સત્યથી દૂર... Dipty Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યથી દૂર...

પથારી માં સૂતાં સૂતાં અનિતા છત સામે અપલક જોઈ રહી હતી. અને પોતાની જીંદગી ના વળાંકો સત્ય થી દૂર.. બની ગયેલા ભૂતકાળમાં સરી ગઈ. સવાર માં છ વાગે ભારતીય નારી ની ડયુટી શરૂ થઈ જાય એ મુજબ જ અનિતા ની પણ સવાર થતાં જ દોડાદોડ શરૂ થઈ જાય. "અનિતા "! માતાજી નો અવાજ સાંભળી અનિતા નાસ્તો લઈને જ ટેબલ પાસે પહોંચી ગઈ, રોજનો નિયમ જ હતો, સાસુવહુ એ સાથે જ નાસ્તો / જમવાનું સાથે જ બેસી ને કરવાનાં, સાથે વાતો પણ થાય જ બે સ્ત્રીઓ ચૂપચાપ રહી શકે ખરી? નિયમ મુજબ એક જ થાળીમાં ખાવાનું, અને ખૂબ વાતો કરી પછી જ દિવસના બીજા કામ અનિતા કરતી. " મમા " આજે આપણે બહાર જવાનું છે, તમારા માટે સાડી લેવા તૈયાર થઈ જાવ તમે, 'અનિતા' બોલી, 'જો અનિતા સાડી તો તારે પણ લેવી જ પડશે. ' માતાજી નો આગ્રહ ભર્યો અવાજ સાંભળી અનિતા હસી પડી. મમા મારા વગર એકલાં સાડી નહિ જ લે એ વાત પોતે સારી રીતે જાણતી હતી. બનેં છોકરી ઓ ને પણ તૈયાર કરી, બઘા સાથે ગયા. સસરા એ અનિતા ને પૈસા આપીને કહ્યું, " આ બન્ને છોકરીઓ માટે પણ કપડાં લઇ આવજો. " "હા પપ્પા " અનિતા બોલી, અને તમારા માટે પણ લાવીશ. પપ્પા (સસરા) હસી પડ્યા. એમને પણ અનિતા જેવી વહુ મળીનો ખૂબ ગર્વ હતો. એમનો નાપાક પુત્ર એ બધા ને છોડીને બીજી ને રાખીને રહેતો હતો. પણ અનિતા એ વાત ની કોઈ અસર બીજા કોઈ જ વ્યવહાર મા જણાવ્યાં વગર પોતાની બધી ફરજો બજાવવામાં કોઈ કસર રાખી નહિ. આડોસપાડોસમા પણ સાસુ વહુની ઈર્ષા બધા કરતાં. સાસુ પણ અનિતા ને એટલો જ પ્રેમ કરે, આજે અનિતા ને સારું નહતું લાગતું, સાસુને ખૂબ જ ચિંતા થવા લાગી. "આજે તારે આરામ જ કરવાનો છે.. " સાસુ ઓર્ડર થી કહ્યું. એમણે અનિતા માટે શીરો બનાવી જાતે પોતાના હાથ થી જ ખવડાવીને તેનું માથું દબાવવા લાગ્યા. આવો સાસુ વહુ નો મિત્રતા ભર્યો વ્યવહાર મા કોઈ કમી હોઈ શકે? એક દિવસ એમનો નાપાક પુત્ર આવી ને ઘરના કાગળો શોધવા લાગ્યો, અનિતા રણચંડી બની, બોલી " નીકળ આ ઘરમાં થી તારી બે છોકરીઓની મા સાથે બાપ પણ હું જ છું. હું તારા રસ્તામાં નથી આવતી, તો તું પણ દૂર જ રહે આ ઘર થી, તારાં માબાપ ને હું જ રાખું છું. અમારી જિંદગી થી દૂર જ રહો, "અનિતા ના સાસુ સસરા એ પણ અનિતા ને સાથ આપીને પોતાના પુત્ર ને ઘરમાં થી કાઢી મૂક્યો. અનિતાના સસરા એ સમય સૂચકતાં વાપરી ને મકાન અનિતા ને નામે કરી દીઘું. પાંચ વર્ષ આમ જ વહી ગયાં, એક દિવસ અનિતા ના સાસુ બિમાર થયાં. અનિતા એ ખૂબ સેવા કરી. પણ કાળ એનો સમય જ જોવે છે, કોઈ નો પ્રેમ થોડોજ જોવે છે? વહાલસોયી સાસુ ગયા નું દુઃખ અનિતા ને ખૂબ જ લાગ્યું. પણ સસરા અને છોકરીઓની જવાબદારી સાથે મંદબુદ્ધિ જેઠની જવાબદારી માં ફરી લાગી ગઈ. થોડા વખત પછી સસરા પણ સિધાવી ગયા. આજે બન્ને છોકરી ઓ મોટી થઈ ગઈ છે. બન્ને વચ્ચે ત્રણ વર્ષ નો ફરક અનિતા ને બન્ને ને પરણાવવા ચિંતિત રહેવા લાગી. સસરા હતાં ત્યારે જ એમની રજા થી નોકરી કરવા લાગી હતી. તે છતાં મા ની ફરજ પ્રમાણે મોટી છોકરી ના લગ્ન ની વાત કોઈ એ એના પિતા ને કરી, છોકરી ની પણ ઈચ્છા પિતા લગ્ન માં આવે તે જાણી અનિતા એ કમને એમને આવવા માટે કહેવડાવ્યું. એમના આવ્યા પછી બધા સાથે બેસીને બધું નક્કી કરવા બેઠા, બધા સાથે બેઠાં બઘું નક્કી થયું. છેલ્લે છોકરી ના પિતા એ છોકરી ને કહ્યું, " હું આવીશ પણ એને (નવી રાખેલી) લઈને આવીશ. અને અમે કન્યાદાન કરીશું. "!!!! છોકરી એકદમ ઊભી થઈ ગઈ, બોલી " મારી મા એ મને એકલા જ ઉછેરી છે. એ એકલી જ મને કન્યાદાન કરશે. બીજા કોઈ નો કોઈ જ અધિકાર નથી, તમે મોં બતાવવા પણ નહિ આવતાં "!!!! સાંભળી અનિતા ખુશી ના આસું થી રડી પડી. અને લગ્ન એકલા હાથે જ કર્યુ. પણ ખુમારી થી. _________________________________________________