મહાબળેશ્વરની એ ઢળતી સાંજ Gaurav Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહાબળેશ્વરની એ ઢળતી સાંજ

સાંજનો એ સમય હતો, શિયાળાના દિવસો હોવાથી અંધારું પણ જાણે કે વહેલું થઈ ગયું હતું. હોટલની રૂમની બાલ્કનીમાં રેસ્ટિંગ ચેર પર બેઠો હું મારી સાંજની ગરમ ચા નો આનંદ લઈ રહ્યો હતો. આગંતુક રીતે આજે હું એકલો જ બેઠો હતો એટલે કોઈ ડિસ્ટર્બ કરે એવું સાથે નહોતું. કોઈ ખાસ કારણ થી નહીં પરંતુ રોજીંદી એ જિંદગી માથી થોડી નવરાશની પળોને ગોતી અમે નીકળ્યા હતા. લખવાનો એક શોખ હોવાથી, મારી પેન અને રાઇટિંગ પેડ મારી સાથે હતા. કોઈ ખાસ ટોપિક કે પોઈન્ટ હજી મળ્યા નોહતા કે જે મને લખવા માટે પ્રેરિત કરી શકે એટલે આસપાસ ની મારી કુદરતી સૌંદર્યની હું મજા લઈ રહ્યો હતો.

તમે પણ જાણતા જ હસો ક ચોમાસાના ગયા પછી અને શિયાળાના થતાં શરુવાતના દિવસો મહાબળેશ્વરની શોભામાં કઈક અનેરો જ વધારો કરી દે છે. અંધારા ના લીધે જંગલ એકદમ શાંતિ દાયક અને સુંદર દેખાતું હતું. હિલ સ્ટેશન હોવા છતાં ઠંડી ના લીધે પ્રવાશીઓ બધા પોતાના રૂમમાં લપાઈને બેસી ગયા હોઈ એવું લાગતું હતું. રસ્તા પર હવે ધીમે ધીમે અવાર જવર ઓછી થવા લાગી હતી. ચો તરફ છવાયેલાં એ લીલાછ્મ જંગલો, નાની લીલીછમ જંગલની એ જાડીયો, ઊંચા ઘટાટોપ વૃક્ષો, તેમાથી વહતું એ શાંત જરણાનું નિર્મળ પાણી, અને એના એ કળકળ વહેવાનો અવાજ જાણે કે મારી આસપાસના વાતાવરણને રોમાન્સ થી ભરી દીધું હોય. કહે છે કે જંગલ ને જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને એનું એક અલગ જ સંગીત સાંભળવા મળશે. વૃક્ષો જાણે એકબીજા સાથે વાતો કરતાં હોય એવો ભાશ થાશે. પક્ષી અને પ્રાણીઓ તેમના એ સંવાદમાં ભાગ લઈને તેમની વાતો નો એક હિસ્સો બનેલા હોય છે.

હજી જાણે હું કુદરતના એ સૌંદર્યને માણીલેવા માંગતો હોય એમ ઊભા થવાની ઈચ્છા નહોતી થતી. અચાનક જ નઝર સામે એક નવદંપતી યુગલ ને જોયું. ખીલેલા ચહેરા એમની નવી શરૂવાતની શાક્ષી પૂરતા હતા. હાથની મહેંદીનો ચડેલો એ લાલરંગ કહેવત પ્રમાણે પોતાના પ્રિયતમની પ્રેમની અસરનો જ હતો. હોટલના ગાર્ડનની મારી બાલ્કનીની સામેની બેન્ચ પર આવી ને એ બને બેઠા. મને પણ જાણે આજે એમને જોવાની ઈચ્છા થઈ. 22 એક વર્ષની એ યુવતી અને 24એક વર્ષનો એ યુવાન આજે પોતાની ઉમર કરતાં નાના લાગતાં હતા. યુગલ પોતાની નવી શરૂવાતની નવી જ પળો ને જિંદગી ની બધી મુશ્કેલી, પરેશાની, કઠિનાઈ અને દુ:ખોને પાછળ છોડી આવ્યા હોય એ રીતે માણી રહયા હતા.

હજી તો માંડ ચાર – પાંચ દિવસો વિત્યા હોય એવું લાગતું હતું અને જાણે ભાગદોડવાળા આ બિઝી સિડ્યુલમાથી પોતાને મનગમતા વ્યક્તિ સાથે વિતાવા મળતાં એ દિવસો, એની જીવનના અણમોલ હોય એ રીતે બને એકબીજામાં ખોવાયેલા હતા. ઊંચા કદના એ યુવાનના મોઢા પર જોતાં એમ લાગતું જાણે બસ આ જ પળ છે એને જીવવા માટે. ઓફિસ નું ટેન્શન, લીધેલી લોન ના બાકી હપ્તા નું ટેન્શન, રોજ સવારે ઉઠીને બોસે સોંપેલા કામને પતાવાની ચિંતા. ક્લાઈંટસના કોલ નો જવાબ, પ્રોજેકટ ની અપડેટ, રૉ મટિરિયલ ની ચિંતા, વીકેન્ડની વેઈટ, અને એવી બીજી ઘણી ભધી રોજીંદી મુસીબતો થી છૂટકારો મેળવી, એ પોતાનો કિમતી સમય તેના પ્રિયપાત્ર સાથે વિતાવી રહ્યો હતો. બીજી તરફ જોવા જઇયે તો એજ હાલ નવી પરણેલી એ યુવતીનો પણ હતો. એને પણ ખબર હતી કે, કાલ સવાર પાછા ફર્યા પછી એ પણ આ પળને સાથે જીવવા માટે તરસસે. કાલ સવારથી તો એને પણ સવારનો બ્રેકફાસ્ટ, પતિદેવ ના ઇસ્ત્રીવાળા કપડાં, પતિદેવ નું લંચબોક્સ, સસરાંજીની સવારની ચા, સાસુને સવારની દવા અને રોજીંદુ ઘરનું કામ... જાણે બંધાઈ જાશે.

એમની વચ્ચે ચાલી રહેલો સંવાદ તો હું નતો સાંભળી સકતો પરંતુ એ બેન્ચ પર જાણે હું પોતે મારી પત્ની સાથે વાત કરી રહ્યો હોય એવું લાગ્યું. હનીમૂન ડેસ્ટિનેશન અમારું પણ મહાબળેશ્વર જ હતું. મને પણ જાણે મારી એ સાંજ સામે આવા લાગી. નવદંપતી અમે એવી જ કોઈ અમારી પોતાની દુનિયા બનાવી બેઠા હતા. હનીમૂનનો એ સમય કોઈ પણ ના જીવન માં ખરેખર એક સોનેરી સમય હોય છે. ત્યારે તો એમને ખબર પણ નથી હોતી કે ફરી આ સમય એમને સાથે ક્યારે જીવવા મળશે પરંતુ તેમ છતાં એ ફરી ફરી ને આવા રોમેંટીક પ્લેસ પર લઈ જવાનું વચન આપી બેસે છે. જોતજોતામાં બને પોતાના સિડ્યુલમાં એટલા તો બિઝી થઈ જાઈ છે કે ક્યારેક એ પણ ભૂલી જાઇ છે કે હજી એ હમણાં જ મેરેજ કરી ને નવદંપતી બન્યા છે.

સમાજમાં આડકતરી નજર કરવા જઇયે તો દરેક સ્ત્રી અને પુરુષ, આ પ્રશ્નનો સામનો કરતો હોય છે. ક્યારેક જોઇન્ટ ફૅમિલી, તો ક્યારેક પરિસ્થિતી, ક્યારેક નૌકરી, ક્યારેક ઘરનો કંકાસ, આર્થિક, માનશિક અને એવી બીજી ઘણીબધી વસ્તુઓ જે એક યા બીજી રીતે આવા પરિબળો બની ને જીવવાનું ભુલાવી દે છે. સમય પસાર થતાં પછી જવાબદારી વધવા લાગે છે, બાળકો, એમની હેલ્થ, એમના સ્કૂલ, એમનું સ્ટડિ, એમની પ્રાયોરિટી અને બધુ જ જાણે એમની જ આસપાસ ગોઠવાઈ ને સીમિત થઈ જાઈ છે. જોતજાતમાં ક્યારે આ જિંદગીના બારણે ઘડપણ આવી ને ટકોરા મારશે ખબર નથી પડવાની. વિચારોની આ આપલેમાં ધ્યાન તૂટતાં જોયું તો એકબીજાની આંગળિયોમાં આંગળિયો પોરવી, જરા અમથું માથું પોતાના હમસફરના ખભાં પર જુકાવીને યુગલ ચાલતું થયું. ભગવાન એ આપેલા એ અનમોલ ભેટ, પોતાની પત્નીનાં કપાળમાં એક ફોરહેડ કિસ્સ કરી ને યુવકે પણ પોતાના પ્રેમ નો એકરાર કર્યો.

ધીમીએવી એક મુસ્કાન મારા ચહેરા પર પણ છવાઈ ગઈ. મુસ્કાન પાછળનું કારણ એજ હતું કે, આજે આ યુગલને જોઈને યાદ કરેલા દિવસોં મારી જિંદગી નાં જેટલા કિમતી છે, એવા જ મારા જેવા કઈકેટલાઈ યુગલો માટે હસે. જિંદગી નાં અંતિમ દિવસોમાં જ્યારે સાથે બેઠા હસું ત્યારે આ જ દિવસો પોતાના પ્રેમ નાં, પોતાની જિંદગીનાં કઈક ખાસ દિવસો હતા એમ યાદ કરીશું. આજે પણ સમય મળે ત્યારે એના આંગળિયો માં મારી આંગળિયો પોરવાની તક હું નથી જાવા દેતો. આજે પણ એના ખોળામાં માથું મૂકી ને સુવાની તક હું નથી જાવા દેતો. આજે પણ એના ચહેરા પર આવતી એ વાળની લટ હું મારા હાથે જ સરખી કરવાની તક નથી જાવા દેતો. ઊભા થઈ ને મે પણ અંદર જઈને મારી પત્ની નાં ફોરહેડ પર એક કેરિંગ કિસ્સ કરી ને મારા પ્રેમ નો એકરાર કર્યો. સાચે જ આવી મહાબળેશ્વરની સાંજ દરેક યુગલ વિતાવી જોવે. ક્યાક ખોવાયેલા સબંધો અને ખોવાયેલા વ્યક્તિ મળી જાય કોને ખબર.

"નિહાળું છું ચહેરો એનો શીતળ ચાંદનો, પ્રેમ એનો છે મધુર રાગિની ની જેમ.
ચાર ફેરા લીધા હતા મે એની સાથે, સબંધ અમારો જાણે એક શ્વાસનો જેમ.”