કઠપૂતલી - 30 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઠપૂતલી - 30


બ્લેક સ્પાઈડરમેન જેવા ડ્રેસમાં કોઈ દિવાર જોડે ઉભુ હતુ. જે કોઈ પણ હતુ એ બિન્દાસ્ત બની દિવારને ખૂનથી ચિતરી રહ્યું હતું... અભયે મોં પર આંગળી મૂકી એક પળ બધાને સાયલંટ રહેવાનું સૂચન કર્યુ. પોતાના મોબાઈલમાં એની બે-ત્રણ તસવીર લઈ લીધી.. કેમકે.. અભયની સમજમાં આવી ગયુ કે એ ખૂની જ છે. લીલાધરની ઈહલીલા સમાપ્ત કરીને રકતથી દિવાર પર કઠપૂતલી લખી રહ્યો છે.. અભય હવે એને વળતા હૂમલાનો કે ભાગવાનો મોકો આપવા માગતો નહોતો. એટલે એણે ત્વરિત નિર્ણય લીધો..
તમામને દરવાજો ઘેરી લેવાનો ઈશારો કરી એ ગન સાથે દરવાજામાં એંટર થયો.
"તારો ખેલ ખતમ.. તુ જે પણ હોય હથિયાર ફેંક અને શરણે થઈ જા.., અભયના પડકારથી કઠપૂતલીનો છેલ્લો અક્ષર લખતી વખતે એનો હાથ ધ્રુજી ઉઠ્યો. અભયે એક ક્ષણ રોકાઈ પોતાનું વાક્ય પૂર્ણ કર્યુ.
- તારૂ એનકાઉન્ટર કરવાની મને ખૂલ્લી પરમિશન મળી છે..!" પહેલીવાર કદાચ એ નકાબપોશ ફફડી ગયો હતો. એણે લોહીયાળ આંગળીઓ દિવાર પરથી હટાવી લીધી.. બન્ને હાથ ઉપર ઉઠાવી એ ઉભો થઈ ગયો. મોઢા પર રહેલા નકાબમાંથી બે આંખો તગતગી રહી હતી જેમાં ભય ચોખ્યો વર્તાયો.
"પોલિસે ચારે બાજુથી તને ધેરી લીધો છે એટલે ચૂપ-ચાપ તાબે થઈ જા.. બાકી હવે મારા ગોઠવેલા છટકામાંથી તું છટકી શકે એમ જ નથી...!" અભયના ઈશારે તાવડેની સાથે લગભલ આખી પોલિસ ટુકડીએ એને નિશાના પર લીધો...
"સર.. ડૉન કો પકડના નામૂમકિન થા મગર આપને યે કરિશ્મા કર દિખાયા..!" તાવડેએ આગળ આવી ખૂનીના લખણે પિસ્ટલ ભેરવી દીધી.
એને હાથ ઉપર ઉઠાવી રાખ્યા હતા. અને બંને હાથ લોહીથી રંગાયેલા હતા જાણે કે જખમ પર હાથ ફેરવી એણે લીલાધર ને તડપાવ્યો ન હોય... અભયે એના હાથોમાં હથકડીની બેડીઓ ભેરવી દીધી. તાવડેએ એના ચહેરા પરથી નકાબ ખેંચી લીધો.
નજરની સામે એક ગોરી યૌવનાનો માંજરી આંખોને લીધે આકર્ષક લાગતો ચહેરો જોઈ બધા ભડકી ગયા..
"ઓહ માય ગોડ..સર.. 'ખોદા ડુંગર ઓર નિકલા ઉંદર' એવો ઘાટ થયો આ તો..!" તાવડે એ હસવાની કોશિશ કરી પણ અભયની આંખનો તાપ એ જીરવી ન શકતાં મૂંગો બની ગયો...
"તલાશી લે..આ તારી 'મા'ની.. ભૂલી ગયો.. કઠપૂતલી મર્ડર મિસ્ટ્રીને અંજામ આપ્યો છે એણે..! આપણને રાત-દિવસ દોડાવ્યા છે.. આખુ પોલિસ તંત્ર ખળભળી ઉઠ્યુ છે આટલાં મર્ડરથી.. કમિશ્નર સાહેબનો કેટલીય વાર ઠપકો સાંભળવો પડ્યો છે. સામાન્ય જનતામાં રોષ છે..!"
નારંગ અને બીજા બે જણાએ એની તલાશી લીધી..
"આની જોડેથી કંઈ મળ્યુ નથી સર..!"
"ઠીક છે.. એને લઈ લો ગાડી માં.. ત્યાં સુધી હું લીલાધરની લાશને જોઈ લઉ..! તાવડે એમ્બ્યુલન્સ અને ફીંગરપ્રીંટ એક્સપર્ટ ટીમને બોલાવી લે કોલ કરી ને..!
"જી સર..!" કહી તાવડે તરત જ પોતાનો મોબાઈલ હાથમાં લઈ નંબર ડાયલ કરવા લાગ્યો ઇસ્પેક્ટર અભય આગળના કમરામાં પ્રવેશ્યો કમરો બિલકુલ ખાલી સુનસાન પડ્યો હતો.. વોશરૂમનો દરવાજો અધખુલ્લો જોઈ ઇસ્પેક્ટર અભય એ તરફ ભાગ્યો. ભીતરનું દ્રશ્ય શરીરના રુંવાટા ઊભા કરી નાખે એવું હતું. લીલાધર ચત્તોપાટ વોશરૂમની ફર્શ પર પડયો હતો. એના શરીર પર નીકર સિવાય એક પણ વસ્ત્ર નહોતું. ગળાના ભાગે 'ઘા' હતો. જેમાંથી લોહી હજુય પાણી ભેગુ ભળીને વહી જતુ હતું.. અભય સમજી શક્યો હતો કે લીલાધરની હત્યાને જાજો સમય થયો નહોતો. એક કોર્નરમાં અસ્ત્રો પડ્યો હતો. જેની ધાર પર ચોંટેલું રક્ત નીરમાં ભળીને વહી રહ્યુ હતું..
અભયને માન્યામાં નહોતું આવતું. એક સ્ત્રીમાં આટલી બધી તાકાત હોઈ શકે..? પાડા જેવા માણસને હણફીને પટકી દીધો હશે.. પોતાના બચાવ માટે લીલાધરે પ્રયાસ જ ન કર્યો હોય એવું તો શક્ય જ નથી.. કદાચ એવું બની શકે કે લીલાધરને સપને પણ વિચાર્યું ન હોય કે આ જગ્યાએ એની હત્યા પણ થઈ શકે.. પોતે નચિંત હોવો જોઈએ... એનો સીધો અર્થ એ હતો કે હત્યારાને લીલાધર જાણતો હોય.. અથવા એના આગમનની એને નવાઈ ન હોય.. ખેર જે પણ હોય.. લોહીનો રેલો બિસ્તર પર લંબાયેલો હતો. મર્ડર વેપન ક્યાંય દેખાયું નહીં..
ઇસ્પેક્ટર અભય બારીકાઈથી લાશનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે જ એમ્બ્યુલન્સ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ગાડીઓ આવી પહોંચી...
ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ એ પોતાનું કામ આરંભ્યું. સમીર ઇસ્પેક્ટર અભયની પાછળ દોડી આવ્યો હતો લીલાધરની લાશને જોઇ એ બોલી ઉઠયો..
"સાહેબજી ઈનકાભી રામ નામ સત્ય હો ગયા..!" ઇસ્પેક્ટર તાવડેની ટૂકડીને લીલાધર ના બંગલામાં બંધ કરાયેલી જોઈ ત્યારે જ હું સમજી ગયો હતો કે ખૂની એ પોતાના છેલ્લા ટાર્ગેટનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી દીધું છે..!"
સમીરે લાશના અલગ અલગ એંગલથી ફોટોગ્રાફ લીધા..
"જોકે ખૂનીને છેલ્લે-છેલ્લે મેં રંગેહાથ પકડી લીધો એનો ગર્વ છે મને..!" અભય એક વિજયી મુસ્કાન સાથે સમીરના ચહેરા પર નજર નાખી..
"હા સર... તમારુ પ્રમોશન પાકુ.. આવા સિરિયલ કિલરને પકડી તમે બહાદૂરીનુ કામ કર્યુ છે..!" સમિરે ઈસ્પે. અભયનો ખભો થાબડ્યો..
ખૂબ તાલાવેલી છે મને જાણવાની કે એને 'કઠપૂતલી મર્ડર મિસ્ટ્રી' ને કેમ અંજામ આપ્યો..? આટલાં ખૂન કરવા પાછળનો એનો મક્સદ શુ હશે...?
( ક્રમશ:)