એકવાર આણંદ થી દુર આવેલા રેલવે ફાટક ની નજીક ના ગામમાં અમારા ધરમ નો એક મોટો ઉત્સવ રાખવામાં આવેલ હતો જેમાં બહુ મોટી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહેવાની હતી. અમારે ત્યાંથી પાંચ જણ જેમાં મારા જીજાજી સુબોધ કુમાર,મારા પિતાશ્રી સતપાલ શેઠ,મારી બહેન કલગી, મારા મમ્મી મીરાબેન અને હું પોતે હાજરી આપવા માટે આઠ વાગે ત્યાં પહોંચ્યા.
જીજાજી સુબોધ કુમાર જે બોલવામાં બહુ પાવરધા છે અને એમાં પણ નાતે વાણીયા ,બોલવાની એક અનોખી રીત જેને લીધે સામેવાળો માણસ 1000ની વસ્તુના બાર સો રૂપિયા આપી જાય.
મારા પિતાશ્રી સતપાલ શેઠ જેમને ત્રીસ વરસનો અનુભવ એ પણ પાછો શેર બજારમાં ધંધો કરતા. જે શેર ની અંદર રૂપિયા રોકે એમાં ડબલ નફો લઈને બહાર નીકળે વળી જે ભાવ ભાવે વેચે એ જે તે શેર નો સૌથી ઊંચો ભાવ જ હોય. વળી વાણિયા હોવાને લીધે ગોળથૂથી માં મળેલીના મળેલી ધંધાની આવડતને લીધે કેટલાય ગામમાં જમીન લઈ રાખેલી અને "માણસ પાસે જ્યારે પૈસા આવી જાય ત્યારે લોકો એમનો જલ્દી હિત ઈચ્છતા નથી" એ સારી રીતે જાણતા હતા.
મારી બહેન કલગી જે બિઝનેસ મેનેજમેન્ટ માં જીજાજી તથા પિતાશ્રી ને સાથ આપતી.
મારા મમ્મી મીરાબેન જેના પર ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ મહેરબાન હતા કોઈ ની તકલીફ જો એનાથી ના દેખાતી હોય તો ડાકોર મંદિરમાં જઈ ને પૂનમ ભરવા ની બાધા રાખી આવતા અને અત્યારે સુધી કોઈ દિવસ ડાકોર ના ઠાકોરે મીરાબાઈને નિરાશ નથી કર્યા અને મીરાબેન એ પૂનમ નહી ભરીને ક્યારેય ડાકોરના ઠાકોરને પણ નિરાશ નથી કર્યા)
હું પોતે - પોતાના વિશે એટલું કહીશ કે એન્જિનિયરિંગ કર્યું હતું અને અત્યારે પપ્પાના મિત્ર ની મોટી ફ્લેટની સાઇટ ઉપર સિવિલ એન્જિનિયર ને લગતું ટેકનિકલ વર્ક સંભાળી રહ્યો છું સ્વભાવ એવો મહાભારતના સહદેવ જેવો કે મારા કામ સાથે જ મતલબ, કોઈ અજાણી વ્યક્તિને જો હું મળું તો એનો ઓપિનિયન મારા વિશે કંઈ વિશેષ ના હોય પણ મારું thinking એવું છે કે અત્યારે પરિસ્થિતિ સારી છે અને આવું રહેશે તો ભવિષ્યમાં પણ આવી જ પરિસ્થિતિ રહેશે તો શું કરવા ખોટા ધંધાકીય સાહસો કરીને પરિસ્થિતિ વિપરીત કરવી? "લાલચ બૂરી બલા" ને પ્રાધાન્ય આપું છું પણ આખો દિવસ દરેક સમયે મારુ મગજ ક્ષણ-પ્રતિક્ષણ કંઈક ને કંઈક વિચાર્યા કરતું અથવા સામેવાળા વિશે observation કરવાનો સ્વભાવ ઘણા લોકોને ધ્યાન-બહેરા/પાગલ જેવો લાગતો.
રાત્રે દસ વાગ્યે ફંકશન પત્યા બાદ અમે ઉતારા વાળી જગ્યાએ જવા માટે નીકળ્યા.
અમને બધાને સ્કૂલમાં ઉતારો આપ્યો હતો. હાઈવેથી દસ કિલોમીટર અંદર ગયા ત્યારબાદ ડાબી બાજુ વળાંક લઈ અને કાચા રસ્તા ઉપર પાંચ કિલોમીટર જવાનું થયું ગામની વાત કરીએ તો ગામનું નામ પાનસુરીયા હતું. રસ્તામાં છેલ્લા પાંચ કિલો મીટર માં સુમસામ રસ્તા ઉપર અજબ પ્રકારનો ભય લાગી રહ્યો હતો. એવું લાગતું હતું કે જાણે કોઇ અમને બોલાવી રહ્યું છે. રસ્તો અજાણ્યો હતો,રાહદારીઓ દેખાતા ન હતા, કોણ જાણે કેમ બહુ અલગ પ્રકારનું વાતાવરણ લાગી રહ્યું હતું પણ સામાજિક ફંક્શનમાં હાજરી આપ્યા વગર છૂટકો જ ન હતો, મારા ગામ ના પ્રમુખ કેશવલાલ ને પપ્પા એ ફોન જોડ્યો કે "આ કેવી જગ્યાએ ઉતારો આપ્યો છે?" એને કીધું કે "સતપાલ ભાઈ ગામમાં લાઈટ પાણી નથી હું કેવી રીતે તમને ગામમાં ઉતારી શકું? અને આવો મોકો મને બીજીવાર ક્યારે મળવાનો, અને તમને જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં સરકારે લાઈટ પાણીની બધી જ વ્યવસ્થા કરી આપી છે વળી જમવાની વ્યવસ્થા માં આણંદ શહેરમાંથી તમારા માટે સારામાં સારી હોટલનું લંચ અને ડિનર ની વાત થઈ ગઈ ગયેલ છે."એમની વાત માન્ય રાખવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો વળી અમારા બંને ઘરો વચ્ચે પેઢીઓથી સંબંધો હતા એટલે શંકાને કોઈ સ્થાન ન હતું. મોટેભાગે અમારે ગામમાં કોઈ પ્રસંગે જવાનું હોય તો સવારે જઇ અને અમે અમદાવાદ પાછા આવતા રહીએ પણ આ વખતે ધાર્મિક ઉત્સવ નું ટાઈમ ટેબલ બહુ વિચિત્ર પ્રકાર નું હતું. ધીમે ધીમે અમે સરકારી સ્કૂલના દરવાજે પહોંચ્યા. એક માણસે શાળાનો ગેટ ખોલીને વેલકમ કીધું પણ મેં મારા સ્વભાવ મુજબ બે વખત નોટિસ કર્યુ કે "એ માણસ અમારે માટે કંઈક તર્ક લગાવી રહ્યો છે, અમારી સંખ્યા ગણી રહ્યો છે કે શું કરી રહ્યો છે શું કેશવલાલ નો અંગત માણસ હશે......?"
અમારી ગાડી એ શાળામાં પ્રવેશ કરી લીધો પછી છોકરાઓને રમવાના મેદાનમાં ગાડી પાર્ક કરી બધો સામાન ડેકી માંથી કાઢતા હતા ત્યાં પેલો વોચમેન પાછો આવી ગયો અને આગ્રહપૂર્વક બધો સામાન અમારી પાસેથી લઇ ને અને જે રૂમ આપવાનો હતો એ રૂમ તરફ આગળ વધ્યો. સામાન રૂમ માં મુકીને ગાડીમાં કંઈ રહી નથી ગયું ને એ જોવા ગાડી પાસે આયો ત્યાં પેલું વોચમેન ફરીથી આયો, મને પૂછ્યું "સાહેબ તમે અમદાવાદ થી જ આવ્યા છો ને?"
મે કાર ચેક કરતા-કરતા જવાબ આપ્યો "હા" વધારે કઈ પ્રશ્ન ના પૂછે એટલે કીધું,"આ સતપાલ શેઠનું ફેમીલી છે."
વોચમેન પણ સમજી ગયો હોય એમ કંઈ કામ હોય તો કહેજો મારું નામ નાથીયો છે. મનમાં નામ સાંભળીને થોડું હસવું આવ્યું પણ હસવાનું દબાવી રાખીને એને "સારુ કઈ હશે તો કહીશ."ને આવજો કીધું.
ઊપર જઈને વધારે પડતું શાંત વાતાવરણ અને શહેરમાં ના અનુભવી હોય એવી શાંતિ.
બધા બેઠા હતા ઊંઘવા ની તૈયારી કરતા હતા.
મે પપ્પા ને પુછયુઓ કે આ માણસ અલગ આશયથી વાત કરતોહોય એવું લાગે છે.
ત્યારે પપ્પા બોલયા,"કેટલી વાર કીધું તુ નેગેટીવ વિચારોથી દૂર રહે." આ કાયમનું હતું એટલે બહુ અસર ના થઈ
પણ નાથિયો યાદ રહી ગયો... શું કરવુ હશે અએને...? કેટલાય વિચારો કરી નાખ્યાં પણ કયા ખબર હતી કાલે શું થવાનું છે? હું પણ ઉંધ માં આવી ગયો.
લાંબી ઉંધ લીધી પછી ઊઠયો જોયું તો નવ વાગયા અને માથું દુખતું હતુ આવું પહેલી વાર બન્યું કે ઉઠયા પછી માથું દુખતું હોય અને નજર ફેરવી કે મારા રૂમમાં કોઈ જ નહીં.
રીતસરની કંપારી છુટી ગઈ.
(વધું આવતા અંકે)