સંબંધ:એક સપનું:6/7
આજ વહેલા જ નિલમ આવીને ડાઇનિંગ પર ગોઠવાઈ ગઈ. મમ્મી નાસ્તો...
ઓહો મહારાણીને ક્યાં જવું છે?
મમ્મી મહારણી તો તું છે.હું તો રાજકુમારી છું.એમ કે રાજકુમારી ને ક્યાં જવું છે?
【હર હમેશા મમ્મી ને દીકરીની ચિંતા રહે જ.નિલમને જાનવીબેનને લડવાનું થાય.જયભાઈની છૂટ.તેને બિલકુલ ન ગમતી.આમ ગમે ત્યારે જતું રેહવુંને-આવવું. તેને મજા ન આવે દોસ્તો-ગૃપ આ બધું સમજ્યા પણ કોલેજ પછી કે વહેલા રખડવા જવાની ક્યાં જરૂર છે.?
પેલીનો બડે ને પેલાનો બડે એ બધું કોલેજ સમયમાં મેનેજ કરી લેવાનું.આવા વિચાર વાળા જાનવીબેન.】
મમ્મી...
શુ મમ્મી મમ્મી કરે છે?
લે ભાખરી ને નાસ્તો કરી ઉપડ.તારા બાપે કામવાળી રાખી જ છે મફતની.
"હું"
જયભાઈ એ નિલમને ગુસ્સો કરવાની ના પાડી ઈશારો કરીને..
નિલમ કશું ન બોલી...
તે ગુસ્સો કર્યા વગર નાસ્તો કરી ઉપર જતી રહી.
10વાગાનો સમય.આપેલો દોસ્તોને નિલમ ન આવી બધાયે કેટલાય કોલને msg કર્યા...
નિશા,સારીકા,વિહાન,વિશાખા નૈતિક ....
સારીકા બોલી તું નિલમના ઘર બાજુમાંથી આવે છે જરાક લેતો આવ્યો હોત તો આજ વિહાન?
પણ મને...
નિશા બોલી રેવાદે પેટ્રોલચોર હમણાં તે નિલમને લાવવાનું બંદ જ...
સુમિત બોલ્યો તમે ચૂપ રહેશો?
વિશાખા વિહાનનો હાથ પકડી સહજતાથી થોડી દૂર લઈ જઈ બોલી શા માટે તું આવું કરે છે?
કેવું વિહાન બોલ્યો
તને પેલા તો કોઈ વાંધો ન'તો ને હવે આમ નવરાત્રી પર શુ થયું?
તમે લોકો ઘેરથી પણ ઘરની વસ્તુ લેવા જોડે જાવ તો પછી...
વિહાન મને તું પેટ્રોલ ચોર નથી લાગતો.જે પણ કોઈ વાત છે ગંભીર છે. આટલી સહજતાથી રહેતી નિલમ પરથી લાગે છે શાયદ વાંધો તને એકલા ને છે...વિશાખા બોલી...
એવું કશું નથી...વિહાન બોલ્યો
ત્યારે જ કરણ બોલ્યો વિશાખા વિહાન આવો... એ બન્ને નજીક ગયા..નકકી એમ થયું કે તમે લોકો જઈ આવો હું નથી અવતોને નિલમ તો કોલ રિસીવ નથી કરતી 11 વાગી ગયા 1વાગે તો એક લેક્ચર છે પછી રીસેસ તો તમે.. જઇ આવો...
પણ નિલમ વગર.... વિહાન બોલ્યો...
તેનો બોલવાની રીતે લહેકો જોઈ વિશાખા તેની સામે તાકી રહી..મતલબ તમને મૂકીને અમે... વિહાન બોલ્યો.
હા, વિહાન..... નિલમ વગર. હું..શુ કરું? તમે જઈ આવો. હું તેની રાહ જોવ છું. એ આવે તો હું આવીશ નહિતર...
★★★
ok નિશા બોલી પણ જો 30 મિનિટમાં આવે તો તમે બન્ને આવજો "પાક્કું"
"પાક્કું"
ને એ લોકો જતા રહ્યા....
નીલમ પોતાના બેડ પર સુતા-સુતા રડી રહી તેણે સાંભળેલા એક - એક શબ્દ છે તેને યાદ આવી રહ્યા.
મમ્મી બોલી રહી બોવ જ લાડથી સંમ્ભાળી છે.પણ એ કળી નથી ફૂલ બની ગઈ છે.તેને હવે એકલા સંસ્કાર જ નહીં કામ પણ શીખવું પડશે.તમારામાં તેવડ નહોતી એ દિવસો મેં કેમ કાઢ્યા.એ તમે ને હું જાણીએ છીએ.સમય ભૂલી જવા માટે ખરાબ નથી આવતો પણ શીખ લેવા માટે આવે છે.
અગર ખરાબ સમયને ભૂલી જશો તો અભિમાની બની જશો...પછી ઈશ્વર અભિમાનના ચૂરા બોલાવવા જ ઉભા થશે.એક દિવસ વિનાશ કરશે અભિમાનનો પછી રડવાની પણ તેવડ નહીં રહે.
આ સમયે તૈયાર થયેલી નિલમ મમ્મી-પપ્પાની વાત સીડી પર સાંભળી રહી...
★
જાનવીબેન બોલી રહ્યા એક પછી એક શબ્દો જયભાઈ ન સાંભળી શકે એવા જાનવીબહેને શરૂ કર્યા....
તમારી લાડલી જ્યારે કચરા-પોતા કરે છે ત્યારે વચ્ચેથી જ કચરો કાઢી અને વચ્ચેથી જ પોતા મારે છે. તમારી લાડલીમાં નામનો પણ મગજ નથી અને એમાં પણ કામ કરવાનું મગજ તો બિલકુલ પણ નથી.
નિલમ સાંભળી રહી...
નથી એ બેડની નીચેથી કચરો લેતી. એ ખુરશી નીચેથી કચરો લેતી.એ કબાટની નીચેથી કચરો લેતી નથી. એ બારીની પાળી પર એ કચરો લેતી નથી. દરવાજાની પાછળથી પણ કચરો લેતી નથી.
જ્યારે રડતા રડતા તમારા દરવાજા તમારી લાડલી દસ્તક દેશે ત્યારે ખબર પડશે કે એક બાપ પોતાની દીકરી માટે કેટલો વિવશ બની જાય છે. સમય ગમે તેટલો આગળ વધી જશે તેમ છતાંય અમુક અંશે સ્ત્રીઓને સહન કર્યા વગર છૂટકો જ નથી.
રસોડામાં કામ કરે છે ત્યારે ગેસ ઉંચો કરી ત્યાં પોતું નથી મારતી કે નથી એ ગેસના પાછળના ભાગે પોતું મારતી. માટલું સાફ કરે તો માટલાની નીચે કે માટલાનું સ્ટેન્ડ સાફ કરતી નથી.પોતું મારતી વખતે જોડે બેડ જાપટીને સાફ કરવો પડે.બારી લૂછવી પડે દરવાજો લૂછવો પડે કાયમ નહી 3/4 દિવસે લૂછવું પડે.બારી બારણા.એવી પણ ભાન નથી.
વાસણ ધોવા જાય ત્યારે કૂકર સાફ કરતા ન આવડે. ન તપેલીની સફાઈ બરાબર હોય કે ન કૂકરનું ઢાકણ. અરે ફ્રીઝ માંથી પાણી પી ને બોટલ ભરીને મુકવી પડે એ પણ તમારી ડોબી ને ખબર પડતી નથી.
એના જ કબાટમાંથી વસ્તુ લેવા જાય તો આખો ઢગલો પાડીને વેરવિખેર કરી નાખે.એટલી પણ ખબર પડતી નથી કે નીચેના કપડા લેતી વખતે ઉપરના કપડા એક હાથે ઊંચા કરી અને પછી જે કપડાં જોઈતા હોય એ લઈ લેવાય.
એ કોલેજના બીજા વર્ષમાં છે.19વર્ષની થઈ.રખડવા સિવાય કશું ન આવડ્યું...એ તમારી લાડલી.
જાનવીબેનનો ગુસ્સો જોઈ નીલમને પોતાની જનની જાણે આજે દુશ્મન બની ગય હોય એવું લાગ્યું અને તેની આંખોમાંથી અશ્રુધારા અવિરતપણે ચાલુ થઈ ગઈ
★
પેલી બાજુ ખૂબ જ ડરી ગયેલો કરણ નીલમની રાહ જોઈ રહ્યો. વારે વારે તેના મનમાં અજુગતા વિચારો આવવા લાગ્યા કદાચ તેને કશું થયું હશે? ના ના...કશું ન થાય.રીક્ષા નહી મળી હોય. સિટી બસ નહીં મળી હોય.ઘરે મહેમાન આવ્યા હશે? તેના મમ્મી-પપ્પાએ કશું કીધું હશે?તેને જવાની ના પાડી હશે કેટલાય પ્રશ્નો મનમાં આવી રહ્યા.
★
સીડી ઉપર ઊભા-ઊભા નીલમ મમ્મીના દિલની સાંભળી રહી.મનોમન વિચારી રહી કે ખરેખર મમ્મી જે વાસ્તવિકતાનો પરિચય આપી રહ્યા છે એ હકીકત છે કે પોતે ૧૯ વર્ષની છે પણ તેને એક સામાન્ય બાબતની પણ ઘરકામમાં ખબર પડતી નથી. એ વાત સાચી છે. એને એ પણ ખબર પડતી નથી કે દૂધમાં મેળવણ કેટલું નાખવુને કઈ ઋતુમાં કેટલું મેળવણ નાખવું પડે?
★★★★★
પેલી બાજુ કરણ નીલમના મોબાઇલમાં એક જ ધારો મેસેજ અને કોલ કરે. પરંતુ તેના એક પણ કોલ કે મેસેજનો જવાબ નિલમ આપી રહી નથી.
★
ચોધાર આંસુએ રડી રહી કોઈને ખબર ન પડે એમ. એ પોતાના હાથથી અને રૂમાલથી આંખમાંથી વહેતી નદીને લૂછી રહી. એક બાજુ તેની મમ્મી જે હકીકત કહી તે વાસ્તવિકતાની તેને ખબર પડી અને બીજી તરફ જાણે એ કોઈ પારકી દિકરી હોય ઘરમાં એવી લાગણી તેને લાગી આવી.તેને એવો અહેસાસ થયો કે આ પોતાની મમ્મી નહિ પણ નવી મમ્મી છે. એ પોતાના જ પપ્પા ને એવી રીતે એ વાત કહી રહી જાણે એ મમ્મી નહી દુશ્મન હોય અને કોઈ કેટલાય ભવની દુશ્મની એ કાઢતી હોય એવો અહેસાસ નીલમને થયો.
તેમ છતાં લાગી રહ્યું કે પોતે સુધરી જવું જોઇએ. પોતાના સંબંધ ને જોડાવાનો પ્રયત્ન કરતી એ નિલમ ખુદ જ આજે વેરવિખેર થઈ ગઈ.સંબંધના વમળમાં ફસાઈ ગઈ કે હું નહીં આવું એ મજાક કરેલી એ સાચી થઈ ગઈ"
★
જાણે પોતાના મમ્મી સાથેનો સંબંધ એક સપનું બની ગયો.મમ્મી દુશ્મન બની ગઈને મનમાં જ નક્કી કર્યું કે જા, હવે હું એક પણ ભૂલ નહીં પડવા દઉં.
એ પોતાના રૂમમાં ગઈ. બેડ પર પટકાઈ અને રડી રહી. એ આ સમયે કરણને યાદ કરી રહી અને લાગી રહ્યું કે કરણ તેની સાથે હોત તો એના ખભા પર માથું રાખી તેને પોતાની બાહોમાં સમાવી અને ખૂબ જ રડી લેત અને કહી પણ દેત કે
"આ મમ્મી નથી મારી દુશ્મન છે દુશ્મન અને જે સાંભળી રહ્યા છે મારા પપ્પા નથી પણ કોઇ એવો રાક્ષસ છે કે જે મારા દુશ્મન ને રોકવાનું નામ નો પણ પ્રયત્ન કરતા નથી અને બસ એમનું સાંભળે જાય છે સાંભળે જાય છે"
★★★★★
નીલમના પપ્પાને આજે પોતાની પુત્રીની જેવી હતી એવી જ બ જાનવીબહેન વાસ્તવિકતા બતાવી.
એમણે કહ્યું "જાનવી તું ગમે કર પણ મારી દીકરીને તારા જેવી બનાવી દે. બધી જ રીતે પારંગત પછી ભણવાનું હોય કામ હોય કે સંબંધો નિભાવવાના હોય બધી જ બાબતોમાં તું મારી દીકરીને હોશિયાર બનાવી દે.મારી દીકરી ક્યાંયથી પાછી ન પડવી જોઈએ. એવી તું એને બનાવી દે ત્યારે જાનવીબેન બોલ્યા
એ માત્ર દીકરી તમારી જ નથી, મારી પણ છે. આટલો બળાપો કાઢું છું એ એટલા માટે નથી કે એ મારી દુશ્મન છે પણ હું એને શીખવવા માગું છું..મારા કરતા પણ વધારે હોંશિયાર બનાવવા માગું છું.પણ ખબર નહિ આજે મારાથી ઘણું જ બધું બોલાય ગયું.સારું થયું નીલમ નથી.(આ સમયે નિલમ તેના બેડ પર રડે છે) નીલમને થાત કે મમ્મી તો મારી દુશ્મન બની ગઈ છે પણ હું તમને સમજાવવા માંગુ છું. તમે દરેક વાતે નીલમનો સાથ ના આપો.તમે અમને કહો કે કામ ખૂબ જ અગત્યનું છે અને જોડે જોડે ભણવાનું.
સમય બદલાઈ રહ્યો છે એ વાત સાચી છે પણ ઘરને ઠેકાણે ઘર તો માત્ર સ્ત્રી જ રાખી શકે છે.
પરિવારને સુખી રાખવામાં સૌથી વધારે સ્ત્રીનો હાથ હોય છે અને સ્ત્રી જ મજબૂત ન હોય હોશિયાર ન હોય તો એ ઘર પડી ભાંગશે. પછી પુરુષ એક મહિનાના એક લાખ કમાતો હશે પણ ઘરમાં અગર સ્ત્રીનું ઠેકાણું નહી હોય તો એ ઘર ખુશીઓથી નહીં પણ દુઃખથી છલકાઈ જશે...
બસ મારી દીકરી ને ખીજાતી નહીં....પણ પ્રયત્ન કરજે કહી
જયભાઈ જતા રહ્યા.....
જાનવીબેન એમની સામે જોઈ રહ્યા...
નિલમ ઉપર રડે છે
કરણ કોલેજમાં નિરાશ છે
વિહાન મનોમન ખુશ છે