4 X 13 Horror:
Concept: 13 હોરર વાર્તાઓ અને દરેક વાર્તા ની લંબાઈ માત્ર વધુ માં વધુ 4 વાક્ય: માઈક્રોફિક્શન (અતિ ટુંક વાર્તા). ફાસ્ટ ટ્રેક જમાના ની ફાસ્ટ ટ્રેક વાર્તાઓ. જેમાં હોરર પણ છે, સસ્પેન્સ છે અને છેલ્લે એક ટ્વિસ્ટ પણ છે અને આ બધી વાર્તાઓ એક બીજા થી સાવ અલગ છે. હોરર એવું જે રુવાડા ઉભા કરે, ટ્વિસ્ટ એવું જે આખી વાર્તા નો અર્થ જ બદલી નાખે. એક વાંચક તરીકે બની શકે બે ત્રણ વાર વાર્તા વાંચવી પડે તો સમજ પડે. ના સમજ પડે તો કોમેન્ટ માં પ્રશ્ન પૂછજો. અને જલ્દી થી કોમેન્ટમાં કહો કે તમને કઈ વાર્તા સૌથી વધુ ગમી કે કઈ વાર્તા માં સૌથી વધારે બીક લાગી.
યાદ રાખો: દરેક વાર્તા અલગ છે એને આગળ પાછળ ની કોઈ વાર્તા જોડે લેવા દેવા નથી.
%%%%%%%%%%%%%%%%%
------ 1------
હું અમદાવાદ માં રહું છું અને અમદાવાદ મહાનગરપાલિકા ના, સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડબ્બામાં નાખવાના નિયમ ને આદર્શ નાગરિક તરીકે સ્વીકારું છું.
એટલે તો હવે હું મારા શિકાર ના શરીર ના અવયવો ના ટુકડા કરી ભીના કચરના ડબ્બામાં નાખું છું અને તેમના કપડાં, ઘરેણાં વગેરે ને સુકા કચરાના ડબ્બામાં.
સાચે, હું એક આદર્શ નાગરિક છું.
^^^^^^^^^^
------ 2------
મારુ નવું જન્મેલું બાળક એ રાતે બહુ રડતું હતું.
મેં પથારી માં સુતા સુતા ઘોડિયા પર એક નજર કરી, મારી પત્ની અંધારામાં એને ઉચકીને હાલરડું ગાઈ રહી હતી.
મેં એક સ્મિત આપીને સુવા માટે પડખું ફેરવ્યું.
પણ મારી પત્ની તો મારી બાજુ માં સૂતી હતી.
^^^^^^^
------ 3------
આજે હું મારી પ્રેમિકા ને મળવા બહુ આતુર હતો.
મેં એના માટે સરસ ખુશ્બૂદાર ફૂલ લીધા હતાં, એને મનગમતું પરફ્યુમ છાંટયું હતું અને કેન્ડલ લાઈટ ડિનર માટે મીણબત્તીઓ પણ લીધી હતી.
છેવટે રાત ના બાર ના ટકોરે કોદાળી લઈ ને મેં કબ્રસ્તાન તરફ ચાલવાનું શરૂ કર્યું.
આજે અમાસ હતી, અમારા મિલન ની રાત, સાચે પ્રેમ ને કોઈ સીમા નથી હોતી.
^^^^^^^^^^^^^^
------ 4------
એ ડોકટર ની બાજુ માં ઉભી રહી ને બુમો પાડતી રહી... પાડતી રહી.... અને પાડતી રહી.
ડોકટરે એની એક બુમ ના સાંભળી અને એને મૃત ઘોષિત કરી દીધી.
એની જોડે રડવા બીજો કોઈ ખભો નોહતો.
એણે પોતાના જ શબ ની છાતી પર પોતાનું માથું મૂકી ને પોતાની જાત માટે રડી લીધું.
^^^^^^^^^^^^^^
------ 5------
હું અને મારો મોટો ભાઈ હંમેશા નાનપણથી એક બીજા ની આંખો માં જોઈને "પલકો કોણ પેહલી ઝપકાવે?" એવી રમત રમતાં.
હું નાની હતી ત્યારે હંમેશા હું જીતતિ.
પણ છેલ્લા 2 વર્ષ થી હું એકપણ વાર નથી જીતી, કારણકે મારો ભાઈ પલકો જ નથી ઝપકાવતો.
છેલ્લે મેં એની બંધ આંખો ત્યારે જોઈ હતી, જ્યારે એને પપ્પા સફેદ ચાદર માં લપેટી ને પોતાને ખભે ઉપાડી કોઈ "સ્મશાન" નામની જગ્યાએ લઈ ગયા હતા.
^^^^^^^^^^^^^^^^^
------ 6------
મારો કસાઈ તરીખે નો ધંધો ઘણો સારો ચાલે છે.
ગામના લોકો મારી દુકાન ના માંસ ના શોકીન થઈ ગયા છે.
એમને આદત પડી ગઈ છે, દર રવિવારે મારા દુકાન નું સ્પેશ્યલ માસ ખાવાની.
મારો ધંધો આવી રીતે જ ચાલતો રહેશે, જ્યાં સુધી કોઈ ના ધ્યાન માં એ નહીં આવે કે ગામ માંથી દર શનિવારે એક બાળક કેમ ગાયબ થઇ જાય છે.
^^^^^^^^^^^^^^^^^^
------ 7------
મને દરરોજ રાતે બહુ બીક લાગે છે કારણકે એ દરરોજ રાતે મારા પલંગની બાજુ માં આવી ને મારી જોડે વઢે છે.
હું એને કેટલું પણ સમઝાવું એ માનતો નથી.
એને તો બસ એનું આ શરીર પાછું જોઈએ છે.
હું એને કેટલું સમજાવું છું કે, એ પણ કોઈ નું શરીર પડાવી લે, મારી જેમ.
^^^^^^^^^^^^^^^^^^^
------ 8------
"તને ખબર છે ને મને તારા વગર ઊંઘ જ નથી આવતી," એટલું કહી ને મારી પ્રેમિકા મારી બાજુ માં લપાઈ ને સુઈ ગઈ.
મેં એને મારી બાંહો માં ભરી લીધી.
એણે ખાલી એક પારદર્શક નાયટી પેહરી હતી પણ મને એ જોઈ ને બહુ ગુસ્સો આવ્યો.
ગુસ્સા નું કારણ એ નોહતું કે આ એ જ નાયટી હતી કે જેમાં મેં એને કોઈ બીજા જોડે રતિક્રીડા માણતા પકડી હતી, સાચું કારણ તોએ હતું કે, આ એજ નાયટી હતી જેમાં મેં એનું ખૂન કર્યું હતું.
^^^^^^^^^^^^^^^
------ 9------
હું સુઈ રહયો હતો, પણ મને બહુ ગરમી લાગી રહી હતી.
મેં બાજુ માં ઉભેલા મારા દીકરા ને કહ્યું કે મને બહુ ગરમી લાગી રહી છે પણ આજની પેઢી ક્યાં કાંઈ સાંભળે છે.
છેવટે હું બેઠો થયો; હવે મને લાગે છે, બહુ મોડું થઈ ગયું છે.
ચિતા ની આ અગ્નિ એ એમ પણ મારા આ પાર્થિવ શરીર ને અડધું બાળી જ નાખ્યું છે.
^^^^^^^^^^^^^^^^
------ 10------
આજે તમને આ અમારું મકાન બહુ સુંદર લાગે છે, 2 વર્ષ પહેલાં એ આવું નોહતું.
બે વર્ષ પેહલા એક આગ ના લીધે બળી ને ખાક થઈ ગયું હતું.
અરે, ચિંતા કરવાની જરૂર નથી, મારા કુટુંબ ના બધા લોકો સહી સલામત રીતે બચી ગયા હતાં.
પણ એ દિવસ થી ખબર નહીં કેમ હું આ ઘર છોડીને બહાર જઈ જ નથી શકતો, હું તમારા કુટુંબ નો સભ્ય બની ને તમારી સાથે અહીં રહું, તો તમને વાંધો તો નથી ને???
^^^^^^^^^^^
------ 11------
મારી બહેન ની આત્મહત્યા પછી, મારી માઁ દરરોજ મારી બહેને એના ફોન માં એણે પોતે ગયેલા અને રેકોર્ડ કરેલા ગીતો સાંભળતી.
રડી ને પોતાનું મન હલકું કરી લેતી, અમને પણ કોઈ વાંધો નોહતો.
પણ મહિનાઓ પછી એ દિવસે ફોન માંથી બધા ગીતો અને રેકોર્ડિંગ ગાયબ થઈ ગયા.
એક જ રેકોર્ડીંગ રહ્યું, મમ્મી એ જલ્દી થી એ પ્લે કર્યું,
"મમ્મી, હજી હું કેટલી પ્રેકટીસ કરું?, નહીં બની શકું હવે હું સિંગર, હવે તો મને શાંત થવા દે."
^^^^^^^^^^^^^^^
------ 12------
હું આમ પણ એકલવાયી છોકરી હતી
મને લોકો જોડે વાત કરવાનું એમ પણ નોહતું ગમતું કારણકે બધા પોતે જ બોલ્યા કરે છે અને મને કોઈ નથી સાંભળતું.
એટલે હું કલાકો સુધી અરીસા સામે બેસતી અને પોતાના પ્રતિબિંબ જોડે વાતો કરતી, હું બોલતી અને એ માત્ર સાંભળતું.
હવે એ પણ શક્ય નથી; હવે તો અરીસા માનું મારૂ આ પ્રતિબિંબ પણ મારી જોડે બોલે છે.
^^^^^^^^^^^^
------ 13------
મેં પેહલા પડદા પાછળ જોયું, ત્યાં કોઈ નોહતું; પણ પછી પલંગ નીચે જોયું, ત્યાં પણ કોઈ નહીં.
બાથરૂમ અને ભોંયરા માં પણ મેં જોયું, કોઈ નોહતું ત્યાં... અને પછી જ મને શાંતિ થઈ કે હવે આજની રાતે વાંધો નહીં આવે, હવે પાક્કું હું ઘર માં એકલો અને સુરક્ષિત હતો.
હા, હું બધું જોઈ જ લઉં છું, બીક લાગે છે મને; ક્યાંક કોઈ મારા હાથમાંથી બચી ના જાય, લોકો ની આદત હોય છે મને જોઈ ને આવી જગ્યાઓએ છુપાવાની.
આ પછી જ મેં જમીન પર પડેલી લાશો ને હટાવાની ચાલુ કરી.
The End
%%%%%%%%%%%%%%%%%%%%%%
ફરી એક વાર આપનો આભાર, કોઈ વાર્તા સમજ ના પડી હોય તો કૉમેન્ટ્સ માં પૂછી શકો છો. એ સિવાય, ચાલો એક રમત રમીએ; તમે કોમેન્ટ માં પોતે આવી 4 વાક્યની હોરર સ્ટોરી લખી શકો, જોઈએ કોણ સારી લખે છે. અથવા.. પહેલા "challenge:" લખી પછી તમારો idea લાખો, idea કોઈ પણ subject પર હોઈ શકે, હું એના પર ત્યાંજ ખાસ તમારા માટે નાની 4 લીટી ની વાર્તા લખીશ. કારણકે એક લેખક તરીકે મને challenge લેવું બહુ ગમે છે.
*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.
Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.