બસ કશિશ એના રાજકુમાર જોડે સાત ફેરા ને સપ્તપદી ના સાત વચન નિભાવવા ના વિશાળ ગગન માં પહોંચી ગઈ.
ખૂબ જ રંગેચંગે લગ્ન સંપન્ન થયા. કશિશ અને કાનન નવજીવન માં ગોઠવાતા ગયાં. લગ્ન એટલે બે જ જણાં નું મિલન નથી. લગ્ન એટલે નવા બે પરિવાર નું મિલન. બંને જણા ની એકબીજાના પરિવાર ની જવાબદારી ઓ નું વહન.
પણ દુનિયાભર માં એમ જ માનવામાં આવે છે કે છોકરી સાસરે આવે છે એટલે વહુની બધી જ. જવાબદારી ફરજ બને છે. જમાઈ ની કોઈ જવાબદારી છોકરીના પરિવાર ની રહેતી નથી. ફરજ નો ભંડાર જાણે વહુના માથે.. સાસરે વળાવેલી દિકરીને એના માતા પિતા પણ પરાયા થઈ ગયાં ગણાય. દિકરી ઈચ્છે તો પણ માતા પિતા ની સેવા કરવાં આવી ના શકે કેમકે પિયરમાં થી માં બાપ પણ એ જ ઈચ્છતા હોય કે તું સાસરીયામાં બધાં ની સેવા કર.. અમને નહી આવે તો ચાલશે પણ જો કાંઈ થયું ને દિકરી ને પાછી મોકલી તો સમાજ માં શું મોઢું બતાવીશું. ડર હાવી થઈ જાય છે.
કશિશ ને પણ આમ જ થયું .ઘર પરિવાર એટલો બહોળો એટલે જવાબદારી બધી જ એના પર આવી ગઈ. સાસરે વળાવેલી નણંદો એના સહપરિવાર સાથે રહેવા અવારનવાર આવી જાય. કશિશ ને માથે એક સામટાં આટલાં બધાંનું સવાર થી રાત ના જમવાનું , ઘરનાં કામ .. રાત પડતાં તો કશિશ કયારેક રડતાં રડતાં સૂઈ જાય. કાનન ખૂબ સમજું.ખૂબ પ્રેમ કરે કશિશ ને .પણ સંસ્કાર એવા કે ના કોઈ ને કહી શકે.
આટલી જવાબદારી એકવીસ વરસ ની ઉંમર માં આવી હતી ત્યા જ કાનન ના સગાં ફોઈ વિધવા થતાં એમનાં ઘરે હમેશાં માટે આવી ગયાં.
કશિશ નું સુખ આ બધાં ને સાચવવા માં જ. કશિશ એ દિકરી ને જન્મ આપ્યો. સુંદર દિકરી રુપાળી નટખટ. ..
પણ સાસરીયામાં દિકરો થાય એવી આશા. કશિશ પણ એ લોકો ની ખુશી માં ખુશ .. કશિશ ને ત્યા સરસ મજા ના દિકરા નો જન્મ થયો. ઘર પરિવાર ખુશ ખુશ.
પણ કશિશ નું મન એકલાં બેસે ત્યારે મન ની મોકળાશ ઝંખે. એના મન નુ કરવાની વરસોથી ઝંખના અધુરી રહી ગઈ.. પપ્પા ના ત્યા પણ અને સાસરે તો વિચારવુ જ શું.
ઘણાં બધાં શોખ કશિશ મારતી ગઈ. પરિવાર ની જવાબદારી નિભાવતી ગઈ. બંને નણંદો ને વળાવી ધામધૂમથી. પોતે પોતાના છોકરાંઓની જવાબદારી નિભાવતી ગઈ. એક જાણે પુરાં સો વરસ જીવી ગઈ એવું અનુભવતી.
ક્રમશઃ કશિશ બાળકો ના ઉછેર માં પરોવાઈ જાય છે.કાનન પણ બને એટલી મદદ કરાવતો .બાળકો ને ઓફિસ જતાં શાળાએ મુકી આવતો. સાંજે પાછા ફરતાં ઘરવપરાશની ચીજો લેતો આવતો. એ બધું સમજતો કે કશિશ ના ભાગે મારા કરતાં પણ વધુ જવાબદારીઓ છે.
લગ્નજીવન ના વીસ વરસ આમ જ નિકળી ગયાં.બાળકો પણ મોટાં થયા. એવાં માં કશિશ ના ફઈજી પણ બિમાર થયા ને ત્રણ વરસ પથારીમાં રહ્યા ..બધું જ હસતાં હસતાં પાર પાડયું . ફઈજી ના દેંહાત પછી એક બે વરસ માં કશિશ ના સાસુ પણ બિમાર થયા ને અગિયાર વરસ પથારીવશ .. એક બાજુ ઘર માં બિમારી ..બાળકો ભણતાં ને મહેમાનો નો ખૂબ આવરો જાવરો. કશિશ ને વરસ માં એક વાર પિયર રહેવા જવાય એ પણ વેકેશન માં .
બસ જીવન આમ જ ચાલ્યા કરતું પણ.... કશિશ ના જીવન માં એક અણધાર્યો મોડ આવ્યો ..જેનાથી કશિશ ને જીવન જીવવા જેવું લાગ્યુ. કશિશનું સુખ એની ઝોળી માં સમાયુ જાણે.
ક્રમશઃ