4 X 13 Micro Horror - 2 books and stories free download online pdf in Gujarati

4 X 13 Micro Horror - 2

4 X 13 Horror 2:

4 જ વાક્યોની એક વાર્તા, એવી 13 હોરર વાર્તા, હોરર અને ટ્વિસ્ટ થી ભરેલી. ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ.
Concept: 13 હોરર વાર્તાઓ અને દરેક વાર્તા ની લંબાઈ માત્ર વધુ માં વધુ 4 વાક્ય: માઈક્રોફિક્શન (અતિ ટુંક વાર્તા). ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. જેમાં હોરર પણ છે, સસ્પેન્સ છે અને છેલ્લે એક ટ્વિસ્ટ પણ છે અને આ બધી વાર્તાઓ એક બીજા થી સાવ અલગ છે. અના પેહલા નો પ્રયોગ મારો હિટ રહ્યો હતો અને લોકો ને બહુ ગમ્યો હતો એટલે હવે એનો બીજો ભાગ, બીજી 13 નવી વાર્તાઓ. હોરર એવું જે રુવાડા ઉભા કરે, ટ્વિસ્ટ એવું જે આખી વાર્તા નો અર્થ જ બદલી નાખે. એક વાંચક તરીકે બની શકે બે ત્રણ વાર વાર્તા વાંચવી પડે તો સમજ પડે. ના સમજ પડે તો કોમેન્ટ માં પ્રશ્ન પૂછજો. અને જલ્દી થી કોમેન્ટમાં કહો કે તમને કઈ વાર્તા સૌથી વધુ ગમી કે કઈ વાર્તા માં સૌથી વધારે બીક લાગી.

યાદ રાખો: દરેક વાર્તા અલગ છે એને આગળ પાછળ ની કોઈ વાર્તા જોડે લેવા દેવા નથી.

%%%%%%%%%%%%%%%%%
  1. માતા

મેં ઘોડિયા માં સુતેલા બાળક ને મારા હાથ માં લીધું કારણકે રાતે આમ એનું રડવું મને દુઃખી કરતું હતું, મારા અંદર ની માતા એ જોઈ જ નોહતી શકતી.
મેં એને થાબડયું, એના માથે ચુંબન કર્યું, એને પોતાની છાતી જોડે વળગાડી દીધું.
છેવટે હું રૂમ ની બહાર નીકળી, અને રૂમ નો દરવાજો મેં બંધ કર્યો.
એ રૂમ માં એક દંપતી ની બે લોહી લુહાણ લાશો પડી હતી અને હું નોહતી ઇચ્છતી કે મારા બાળક પર એની ખરાબ અસર પડે; હાસ્તો, કારણ કે 'હવે થી' એ મારું બાળક હતું અને 'હવે થી' હું જ એની માતા.

  1. "કા.. કા..કા.." કાગડો

"કા.. કા.. કા.." એક કાગડો આવ્યો પણ ખેતર વચ્ચે ઉભેલા ચાડીયા ને જોઈ ને એ નીચે ના ઉતાર્યો.
"કા... કા... કા..", કાગડો ચતુર હતો કદાચ એટલે જ એણે થોડાક જ દિવસ માં શોધી કાઢ્યું કે ચડિયા ના ખભા પર બેસાય એમ છે, તે કઈ કરતો નથી અને આજુ બાજુ માં ખાવાનું પણ સારું મળી રહે એમ છે.
"કા.. કા.. કા.." હવે કાગડો અને ચાડીયો મિત્ર બની ગયા હતા, કાગડો દરરોજ ચાડીયા ના ખભે બેસવા જરૂર થી આવતો, મિત્રતા એનું નામ.

"કા.. કા..કા..."પણ મિત્રતા કરતા ભૂખ મોટી વાત છે, કારણકે કાગડા ને હવે મનુષ્ય નું માસ ખાવાનો ચસ્કો લાગ્યો હતો, દરરોજ એને ક્યાંક થી ચાડીયા ની આજુબાજુ મનુષ્ય માંસ ના થોડા ટુકડા મળી રહેતા હતા.

  1. 'કુળ'દેવી
ખુલ્લા વાળ સાથે, રડવાનો અવાજ કરતી, અમાસ ની એ કાળી રાતે સફેદ ફ્રોક માં એ લોહી થી ખરડાઈ ને ત્યાં એકલી ઉભી હતી.

એની બાજુ માં એના જેવી દેખાતી, એના જેવી ફ્રોક પહેરેલી બીજી 6 છોકરીઓ ની લોહી નીતરતી લાશ પડી હતી.

મેં એક ઊંડો શ્વાસ લીધો, હિંમત ભેગી કરી, હાથમાં રહેલા એક માત્ર ચપ્પુ પર મેં પકડ વધારી અને એની તરફ આગળ વધ્યો કારણ કે હવે અંત નજીક હતો.

"ના, પપ્પા, please! મને તો છોડી દો. આવું કરવાથી કુળ દેવી ખુશ થઈ ને તમને છોકરો નહીં આપે.", ૧૦ વર્ષ ની એ માસૂમ છોકરી ની આંખ માંથી આંસુ નીકળી ને એના હાથ માં રહેલી એની ઢીંગલી પર પડ્યું ત્યારે એ મને બોલી.

  1. અલાર્મ

મને મોડા ઉઠવાની કુટેવ હતી એટલે મેં બજાર માંથી એક અલાર્મ ક્લોક ખરીદી અને 5 વાગ્યા નું અલાર્મ સેટ કર્યું, જોકે એ દિવસો માં મારા ઘરમાં અમે કુટુંબ ના 5 સભ્યો રહેતા હતા પણબીજા દિવસે સવારે અલાર્મ વાગ્યું અને અમે 4 સભ્ય થઈ ગયા, સંજોગો અવસાર એ સવારે 5 વાગે મારા દાદા મૃત્યુ પામ્યાં.
જુના જમાનાનો પ્રેમ, મારા દાદી મારા દાદા વગર એક દિવસ પણ ના જીવી શક્યા એટલેજ તો બીજા દિવસે સવારે અલાર્મ વાગતા એ પણ દાદા જોડે....
નવાઈ મને ત્યારે લાગી જ્યારે ત્રીજા દિવસે અલાર્મ વાગતા મારા.. પપ્પા પણ.. અને બીક મને ત્યારે લાગી જ્યારે ચોથા દિવસે એટલે કે ગઈ કાલે મારી મમ્મી... પણ.
હું એ અલાર્મ કલોક ને તોડી ને નદી માં નાખી આવ્યો, બીક અને પરિવાર ના મૃત્યુ ના દુઃખ ના લીધે હું એ આખી રાત જાગ્યો, સવારે 5 વાગતા હતાં, મેં ટેબલ ને ધક્કો માર્યો, મારુ શરીર હવા માં લટકી ગયું, આંખો ના ડોળા બહાર આવી ગયા, છત પર નો પંખો થોડો નીચે ખેંચાયો, મારા ગળા પર ના દોરડા ની પકડ કસાઈ ગઈ, જીભ બહાર નીકળી ગઈ, એ મારો તરફડીયા માર્યા પછી નો છેલ્લો શ્વાસ હતો અને મેં ઘર ના કોઈ ખુણા માંથી અલાર્મ ની અવાજ સાંભળી.

  1. "હું, એક છોકરી"

હું ઘરે એકલી હતી, ઘરના કામ પતી ગયા હતા, લાલ ટીશર્ટ સરખી કરી સોફા પર હું બેઠી, પ્રતિલિપિ app મેં open કરી, કોઈ અજાણ્યા લેખક ની horror વાર્તા "હું, એક છોકરી" મેં વાંચવાની શરૂ કરી.
વાર્તા એક છોકરી ની લાગી જેના માતા પિતા એને ઘરે એકલી મૂકી ને કોઈ ના લગ્ન માં ગયા હોય છે, અને એ લાલ કુર્તી પહેરેલી છોકરી કંટાળી ને કોઈ "મેં, એક લડકી" નામની horror મૂવી જોવા બેસે છે.
એ મુવી માં એક છોકરી હતી, જે એકલી રહેતી હતી અને રાતે કંટાળી ને લાલ ડ્રેસ માં એ " i , a girl" નામની નવલકથા વાંચવા બેસે છે.
ત્યાં જ એ મૂવી ની અંદરની બુક વાંચતી લાલ ડ્રેસ વાળી છોકરીના ખભા પર પાછળ થી એક હાથ આવી ને પકડ જમાવે છે, જે જોઈ ને મુવી જોતી લાલ કુર્તી વાળી છોકરી બી જાય છે અને મૂવી જોવાની બંધ કરે છે પણ ત્યાંજ એના ખભા પર કોઈ હાથ મૂકે છે, આ ગાંડા જેવું વાંચી ને મને હસું આવ્યું ને મેં વાંચવા નું બંધ કર્યું. અને ત્યાંજ.... મારી લાલ ટીશર્ટ પર ખભા પર કંઈક......

  1. એકલતા

એ પેહલી એવી રાત હતી જ્યારે હું કોઈ કબ્રસ્તાન ની પગદંડી પર ચાલી રહ્યો હતો એટલે બીક લાગવી સ્વાભાવિક હતી.

"બીક લાગે છે તને?" દૂર ઉભેલા એક ભલા માણસે એ પુછ્યું, જેનો મેં માત્ર હા માં માથું હલાવી ને જવાબ આપ્યો.

"તું કહેતો હોય તો હું તને મદદ કરું? તને મારા થી તો બીક નહીં લાગે ને? મૂકી જાઉં તને હું તારા મુકામ સુધી?? હું જોડે હોઈશ તો તને એકલું નહીં લાગે." ખરા દિલથી એણે મને પૂછ્યું, મેં સ્મિત કરી હા પાડી.

અમે વાતો કરતા કરતાં ચાલવા માંડ્યું, થોડી વાર માં અમે મિત્રો બની ગયા, એ પછી મારો મુકામ આવ્યો, "ચિંતા ના કર ધીરે ધીરે તને પણ આદત પડી જશે. કાલે ફરી મળીશું." એમ કહી એ જતો રહ્યો અને હું મારી કબર માં પાછો સુઈ ગયો.

%%%%%%%%%%%%%%%%%%%
બીજી 7 વાર્તા પહેલા એક વિરામ:
ચાલો એક રમત રમીએ; તમે કોમેન્ટ માં પોતે આવી 4 વાક્યની હોરર સ્ટોરી લખી શકો, જોઈએ કોણ સારી લખે છે. અથવા.. પહેલા "challenge:" લખી પછી તમારો idea લાખો, idea કોઈ પણ subject પર હોઈ શકે, હું એના પર ત્યાંજ ખાસ તમારા માટે નાની 4 લીટી ની વાર્તા લખીશ. કારણકે એક લેખક તરીકે મને challenge લેવું બહુ ગમે છે.
હવે આગળ.
%%%%%%%%%%%%%%%%%%%%

  1. ચાલ જીવી લઈએ

તમેં તમારી જિંદગી માં કદી કોઈ પાગલપન કર્યું છે?? મસ્તી?? તોફાન?? કંઈક એવું જે કરવાની તમને બહુ મઝા આવી હોય પણ લોકો એ તમને પાગલ માને.

જેમકે ટીચર ને ચોક મારવો, મિત્રનું ટિફિન ચોરી ને ખાઈ લેવું, મમ્મી ના પાડે તોય ઝાડ પર ચઢવું, દાદા ના ચશ્મા છુપાવા, પોતે તોડેલી વસ્તુ નો દોષ મોટા ભાઈ પર નાખવો, પપ્પા ની વધેલી સિગારેટ ફૂંકવી, ફૂલ સ્પીડ માં બાઇક ચલાવી, ગર્લફ્રેન્ડ ના ગાલ પર બચકું ભરવું, તમારી સાળી ને થોડી હેરાન કરવી... મને લાગે છે તમે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક તો આવું કંઈક કર્યું જ હશે.

મેં આજ સુધી કદી એવું કશું નથી કર્યું, મારા તો લગ્ન પણ નથી થયા, સાચું કહું તો જિંદગી ની સાચી મઝા મેં માણી જ નથી પણ હવે નહીં, આજે મેં એક કારનામું કર્યું છે, કોઈ ને કહેતા નહીં.

કાલે મારૂ કેન્સરથી મૃત્યુ બાદ, આ લોકો મારા શબ ને આ શબગૃહ માં લાવ્યા, પણ મેં આજે મારુ જ શબ ચોરી લીધું છે, અને આ લોકો મારાં શબ ને શોધે જ જાય છે શોધે જ જાય છે.. હાહાહા... અરે હું તો વિચારું છું કે કોઈ સારી છોકરી મળે તો લગ્ન પણ કરી લઉં, છે કોઈ છોકરી તમારા ધ્યાન માં મારે લાયક???

  1. કબાબ

હું મારા મિત્ર ના ઘરે ઘણી વાર ખાવા જતો, એની પત્ની બહુ ટેસ્ટી કબાબ બનાવતી એટલે અમે પૂછતાં, "ભાભી, કેમના બનાવો છો આટલા ટેસ્ટી કબાબ??"

ભાભી આમતો કશું બોલતા નહીં, પણ એક દિવસે એમના થી હસી મજાક માં બોલાઇ ગયું, "હું જે સુપર માર્કેટ માં કામ કરૂં છું ત્યાં મારી ઓફિસે ફ્રી માં સુંદર ગોશત મળે છે એનું બનાવું છું.", અને અમે હસી કાઢ્યું.

થોડા સમય બાદ મારા પણ લગ્ન થયા, હનીમૂન પર હું અને મારી પત્ની જઇ આવ્યા, પણ મારી પત્ની પ્રેગનન્ટ થઈ ચુકી હતી અને સાચું કહું તો અમારે આ બાળક નોહતું જોઈતું પણ એ નક્કી કરવામાં મહિના વીતી ગયા અને ઑબોર્શન વગર બીજો કોઈ વિકલ્પ હવે નોહતો.

એટલે અમે અમારા ડૉક્ટર ની સલાહ થી એક ઓબોર્શન ક્લિનિક માં ગયા પણ હું ત્યારે ચોંકી ગયો જ્યારે મને ત્યાં મારા પેલા ભાભી નર્સ ના પોશાક માં દેખાયા, અને કોઈ ને પૂછતાં ખબર પડી કે વર્ષોથી તેઓ ત્યાં જ નોકરી કરે છે, બસ એ પળે જ હું અને મારી પત્ની ઘરે પાછા આવી ગયા, ના અમે ઑબોર્શન કરાવ્યું, ના અમે ફરી કદી 'કબાબ' ખાવા ગયા.

  1. ગિફ્ટ

મને જન્મ થી એક ગિફ્ટ મળી છે, આ ગિફ્ટ મારી દાદી જોડે પણ હતી, પછીએ મને મળી હતી.

ગિફ્ટ એવી છે કે, "જે ઘર માં મૃત્યુ થવાનું હોય એ ઘર આગળ હું એ મરણ ના 7 દિવસ પહેલા થી યમદૂત ને ઉભેલો જોઈ શકું છું."

મેં ઘણી વાર ઘણા ના જીવ બચાવવા પ્રયત્ન કર્યા પણ મને ખબર પડતી ગઈ કે મૃત્યુ ને ટાળવું અશકય છે.

પણ મને હવે ડર લાગે છે કારણકે આજકાલ હું જોઉં છું કે મારા શહેર ના દરેક એ દરેક ઘર આગળ યમદૂતો ઉભો રહે છે.

  1. 10 (દસ)

હું પોલીસ માં નોકરી કરું છું, રાતે પેટ્રોલીંગ માં નીકળ્યા હતા અમે ત્યાં અમારા રેડિયો પર એલર્ટ ના સમાચાર આવ્યા, "નજીક માં કોઇ ઘર માં સંદિગ્ધ પ્રવૃતિ" થઈ રહી હોવાના સમાચાર હતા.

હું અને મારી ટોળકી એટલે અમે 5 જણ જીપ માં એ વિસ્તાર માં જ હતા તેથી અમે ત્યાં જવા નું નક્કી કર્યું, પણ જ્યારે અમે એ ઘર પાસે પહોંચ્યા તો ત્યાં પહેલેથી બીજી એક પોલીસ ની જીપ ઉભી હતી, તેઓ પણ બીજા 5 જણ હતા એટલે અમે બધા એ એક સાથે ઘર માં ઘૂસવાનું નક્કી કર્યું.

અમે ઘર નો દરવાજો ખોલી ને અમારી બંદૂકો જોડે અંદર ઘુસી ગયા પણ અમે અંદર જોયુ તો, એક મોટા ઓરડા માં 10 લાશો છત થી ગળે ફાંસો ખાઈ ને લટકી રહી હતી, બધા એ એક સાથે suicide કર્યું હોય એવું લાગતું હતું.

અમે ઘર માં ફરવા નું શરૂ કર્યું, ઘર નું આ દ્રશ્ય જોઈને મારુ માથું દુઃખવા લાગ્યું હતું, અજીબ અજીબ વિચારો આવતા હતા, હવે મારુ મગજ મારા કાબુ માં નોહતું, મારુ શરીર મારા કાબુ માં નોહતું, હું નોહતો ઇચ્છતો તો પણ મેં મારી બંદૂક ની નળી મારા કપાળે મૂકી, ઉપર જોયું બીજા 9 પોલીસ કર્મી ઓ ની હાલત પણ મારા જેવી જ હતી, બધાના હાથ બંદૂક પર હતા અને બંદૂક ની નળી કપાળે, પછી "ધડામ....", એક સાથે 10 બંદૂક ના ફૂટવાના અવાજ થી ઘર ગુંજી ઉઠ્યું.


  1. કલાકાર

"એમ એફ હુસેન નું પેંટિંગ કરોડો માં વેચાયું", " sand artist એ દરિયા કિનારે ભારત માતા ની કલાકૃતિ રેતી થી બનાવી", "અંધાધૂંધ ફિલ્મ પ્રેક્ષકોને આકર્ષવામાં સફળ", "ફલાણા કલાકાર ને ફલાણુ પારિતોષિકો એનાયત."

છાપાઓ માં કલાકાર અને એમની કલા વિશે આવું ઘણું છપાતું રહે છે, તમે ખોટું ના લેતા, હું કલા નો વિરોધી નથી, ના, ના, હું તો પોતે કલા પ્રેમી છું, પોતે એક કલાકાર છું, મારી કલા વિશે તો છાપા ઓ માં પેહલા પાને છપાય છે.

મારુ માનવું છે કે કલા એ માનવ સભ્યતા નું સૌથી મોટું અંગ છે, કલા વગર માણસ પાંગળો છે ; કલા દરેક માણસ માં રહેલી છે, કલા પ્રેમ છે, શાંતિ છે, ઉન્નતિ છે, પોતાને લોકો આગળ present કરવાનું એક માધ્યમ છે અને કલા એ માનવી ના મન નું ઊંડાણ છે પણ ઘણીવાર કલાકાર એ ગુમનામ રહેવું પડે છે કારણકે આ દુનિયા એ ની કલા ને સમજી નથી શકતી.

મારુ પણ કંઈક એવું જ છે, હું દુનિયા આગળ આવી નથી શકતો પણ દુનિયા મારી કલા ની નોંધ તો લે છે જ અને એ નોંધ લેવી એજ મારી કલા ની કદર કરવી કહેવાય , એટલે જ જુઓ ને આજે જ છાપા માં પેહલા પાને છપાયું છે, "artistic સાયકોકિલર નો વધુ એક આતંક: પુલ પરથી નગ્ન છોકરી ની લાશ લટકાવી કલાકૃતિ બનાવી: શહેર ના લોકો માં ફફડાટ, પોલિસ હજુ શોધ માં."

  1. એહસાસ
હું હમણાં "fear factor" જોતી હતી, એમાં એક છોકરો હાથ માં કરોળિયો લેવા થી બીતો હતો.

બીક દરેક માં હોય છે, બીક દરેક ને લાગે છે; બીક એક અહેસાસ જ છે.

લોકો ને ચીંથરી ચડે છે કરોળિયો જોઈ ને, ઉબકા આવે છે, બીક લાગે છે, રૂમ માંથી બહાર ભાગી જવાનું મન થાય છે પણ તમે કદી કરોળિયો હાથમાં લીધો છે? એના 8 પગ નું દબાણ પોતાના શરીર પર મહેસુસ કર્યું છે? એના પગ પર ના વાળ, એની તમને જોતી 8 આંખો, એનું લાળ, એની જાળ? એની ધીમી ચાલ??? કદાચ જ કોઈકે કર્યું હોય.

દરરોજ રાતે હું આ મહેસુસ કરૂ છું, રાતે હજારો કરોળિયા મારા મોઢા માંથી બહાર આવાના શરૂ થાય છે, એક પછી એક, હજારો, ખદબદતા મારા મોઢા માંથી બહાર આવે છે, અને મારા આખા શરીર પર, પલંગ પર બેસી જાય છે, અને સવાર પડતાં ફરી એક પછી એક પાછા મારી અંદર...

  1. વાંક
"બેટા, એમાં તારો કોઈ વાંક નથી,રડવાનું બંધ કર.", હું રડે જતો હતો અને મારી માતા મને ખોટી તસસલી આપી રહી હતી.

"બેટા, તું હજુ 10 વર્ષ નો છું, તું પણ શું કરી શકતો?? તારી નાની બહેન જોડે જે કાંઈ પણ થયું એમાં તારો કોઈ વાંક નથી.", મારા પિતા એ આશ્વાસન આપવાનું શરૂ કર્યું.

"અરે આટલા મોટા ડોકટર પણ ના બચાવી શક્યાં તારી બહેન ને, એ ગળી ગઈ હતી લખોટી, એની શ્વાસ નળી માં ફસાઈ ગઈ અને.. એ ઈશ્વર જોડે જતી રહી, એમાં તારો શુ વાંક. એક accident", માતા બોલતા બોલતા રડી પડી.

ઈશ્વર જોડે જતી રહી કે મૃત્યુ પામી? મને મારા માતા પિતા ભોળવી રહ્યા હતા, જેમ મેં એક વાર મારી નાની બહેન ને લખોટી બતાવી ને કીધું હતું , "આ છે ને special ચોકલેટ છે. એ દાંત થી ના તૂટે પણ સ્વાદ માં મીઠી લાગે, અને એ તને નહીં મળે, એ મારી જ છે"; બસ એ દિવસ થી મારી બહેન એ ચોકલેટ મારી જોડે થી ચોરી લેવા ફરતી હતી, હા, એ મારો જ વાંક હતો.

The End
%%%%%%%%%%%%%%%%%%%%%%

ફરી એક વાર આપનો આભાર, કોઈ વાર્તા સમજ ના પડી હોય તો કૉમેન્ટ્સ માં પૂછી શકો છો. એ સિવાય, ચાલો એક રમત રમીએ; તમે કોમેન્ટ માં પોતે આવી 4 વાક્યની હોરર સ્ટોરી લખી શકો, જોઈએ કોણ સારી લખે છે. અથવા.. પહેલા "challenge:" લખી પછી તમારો idea લાખો, idea કોઈ પણ subject પર હોઈ શકે, હું એના પર ત્યાંજ ખાસ તમારા માટે નાની 4 લીટી ની વાર્તા લખીશ. કારણકે એક લેખક તરીકે મને challenge લેવું બહુ ગમે છે.


*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.








બીજા રસપ્રદ વિકલ્પો