"સમય શોધતો હતો મને, લખવાને પ્રેરીત કરવા માટે.
આંટી ઘૂંટી માં હુ સલવાયો, એને જ શોધવા માટે."
આ પંક્તિઓ વાંચીને તમને થોડો તો અંદાજ આવી જ ગયો હશે કે પોતાની આવડત, શોખ, અને ખુબી જેના થી માણસ એક સુખની લાગણી અનુભવે છે, એને જ થોડી સાઈડમાં રાખી એ પોતાની રોજિંદી જિંદગીમાં એવોતો ગૂંચવાયેલો રહે છે કે સમય ની સાથે કયારેક પોતાની એ ખુબીને એ ભૂલી પણ જાય છે.
લખવાનો શોખ તો હું પણ ધરાવું છું. અરે! આ તો પેલી કહેવત જેવું થઇ ગયું," ગાંડી સાસરે જાય ને ડાહી ને શિખામણ આપે."
હું પણ આજે લગભગ ૧ મહીને ફરીથી લખવા બેઠો છું. ઉપર જણાવ્યું એ જ રીતે, "સમય નો અભાવ".😆 બાજુમાં બેસેલા મારા મિત્ર એવા કલિગે પણ મસકરી માં કઈ જ દીધુ,"એક એન્જિનિયર નાં અંદરનો લેખક આજે ફરી જાગ્યો છે." કટાક્ષમાં પણ એણે પ્રોત્સાહન કરવાનું છોડયું નહી. અવારનવાર એનાં તરફથી મળતી "ટાઈમ મેનેજમેન્ટ" ની સુચના ને અનુલક્ષી ને આ કટાક્ષ કર્યો હતો.
રમુજની એ પળો ને જો થોડી વાર બાજુમાં મુકીને જોઈએ તો, દરેકનાં જીવનમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમને પ્રોત્સાહન તો જરૂર આપે જ છે. જો એ કટાક્ષને થોડી સિરીયસ લઇને, એનાં પર ગુસ્સો કરીને કઈ દઉં કે, " જા, નથી લખવું. તારાથી મને આમ કહેવાય જ શા માટે? તુ કહેવા વાળો કોણ?" તો સાહેબ, તમને જણાવી દઉં કે એ કહેવા વાળો પરોક્ષપણે એક પ્રોત્સાહન આપવા વાળો જ છે, પરંતુ જો તમે એને એજ નજરે જોવો તો (તોતેર મણનો "તો" હટવો જોઈએ). પ્રત્યક્ષ રીતની જો વાત કરીએ તો, ઘણા મળી રહેશે. ઉદાહરણ લઈએ તો મારી સૌથી પહેલી શૉટૅ સ્ટોરી "સ્વપ્ન નુ સવાર" જ્યારે લખ્યું અને જ્યારે અહીં પ્રકાશિત થયું ત્યારે બહુ ઓછાં લોકો હતા જેના તરફથી મને પ્રોત્સાહન મળ્યું. બસ એજ પ્રૌત્સાહને મને માતૃભારતીની "બાઇટ્સ" માં લખવા માટે પ્રેરીત કયોઁ. અને બીજી ટુંકી વાર્તા, "મહાબળેશ્વર ની એ સાંજ" વાંચ્યા પછી મેસેજ અને લાઇક દ્વારા લેખન પદ્ધતિ ને બિરદાવી.
આજે ઘણા લોકો એ મને મારા લેખનથી માતૃભારતીમા એક અલગ લેખક તરીકે ની ઓળખાણ આપી છે એ દરેકનો દિલથી આભાર. આવા દરેક પોતાની "હિડન ટેલેન્ટ" ને ઓળખે અને પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે પ્રોત્સાહન આપતા એ દરેક નો આભાર માની તમારી પ્રવૃત્તિ શરૂ રાખો. બીજા કોઈ બેનીફીટ ની તો નથી ખબર પરંતુ મનને શાંતિ ને આત્મા ને આનંદ તો જરૂર થાશે. કોઈ ના કહેવાથી અટકી જઈએ, તો દુનિયા આગળ જ નહીં વધવા દે. દરેક પગલે મળેલા એક સપોટૅ ની સામે દશગણા વિરોધી તો હશે જ. પરંતુ એની સાથે લડવા, જગડવા કે કોઈ તન્તમા ઉતરી, આપડી પોતાની એનઁજીનો બગાડ કરવા કરતાં, એનાં એજ શબ્દો ને પ્રોત્સાહન ના સમજીએ.
દુનિયા ના કોઈ પણ મહાન વ્યક્તિત્વને જોઈએ તો ખ્યાલ આવીજ જાશે કે એની હાલની જે સિદ્ધી છે એના પર ભુતકાળમાં ઘણા પ્રશ્ર્નો ઉઠેલાં. એ દરેકને આજે એ સિદ્ધી માટે ના મહત્વના પરિબળ માનવામાં આવે છે. તો અવરોધિત થતાં એ દરેક ને એક પરિબર માની ને, સ્વયં ને પ્રોત્સાહિત રાખી, તમારી મહેનત ચાલું રાખો. પરંતુ હા," કોઇ એક્સપર્ટ ને ક્યારેક બતાવી પણ દેવું, કે તમે કરેલું કામ પબ્લિક મા મુકવા લાયકતો છે ને.?😄" પછી ખબર પડે કે આ નોતુ મુકવા લાયકતો એ કંઈ કામ લાગવાનું નથી, કેમકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જતું હોય છે. માટે એ એક્સપર્ટ પણ સમજી વિચારીને પસંદ કરવા. કેમકે પછી મે લખેલી આ બે લાઈન જેવું પણ બનતું હોય છે.
"ગુરુ દૌડે આગે આગે, ચૈલા પીછે આવત,
ભાગ ભાગ કે ગાંવ મે સારે, જુતે ચપ્પલ ખાવત."
દરેકની અંદર છુપાયેલા એ, હિડન ટેલેન્ટ ને જાગૃત કરવા એક નાનકડી કોશિશ. ધન્યવાદ. પ્રણામ અને આભાર.