સ્પેસશીપ - 5
અધ્યાય - 5
એલવીશ એ કહ્યું કે તમારી ઘડિયાર એ તમારા લોકો દ્વારા બનાવવામાં આવેલા ઉપગ્રહ થકી પોતાનું કાર્ય કરે છે પણ જ્યારે તમે તમારી ઘડિયાર ને કમાન્ડ આપો છો ત્યારે તમારી ઘડિયાર ના તરંગો એ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રિસીવ કરવામાં આવે છે
પણ એક દિવસ એ અમારા ગ્રહ પર રહેલાં રિસીવર દ્વારા તેને નોંધવામાં આવ્યા હતા આ જોઈ ને અમારા લોકો પણ અચંબામાં પડી ગયા હતા કે આ બીજા તરંગો એ ક્યાંક દૂરથી આવે છે તેવું અમને જણાયું અને અમે એ શોધવાનો પ્રયત્ન કર્યો કે આ આવે છે ક્યાંથી?
એ તરંગો અમારા રિસીવર દ્વારા નોંધવામાં આવ્યા તેના પાછળ તમારી ઘડિયાર જવાબ દાર છે કેમકે તમે જે ઘડિયાર પહેરી હતી તેની રચના અમારાં જેવીજ છે અને તે રિસીવર ફક્ત એવીજ તરંગ ગ્રહણ કરે છે. અને જ્યારે અમને આવી ઘડિયાર ની પરખ પૃથ્વી પર થઈ ત્યારે અમે તમારા ઉપગ્રહ ને અમારી ટેકનોલોજી થી નિયંત્રિત કરી રહ્યા હતા અને અમે તમારી ઘડિયાર પર કાબુ રાખી શકતા હતા.
આવી ઘડિયાર પૃથ્વી પર હોવાનું જણાતા ખબર પડી કે પૃથ્વી પર પણ અમારા જેવી ટેકનોલોજી બનાવનાર તમે હતા એટલે જ અમે તમને અમારી આ અવકાશીય ઘટના નું રાજ જાણવાં તમને બોલવામાં આવ્યાં છે.
આ વાતની ખબર પડતાં જ અમે તમને બોલાવ્યા છે, આવું એલવીશે બોલતાં જ નિકોલસ થોડું હસ્યાં અને વરતો પ્રશ્ન કર્યો કે તમે અમારા કુત્રિમ ઉપગ્રહ ને નિયંત્રણ કર્યો પછી તમે ફેલિશ ને કાબુ કરી છતાં તમે આવી સામાન્ય ઘટના ને તમે નથી જાણી શક્યા?
હવે દાદા એ એમની વાત ને વિરામ આપ્યો અને તે અવકાશીય ઘટના સામે જોયું તે જીલિશ ગ્રહ થી થોડેક દૂર એક વિકરાર સ્વરૂપ લઇ રહી હતી, તારીખ હતી 31-01-2050 બધાની નજર તેની તરફ હતી આકાશ માં દેખાતી આ ઘટના વિકરાર સ્વરૂપ લીધું અને એકદમ સ્પષ્ટ દેખાતી હતી એટલા માં નિકોલસ બોલ્યા કે આ ગ્રહ ના તમામ લોકો જેમ બને તેમ અહીંથી દૂર ભાગો નહીં તો આપણાં માથી કોઈ પણ જીવતું બચશે નહીં આતો ' સુપરનોવા 'છે. આટલું સાંભળતા ની સાથે બધે દોડધામ મચી ગઈ બધા ને પોતાનો જીવ વાલો હોવાથી બધા ભાગવા લાગ્યા.
એટલાં માં એક જોરદાર ધમકો થયો અને ત્યાં એક સાથે એટલી બધી ઉર્જા મુક્ત થઈ જાણે કે હજારો સૂર્ય એકીસાથે ચમકી રહ્યા હોય એમ લાગતું હતું અને આ ઘટના માં એક તારો એટલો બધો મોટો થાય છે અને એટલી બધી ઉર્જા મુક્ત કરે છે કે જાણે એક સૂર્ય અરબો વર્ષો માં ઉતપન્ન કરે આ ઘટના ને સુપરનોવા તરીકે ઓળખાય છે
એ તારો આપણા વિજ્ઞાનનાં તથ્યો પ્રમાણે મોટો થઇ રહ્યો હતો અને મોટા મોટા ધડાકા થતાં હતાં .
જાણે બ્રહ્માંડમાં તે ઉર્જા ના પ્રકાશ થી બ્રહ્માંડ આખું એક કુદરતી નજારા ની જેમ ઝળકી રહ્યું હતું અને મોટા મોટા ધડાકા થવાથી સુપરનોવા માંથી તેના અમુક ટુકડા જીલિશ ગ્રહ તરફ ગતિ કરી રહ્યા હતાં આમ પણ નિકોલસ ના કહેવા પ્રમાણે લોકો એ ભાગદોડ કરી મૂકી હતી.
તારા ના વિસ્ફોટ(સુપરનોવા) થી તેના ટુકડા હવે જીલિશ પર પડી રહ્યા હતા આ દ્રશ્ય રુંવાડા ઉભા કરી મૂકે તેવું હતું અને જીવો પોતાના જીવ વારાફરથી ગુમાવી રહ્યા હતાં લગભગ બે લાખ જેટલા જીવો પોતાનો જીવ ગુમાવી રહ્યાં હતાં.
હવે, તે સમયે સુપરનોવા ની ઉર્જા ઘટતી જતી હતી અને પરિસ્થિતિ પહેલાં જેવી થઈ રહી હતી પણ ત્યાં તારા ના ટુકડા પરવાથી ધુર ની ડમરીઓ અને ધુમાડો ફેલાયેલો હતો. હવે નિકોલસ ને પૃથ્વી પર પાછા ફરવાનો સમય થઈ ગયો હતો તેથી પેલી સ્પેસશીપ માં બેસવા જતાં હતાં પણ ત્યાં વધેલા થોડાંઘણાં જીવો એ તેમને છેલ્લું અલવિદા કીધું એટલા માં નિકોલસ દાદા એ જોયેલા આ જાનહાની ના દ્રષ્યો થી તેમની આંખો માંથી પાણી સરી પડ્યું.
તેમણે આ ગ્રહ પર વિતાવેલા દિવસો હંમેશા માટે યાદ રહેશે અને યાદ કરતા કરતા તે સ્પેસશીપ જીલિશ પરથી પૃથ્વી તરફ રવાના થઈ રહી હતી.