પ્રેમ ની પરીભાસા Pritu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરીભાસા

પ્રેમ જેની કોઇ ભાસા જ નથી.
જે આંખો મા વંચાય તે પ્રેમ છે જે દેખાય નહી પણ મહેશુશ થાય તે પ્રેમ છે. કોઈ કલાકાર ગઝલ કેસે,કોઈ આભાશી ચિત્ર,કોઈ ઢોંગ કેશે આમજ પ્રેમ ની પરીભાસા જ કાઈંક અજીબ છે.
પ્રેમ એ એક લાગણી છે. પ્રેમ એ એક લાગણી ઓ નો દરીયો છે. જેમા બસ હેત ના મોઝા ઊછડે છે હા પણ તે એવો દરીયો છે જેમા ભરતી કે ઓટ ક્યારેય આવતી નથી. જેમ અનેક નાની મોટી નદીયો ભેગી થાય ને દરીયો બને છે તેમજ અનેક આશા ઓ મળી ને લાગણી બને છે ને તે લાગણી નો આ દરીયો એટલે પ્રેમ.
આપણા શરીર મા એક નાનકડી મુઠ્ઠી જેવડૂ જ સાવ નાનુ એવૂ દિલ છે તે બસ આ પ્રેમ ની જ ભાસા જ સમજે છે,વળી તમે કેશો કે આ પ્રેમ ની તો ભાસા જ નથી ને , હા આ પ્રેમ ની કોઈ ભાસા તો નથી પણ આ દિલ લાગણી ને ભાસા સમજે છે.
પ્રેમ એજ એક રોગ છે ને પ્રેમ જ એ ની દવા છે. પ્રેમ નો બીજો કોઈ ઈલાજ કે બીજો કોઈ ઊપાય જ નથી પ્રેમ સિવાય .
પ્રેમ શબ્દ સાભંડતા જ લોકો મજાક બનાવી નાખે છે , પ્રેમ શબ્દ ને લોકો એ તરછોડી નાખ્યો છે, બદનામ કરી નાખ્યો છે
અરે પ્રેમ એટલે એક છોકરી ને છોકરા નો જ નથી ! પ્રેમ તો સવૅ વ્યાપી છે. પ્રેમ માં, બાપ, બેન, ભાઈ, મિત્ર નો પણ હોઈ સકે કે પછી કોઈ પ્રાણી માત્ર નો પણ હોઈ સકે ,પણ નઈ આ દુનીયા એ તો સાવ બદનામ કરી નાખ્યો છે પ્રેમ શબ્દ ને.
પ્રેમ ને પામવો એ સફળતા તો છે પણ એ સફળતા મા એ મજા નથી જે મજા કોઈ ની એક ઝલક જોવા માટે તડપવા મા છે, તેની યાદ મા રોવામા છે, તેની યાદ મા ખોવા મા છે .
પ્રેમ પામી ને તો ફરીયાદો જ વધે છે એના કરતા બસ જીદંગી ભર તેની યાદ મા તેની રાહ મા તડપવાની બવ મજા આવે છે. મે કહી તો દીધૂ મજા આવે એમ , પણ મે કિધુ એટલુ સહેલૂ પણ નથી કોઈ વગર જીવવૂ. નજર ની સામે મોત અને જેને ચાહો તેના વગર ની જીદંગી બેય સમાન છે.
પ્રેમ મા કોઈ ને સમજાવવા કરતા પેલા તેને સમજતા સીખો અને બીજી મહત્વ ની વાત તો રહી જ ગઈ, ને તે છે 'વિશ્વાશ' . બવ ખાસ અંગ છે આ પ્રેમ નુ. જેના લીધે આ દુનીયા ના લોકો ને પ્રેમ થી નફરત થઈ છે.વિશ્વાશ શબ્દ ના લીધે લોકો ને પ્રેમ પરથી વિશ્વાશ જ ઊડી ગયો છે. કોઈ પણ માત્ર સાથે પ્રેમ ટકાવી રાખવા માટે પહેલી પહેલ તો વિશ્વાશ ની જ હોય છે.
પ્રેમ એ એક પવીત્ર શબ્દ છે. તેના કેટલાય ઊદાહરણ પણ છે જેમ કે રાધા ને શ્યામ, મીરા ને શ્યામ , ગોપી ને કિશન , કૃષ્ણ ને સુદામા, હનુમાન ને રામ આ છે પવીત્ર પ્રેમ. આ તો તોય પ્રાણી માત્ર છે કુદરત નો પણ અજીબ પ્રેમ છે જેમકે ચાંદ ને રાતરાણી , સૂયઁ ને સૂયઁમુખી અજીબ આ નો પ્રેમ પણ
એક ખીલે તોજ બીજો ખીલે . આવા જ પવીત્ર પ્રેમ ને આજે દુનીયા એ ટાઇમપાસ, મસ્તી, બે ઘડી ની મોજ, સેક્સ આ બધી મોજ મસ્તી ને લીધે બદનામ કરી નાખ્યો છે.
બસ આજ છે પ્રેમ ની પરીભાસા.
પ્રેમ ની પરીભાસા એટલે કોઈ ભાસા નઈ પણ જે બધી ભાસા થી ઊપર છે બધા જ સંબંધ થી ઊપર છે એટલે જ પ્રેમ ની ભાસા નહી પણ પરીભાસા છે.