સંબંધ:એક સપનું - 4 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

સંબંધ:એક સપનું - 4


સંબંધ:એક સપનું-4


હજુ "ફ્રેન્ડશીપ ડે" ઉજવ્યો તેને 8 દિવસ થયા. ઓગસ્ટના 15 દિવસ જ ગયા કે કરણે સીધે સીધું જ કહી દીધું નિલમ "હું તને પ્રેમ કરું છું".હું મારા પ્રેમનો ઇઝહાર ગુજરાતીમાં એટલા માટે કરું છું કે ગુજરાતી મારી Tongue language છે.મારી Mother tongue છે.આવી ચોખવટ જરૂરી નહોતી તો પણ બોલી ગયો.


ગાર્ડનમાં કરણ જોડે એ વાતો કરી રહીને વચ્ચે આ નવી પ્રેમની વાત આવી.એ ચૂપ જ રહીને થોડી જ વારમાં કશું બોલ્યા વગર જ જતી રહી....કેમ્પસમાં...

★★★★★★★★★★★★★★★★★★★★★

નિલમ એક જડની જેમ કોલેજ આવેને જાય. ન બોલવું, ન કોઈ મજાક મસ્તીને બસ એક ડાહીને થોડી ઓછી સમજ પડતી હોય એવી બની ગઇ. તેના હદયમાં વિચારો ચકરડી ખાય રહ્યા. ઘરમાં પણ જાણે કોઈ રસ્તા પર હેરાન કરી હોય એવું વર્તન કરે.તેના પપ્પા એ આજ રોજ બીજા દિવસના આવા વર્તન માટે નિલમને પૂછ્યું...


"નિલમ, any problem બેટા...?" સવાર-સવારમાં 8:30 વાગે ડાઇનિંગ પર ગોઠવાઈ ને...

ના પપ્પા, કેમ?

"તું આમ 2 દિવસથી ગુમસુમ છો.?"

હા, 2 દિવસથી ભૂતની જેમ ફરે છે જાનવીબેન બોલ્યા.

"જાનવી.. ચૂપ. તું વચ્ચે ન બોલ."

" હા હા બાપ દીકરી વચ્ચે બોલો કે બન્નેનું મોઢું અવળું થઈ જાય..." થોડા ઉશ્કેરાયને જાનવીબેન બોલ્યાં

"જાન...વી જયભાઈ તાડુંક્યાં..."

નિલમ.ધ્રુજી ઉઠીને બન્ને ડરી ગયા.

"એક વાતની હદ હોય,દરેક વાતમાં તારે દોઢ ડાહી થવું જરૂરી છે?"


જાનવીબેન ધડાધડ નાસ્તો ટેબલ પર મૂકી જતા રહ્યા...


જયભાઈ એ નિલમને કહ્યું...બેટા તારી ઉંમર એવી છે કે તને કોઈ હેરાન કરેને તું ઘરે કહી ન શકે.તને એમ થાય કે ઘરના લોકો ખાસ કરીને તારી મમ્મી તને જ દોષ દેશે...એવું ન વિચારતી.અગર કોઈ વાત નથી તો હું ખુશ છું પણ..


પપ્પાનો હાથ પકડી નિલમ બોલી પપ્પા.. મને યાદ છે તમારા શબ્દો...હું કોઈ એવું કામ નહીં કરું કે....

વચ્ચે જ જયભાઈ બોલ્યા...

બસ... મારી દીકરી મારે આજ દિલાસો જોઈએ છે...ને જોડે તારી સલામતી.


ચલ નાસ્તો કર "રાવણ" આવશે..

પપ્પા.. બન્ને હસીને નાસ્તો કરવા લાગ્યા...


★★★★★★★★★★★★★★★★★★★★


કરણે ખૂબ જ પ્રયત્ન કર્યો નિલમ જોડે બોલવાનો, વાત કરવાનો પણ. એ બોલી જ નહીં. કરણની બાજુમાં પણ રિસેસમાં બેસવાનું બન્દ કરી દીધું.એક બેન્ચ પર બેસતા હોવા છતાં વાવાજોડા પેલાની શાંતિ છવાઈ ગયેલી રહે.

ગ્રુપમાં પણ બધા જોઈ શકે એવી આ બાબત બની ગઈ.

સુમિતે સારીકાને તો પૂછ્યું પણ "કેમ બન્ને અલગ બેસે છે.?"

સારીકા એ કહ્યું "હું નિલમને પૂછી લઈશ."

પણ કોઈ જવાબ ન મળ્યો સારીકાને.

નિશા એ કરણને પૂછ્યું પણ વ્યર્થ.

વિહાને તો મનોમન ખુશ થઈને નિલમને પૂછ્યું: વાત કઢાવી પણ જવાબ ન મળ્યો.વિહાનને નિલમને કરણની દોસ્તી સહેજ પણ ન પસન્દ આવે.નિલમ વિહાનને કોલેજમાં સમય ઓછો આપે.વિહાનને એ ન પસન્દ આવે.

★★★★★★★★

20ઓગસ્ટે નિલમે કરણના પ્રેમનો સ્વીકાર કરયો.

કરણે પ્રથમવાર પોતાના પ્રેમને પોતાની બાહોમાં ભર્યો..નિલમ પણ કરણના સ્પર્શથી ખૂબ ખુશ થઈ ગઈ....આજ પોતે આકાશથી પણ ઉપર એવી મહેસુસની દુનિયામાં ચાલી ગઈ કે ક્ષણિક તો પપ્પાની વર્ષોની તપસ્યા એક જ સેકન્ડ વારમાં ભાંગીને ભૂકો થઈ ગઈ.


કરણે નિલમને વધારે જોરથી huge આપ્યુને નિલમના શરીરની રુવાંટી ઉભી થઇ ગઇ.અમસ્તો સ્પર્શને આમ આવો પ્રેમની ભાવનાથી સભર સ્પર્શ કેટલો અલગ-અલગને રોમાંચિત હોય એ નિલમને એહસાસ થયો...બન્નેને એહસાસ થયો.થોડીવાર પછી એ સમાજની બનાવેલ દુનિયામાં પાછી આવીને કરણના હાથને ખુલ્લા કરવા થોડું જોર કર્યુને કરણે છોડી દીધી...

★★★★★★★★★


પોતાના બધા જ અસુલને પપ્પાની શીખ. બધું જ નિલમે કરણને કહી દીધેલું. દોસ્તી સમયથી જ.

★★★★★

આજથી કરણને નિલમ એક એહસાસમાં પ્રવેશી ચુક્યા...પ્રેમ એ માત્ર પ્રેમ જ નથી પણ ઉંમરની સાથે થતા હોર્મોન્સના ફેરફાર,Physical attraction,પણ એટલો જ ભાગ ભજવે.એકબીજાના સ્પર્શ માટે એ શરૂ કલાસ હોય કે રીસેસ. બન્ને નજર ચૂકવીને એકબીજાના હાથનો કોમળ લાગતો સ્પર્શ તરત જ કરી લે...


આ બધામાં વિહાન નિલમ પર નજર રાખવાનું ન ચુકે.તેને દાળમાં કશુંક કાળું લાગ્યું ને તપાસ કરવાનું, CID કરવાનું પણ વિચારી લીધું...

નવા સવા પ્રેમને 4 દિવસ થયા...



★★★★★★★★★★★★★★★★★★★★★


"તને કેટલીવાર કહેવાનું હોય મારા ગાલ પર કિસ ન કરવી" નિલમ બોલી.


"ઓહો,તું કોલેજમાં જો પ્રેમીઓ કેમ રહે છે?"


પણ મારા પપ્પા એ કહ્યું....કરણ વચ્ચે જ બોલ્યો....


કરણ બોલ્યો સંસ્કાર ન છોડવા...પણ એમાં "ઘાટા મેરા હે તેરે પાપા કા ક્યા કુછ જાતા હૈ?"


કરણ... એમ કહી કરણના ખભ્ભે માથું રાખ્યું ને બોલી "તારી મર્યાદા મને તને વધારે પ્રેમ કરવા મજબૂર કરે છે"



"મારે પણ બેન છે હું સમજુ કે એક ભાઈની,એક દીકરીના બાપની ઈજ્જત શુ હોય છે?"

"બસ આજ જવાબ નિલમને કરણના પ્રેમમાં પાગલ બનાવી દે"



★★★★★★★★★


નિલમ ઘેર છે,કરણ તેના ઘેર છે બન્ને chat કરે છે

આઈ love યુ

નિલમે પણ આઈ લવ યુ કહ્યું

શુ કરે છે તું નિલ?

હું બેઠી છુને reading પણ

હમ્મ

તું શું કરે છે?કરણ

તને પ્રેમ કરું છું,ઓશીકું મારા હાથમાં છે ને હું માનું એ તું છેને તેને લપેટીને સૂતો છું

"પાગલ છે તું"

હા, તારા પાછળ
કિસ યુ કરણ બોલ્યો

ઓહ ક્યાં?

ગાલ પર હોઠ પર

oh

હા હવે એમ ન કહેતી કે પાપા એ ઈચ્છા જતાવવાની કે ફીલિંગ કહેવાની ના કહી છે.કરણ બોલ્યો
????????

કરણ તું ઇમોજી મોકલી મારી ઉડાવે છે?

ના,હું તો મારા પાગલની ઉડાવું છું કરણ બોલ્યો.


★★★★★

માસી નિલમ ક્યાં?

વિહાન એ ઉપર તેના રૂમમાં છે

હું જાવ છું

હા

★★★★★

નિલ....મ....વિહાન બોલ્યો.

એ ડરી ગઈ ને બોલી " જી"ને મોબાઇલ મુકાય ગયો.
નિલમે સ્વસ્થ થઈ મોબાઈલની લાઈટ homescreen સાઈડમાંથી બંદ કરી બાજુમાં મોબાઇલ મુક્યો...


વિહાને english ની book માંગી

નિલમે જોયુ પણ ન મળી.


ઓહ
નીચે છે હું લાવું છું કહી એ જતી રહી.


વિહાને નીચે બુક જોઈતી એટલે જ માંગી. નિલમને નીચે મોકલવા. તેણે નિલમનો મોબાઈલ લીધો lock open કર્યો કે તેના ને કરણ ના msg



last msg બધા read કરી એ સળગી ઉઠ્યો. જાણે કોઈએ કેરોસીન પર દીવાસળી મૂકી હોય એટલો બળતો રહ્યો. ત્યાં જ નિલમ આવીને તેણે મોબાઇલ મૂકી દીધોને વ્યવસ્થિત ગોઠવાઈ ગયો.


સારું હું જાવ છુંવિહાન બોલ્યો.

હા bye

bye

હર હમેશા રોકી રાખતી નિલમે એક ઝાટકે bye કહી દીધું.

વિહાન શાંતિથી દિલમાં આગ લઈને જતો રહયો

પોતાના રૂમમાં જઈ ને પોતાના જ પુસ્તકો પર ગુસ્સો કરી ફેંકી દીધાને આંખોમાં જળજળીયા આવી ગયા.વિહાનને.


કેટલાય વર્ષોથી દિલમાં રાખેલી વાત આજે કડાકા ભડાકા થયા વિના શાંતિથી તૂટી ગઈ.વિહાનને એમ હતું કે નિલમ કોઈને પ્રેમ ન કરી શકે.એ ક્યારેય ખરાબ ન બને.પ્રેમના ચક્કરમાં પડી એ તેના પપ્પાની આબરૂના ધજાગરા ન કરી શકે.જેમ દરેક ભાઈને પોતાની બેન પર વિશ્વાસ હોય છે.દરેક પપ્પાને પોતાની દીકરી પર વિશ્વાસ હોય છે.એવો ઊંડો વિચાર નિલમ માટે.વિહાનને.



નિલમને મેળવવાની સરળ સમજતો વિહાન સમજી ગયો કે નિલમ કરણને પ્રેમ કરે છે



અકાળે જ આમ પોતાનો પ્રેમ તૂટેલો જોઈ વિહાન બેબાકળો બની ગયો.. અસ્થિર થઈ ગયો...

★★★★★★★★★


સાંજના સમયે તેના મમ્મી એ પાઉં લેવા જવાના કહ્યા તો ખીજાય ગયો.. બધું જ કામ મારે કરવાનું? હજુ મારા પપ્પા જીવે છે!!! એને પણ કહો એ કરતા આવશે.



વિહાનના મમ્મી રેવાબેન બોલ્યા વિહાન શુ થયું? તારા પપ્પા ખીજાયા? કેમ ગુસ્સો કરે છે.?



હું લઈ આવીશ તમે જાવ..વધારે લપ વિહાને ન કરી.



"નિલમની મમ્મી ને પૂછતો જાજે નહિતર કહેશે કે મને ન પૂછ્યું"


એને બનાવવી હશે તો લઈ આવશે,આપણે શું?


ok
"તો તું ગુસ્સે નિલમથી છે" આનો સીધો અર્થ થયો.રેવાબેન બોલ્યા.


મમ્મી એવું નથી


એવું જ છે. તું નિલમ પાસે ગયો તો. કશુંક નિલમે કહ્યું હશે એ હસીને બોલ્યા તમારા બે વચ્ચે તો કોઈ ન પડે.

"જાતે બોલતા થઈ જજો"

મમ્મી આ લડાઈ એવી છે કે એમાં બોલવાનું તો આવશે પણ નિલમ મારા રૂમમાંને હું એના રૂમમાંજે દિલની વાતો, દિલ ખોલીને કરતા એ નહીં થાય.એ મનમાં બોલ્યો.



એ જતા ગયાને બોલતા ગયા નિલમની મમ્મી ને પૂછતો જજે.




વિહાન દરવાજો બન્દ કરી 5પર પંખો કરી જોર-જોરથી વિહાન રડવા લાગ્યો.....

આગળનો ભાગ રવિવારે....17 નવેમ્બર.

??જય હિંદ??
?? વંદે માતરમ્ ??