કંપારી - ૩ VIKAT SHETH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કંપારી - ૩

એટલામાં ચપ્પલ ઘસાવાનો અવાજ આવ્યો.
પગલા જે બારી આગળ રોકાયા અને બારીમાંથી મને એ ઉંઘતો જોઈ રહ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. એક બાજુ મારા કાન ઘણી બધા તત્પરતાથી એનો શ્વાસોશ્વાસ સાંભળવા અને એની ગતિવિધીઓ સાંભળવા મથી રહ્યા હતા અને બીજી બાજુ મગજ એ અજાણ્યા માણસને સમજવામાં લાગી ગયું હતું. એટલામાં એણે બારણું ખોલવા પ્રયત્ન કર્યો પણ સાવચેતી માટે બારણું મે બંધ કરેલ હતું ફરીથી હું જાગું છું કે ઊંઘું છું એ જાણવાનો એ પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું.
એટલામાં એ ભાગ્યો અને ચંપલના પગરવનો અવાજ મારાથી દૂર જવા લાગ્યો.
હું પણ વીજળી વેગે ઉભો થઇ દરવાજો ખોલીને બહાર નીકળ્યો અને એની પાછળ એને ખબરના પડે એવી રીતે દોટ મુકી ...
હું મરણીયો થઈ ગયો હતો ગમે તે ભોગે મારે મારા ઘરના લોકોને બચાવવા હતા.
એ જેવો નીચે ઉતર્યો એવો ધીમે-ધીમે એની પાછળ પાછળ જવા લાગ્યો.

જોડેના ખેતરની કેડી- કેડીએ એની પાછળ ગયો. એનાથી મારું અંતર બહું વધારે હતું .એક ખેતરમાંથી બીજા ખેતરમાં ત્યાંથી ત્રીજા ખેતરમાં ૭૦૦ મીટર જેટલું દૂર ગયો હોઈશ ત્યાં જ એક બે ખેતર પછીના ક્ષિતિજ બાજુથી એક ઉર્જા નો ગોળો હવા માં અધ્ધર થયો અને મારી બાજુ આવવા લાગ્યો અને મારા શરીરમાં પેસીને અદ્રશ્ય થઈ ગયો. બીજો ગોળો.... ત્રીજો ગોળો.... ચોથો ગોળો મારા શરીરમાં ઘુસી ગયો. પણ મેં દોડવાનું ચાલું રાખ્યું..
દોડતો ગયો ......દોડતો ગયો .........
એ ધીમે પડયો અને એક બારણું ખોલીને અંદર જતો રહયો,હવે એટલી તો ખબર પડી ગઈ કે એ અંદર જ ગયો એટલે કોઈ મને જોઈ તો નથી રહ્યું એ જાણવા હું એક ઝાડનો સહારો લીધો અને થડના ટેકે નીચે બેસીને શ્વાસના ધબકારા નિયંત્રણમાં લાવવા બેસી રહયો પણ નજર ચારેબાજુ ફરવાની સાથે સાથે પેલા દરવાજા બાજુ પણ હતી જ્યાંથી એ અંદર ઘુસ્યો હતો. એટલામાં શરીરમાં ગજબ પ્રકારે કંઈક ચાલી રહ્યું હોય એવું લાગ્યું.જાણે અનંત શક્તિ મારા શરીરના દરેક અંગોમાં ફરી રહી હતી.
બારણા વાળી ઈમારતથી હું બહું જ દૂર હતો. મને એ બારણું ટપકા જેટલું દેખાતું હતું અને હું જેનો પીછો કરતો હતો એ માનવ આકૃતિ અંદર જતી રહી હતી. દૂર હોવાથી એનાથી વધારે કંઈ દેખાતું ન હતું.
એક વાર ફરીથી અંદાજો લગાવતો હતો ત્યાં જ ચકકર આવવા લાગ્યાં..... ઝાડનું થડ વધારે મજબુતાઈ થી પકડીને ઉભા રહેવાનો પ્રયાસ કર્યો પણ શરીર સાથ જ આપતું અને હું ઢળી પડયો અને "હરે ક્રિષ્ના" બોલતા જ આંખો મીંચાઈ ગઈ અને હું બેહોશ થઈ ગયો.
ધીમે-ધીમે ભાન આવ્યું.

મોબાઈલ માં જોયું તો ૨૦ મીનીટ જેવું બેભાન રહયો હતો.
પણ શરીરમાં અલગ પ્રકાર ની તાકાત આવી ગઈ હતી.
એવું લાગતું હતું કે જાણે અદ્રભુત ઉર્જા નો સંચાર થયો છે...
મગજ બમણી સ્પીડથી કામ કરી રહ્યું છે.

પેલો ત્યાંથી ભાગી નહીં ગયો હોય ને....?

ના..... નહીં ભાગ્યો હોય કારણ પેલા ગોળાઓ એમાંથી જ નીકળ્યા હતા જે દરવાજા માંથી એ અંદર ગયો....જે હશે એ બધું ત્યાં જ હશે.


પપ્પાની જેમ ધંધામાં તર્ક સાચા પડે છે એમ મારા તર્કમાં મને ભરપુર આત્મવિશ્વાસ લાગી રહ્યો છે.
અને શાસ્ત્રો માં લખેલું છે કે માણસનું મગજ જ એક બ્રહ્માંડ છે. અત્યારે આ વાત સાચી લાગે છે.મારા મનમાં એટલી બધી વસ્તુઓ અને રહસ્યો એટલા સ્પષ્ટ રીતે ઘુમરાય છે કે જે ક્યારેય સાંભળ્યા નથી,વાંચ્યા નથી કે પછી કયારેય સપનાઓ આવ્યા નથી.
શું થઈ ગયું છે મને?????

આ કેવા વિચારો ચાલે છે અને હા......બેભાન થતા પહેલા હરે ક્રિષ્ના કેમ બોલાઈ ગયું. આવું પહેલી વાર બોલાયું.અત્યારે મનમાં ડાકોર ના ઠાકોરની જેટલી વાતો ઘુમરાય છે એ બધી વાતો ના તો પહેલા સાંભળી હતી ના તો ક્યાંય વાંચી હતી તો આ બધું સચિત્ર કેમ ફ્લેશબેક થાય છે.
.........એવું લાગે છે કે....... પપ્પા મમ્મી ના બધા પાવર મારા માં આવી ગયા છે.
એટલામાં પેલી ઇમારત બાજુ ચાલતા ચાલતા બીજો એક વિચાર આવ્યો ત્યાં જઈને બધા જોડે લડવાનું થાય તો....... ખેતરમાં જે ધારીયું વપરાય છે તો એના જેવી કોઈ વસ્તુ મળી જાય તો શસ્ત્ર તરીકે વપરાય એટલામાં સામે ધારીયું દેખાયું ... હાથમાં ઉપાડી લીધું ....

અને ફરીથી મગજ ચકડોળે ચડ્યું હું બોલું એ જ થાય છે. ગોળાઓ નું જરૂર કોઈક રહસ્ય છે.

(રહસ્ય વિશે વાંચો આગળના ભાગ ૪ માં)