો દૂર છું , એનો આછોપાતળો ખ્યાલઆટલા વખતમાં તને થોડો તો આવી ગયોહશે ! “
ટેબલ પર પડેલાં પાણીનાં ગ્લાસમાંથી એક ઘૂંટડોભરતા તે આગળ બોલતો રહ્યો ,
તારી સાથે મને જરા બે વાત કરવાનું એટલામાટે સારું લાગ્યું કે તું મને આજની દુનિયાથીથોડી અલગ લાગી . મને એમ થાય છે કે મારેબસ મારી દુનિયામાંજીવવું છે . “
આરાધના હજુ પણ વિચારોના આશ્લેષમાંભરાયેલી હતી . બસ , સાંભળી રહી હતી એકઅલગારા વ્યક્તિત્વનાં શબ્દોને .. પચાવી રહીહતી તેની જરાક ધૂની વાતોને .. કોણ જાણે કેમએને ગમી રહી હતી એની વાતો !!

બધી વાતોમાં રાતનાં વાગી ગયા . આરાધનાની નજર મોબાઈલનાં સ્ક્રીન પરચમકતાં ટાઈમ પર પડી . તે સફાળી ઊભી થઈગઈ .
ઓહ , આઠ વાગી ગયા . હું તો મમ્મીને મંદિરે ઊતારીને અહીં આવી હતી અને હવે તેને લેવાજવાનો સમય થઈ ગયો છે . એક્ચ્યુલી મોડુ થઈ ગયું છે . એની પાસે તો આજે ફોન પણ નથી . ઓહ , બિચારી છેક બહાર આવીને ઊભી હશે .. અદ્વૈત , સોરી .. મારે જરાક ભાગવું પડશે .. “ કહી આરાધના ચાલી નીકળી .
આરાધનાનાં પરિવારમાં એના માતા- પિતા હતાઅને તેઓ ઘણાં આધ્યાત્મિક હતા. બધાનોપડછાયો આરાધના પર પડતો રહેતો હતો અને કારણે તે બીજી બધી આજકાલની છોકરીઓકરતાં અલગ વિચારસરણી ધરાવતી હતી . તેનીસેન્ટ્રોમાં તે તેની મા ને લેવા નીકળી ને મા ને લઈનેઘરે આવી . તે જમીને જરાક આડી પડીને મનોમનવિચારી રહી હતી કે મારે અચાનક નીકળી જવુંપડ્યું ને મારાથી અદ્વૈત સાથે સરખી વાત પણ થઈ. પણ આજે સાચે બહુ ખિન્ન લાગતો હતો. બેડરુમમાં ગયા પછી પણ અનહદ
વિચારોની હારમાળા વચ્ચે તેને ઊંઘ આવીએટલે તે પથારીમાંથી ઊભી થઈને તેનાકંપાઊન્ડમાં આવેલા તેના સ્ટુડિઓમાં ગઈ .
ત્યાં તે તેના અધૂરા રહેલાં એક ચહેરાને ઓપઆપવા લાગી . નાક , આંખો , હોઠ એમ એકપછી એક ફીચર્સ ઘડાવા લાગ્યા . નાકનકશોઊઠવા લાગ્યા .
આરાધનાનાં આશ્ચર્યની વચ્ચે એક જાણીતોચહેરો ઊપસી આવ્યો ... અદ્વૈતનો !!
આરાધના સ્વગત બોલી ઊઠી ... “ શું થઈગયું ! છે મારી કલ્પનાની મૂર્તિ ! અદ્વૈત તું છેમારી સામે ? “
ના ના , તો હું ક્યારની એની સામે બેઠી હતીને એટલે આમ થયું હશે ! પણ ના , હું તો કેટલીયવાર કેટલાંયને મળી છું .. આવું ક્યાં કોઈ દિવસથયું છે !”
એટલામાં એના ફોન પર રીગ વાગી . જોયું તોઅદ્વૈત કોલીંગ .... !
હેલો , શું થયું અત્યારે અદ્વૈત ? ઓલ વેલ ? સાડા અગિયાર થવા આવ્યા ..”
આરાધના , તું અત્યારે ફરી ક્લબ પર આવીશકે છે ? “
સામે છેડેથી અવાજ આવ્યો .
ઓહ , તું હજુ ત્યાં બેઠો છું ? “
હા ..! તું આવીશ ? “ અદ્વૈતે ફરી પૂછ્યું .
પણ અત્યારે આટલી રાત્રે ? હું મમ્મી પપ્પાનેકહુ શું ? જો કે મારે પણ તને એક વાત કહેવી છે!” આરાધનાએ જવાબ આપ્યો .
ચલ , હું આવુ છું . મમ્મી પપ્પાના રુમમાં જોયું તોતેઓ ઘસઘસાટ ઊંઘતા હતા એટલે આરાધનાધીમા પગલે કારની કી લઈને ઘરની બહારનીકળી ગઈ .

અદ્વૈત હજુ પણ રીતે ત્યાં બેઠો હતો . પોણાબાર વાગી રહ્યા હતા . આરાધના આવી . અદ્વૈતઊભો થઈ ગયો ને પોતાનેહાથ આરાધના તરફ લંબાવીને કહ્યું , “ તુ બનીશ મારી અલગારીસફરની હમસફર ? મને ખબર છે કે તું જાણે છે કેદ્વૈત અને અદ્વૈતમાં શું ફેર છે ? તું મને ઓળખીશકીશ . “
જરાક થંભીને તેણે વાતને આગળ વધારતા કહ્યું કે , “ તારા ગયા પછી હું એ વિચારતો હતો કે , મારી આ સફરમાં જો તારા જેવો સાથ મળે તો કદાચ મારી સફર વધારે દ્રઢતાપૂર્વક અને ઊત્સાહભેર આગળ વધી શકે . આપણે જોડું બનીને હોમહવન કરીશું ...સાથે આવા અગોચર વિશ્વને લગતી વાતોમાં ખોવાઈ જઈશું ...તારી વાતોમાં મને હંમેશા એવું કંઈક દેખાતુ રહ્યું છે , જે આજે અચાનક મારી આંખો સામે આવી ઊભુ છે ને એટલે જ મેં તને મારા મનની આ વાત જણાવવા આ સમયે તને અહીં બોલાવી. “
અદ્વૈત , મારી કલ્પનાની શોધની સફર પણ પૂર્ણથઈ છે . મને આજે મારો પોતાનો ચહેરો મળીગયો છે ને તું છે ! આટલા દિવસથી મને કેમખબર પડી કે તું મારો ચહેરો છે ! અનેબીજી વાત કે તારી આધ્યાત્મિક સફરમાં હમસફર બનવું મારું અહોભાગ્ય છે , કે તે મને લાયક ગણી . હું તારી સફરમાં ક્યાંયબાધારુપ નહીં બનું . તારી સફર વધુ દ્ઢતાથીઆગળ વધે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ .”

કહેવાય છે ને કે બે આત્માઓ કે જેમનું મિલન નક્કી છે તેઓ એકબીજાને દેખાવથી નહીં પણ એક જાતનાં પોઝિટિવ વાઈબ્સથી ઓળખી જાય છે .. આજે બંનેના મનનાં એ વાઈબ્સ એકમેક સાથે અનુસંધાન પામી રહ્યા હતાં . બંનેનીઆંખોમાંથી અનરાધાર આસું વહી રહ્યા હતા . ભૌતિક સુખોથી પર એવા આ જોડાને આશી્ર્વાદ આપવા જાણે ત્યાં હવાની લહેરખીમાં કોઈ શકિત આવી હોય એમ પ્રાંગણનાં વૃક્ષો ડોલવા લાગ્યા . જીમખાના ક્લબમાં દિવસે રાત્રે સૂર્યોદય થયોહતો - બે ખોવાયેલા આત્માઓનાં સાત્વિકમિલનનો ..!

- પાર્થિવી અધ્યારુ શાહ