હિલ સ્ટેશન - 5 Nikunj kukadiya samarpan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

હિલ સ્ટેશન - 5

એ દિવસે એના પપ્પા અને રજની મને ધમકાવીને નીકળી ગયા, પછી હું ઘરે ન ગયો અને મેં મારા કોલેજ ના મિત્રો પારસ અને પ્રણવને જાણ કરી કે, સંધ્યાના પપ્પાને મળ્યો. અને આવી ઘટના બની. ત્યારે પારસ અને પ્રણવ બંને ઝડપથી મારી પાસે આવ્યા.અને અમે પ્રણાવના પપ્પાની ઓફિસ એ ગયા. અને મેં બધું વિસ્તારથી કહ્યું.અને કહેતા-કહેતા હું ખુદને સંભાળી ન શક્યો; અને રડી પડ્યો.ત્યારે પ્રણવ અને પારસે મને હિંમત આપીને શાંત પાડ્યો.

અને પછી મને સમજાવ્યું કે હમણાં થોડાક દિવસ બધું ભૂલી જા અને ભણવામાં ધ્યાન આપ. બધું ધીમે ધીમે પહેલાની જેવું થઈ જશે.

હજુ પ્રણવ મને સમજાવતો હતો. એટલી વારમાં તો રજનીનો કોલ આવ્યો. અને મને કહ્યું કે"ભાઈ અમે તમારા સારા માટે જ બધુ કહીયે છીએ અમે ખરાબ માણસો નથી."

મેં એની વાતનો જવાબ ન આપતા કોલ કટ કરી નાખ્યો.

ત્યારે મનમાં બહુ બધાં વિચારો ચાલતા હતા કે, આ માણસ સંધ્યાના પપ્પાની સામે કેવો બનતો હતો. અને પાછળથી મને કોલ કરીને મીઠી-મીઠી વાત કરે છે. આને કેવો માણસ સમજવો?

આવું વિચારતા વિચારતા હું પ્રણવના પપ્પાની ઓફિસ પર ઢળી પડ્યો. અને હું ભાન ભૂલી ગયો.ત્યારે લગભગ સાંજ ના 6 વાગ્યા હતા. અને હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે પ્રણવના ખોળામાં મારુ માથું હતું. અને પારસ મારા હાથની હથેળી ઘસી રહ્યો હતો. પછી મને મારી તબિયત થોડી સારી થવાનો એહસાસ થયો એટલે મેં પારસને કહ્યું કે,મને ઘરે મૂકી જા.તો એને મુકવા આવવાની ના પાડી અને મને આરામ કરવાં કહ્યું. અને ત્યારે 9 વાગ્યા સુધી હું પ્રણાવના પપ્પાની ઓફિસ પર જ રહ્યો.

અને મને આજે પણ યાદ છે ત્યારે હું આખી રાત રડ્યો હતો.અને સવારે ઘરે ખબર ન પડે એટલા માટે હું ઘરે કોઈ જાગે એ પહેલાં જ કોલેજના બહાને ઘરેથી નીકળી ગયો હતો.

આ વાતને લગભગ એક મહિનો થયો પછી. એક દિવસ સંધ્યાનો અચાનક કોલ આવ્યો. અને મને કહ્યું કે,તેના પપ્પાએ ઘરે જઈને તારી સાથે કેવો વ્યવહાર કર્યો હતો. એ બધી વાત ઘરે આવીને કારી હતી.

સંધ્યાના પપ્પાના આવા વ્યવહારના કારણે સંધ્યા એના પપ્પાથી ખૂબ જ ગુસ્સે હતી.

પરંતુ મેં તેને કહ્યું કે,ગમે તેવા હોય બાપને બદલવા ન જવાય. અને હજુ આપણી ઉંમર પણ ઓછી છે. એટલે તારા પપ્પા ને એમ થયું હશે કે, આપણે ભણવામાં ધ્યાન આપીએ એટલે આવું કર્યું હશે. આપણે હમણાં ભણવામાં ધ્યાન આપીએ. પછી જો મળવાના હશું તો ગમે એમ મળી જ જઇશું.

આવું હું એને સમજાવતો હતો. પણ ખરેખર મારી હિંમત પણ તૂટી ગઈ હતી.

જે માણસ સાથે પળ-પળની વાતો share કરતા હોઈએ,જે માણસના સુખ દુઃખની બધી જ માહિતી હોય,જેની સાથે આખો આખો દિવસ વાત કરતા હોઈએ, જેને સવારનું ગુડ મોર્નિંગ કહીને દિવસની શરૂઆત અને રાત્રે ગુડ નાઈટ કીધા વગરના સુતા ન હોય એની વગર એક આખો મહિનો કાઢી નાખ્યો હતો.

લગભગ એક મહિના પછી બધું રેડી થઈ ગયું છે. (એવું મને લાગતું હતું.) એટલે હું પાછો સંધ્યા સાથે વાત કરવા લાગ્યો હતો. પણ હવે પહેલા જેટલી આખો દિવસ વાત કરતા ન હતા.

હવે અમે માત્ર ભણવા પર જ ધ્યાન આપતા હતા. પણ મારા મનમાંથી સંધ્યાના પપ્પાને મળ્યો એ ઘટના નીકળતી જ ન હતી. મેં ખૂબ વિચાર કર્યો કે રજનીને હું એકલો મળ્યો ત્યારે તો એણે એમ કહ્યું હતું કે,તમે સાથે રહો મને કોઈ તકલીફ નથી. તો આમ અચાનક કેમ સંધ્યાના પપ્પાને લઈને મને કેમ સંધ્યાથી દૂર જવા માટે ધમકાવ્યો હશે?

આવા વિચાર સતત મારા મનમાં ચાલતા હતા. એમ એક દિવસ એનો જવાબ પણ મળી ગયો. આ બધી ઘટના થવાનું મૂળ કારણ હું ખુદ જ હતો.

હા, હું ખુદ જ. જ્યારે રજનીનો કોલ આવ્યો ત્યારે અમારે કોલેજમાં exam ચાલુ હતી.અને રજની પાસે મારો અને સંધ્યાનો બંનેનો નંબર હતો. અને એ અમારા બંનેના whatsapp ચેક કરતો હતો. અને અમે બંને એક સાથે online બતાવતા હતા. એવુ એણે 2-3 દિવસ જોયું અને પછી એના પરથી એણે સંધ્યાના પપ્પાને અમારા આ આખા દિવસ ઓનલાઈન રહેવાની વાત કરી અને પછી મને સંધ્યાથી દુર રહેવાનું કહ્યું.


આ વાતની મને જાણ થઈ એટલે મેં જ વાત કરવાનું ધીમે ધીમે ઓછું કરી નાખ્યું.અને મેં સંધ્યાને whatsappમાં block કરી હતી. એટલે હું હવે એની સાથે Instagramમાં વાત કરતો હતો.મને ફરી એમ થયું કે હવે બધું પહેલા જેવું નૉર્મલ થઈ ગયું છે.

પણ મુસીબત હજુ ટળી ન હતી. એક દિવસ અચાનક રજનીને ફરી પાછી ખબર પડી ગઈ હતી કે, સંધ્યા હજુ પણ મારી સાથે વાત કરે જ છે. એટલે એણે સંધ્યાના પપ્પાના કાન ભર્યા. અને સંધ્યાનો ફોન લેવડાવી લીધો. અને મને રજનીનો કોલ આવ્યો. પણ મેં એના 3-4 કૉલ receive જ ન કર્યા. ત્યાં તો એણે મૅસેજ કર્યો અને એમાં લખ્યું કે,

"Jaya javu taya jato reje have ak var hath av atle apne hoye ohk."

હું ખૂબ જ ડરી ગયો. અને મને કંઈ જ સમજાતું ન હતું. એટલે મેં તરત જ પારસને કૉલ કર્યો અને મેં કીધું કે,"રજનીનો આવો મેસેજ આવ્યો છે. હવે શુ કરું? મને કંઈ જ સમજાતું નથી."

પારસએ મને એના ઘરે બોલાવ્યો અને તરત જ હું એના ઘરે ગયો. ત્યાં પારસે પ્રણવને બોલાવી જ લીધો હતો. પછી મેં એમની સામે રજની ને કૉલ કર્યો અને સ્પીકર પર રાખી પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે? આવો મેસેજ કેમ મોકલ્યો?

તો રજનીનો જવાબ હતો કે,"જ્યાં જવું હોય ત્યાં જતો રે હાથ માં ન આવતો નહીંતર જીવતો નહીં રે." આટલું એ બોલ્યો ત્યાં પ્રણવએ મારા હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને પૂછ્યું કે, "કોણ બોલો છો તમે ? અને શું મેટર છે આ બધી? અને તમે એમ કહો છો કે જીવતો નહીં રે એટલે તમે કેહવા શુ માંગો છો ભઈ?" (આટલું પ્રણવ ઉંચા અવાજે બોલ્યો)

એટલે રજની થોડો ઢીલો પડી ગયો અને પ્રણવને પૂછ્યું કે,"તમે સાગરના શુ થાવ છો?"

પ્રણવે કીધું કે,"હું એનો મિત્ર છું."

એટલે રજનીએ પ્રણવને બધી વાત કરી કે," કે મેં પહેલા પણ સાગરને સમજાવ્યો હતો કે, સંધ્યા સાથે વાત કરવાનું બંધ કરી દે તો પણ એ સમજતો નથી. અને અહીંયા સંધ્યાના ઘરે સંઘ્યા કોઈનું માનતી નથી. અને મન ફાવે એવું બોલે છે બધા સાથે. આ સાગરના કોન્ટેક્ટમાં આવ્યા પછી આવી હાલત થઈ ગઈ છે એની."

તો પ્રણવ એ કહ્યું કે,"આ કોઈના કૉન્ટેક્ટમાં આવવાથી આવું ન થાય. તમને સાચવતા ન આવડતું હોય. બાકી કોઈ પણ માણસ કોઈના કૉન્ટેક્ટમાં આવવાથી આવું વર્તન ન કરે.અને રહી વાત સાગરની તો હું એની સાથે વર્ષોથી છું મને સાગરના સ્વભાવની સારી જાણ છે. એના કોન્ટેક્ટમાં આવ્યા પછી આવું થાય એ વાત હું માનતો જ નથી."

તો રજનીએ કહ્યું કે,"કંઈ નહીં જે હોય એ પણ સાગરને કહી દેજો કે હવે પછી સંધ્યાને મૅસેજ ન કરે."

આટલું બોલીને રજનીએ કોલ કટ કરી નાખ્યો.

પછી પ્રણવ એ મને ફરી પાછો સમજાવ્યો કે,"ભાઈ તું તારા કરિયર પર ધ્યાન દે. અને એ છોકરી તારા નસીબમાં હશે તો કોઈ તમને અલગ નહીં કરી શકે. પણ તું અત્યારે તારા કરિયર બનાવવામાં ધ્યાન આપ.અને કાલ આ રજની અને સંધ્યા ના પપ્પા તારા ઘરે આવીને તારા પપ્પાને કંઈક ન બોલવાનું બોલી ગયા તો તારા પપ્પાની ઇજ્જતનો વિચાર કર અને વાત કરવાનું બંધ કરી દે જે."

પ્રણવ ની વાતની અસર મારા પર થોડી થઈ, અને મને સમજાયું કે,

"મારા નસીબનું કોઈ લઈ નથી જવાનું,

અને મારા નસીબનું નહીં જ હોય એ લાખ કોશિશ કરવા છતાં નહીં જ મળે મને."

મુશ્કેલીઓ ધણી પડી ખુદને સભાંળતા પણ પછી મેં મારા પપ્પાની ઈજ્જતનો વિચાર કર્યો કે હું મારા ભવિષ્ય માટે કંઈ નહીં કરું તો મારા પપ્પાને શુ સમજવું? સમાજમાં આટલી ઈજ્જત મેળવી છે મારા પપ્પાએ અને જો સંધ્યાના પપ્પા ઘરે આવીને કંઈ ઊંધું સીધું બોલશે તો મારા પપ્પાની ઈજ્જતનું શુ?

તમને લાગતું હશે કે આવો વિચાર પહેલા કેમ ન આવ્યો?

અત્યારે કેમ મને મારા બાપની ઈજ્જત દેખાય છે?

પહેલા કેમ નહોતી દેખાતી?

તો આપને જણાવું કે આ બધું થવાનું મુખ્ય કારણ મુવી હતા.જેમાં ક્યારેય વાસ્તવિકતા બતાવવામાં જ નથી આવતી.અને ખોટા આકર્ષણને પ્રેમ સમજી બેસાય છે. જેમાં સાચો પ્રેમ કોને કહેવાય એ જણાવવામાં આવતું જ નથી.બસ એક શરીર મેળવવાની લાલસા જાગતી બતાવવામાં આવે છે.

સાચો પ્રેમ તો એને કહેવાય કે "જે સાથે રહે કે ન રહે પણ એમને દૂર રહીને પણ ચાહતા રહેવું."

સંધ્યાના પપ્પાને મળ્યાના એક મહિના પછી સંધ્યાને મેં બધી જ વાત કરી અને એને ઘણી સમજાવી કે હજુ આપણી ઉંમર નાની છે. આપણે આપણા કરિયર પર ધ્યાન દેવું જોઈએ અને જો આપણે એકબીજાની કિસ્મતમાં હઈશું તો કોઈ આપણને જુદા નહીં કરી શકે અને જો નહીં જ હોઈએ તો આપણે લાખ કોશિશ કરી લેશું તોય આપણે સાથે નહીં રહી શકીએ.

મારી ઘણી બધી કોશિશ કર્યા પછી સંધ્યા માની તો ગઈ. પરંતુ અમારું દિલ અલગ રહેવાની મંજૂરી જ આપતું ન હતું. સંધ્યાને મારી સાથે વાત કરવી હોય. અને મારે પણ એની સાથે વાત કરવી જ હોય. પરંતુ મારે મારા પગ ભર થઈને કમાવા લાગવું હતું. એટલે મેં કૉલેજ છોડી દીધી. મને ખબર હતી કે, હું ભણવામાં એટલો બધો હોશિયાર નથી. પણ મારામાં કળા છુપાયેલી છે. જેને મારે ગમે એમ બહાર કાઢવી હતી. એટલે મેં મારા પિતરાઈ મોટાભાઈને વાત કરી અને ભાઈએ મને સપોર્ટ પણ કર્યો. મારા ભાઈ એ મને એની જ ઑફિસમાં આવી જવાનું કહ્યું.

અને હું રૅગ્યુલર ત્યાં જવા લાગ્યો. અને ગ્રાફિક્સ ડીઝાઇન અને social મીડિયા માર્કેટિંગ શીખવા લાગ્યો. થોડા મહિનામાં હું પાકું શીખી ગયો. અને આ ફિલ્ડ માં હું વધુ આગળ આવ્યો.

પેહલા આખો દિવસ વાત કરવામાં અને દોસ્તો સાથે રખડવામાં સમય પસાર કરનારો હું આજ, સવારથી સાંજ સુધી માત્ર મારા કામ પર જ ધ્યાન આપવા લાગ્યો.

અને રહી વાત સંધ્યાની. તો એની યાદ તો બધું બધી આવે છે. પણ એને ભણવા માં ખલેલ ન પોહચે એટલે હું મન મજબૂત કરીને એની સાથે છ મહિનાથી નથી બોલ્યો, કે નથી મૅસેજ પણ કર્યો.

અને હમણાં તેનો બર્થ ડૅ આવે છે. ત્યારે રૂબરૂ મળીને જન્મદિનની શુભેચ્છાઓ આપીશ. પણ હા મારા મનને ઢીલું નહીં પાડવા દઉં.

પ્રેમ તો ખૂબ જ કરું છું એને,

જાણું છું સંગમ નથી અમારો દિવસ ભરનો,

પણ સાંજ પડે મળશે તો ખરા ને,સાગર ને સંધ્યા?

તો બસ એ સાંજ ની રાહ પર જ "સમર્પણ" કરી બેઠો છું આજ હું મારા "હિલસ્ટેશન' નું. જ્યાં રોકાય તો ન શકાણું પણ અનુભવ ખૂબ યાદગાર રહ્યો.

કહેવાય છે કે,

"હર દોસ્ત દોસ્ત રહે, યે જરૂરી તો નહીં,

હર રિશ્તે કા અંત હૅપ્પી હો,યે જરૂરી તો નહીં,

યે જિંદગી હૈ ફિલ્મ તો હૈ નહીં,

તો ઠીક હૈ ના યાર આગે ચલતે હૈ,

ઓર ખુદ કો સંભાલ લેતે હૈ,ખુદ કે લિયે."


આશા રાખું છું આપને આ નોવેલ ગમી હશે. મને મારા જીવન નું "હિલસ્ટેશન" મળે કે ન મળે પણ આ દુનિયામાં બીજા કોઈને પોતાના પ્રિય પાત્રનું સમર્પણ ન કરવું પડે. અને બધાને પોતાનું હિલસ્ટેશન મળી જાય. એવી હું દિલથી પરમાત્માને પ્રાથના કરું છું.


મારી આ કહાની વાંચવા બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.