કશિશ - 1 Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કશિશ - 1

કશિશ નું મન આજ ખૂબ બેચેની અનુભવતું હતું.મન ની વિચારધારા તેજ રફતાર થી દોડી રહી હતી. એનું નાનકડું દિલ ભાર લઈ ને ફરતું હતું.મન ની અપાર મૂંઝવણ કયાં જઈને ઠાલવવી? કોને કહેવી? ના વિચારો માં સાવ સૂનમૂન બેસી હતી.
કશિશ મૂળ કાઠિયાવાડી . એના પપ્પા મમ્મી જામનગર માં વસેલા. પહેલાં થી જ ઘર માં પપ્પા નું કહ્યુ ચાલતું.બહેન ભાઈ માં બહું તફાવત નહી .ભાઈ મોટો ને
કશિશ નાની. લાડકોડમાં ઉછરી.ઘર માં કોઈ વસ્તુ ની કમી નહી પાણી માંગે ત્યા દૂધ હાજર થાય. વાર તહેવાર માં પપ્પા મમ્મી ભાઈ સાથે ફરવા પણ ખૂબ જવાનું થાય.ભણતરમાં પણ કોલેજ સુધી ભણાવી .પણ પપ્પા જ કોલેજ મૂકવા આવે ને લઈ જાય.
એટલી બધી છોકરી ની જાત ને સાચવવા માં આવે. બધું જ સુખ પણ એક આઝાદી નું દુઃખ. કયાંય એકલાં જવાનું નહી. જવાનું હોય તો લેવાં મુકવા આવે તો જ. સહેલી ના ઘરે પણ કે બજારમાં જવું હોય તો.
આમ કશિશ નું જીવન તો પરિવાર સાથે પસાર થઈ રહ્યુ હતું પણ મન ની મોકળાશ નહોતી.ખૂબ મર્યાદા માં રહેવું પડતું.
હજી કોલેજ પુરી થઈ કશિશ નોકરી કરવાં વિચાર કરે એ પહેલાં તો કશિશ ને મુરતિયા બતાવવાનું શરું થઈ ગયું. પપ્પા આગળ મમ્મી નું પણ ના ચાલે તો બીજા કોઈ નું તો વાત જ કેમ કરવી. કશિશ ને સમજાઈ ગયું કે મારે હવે લગ્ન કરી સાસરે જવું પડશે.
એવાં માં કશિશ ના ફઈ એના માટે માગું લઈને આવ્યા.છોકરો મોટાં શહેર માં રહેતો હતો.ઘર નું ઘર હતું . ત્રણ દિકરીઓ પરણીને સાસરે વળાવી હતી. છોકરો એક નો એક સારી સરકારી નોકરી કરતો હતો.
હજું બે દિકરી ઓ પરણાવવા ની બાકી હતી. આવો સરસ છોકરો એ પણ સરકારી નોકરી ને બરોડા શહેરમાં રહેતો. દિકરીઓ નું તો શુ એ તો પરણીને સાસરે જતી રહેશે.કયાં વારે વારે સાસરેથી આવી શક્શે!
ફઈ એ એમની રીતે સમજાવ્યું .એમનાં ભાઈ એટલેકે મારાં પપ્પા એ હા પાડી. કશિશ ને તો પૂછવાનું આવે જ નહી. બસ નકકી કરી એકબીજાને જોવાં નું રાખ્યુ ફોઈ પણ બરોડા રહે એટલે એમનાં જ ઘરે બધું ગોઠવણ કરવાં માં આવી.
આપણે આગળ જોયું કે કશિશ ને છોકરો જોવાનું નકકી થાય છે. જામનગર થી બધાં બરોડા આવી જાય છે. છોકરો એનાં પરિવાર સાથે આવે છે. બધું નક્કી થાય છે. કશિશ ને છોકરો ગમ્યો હતો. બાકી નું બધું એણે પરિવાર ને ઈશ્વર પર છોડી દે છે.
બધાં ખુશ ખુશાલ હોય છે . ત્યા જ કશિશ ના પપ્પા એ બધાં ની વચ્ચે જ કહી દીધું મારી દિકરી લગ્ન ને દિવસે જ આવે એ પછી તમારે જયાં ફરવા લઈ જવી હોય ત્યા લઈ જશો... પણ અત્યારે તો તમે મળવા બોલાવો એ નહી બને મંજૂર હોય તો હા નહીંતર ના . છોકરાં વાળા એ દલીલ કરી કે સગાઈ ની રસમ .. કંકુ પગલાં ..એ બધી રસમ માં તો આવવું પડે ને ? કશિશ ના પપ્પા એ કીધું પરિવાર સાથે અમે બધી જ રસમ કરવાં આવશું પણ કશિશ ક્યાય એકલી નહી જાય .. પહેલો પડાવ પત્યો. સગાઈ નું મહુરત નક્કી કર્યુ. છોકરાંવાળા નું ઘર જોવાં નું નકકી થયું. કશિશ નું દિલ ફફડાટ કરવાં લાગ્યુ કે છોકરો શું વિચારશે?? પપ્પા આગળ તો કોઈ નું ના ચાલે.
ક્રમશઃ




કશિશ નું મન ફફડાટ કરતું હતું .. શું વિચારશે કાનન? પપ્પા નો મારાં માટે નો અપાર પ્રેમ શું એ સમજી શક્શે?
પપ્પા ની વાત પણ સાચી છે.સમાજ માં બનાવ પણ એવાં બનતાં હોય છે ..છોકરીઓ ની સગાઈ તૂટી જતી હોય છે.પપ્પા પહેલાં થી રુઢિચુર-ત વિચારધારા વાળા.

હવે કરવું શું ? ફોઈ જ દેખાયા ..માધ્યમ પણ એ જ એટલે કાનન ના વિચારો એમનાં થી જાણી શકાશે..
કશિશ ના માન્યા માં ના આવે એટલો સુંદર જવાબ મળ્યો કે કશિશ ને માન ની સાથે આદર ..લાગણી પણ થઈ. કાનને જયારે ફોઈ ને કીધું કે કશિશ ને કહેજો કોઈ ચિંતા ના કરે .. હું એક પિતા ની લાગણી ને સમજી શકું છુ.
બસ બધાં છૂટા પડ્યા .ધીરે ધીરે એક પછી એક પ્રસંગ પાર પડતાં ગયાં બધાની હાજરીમાં જ કશિશ અને કાનન ખિલતા ગયાં. ઉલટા નું વિચારો નું આદાન પ્રદાન પણ થતું રહ્યુ.
"
"અડકયા વગર પણ થાય એનું નામ પ્રેમ,
ન કહેલું સમજાય જાય એનું નામ પ્રેમ."

આમ ને આમ એ દિવસ પણ આવી ગયો .કશિશ ના આંગણે કાનન નો પરિવાર જાન જોડીને આવી ગયો.
રંગેચંગે જાન નું ર-વાગત થયું. છોકરાં વાળા સાળીઓ સાથે જૂતા લેવાની રસમ માં મસ્તી એ ચડ્યા. કશિશ ને કાનન ના આનંદ નો પાર નહોતો. હૈયે પ્રિત ની હેલી વરસતી રહી.
ક્રમશઃ