સ્પેસશીપ - 4
અધ્યાય - 4
તે પચાસ કિલોમીટર જેટલા તે ગ્રહથી દૂર હતાં, તે સ્પેસશીપ હવે તે ગ્રહ તરફ ગતિ કરી રહી હતી હવે તેની ઝડપ ધીરે ધીરે ઘટી રહી હતી. અને તે હવે થોડીક જ દૂર હતી. અંદર બેસેલા નિકોલસ દાદા ના ધબકારા વધી ગયા હતાં અને બહાર ની દુનિયા કેવી હશે તે વિચાર મગજ ને હિંડોળે ચડાવી રહ્યો હતો. એટલા માં એક નાનકડા અવાજ સાથે પેહલી વખત ની જેમ તે સ્પેસશીપ ના પડખાં ખુલી રહ્યા હતા, અને દાદા ને મનમાં ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે ,અહીંયા કોણ હશે? સ્પેસશીપ અહીંયા જ કેમ ઉતર્યું? અહીંના જીવો કેવા હશે?
એટલા માં તે સ્પેસશીપ ના પડખાં પેહલા ની જેમ ફરીથી ખુલ્યા દાદા નિકોલસ ની નજર બહાર પડી અને તે જોઈને જ અવાક થઈ ગયાં તેમણે પોતાની આંખો પર વિશ્વાસ ન હોતો થતો કે આ શું છે?
તેમણે જોયું કે ત્યાં જે દેખાઈ રહ્યું હતું તે ગજબ નું હતું, ત્યાં કરોડો ની સંખ્યામાં સામાન્ય માનવ ની સરખામણી એ થોડાં ઓછાં કદ ના માનવો જેવા દેખાતાં કરોડો જીવો તેમણી સ્પેસશીપ ની આજુબાજુ નજરે પડતા હતાં અને બધા તેમનું સ્વાગત કરતાં હોય તેમ દાદા ને લાગતું હતું.
એટલા માં એ નાના નાના માનવો જેવા દેખાતાં જીવો માંથી એક મોટી કદ ની માનવી નજરે પડી એ જેતે વ્યક્તિ તે નાના માણસો ના લીડર હોય તેમ જણાતું હતું. આ દુનિયા એ પૃથ્વી કરતાં પણ ગણી સુવિકસિત જણાતી હતી દાદા ને વિશ્વાસ નહતો થતો કે આટલી નાની કદ ના વ્યક્તિઓ આટલી બધી હોંશિયાર હશે અને એક વાત ત્યાં ગજબ ની હતી કે ત્યાં ની ભાષા એ ઘણીખરી ગુજરાતી અને અંગ્રેજીને મળતી આવતી હતી .
તે ઊંચી કદ ના લીડર નું નામ એલવીશ હતું તે નિકોલસ ને મળ્યાં જેમનું કદ નિકોલસ જેટલું જ હતું.
તારીખ 12-01-2050 ના દિવસે નિકોલસ જીલિશ નામના ગ્રહ પર હતાં પણ નિકોલસ ને સ્પેસશીપ દ્વારા જીલિશ ગ્રહ પર લઈ આવવાં પાછળ તે લોકો નું એકજ કારણ હતું તેમાં કે જીલિશ ગ્રહ થી થોડેક દૂર અવકાશ માં એક અજીબોગરીબ ઘટના થતી દેખાઈ રહી હતી જે ત્રણ મહિના અગાઉ જ ચાલુ થઈ હતી.
એલવીશ અને તે ગ્રહના ગણા બીજા બુદ્ધિજીવી ઓ ને નિકોલસ દાદા પર વિશ્વાસ હતો કે તે આ ઘટના ને જરૂર જાણતાં હશે અને તેનું પરિણામ શુ આવશે તે તેમણે ખબર હશે કેમકે ત્યાં ના લોકો તો આનાથી પુરેપુરા ગભરાઈ ગયેલા હતા જ કેમકે જીલિશ ગ્રહ ના ઇતિહાસ માં કોઈ દિવસ આવું બન્યું નહતું અને તે લોકો ને આ ઘટના થી અવગત થવું હતું.
નિકોલસે જવાબ આપ્યો કે જાણે તે આ ઘટના ને જાણતાં જ નહોય એટલે કે નિકોલસ ને આ અવકાશ ની આ ઘટના વિશે ખબર હતી પણ તેઓએ કાઈ પણ કીધું નહીં આવા વિચિત્ર સ્વભાવ ના હતા દાદાજી ઉલટાનું તેમને એલવીશ ને પ્રશ્ન કર્યો કે તમેં આવડી મોટી પૃથ્વી પર મારા જેવા ઉંમર લાયક દાદા નેજ કેમ પસંદ કર્યા?
એટલે એલવીશ એ કહ્યું કે તમારાં ગ્રહ ના લોકો ભલે અમારાં ગ્રહના અસ્તિત્વ વિશે ન જાણતા હોય પણ અમે અમારી ટેકનોલોજી ની મદદ થી જાણી લીધું હતું એટલાં માં નિકોલસે પૂછ્યું કે એ વળી કેવી રીતે?
એલવીશ એ આખી વાત ને લાંબી સમજાવતા કહ્યું કે ' નિકોલસ દાદા તમારાં દ્વારા સખત મહેનત થકી બનાવવામાં આવેલી ફેલિશ નામની ઘડિયાર છે તેવીજ ઘડિયાર અમારાં ગ્રહ ના દરેક જીવ પાસે છે
ક્રમશઃ~