સબંધો Dr. Imran Khan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સબંધો

સંબંધો ખુબ જ બરડ હોય છે. કાચના ઘરથી પણ વધારે. ઘણી વાર માત્ર sorry કહી દેવાથી ભૂલ સુધરી જતી નથી. હા, સામે વાળી વ્યક્તિ કદાચ મોટું મન કરી માફ કરી પણ દે તેમ છતાં ઘણી વાર આપણે કરેલી ભૂલનો અફસોસ સદાય આપણી સાથે રહે છે, એ ક્યારેય આપણો પીછો છોડતો નથી. અને એનો ડંખ રોજ નવું ઝેર દઈ જાય છે. સારા ઇરાદાથી કરેલું કામ પણ જો સામે વાળાને થોડીક પણ તકલીફ આપે તો એ પણ પાપ જ છે. અને કરેલા દરેક પાપની ભરપાઈ એક યા બીજી રીતે કરવી જ પડે છે; ક્યારેક કોઈ સજાના રૂપમાં તો ક્યારેક સદાય માટેના પસ્તાવાના રૂપે. ખરેખર જીવનમાં એટલું જ શીખવાનું છે કે આપણા કોઈ પણ કામથી, આપણા કોઈ પણ અયોગ્ય વર્તનથી સામે વાળાને જાણે કે અજાણે કોઈ દુઃખ ન થાય. શરીર પર લાગેલા ઘા સમય જતા રૂઝાય જાય છે પણ મન પર લાગેલા ઘા વ્યક્તિને કાયમી માટેની પીડા દઈ જાય છે
જોકે આપણે ઘણી વખત આ બાબતનું ધ્યાન રાખતા જ હોઈએ છીએ. કોઈ જાણી જોઈને ગમતા સબંધોને આગમાં હોમતું નથી. તેમ છતાં આવું થઇ જતું હોય છે. સારા ને ગમતા સબંધોને જેટલું વધારે સાચવવાના પ્રયત્નો કરીએ, તેટલું તે સંબંધને ગુમાવવાનો ડર વધતો જાય છે. પણ જાણ્યે અજાણ્યે સામે વાળી વ્યક્તિને hurt કર્યા બાદનો જે પસ્તાવો છે એ ભૂલ કરવા વાળાને પેલી વ્યક્તિ કરતા વધારે ભયંકર અને ઊંડી અસર કરી જાય છે. સંબંધોમાં લાગણીશીલ વ્યક્તિ વધારે દુઃખી થતી હોય છે. બાકી ઘણા એવા હોય છે જે ભૂલ કરીને અફસોસ પણ નથી કરતા હોતા અને સામે વાળી વ્યક્તિને પહોંચેલા દુઃખને ગણકારતા પણ નથી. જે વ્યક્તિને સંબંધ ગુમાવવાનો ખરેખર અફસોસ થયો હોય એની હાલત અવર્ણનીય છે.

આગળ નોંધ્યું એમ, સંબંધો ખુબ જ બરડ હોય છે. કાચના ઘરથી પણ વધારે. ખુબ જ ધ્યાનથી એને હેન્ડલ કરવા પડે છે We have to handle them with care. પછી એ કોઈ પણ સંબંધ હોય. વાતચીત કરવામાં, વ્યવહારમાં, વાણી પ્રયોગમાં, વર્તનમાં વગરેમાં ખુબ જ સાવચેત રહેવું પડે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણને કોઈ વાત, કોઈ બાબત પસંદ હોય પણ એ જ વાત સામી વાળી વ્યક્તિને ન પણ ગમતી હોય અને આપણે એને અજાણતા hurt કરતા હોઈએ. પેલી વ્યક્તિ કદાચ સબંધોની ઔ્પચારીકતાઓના કારણે આપણને ચોખ્ખે ચોખ્ખું કહી શકતી ન હોય ને જયારે કોઈ પણ રીતે આપણને આપણી ભૂલની ખબર પડે ત્યારે ઘોર અફસોસ કરવા સિવાય આપણી પાસે કંઈ વધ્યું હોતું નથી. માટે જ (મને એવું લાગે કે) ઔપચારિકતા વાળા સબંધો હવા ભરેલા ફુગ્ગા જેવા હોય છે. They may blast anytime. જો કોઈ પણ સબંધને લાંબો ટકાવી રાખવો હોય તો તેમને ઔપચારિકતા માંથી મુક્ત રાખવા જોઈએ. કોઈ પણ બાબતમાં કે કોઈ પણ સંબંધમાં સો ટકા perfection શક્ય નથી. અને આપણે આ સો ટકા perfectionની અપેક્ષામાં ક્યારે ભાવતો સબંધ ગુમાવી બેસીએ છીએ, ખબર પણ નથી પડતી. સંબંધ કોઈ પણ હોય પરસ્પરની સમજૂતી અને વિચારોની લયબદ્ધતા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પણ દર વખતે પસંદગી ન પણ મળે તો એકબીજાની પસંદગીનું માન જાળવવું જોઈએ. જો આવું કરીએ તો કોઈ પણ સંબંધ ધાર્યા કરતાં વધારે લાંબો ટકે અને વ્યસ્ત જીવનની વ્યસ્ત દિનચર્યાને અંતે રાહતનો અનુભવ પણ ચોક્કસ કરાવે.
કમનસીબે, જીવનનું આ પાયાનું જ્ઞાન કોઈ સ્કુલ કે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતું નથી. વિશ્વ ભરની સ્કૂલો અને યુનિવર્સિટીઓ જીવનમાં સફળ કેમ થવું એ ચોક્કસ શીખવાડે છે પણ ખુશ કેમ રેહવું એના પર ઘણાબધાનું હજુ બહુ ધ્યાન ગયું નથી. માણસ જીવનના ખરાબ અનુભવો માંથી આ ડહાપણ શીખે છે. પણ એની ખુબ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે - ગમતા સંબંધો આપણે ગુમાવી દેવા પડે છે. અને ત્યારે પ્રાપ્ય બધી ભૌતિક સુખ સગવડો અને મેળવેલી ઉપાધિઓ (ડીગ્રીઓ) બધું જ વ્યર્થ લાગે છે.

ખાસ નોંધ : ઉપર લખેલું કોઈ ફિલોસોફીકલ જ્ઞાન, કોઈ ઉપદેશ કે expert advice નથી પરંતુ મારા પોતાના જ જીવનમાં મારા અમુક ઉતાવળ્યા અને હરખપદુડા નિર્ણયો માંથી ઉપજી આવેલો અનુભવ છે.

અસ્તુ
~ Dr. Imran Khan
7th October 2019
Monday