હિલ સ્ટેશન - 3 Nikunj kukadiya samarpan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિલ સ્ટેશન - 3

મારી આ સાઉથ-ઇન્ડિયન મુવી જેવી પ્રેમ કહાનીની શરૂઆત તો થઈ ચૂકી હતી. પણ શું આ જ અંત હતો?, આગળ શું થયું? એ જાણવાની ઈચ્છા તો હશે જ ને? તો ચાલો આવો મારી સાથે જણાવું કે Haapy Ending તો બધાને ગમે પરંતુ, બધી જ કહાની કંઈક અલગ મોડ પર જ લઈ ને આવે છે. તો આવો જાણીએ ખરેખર શું હતું "હિલસ્ટેશન."

સંધ્યા એ મારા જન્મદિવસ પર પ્રેમનો પ્રસ્તાવ કરીને મને ખુબ જ ખુશ કરી દીધો હતો. અને થોડા દિવસોમાં મારી તબિયત પણ સારી થઈ ગઈ. અને બધું પહેલાની જેમ જ ચાલવા લાગ્યું.

આમ સપના જેવું લાગતું હતું કે, કેવો અનેરો સંગમ થઈ ગયો અમારો, સાગરને સંધ્યા મળી ગઈ. મારી આમ જિંદગી હવે મને ખાસ લાગવા લાગી હતી. કારણ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ માણસનું આપણા જીવનમાં આવવું એનું કંઈક ખાસ કારણ હોય જ છે. કોઈ માણસ શીખવવા આવે છે, કોઈ જતાવવા,તો કોઈ સમજવા કે સમજાવવા...

પરંતુ આજ સુધીનો એવો કિસ્સો મેં નથી સાંભળ્યો કે કોઈ એમ જ આવી ને જતું રહ્યું, કંઈ પણ કર્યા વિના.

બસ આમ જ મેં મારી સમજણ મુજબ મારી જિંદગીને ચાલવા દીધી. અને ચડતી જતી જુવાનીમાં મેં પણ મારી જિંદગીમાં એક gf એટલે કે ગર્લ-ફ્રેન્ડ બનાવી. અને બધાની જેમ હું પણ મારી gf એટલે કે સંધ્યા સાથે રોજ રાત-દિવસ, સવાર-સાંજ બસ વાત જ કરવા લાગ્યો. મેં મારા દિવસ નો અડધા કરતા પણ વધારે સમય સંધ્યા સાથે વાત કરવામાં લગાવી દીધો હતો.

કૉલેજ લાઈફની શરૂઆત અને સાથે એક છોકરી પણ મળી ગઈ કે જે ખુશી-ગમ બધું મારી સાથે શેર કરવા માટે તૈયાર હોય. ખૂબ જ સરસ છોકરી મળી હતી. કારણ કે મોટા ભાગની છોકરીઓ પૈસા કે રૂપ જોઈને છોકરો પસંદ કરતી હોય છે, પરંતુ સંધ્યા એમાની ન હતી. મેં એને પહેલા જ જણાવી દીધું કે અમારી પરિસ્થિતિ થોડી નબળી છે. અને હું રંગે થોડો શ્યામ પણ છું. તને હજુ પ્રોબ્લેમ હોય તો તું તારો નિર્ણય બદલી શકે છે. તો એ સમયે સંધ્યાએ કીધું કે મેં રૂપ કે પૈસા નથી જોયા મેં સ્વભાવ જોઈને તને પસંદ કર્યો છે એટલે આજ ભલે બોલ્યો પણ આજ પછી આવી વાત ન નીકળવી જોઈએ. બસ આ કિસ્સા પરથી હું કહી શકું કે સંધ્યા ખૂબ જ સરસ છોકરી હતી.

અમારી કૉલેજ લાઈફ મસ્ત રીતે ચાલી રહી હતી. અમે રોજ કોલેજમાં મળતા, કૅન્ટીનમાં બેસીને વાતો કરતા, અને ઘરે જઈને પણ અમે વાતો કરતા. આટલું તો ઠીક પણ સવારે જાગતાની સાથે પહેલો good morning નો મૅસેજ સંધ્યાનો જ આવતો અને રાત્રે સૂતી વખતે એક બીજાને good night કહીને જ સુતા અમે. આમ એક વ્યસન થઈ ગયું હતું એક બીજાનું. જેમ ચાના બંધાણીને ચા ન મળે ત્યાં સુધી ચેન ન પડે એવું.

થોડાક જ દિવસોમાં અમે કોલેજમાં એક ગ્રુપ પણ બનાવ્યું હતું. એ બધા નું whatsappમાં પણ ગ્રુપ બનાવ્યુ અને આખો દિવસ નકરા વાતોના ગપ્પા મારતા હતા. એ સમય એવો હતો કે અમારા schoolના બધા જ ફ્રૅન્ડ્સ અમને કૉલેજ લાઈફમાં પાછા મળી ગયા હતા અને અમે બધા સાથે જ બધે જતા અને બધા કામ હવે ગ્રુપમાં થવા લાગ્યા હતા.

આમ જોવા જઈએ તો એ માત્ર whatsappનું ગ્રુપ હતું. પરંતુ એ માત્ર whatsappનું ગ્રુપ નહીં પણ એક પરિવાર જેવું બની ગયું હતું. જો અમારા ગ્રુપ માં કોઈને કંઈ પણ તકલીફ હોય તો બધા જ એક સાથે પહોચી જતા. માત્ર સુખમાં જ નહીં પરંતુ દુઃખમાં પણ સાથે ઉભા રહે એવા દોસ્તો મળ્યા હતાં.

એક દિવસ અમે બધા કૉલેજથી છૂટીને ડુમસ ગયા. ડુમસ એમ જોઈએ તો કંઈ ખાસ છે નહીં. પણ ત્યાં વા’તો ઠંડો પવન,સરસ મજાના અલગ-અલગ આકારના મોટા પથ્થરો, Love Tempel, ત્યાં મળતા ભજીયા, અમારી મનપસંદ વિગ્નેશની મેગી અને મકાઈની ભેળ. આટલી ખૂબ જ સુંદર જગ્યા સુરતનો દરિયા કિનારો એટલે ડુમસ. ડુમસ જઈએ એટલે મનને ખૂબ જ શાંતિ મળે.

ત્યાં અમે ફોટા પાડ્યા અને બેસીને વાતોના ગપ્પા મારવાનું ચાલુ કર્યું. અમારા ગ્રુપમાં છોકરા-છોકરીઓ બંને હતા. કોલેજના સમયગાળામાં અમને કોઈ કામ ન હતું એટલે એક જ કામ કરતા કે પોતાના મનની વાતો એક બીજાને કરતા અને કંઈક નવી નવી વાતો જાણતા એક-બીજા પાસેથી.

હું અને સંધ્યા વાતો કરવાથી થાકતા જ ન હતા. મને સંધ્યાની બધી જ વાતની ખબર હતી અને સંધ્યા મારી બધી જ બાબતો જાણતી હતી. અને આમારી રોજની વાતોમાં એકવાર સંધ્યાએ વાત કરી કે એના ઘરે કંઈક પ્રોબ્લેમ છે. અને મેં પૂછુંયું તો એણે કહ્યું કે અત્યારે નહીં પછી વાત કરું એમ કહીને એ Offline થઈ ગઈ.

આવું પહેલી વાર બન્યું હતુ કે એ મને કંઈ વાત કર્યા વિના Offline થઈ હોય. પણ મેં થોડો વિચાર કર્યો પણ મને કંઈ સમજાયું નહીં. પછી મારી પાસે એક જ રસ્તો હતો કે એના Online થવાની રાહ જોઉં અને લગભગ 1 કલાક પછી સંધ્યા Online થઈ.

મને ખુબ જ ગુસ્સો આવતો હતો કે સંધ્યાએ અત્યાર સુધી મારાથી કંઈ છુપાવ્યું નથી તો આજ એવું તો શું થઈ ગયું કે એ મને વાત કર્યા વગર Offline થઈ ગઈ. પણ મેં ગુસ્સો કાબુમાં રાખી સંધ્યાના પ્રોબ્લેમ વિશે વિચારીને મેં એને શાંતિથીપૂછયું કે, શું થયું છે?; તું કેમ કંઈ બોલ્યા વગર જ નેટ બંધ કરીને જતી રહી?

મારા ઘરે પોલીસ વાળા આવ્યા હતા. "સંધ્યાએ કહ્યું."

આટલું સાંભળતાની સાથે જ મને એક જોરદાર ઝટકો લાગ્યો. પહેલા તો મને વિચાર આવ્યો કે ઘરમાં કોઈનું એક્સિડન્ટ થયું હશે. એટલે મેં તરત જ સંધ્યાને પૂછ્યું કે, શું થયું છે. બોલ જલદી

જો સાંભળ મેં આ વાત હજુ કોઈને share નથી કરી,અને લગભગ તને પણ નથી કીધું."સંધ્યા એ કહ્યું."

"હા,તો અત્યારે બોલને શું થયું છે? કોઈને વાગ્યું છે?" મેં પૂછ્યું.

"ના યાર એવું કંઈ નથી થયું. તું ટેન્શન ન લે." સંધ્યાએ કહ્યું.

"તો શું થયું છે? પોલીસવાળા કેમ આવ્યા હતા ઘરે?" મેં પૂછ્યું.

"જો સાંભળ, મારા ઘરે પ્રોબ્લેમ્સ બહુબધી છે અને એનું કારણ છે મારા પપ્પા જ ખુદ." સંધ્યા એ કહ્યું.

"કેમ પપ્પા એટલે?" મેં પૂછ્યું.

તો સંધ્યાએ આખી વાત કરી અને જણાવ્યું કે, એના પપ્પાએ એના કોઈ ફ્રેન્ડને સંધ્યાનું ઘર ગિરવી મૂકીને લૉન કરવી હતી. અને એ ફ્રૅન્ડ એ લૉનના હપ્તા સમયે ભર્યા નથી એટલે બેન્ક તરફથી 2-3 વાર નોટીસ આપવામાં આવી હતી અને આજ પોલીસ પપ્પાને લેવા આવ્યા હતા. પણ મમ્મી એ એમ કઈ દીધું કે પપ્પા ઘરે નથી. એટલે એ લોકો જતા રહ્યા. પણ મુસીબત હજુ ગઈ નથી કારણ કે જો પપ્પાના ફ્રેન્ડ લૉન નહીં ભરે તો અમારું ઘર બેન્ક વાળા જપ્ત કરી જશે.

"આમાં બધો પપ્પાનો વાંક છે. એમને બહુ શોખ છે બધાની help કરવાનો. એ માણસ જોવે નહીં અને ગમે એને help કરે. હા, માન્યું કે help તો કરવી જોઈએ પણ પોતે જ રોડ પર આવી જાય એવી થોડી કંઈ help કરવાની હોય?" આટલું બોલતા બોલતા સંધ્યા રડવા લાગી. સંધ્યાને ખૂબ જ લાગી આવ્યું હતું. એને સહારાની જરૂર હતી. એટલે મેં એને કહ્યું કે, "તું ચિંતા ન કર બધું જ ઠીક થઈ જશે. થોડી ધીરજ રાખ બધું જ પેહલા જેવું થઈ જશે."

હું સંધ્યાની આર્થિક મદદ તો કરી શકું તેમ તો ન હતો. પણ મેં એને એક હિંમત આપી તો હતી. પણ સાચે જ શું થવાનું છે એ બધું સંધ્યા જાણતી જ હતી. છતાં મને વધારે એની ચિંતા ન થાય એટલે એ મજબૂત જ છે એમ બતાવવા લાગી. પણ એ જાણતી ન હતી કે હવે હું પણ એને સારીરીતે જાણવા લાગ્યો છું. પણ મેં કંઈ વધારે ન કહેતા એને આરામ કરવાનું કીધું. અને એ સુઈ ગઈ.

ધીમે ધીમે મને લાગ્યું કે બધું ઠીક થઈ ગયું છે. એટલે મેં ફરી પછી એના ઘર બાબતની વાત જ ન કરી. જેથી સંધ્યા જૂનું કઈ યાદ કરીને દુઃખી થાય.