Imagination world: Secret of the Megical biography - 14 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૪

અધ્યાય-14


સૌથી પહેલા તે પ્રકાશ સ્મૃતિએ જોયો કારણકે તે સૌથી આગળ ચાલી રહી હતી.તેણે બધાને રોક્યા ત્યારબાદ તે પ્રકાશ અર્થ અને કાયરા એ જોયો. તે ઝાડ પાછળ છુપાઈ ગયા.ત્યાં ધારીને જોયું તો ત્યાં કોઈ દેખાતું નથી અને માત્ર એક ટોર્ચ પડેલી દેખાઈ જેનો પ્રકાશ અંધારામાં ઝબુકી રહ્યો હતો.સ્મૃતિ એ કહ્યું કે ત્યાં કોઈ નથી આપણે જવું જોઈએ કદાચ કોઈની ટોર્ચ ભૂલથીજ રહી ગઈ હશે.જ્યારે અર્થનું કહેવું હતું કે નદીમાં કોઈક છે ટોર્ચ મુકવાનું કારણ કોઈ ત્યાં આવે નહીં તેમાટેનું હતું.આમ જ બહાર જવામાં ખતરો હતો.જો કોઈ જોઈ જાય તો કેટલાક સવાલો કરે તેથી જ્યાંસુધી તે ખબર ના પડી જાય કે અંદર કોણ છે ત્યાં સુધી ઝાડની પાછળથી બહાર આવવું ખતરાથી ખાલી નથી.થોડીવાર ત્યાં જ રહ્યાબાદ પાણીનો અવાજ આવ્યો.ચારેય જણ ઝાડના થડની પાછળ અને ગીચ જાળીઓમાં છુપાઈને બેઠા હતા.ત્યારે બે જણના વાતો કરવાનો અવાજ કાને પડ્યો.તે શું વાત કરી રહ્યા હતા તે તો સંભળાતું ના હતું પણ અવાજ જરૂર આવતો હતો અને તેમાંથી એક અવાજ જાણીતો હતો પણ યાદ નહોતું આવતું કોનો હતો.અર્થે તે થડ પાસેથી ડોકિયું કર્યું અને ત્યારબાદ તેણે જે દ્રશ્ય જોઈને તેનો પરસેવો છૂટી ગયો.

અર્થ ધીમે થી બોલ્યો "અરે આતો બહુ મોટી સમસ્યા થઈ ગઈ."

ત્યારબાદ સ્મૃતિએ પણ તેજ જોયું અને તેપણ બોલી "હા"

કરણ: "પણ શું થયું?"

અર્થે તે તરફ ઈશારો કરીને કહ્યું "પ્રો.એડમ"

કાયરા થી ચીસ પડી જાત જો તેણે પોતાના પર કાબુ ના રાખ્યું હોત.

કરણ: "પણ તે અહીંયા શું કરવા આવ્યા હશે?"

અર્થ: "તે પ્રશ્ન અત્યારે મહત્વ નો નથી."

કાયરા: "જ્યાં સુધી તે જતા નથી રહેતા ત્યાં સુધી અહીંયાંજ રહો સહેજ પણ હલવાની કોશિષ ના કરો.આપણે બચી જઈશું."

ત્યાંજ જાળીઓની સળવળાટ પ્રો.એડમ ને સંભળાઈ તેમની જોડે જે ભાઈ હતા તે અજાણ્યા હતા.તે પણ પ્રો.એડમ ની જેમ વ્યવસ્થિત લાગતા હતા.જાળીઓ સળવળાટ ને પ્રો.એડમે ધ્યાન ન આપ્યું કારણકે તે સામાન્ય હતું પણ ત્યાંજ કરણના પગ ઉપર એક મકોડા એ તીવ્ર ચટકો ભર્યો જેથી જાળીઓમાં થોડીક વધુ સળવળાટ થઈ અને હવે તેમનું ધ્યાન જવું સો ટકા સંભવ હતું.જોકે તેવું જ થયું.અર્થે કરણને ચૂપ રહેવા કહ્યું અને કરણ પણ વિવશ હતો તે સમસ્યા સમજાવી શકે તેમના હતો.

પ્રો.એડમ જોરથી બોલ્યા "કોણ છે ત્યાં જે પણ હોય સીધી રીતે બહાર આવો."

પણ સામેથી કોઈજ પ્રતિક્રિયા ના થઈ અને પ્રો.એડમ થોડાક ગુસ્સામાં આગળ વધ્યા અને તે જાળીઓમાં ટોર્ચ મારી અને જોયું પણ ત્યાં કોઈજ નહોતું કારણકે ચારેય જણ તે થડ ની પાછળ છુપાઈ ગયા હતા.પ્રો.એડમ આગળ વધ્યા તે સહેલાઇ થી હાર માને તેમ ના હતા.તે જાળીઓની પાસે જઈને જોવા માંગતા હતા.તે ચારેય જણ ખુબજ ડરી ગયા હતા તેમને તો થયું કે આજેતે સર્વે પકડાઈ ગયા. પણ ભલું થાય તેમની પાસે હતા તે માણસનું તેણે પ્રો.એડમ ને કહ્યું "કોઈ નાનું પ્રાણી હશે જવા દે એડમ."

ત્યારે પ્રો.એડમ પાછા વળી ગયા અને સર્વે ના જીવમાં જીવ આવ્યો.હવે તે આવી ભુલ કોઈ દિવસ નહીં કરે તે નક્કી હતુ.

ચારેય જણ માંથી કોઈ પણ પાછું વડુને જાવે તેટલી હિંમત તો કોઈનામાં ના હતી. તે લગભગ અડધી કલાકતો ત્યાંજ છુપાઈ રહ્યા અને બહાર આવવાની કે ત્યાંથી નદીના કિનારા તરફ જોવાની હિંમત કોઈએ ના કરી પણ બાદ માં અર્થે કિનારા તરફ જોયું ત્યાં કોઈ નહોતું અને કોઈ જીણી લાઈટનો પ્રકાશ પણ ત્યાં દેખાતો ના હતો.અર્થે સૌને બહાર નીકળવા કહ્યું જોકે કોઈ રાજી ના હતું પણ અહીંયા બેસવાથી પણ કશોજ ફાયદો ના હતો.ચારેય જણ અંધારામાં કોઈ પ્રાણીની માફક પગ અને હાથની મદદ થી ધીમે ધીમે બહાર આવ્યા.ત્યારે કિનારા પર જોઈને સૌને રાહત થઈ કારણકે કિનારા પર કોઈ હતું જ નહીં,ત્યાંજ નહીં દૂર દૂર સુધી કોઈ દેખાતું ના હતું.ચારેય જણ ઉભા થઇ ગયા અને આજુબાજુ કોઈજ દેખાતું ના હતું અને પાછળ જંગલ હતું.

સ્મૃતિ: "હવે કોઈ નથી આપણે આપણું કામ શરૂ કરી શકીએ."

ચારેય જણે બેગ માંથી સ્વીમશૂટ કાઢ્યો અને કાયરા એ તેના જેકેટ માંથી નાની શીશી કાઢી અને" બધા થોડીક થોડીક પીલો આનાથી ઠંડી ઓછી લાગશે."

કરણ: "શું આ આલ્કોહોલ છે?

કાયરા: "નહીં માત્ર ઔષધિ છે."

ચારેય જણે થોડી થોડી ઔષધિ લીધી અને તરવાનું શીખવાનું ચાલુ કર્યું ઠીક બે કલાક મથ્યા બાદ હજી કોઈ તે રીત નું તો નહોતા શીખી શક્યા જેવું કાયરા ને આવડતું હતું પણ તે રીત નું તરતા શીખવું કોઈ એક દિવસ નું કામ ના હતું અને કાયરા ખૂબ સારું સ્વિમિંગ કરતી હતી.છતાં પણ જેટલું આવડ્યું તેટલું ભલું હવે મોડું થઈ ગયા હોવાથી અહીંયાંથી નીકળી જવામાં જ ભલાઈ હતી.

ચારેય જણ જ્યારે પાછા પોતાના કોરા કપડાં પહેર્યા બાદ જ્યાંથી આવ્યા હતા તે તરફ જવાનું વિચારતા હતા અને તે તરફ આગળ વધ્યા.જતી વખતે ખબર પડી કે જંગલ ખરેખર બીક લાગે એવું હતું ત્યાં દાનવોનો તો કોઈ ખતરો ના હતો પણ છતાં જંગલી જાનવરો નો ખતરો તો સતત હતો જ અને ઉપરથી જંગલ પણ નાનુ હતું.તેથી કોઈપણ રસ્તે જંગલી જાનવર દેખાઈ જાય તેમજ હતું અને ખરેખર તેવું જ થયું.અર્થ અને સ્મૃતિ બંને આગળ ચાલતા હતા ત્યારે બાજુના જાળીઓ માં સળવળાટ થઈ કોઈ માનવી હશે તેવું તો વિચારવું જ દૂર રહ્યું,નહીં તો તે કિનારેજ આટલી વખત માં આવી ગયુ હોત.

બધાના પગલાં ધીમા પડી ગયા અને અને અર્થ આગળ ઉભો હતો તે વિચારતો હતો કોણ હશે તે બોલ્યો જો કોઈ જંગલી જાનવર હોય તો સામેની તરફ દોડજો પાછળ તરફ કોઈ ના દોડતા અને ધીમે ધીમે જાળીઓ ની સળવળાટ બાદ અંદર થી અચાનક જ છલાંગ લગાવીને એક બહુ મોટું અને ખૂંખાર લાગતું વરુ બહાર આવ્યું.તેની આંખો બિહામણી હતી અને તે સામે જોઈને ઘુરકયું.વરુ તેમની ઉપર ઝપાટ મારે તે પહેલાં અર્થ,સ્મૃતિ,કાયરા અને કરણ દોડવાની તૈયારી માં હતા અને કરણે પથ્થર મારી તેનું ધ્યાન હટાવ્યું. જોકે તે તેની ભૂલ હતી તેણે વરુને વધુ ઉશ્કેર્યો અને હવે તો ભાગવા સિવાય કોઈ ચારોજ નહતો.તે ચારેય ભાગ્યા બહુ જોરથી અને તે તે જગ્યા એ પહોંચવા આવ્યા જયાંથી તે આવ્યા હતા પણ વરુ પીછો છોડવાનું નામ લેતો ના હતો.ત્યારે એવું કહી શકાય કે કોઈ ચમત્કારે જ તેમનો જીવ બચાવ્યો તે દોડતા હતા ત્યારે તેની સામેની બાજુથી એક બાજ ત્યાં આવી ગયું અને તેને વરુની આંખ ઉપર વારંવાર વાર કર્યા.બાજ જીતી ગયું અને વરુ પાછું ક્યાંક જાડીઓમાં જતું રહ્યું.ચારેયના જીવ માં જીવ આવ્યો.બાજ ત્યાં એક મોટા ઘટાદાર વૃક્ષની ડાળીમાં બેઠું હતું.અર્થ તેની નજીક જવા માંગતો હતો પણ તે ખતરો હતો કદાચ જો ફરીથી કોઈ જાનવર આવી ગયું તો ફરીથી મુશ્કેલીઓ વધી જાત.તેવું કંઈ થાય તે પહેલાં જ ચારેય જણ ઉડી ગયા અને પોતાના રૂમમાં પહોંચી ગયા સાડા ચાર વાગ્યાની આસપાસ ક્રિશ સૂતો હતો. સ્મૃતિ અને કાયરા પણ પોતાના રૂમમાં પહોંચી ગયા.જ્યારે ક્રિશ સવારે ઉઠ્યો ત્યારે અર્થ અને કરણ જાગતા હતા.અર્થે અને કરણે તેને રાતની પુરી વાત વિસ્તાર પૂર્વક કહી.

ક્રિશ: "પ્રો.એડમ ત્યાં શું કરતા હતા?"

કરણ: "તેતો ભગવાન જાણે મને તો ઊંઘ આવી રહી છે."

અર્થ: "આજ નહિ આજ સ્કુલ જવું પડશે આજે સ્પર્ધામાં ભાગ લેનારના નામ બહાર આવવાના છે."

ક્રિશ: "હા"

તે ત્રણે સ્કુલ તરફ જતા હતા અને પાછળ થી હંમેશની જેમ કાયરા અને સ્મૃતિ,વરીના નું આગમન થયું.કાયરા જોડે આજે કંઈક ખાસ ખબર હતી.

"અર્થ શું તું જાણે છે કાલે આપણને કાલ જે બાજે બચાવ્યા હતા તે આપણા સાતેય પ્રાંતના પ્રમુખનું બાજ હતું."

"કાયરા તારી વાત સાવ ધડ અને માથા વગર ની છે.આખી દુનિયામાં એક જ બાજ થોડી હોઈ શકે."

"ના,હોઈ શકે પણ તું આ પેપરમાં ફોટોગ્રાફ જોઈલે એક વાર કદાચ તારો વિચાર બદલાઈ જાય."

તેણે અર્થ ને પેપર હાથમાં આપ્યું અને અર્થે ધ્યાનથી જોયું જોકે આમ તેને ઓળખવું અઘરું હતું પણ તેના નાના એવા ગળામાં કંઈક લોકેટ જેવું હતું જે કાલે કોઈએ ધ્યાન નહોતું દીધું પણ આજે સવારે ફોટોગ્રાફ જોયા બાદ તેમને કંઈક વિચિત્ર લાગ્યું.

"હા, આ તેજ બાજ છે પણ આમાં એવું લખ્યું છે બાજ ગાયબ થઈ ગયું હોવાથી ગોતી આપનાર ને મોં માગ્યું ઈનામ."

કરણે કહ્યું "આપડે પ્રમુખની મદદ કરવી જોઈએ."

અર્થે: "બિલકુલ નહીં તે પક્ષીને પોતાની આઝાદી માણવાનો પુરો હક છે અને આપણે તે બાજ વિશે કંઈક કહીશું તો આપણી ઉપર પર સવાલો ઉઠશે."

કાયરા: "અર્થ નું કહેવું સાચું છે."

બધાજ સ્કુલે પહોંચવાની તૈયારી જ હતી પણ અહીંયા કંઈક ગડબડ હતી.બધાજ સ્કુલના વિદ્યાર્થીઓ મોટા કોમનરૂમ તરફ જઈ રહ્યા હતા.ત્યાંજ પ્યુન બધા વિદ્યાર્થીઓને કોમનરૂમ તરફ દોરી રહ્યો હતો અને આજે માત્ર પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ નહીં પણ આખી સ્કુલના વિદ્યાર્થીઓ હતા.તેથી વાત માત્ર સ્પર્ધા સુધી સીમિત ના હતી.બધા જ વિદ્યાર્થીઓની પાછળ અર્થ અને તેનું ગ્રુપ પણ ગયું. બધાજ વિદ્યાર્થીઓ પ્રો.અલાઈવ ની રાહ જોઈ રહ્યા હતા અને થોડીવાર બાદ પ્રો અલાઈવ આવ્યા તેમના મોં ઉપરથી તે ખૂબ ગંભીર લાગતા હતા.

આજે કોઈ અવાજ કરવાના મૂળમાં ના હતું કારણકે સૌ એ જોયું કે પ્રો.અલાઈવ ખૂબ દુઃખી લાગતા હતા.

"દરેક વિદ્યાર્થીમિત્રો ને અત્યંત ખેદ સાથે જણાવવાનું કે આપણી દુનિયાના સાતેય પ્રાંત ના પ્રાંત પ્રમુખની હત્યા થઈ ગઈ છે.આજે ના સવાર ના આ પેપરમાં આ ખબર નથી આવેલી કારણકે આવું રાત્રે જ બન્યું છે અને મને કહેતા સહેજ પણ સંકોચ નથી કે તેમની હત્યા કોણે કરી છે. હું તમને બધું જ સત્ય જણાવવા માંગુ છું.હા, ફરીથી આપણી દુનિયામાં ફરીથી વિનાશ નામના કુખ્યાત માણસ નો ખતરો છવાઈ રહ્યો છે અને તે સાતેય પ્રાંતપર રાજ કરવા માંગે છે તેથી તેણે નિર્દોષ માણસો નીહત્યા કરવાનું શરૂ કરી દીધું છે જેનો પહેલો શિકાર સાતેય રાજ્યના પ્રાંત પ્રમુખ બન્યા છે.દરેક વ્યકિતને જણાવવાનું કે કોઈ જરૂરી કામ શિવાય વ્યકિત સ્કુલની બહાર જવાનું ટાળે તથા એકલા તો બિલકુલ ના જાય. એક બીજી મહત્વ પૂર્ણ સૂચના જે ધ્યાનથી સાંભળજો.દુનિયામાં વિનાશ નામના કુખ્યાત માણસ નો ખતરો હોવાથી આપણી યોજાનારી સ્પર્ધા જેનું મેં બે દિવસ પહેલા એલાન કર્યું હતું તે મુલતવી રાખવામાં આવી છે.

હું નથી ચાહતો કે સ્પર્ધાના બહાને તેને કોઈ મોકો મળે વિદ્યાર્થીઓને હાનિ પહોંચાડવાનો,તેથી હું એવી આશા રાખું છું કે તમે મારી સૂચના નું પાલન મારી માટે નહીં પણ પોતાના હિતને ધ્યાનમાં લઈને કરશો. ધન્યવાદ."

પ્રો.અલાઈવ સ્ટેજ પરથી ઉતરીને તે તે હોલની બહાર બીજા રસ્તેથી ચાલ્યા ગયા. હોલમાં થોડીકજ વારમાં અંદરોઅંદર વાતો કરવાનો અવાજ ફેલાઈ ગયો અને તે બહુ વધી જાત જો પ્રો.એડમ બધાને પોતાના ક્લાસમાં જવાનું ના કહેત તો.

બહાર જાતાજ કરણ બોલ્યો "જો આપણને પહેલેથી ખબર જ હોત કે સ્પર્ધા નથી થવાની તો આટલી બધી મહેનતજ ન કરત.ખોટો આપણે એક નિયમ તોડી નાખ્યો."

અર્થ અને કાયરા તથા સ્મૃતિ તેની સામે થોડાક ગુસ્સાથી જોઈ રહ્યા અને પછી હસવા લાગ્યા.ત્યારબાદ તો છ જણ તે દિવસે સ્કુલજ ન ગયા કારણકે તેમ પણ રાત ના ઉજાગરા થી થાકી ગયા હતા.

બીજી બાજુ સ્ટાફરૂમ ખૂબ ઉગ્ર વાતાવરણ હતું કારણકે પ્રો.અલાઈવ ને એક પત્ર આવ્યો હતો વિનાશ નો દરેક સાતેય પ્રાંત ના પ્રમુખ ને તેણે કંઈક ચોક્કસ કામથી બોલાવ્યા હતા હતા તેવું તેણે પત્રમાં લખ્યું હતું અને પ્રો.અલાઈવ એકલાજવા તૈયાર હતા અને પ્રો.એડમ અને પ્રો.વિદોષ સાથે આવવાનું કહેતા હતા.

પ્રો.વિદોષ: "જીદ ના કરો પ્રો.અલાઈવ ત્યાં એકલા જવામાં ખતરો છે તે કંઈ પણ કરી શકે છે."

પ્રો.અલાઈવ: "હું જાણું છું પણ તેવું કશુંજ નહિ બને કારણકે વિનાશ સાતેય પ્રાંતના પ્રમુખની મંજૂરી વગર સાતેય પ્રાંત નો પ્રમુખના બની શકે અને તેથી જ તે અમારી સાથે બહુજ વ્યવસ્થિત રીતે વર્તશે."

સ્કુલથી છાત્રાલય જતી વખતે અર્થ કરણ અને ક્રિશ પાસેથી વિનાશ વિશે થી જાણી રહ્યો હતો તે જયારે નાના હતા આશરે નવ કે દશ વર્ષના જ્યારે તેમની નાની એ ગરમીની રજા માં વિનાશ વિશે ની વાર્તા વાંચી સંભળાવી હતી.જોકે તે વાર્તા હતી જ નહીં તે હકીકત હતી કોઈને ખબર ના હતી કે વિનાશ ક્યાંથી આવ્યો હતો પણ તેનો ધ્યેય એક જ હતો તે સાતેય પ્રાંતનો પ્રમુખ બનવું.તેની પાસે ઘણાબધા વિચિત્રજીવો હતા તે કોઈપણ પ્રાણીને પોતાની વશમાં કરવાની તાકાત ધરાવતો હતો.આવી તાકાત તો બહુ પહેલા રહેલા દાનવોના દેવતા રૂપકમાં જ હતી.



ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED