સ્પેસશીપ - 3 Patel Nilkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પેસશીપ - 3

સ્પેસશીપ


અધ્યાય - 3

તેમણે તે સાંભળતા જ મનમાં ગણી બધી મૂંઝવણો અને પ્રશ્નો ઉઠતા હતાં રાત્રીના આટલા વાગે અને આ વસ્તુ મને કેમ મારો પંજો મુકવાનું કહે છે તેમ તેમણે લાગતું હતું.
તેમનું હૃદય જાણે હરણ શિકારી ને જોઈને ભાગે ને એનું હૃદય ધબકે તેમ દાદા નું હૃદય પણ ધબકી રહ્યું હતું અને હંફાતા હદયે એક ગજબ નો રોમાંચ હતો.
હવે તેમને પોતાનો હાથ ઉમળકા ભેર કંઈ પણ વિચાર્યા વિના તેમણે પોતાનો હાથ તે સ્પેસશીપ ની બોડી પર મુક્યો. તે પંજો મુકતાની સાથે પંજો ના આકારે ત્યાં લીલી લાઈટ થઈ અને જાણે પોતાના હાથ નો પંજો સ્કેન થતો હોય તેમ તે થયું. હવે સ્પેસશીપ માંથી અવાજ આવ્યો... MR. NIKOLAS MATCH YOUR FINGER AND FINALLY DONE.
આવો અવાજ સંભળાતા ની સાથે શરીરમાં એક કંપારી પ્રસરી ગઈ અને હવે શું થશે તે જાણવાની અને માણવાની અનુકંપા ને આતુરતા હતી કેમકે પોતે પણ એક વિજ્ઞાન ના નસ પારખું હતા.

અને તે સ્પેસશીપ તારાકાર ની હતી તે જાણે કમળ ની પાંખડીઓ ખીલીને ખુલે તેમ તે સ્પેસશીપ ના પડખાં આપોઆપ ખુલી રહ્યા હતાં અને નિકોલસ એને નિહારી રહ્યાં હતાં અને તે ખુલતાં જ તેમને તેમાં બેસવા માટે એક સીટ જોઈ ત્યારપછી અંદર થી એક ધીમા અવાજ સાથે સીડી બહાર આવી તેના પર તે પગ મૂકીને તે અંદર બેસવા માટે થઈ ને આગળ વધ્યા.
તે અંદર બેસતાં હતાં ત્યાંજ તેમણે સીટ પર એક સિમ્બોલ નજરે પડ્યો તે સિમ્બોલ એક તારાકાર નો (સ્ટાર જેવો) અને તેમાં {J - STAR} લખ્યું હતું સ્પેસશીપ ના દરેક બટન પર પણ આજ સિમ્બોલ હતો પણ તેના વિશે વિચારવા નો ક્યાં સમય જ હતો હવે સ્પેસશીપ માં સીટ પર બેસતા જ આપમેળે સીટબેલ્ટ બંધાઈ ગયો.
અને ત્યાંજ નિકોલસ ની ઘડિયાળ ફેલિશ બોલી... PLEASE PUT YOUR THUMB HERE TO START THE SPACE SHIP.
ત્યાં તેમણે પોતાનો અંગુઠો સ્પેસશીપ ના બધા બટન હતાં ત્યાં એક ખાલી જગ્યા હતી ત્યાં મૂક્યો હવે તેમનો અંગુઠો વંચાઈ ગયો અને સ્પેસશીપ ના બધા પડખાં ઝડપભેર બંધ થઈ ગયાં આ જોઈને નિકોલસ ના ધબકારા વધી ગયાં અને ગભરાટ થવા લાગ્યો .
અને એક મંદ અવાજ સાથે જ સ્પેસશીપ નું એન્જીન સ્ટાર્ટ થયું ને તે સ્પેસશીપ આ પૃથ્વી પરથી ઉપર ની તરફ ઊંચકવા લાગી અને તે અવકાશ તરફ ઝડપથી ગતિ કરવા લાગી તેની ઝડપ લગભગ રશિયા ની સુપરસોનિક મિસાઈલ થી પણ દસ ગણી વધારે હતી. ગણો સમય વીતી ગયો હતો, હવે આ સ્પેસશીપ આપણી પૃથ્વી અને સૂર્ય મંડળ ની અંતિમ રેખા એટલે કે કોસ્મિક રેખા પર હતી.

ને આ સ્પેસશીપ ની અંદર રહેલી ડિસ્પ્લે પર તેનું જ્યાં પોહચવાનું હતું ત્યાંનું લોકેશન બતાવી રહ્યું હતું જે 'વિલાશ' નામના ગ્રહ મંડળ માં જવાની હતી નિકોલસ વિચારતાં હતા કે આટલે બધે દૂર જવાનું છે!!
હવે, તેઓ એ પોતાની વાણી ને વિરામ આપી મૌન ને બોલવા દીધું.
આ વિલાશ નામની બીજી આકાશગંગા માં પણ બીજો સૂર્ય જેવો જ ગ્રહ જે તેજસ્વી, પ્રકાશમય અને ખુબજ રમણીય હતો. આ સૂર્ય જેવા ગ્રહ થી છઠ્ઠા ક્રમ ના ગ્રહ પરથી આ સ્પેસશીપ આવી હતી આ ગ્રહ નું નામ ' જીલિશ ' હતું ગણો સમય વીતી ગયો હતો ને તેઓ અંદર ને અંદર કંટાળી ગયા હતાં અને પરિસ્થિતિ ખુબજ વિકટ થઈ ગઇ હતી.
થોડા સમય પછી સ્પેસશીપ માથું અવાજ આવ્યો જે એવું કહેવા માંગતો હતો કે હવે થોડાંક જ સમય માં આપણે જીલિશ નામનાં ગ્રહ પર હોઈશું પણ તે પહેલાં તમે આ સ્પેસશૂટ પહેરીલો. જે સ્પેસશૂટ એ પણ ડિજિટલ પધ્ધતિ થી કાર્ય કરતો હતો તેને પહેરતાંજ તેનું કનેકશન આપોઆપ જ ફિલિશ સાથે જોડાણ થઈ ગયું હતું.

ક્રમશઃ~