Chor police books and stories free download online pdf in Gujarati

ચોર પોલીસ

વાર્તા-‘ચોર પોલીસ’ લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.97252 01775

કિશનપુર નગર ની વસ્તી અંદાજે ચાલીસ હાજર હશે.ખેતીવાડી અને વેપાર થી ધમધમતું આ નાનું શહેર જીલ્લાનું સમૃદ્ધ નગર ગણાતું.બજાર પણ ઘણું મોટું હતું.કોઈ એક કોમ નું જ વર્ચસ્વ નહોતું.મિશ્ર કોમ હતી.પોલીસ સ્ટેશન પણ હતું.સુખી ગામ હોય એટલે ચોરીઓ જેવા ગુનાઓ વધુ બનતા હોય છે.છેલ્લા ઘણા સમયથી કિશનપુર માં ઘરફોડ ચોરીઓ,દુકાનોના શટરો તોડવા અને સ્ત્રીઓ ના ગળામાં થી ચેઇન ખેચીને ભાગી છૂટવાના બનાવો વધી ગયા હતા.જો કે પોલીસની કામગીરી સારી હતી.પણ આપણે જાણીએ છીએકે ગુનો પહેલા બને,ચોર આગળ હોય અને પોલીસ પાછળ હોય એટલે ચોર જ ફાવવાનો.

સવારે નવ વાગ્યાનો સમય હતો.શાક બજારમાં ભીડ હતી.શાક બજારમાં ભીડ ને કારણે ટ્રાફિક પણ બહુ હતો.શાક બજાર હોય ત્યાં જ કરિયાણા બજાર અને કંગન ની દુકાનો હોય.એટલે મહિલાઓની જ મોટેભાગે ભીડ હોય.એક પ્રૌઢ બહેન ધીરે ધીરે ચાલતા હાથમાં થેલી લઈને એક શાકની લારી આગળ ઊભા રહ્યા.હજુ તો શાકનો ભાવતાલ કરે એટલામાં તો તેમની અડોઅડ એક બાઈક આવીને ઊભું રહ્યું.આ બહેને બાઈક સવાર સામે જોયું તો તેણે મોઢા ઉપર બુકાની બાંધેલી હતી.કોઇ કશું બોલે કે વિચારે તે પહેલાં તો આ બાઈક સવાર આ બેનના ગળામાં થી સોનાની ચેઇન ખેંચીને ભાગ્યો.આ બહેને બૂમાબૂમ કરી મુકી.લોકો ભેગા થઇ ગયા.બેનના ગળા આગળ થી થોડું લોહી આવ્યું હતું.બાઈક સવાર તો પવનવેગે ભાગ્યો.પણ અચરજની વાત એ બનીકે આ બાઈક સવાર ની પાછળ બીજા પાંચ બાઈક સવારો બુકાની બાંધેલા પવનવેગે ભાગ્યા.છ જણની ગેંગ હતી એટલે કોઈ બચાવવા પણ ના જઇ શક્યા.

પંદર મિનીટ પછી પોલીસની ગાડી આવી.પેલાં બેનને થોડી પૂછપરછ કરી,ફરિયાદ નોંધી અને પોલીસે તેમને ઘર સુધી પહોંચાડ્યા.બહેનનું નામ લતાબેન હતું.તેમના પતિ નિવૃત્ત શિક્ષક હતા.પેન્શન ની આવક ઉપર ગુજરાન ચાલતું હતું.પચાસ હજારની કિંમતની સોનાની ચેઇન આ રીતે લુંટાઈ જવાથી આ મધ્યમ વર્ગીય ઘરમાં શોક જેવું વાતાવરણ થઇ ગયું.આ બનાવથી લોકોમાં ભય ફેલાયો.પણ રાતના સમયે લતાબેન ઉપર પોલીસ સ્ટેશને થી ફોન આવ્યો કે બેન ચિંતા કરશો નહીં અમે ગુનેગાર ને ટૂંક સમયમાં ઝડપી લઈશું.આ આશ્વાસન થી તેમને થોડી કળ વળી.

આ ઘટનાને ચાર દિવસ થયા હતા ત્યાં તો બજારની વચ્ચે આવેલી અંબિકા જવેલર્સ નું રાત્રે શટર તોડીને ચોરો લાખો રૂપિયાના દાગીના ઉઠાવી ગયા.પોલીસ તપાસ ચાલુ થઇ.ન્યુઝ પેપર વાળાઓએ સમાચારને ચગાવ્યા.અંબિકા જવેલર્સ ના માલિક રતનચંદજી એ તો ગામ છોડીને જતા રહેવાનો નિર્ણય પણ કરી દીધો.પોલીસ અધિકારીએ તેમને થોડી ધીરજ રાખવાનું આશ્વાસન આપ્યું અને ખાતરી આપીકે ચોર પકડાઇ જશે.રતનચંદજી પાયમાલ થઇ ગયા હતા.

નગરથી અડધો કિલોમીટર જેટલી દૂર પ્રાથમિક અને માધ્યમિક શાળા હતી.આજે બપોરે રિશેષ ના બ્રેક પછી સાતમા ધોરણમાં ભણતી કૃતિકા નામની કન્યા તેના ક્લાસમાં આવી નહીં.શિક્ષકે હાજરી પૂરતાં આ ધ્યાન ઉપર આવ્યું.સાહેબે તુરંત તેના વાલી ને ફોન કર્યો તો તે ઘરે તો ગઇ જ નહોતી.વાતાવરણ થોડું તંગ થતાં કૃતિકા ની એક બહેનપણીએ કહ્યું કે કૃતિકા રિશેષ ના સમયે કોઇ બાઈક સવાર સાથે વાતો કરતી હતી.અમને એમ કે તેના કોઈ ઓળખીતા હશે એટલે અમે તેની રાહ જોયા વગર આવતા રહ્યા.મોટો હોબાળો મચી ગયો.આખા નગરમાં વાયુ વેગે સમાચાર ફેલાઇ ગયા.ચોરી વસ્તુ એ અલગ હતી પણ છોકરીનું અપહરણ એટલે ભયંકર ગુનો ગણાય.લોકોએ પોલીસ સ્ટેશને હલ્લાબોલ કર્યો.પોલીસની એક પણ વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું.છેવટે પોલીસ ઇન્સ્પેકટરે પ્રોમિસ આપ્યું કે આજે સાંજ સુધીમાં કૃતિકા ને પાછી ના લાવી શકું તો રાજીનામું આપી દઈશ.

કૃતિકા ને ગુમ થયે ચાર કલાક વિતી ગયા હતા.સાંજના સમયે પોલીસની વાને આખા ગામમાં માઈક ઉપર જાહેરાત કરીકે આજે રાત્રે આઠ કલાકે ગામના ચોકમાં જીલ્લા પોલીસ વડા પધારવાના છે અને તેમનું જાહેર પ્રવચન રાખેલ છે તો ગામની દરેક વ્યક્તિ એ અચૂક હાજરી આપવી.ચોક આગળ મોટો મંડપ બાંધવામાં આવ્યો.બરાબર આઠ કલાકે જીલ્લા પોલીસ વડા રંજનકુમાર ભટ્ટ આવી ગયા.લોકોને નવાઇ લાગી.ડી.એસ.પી.રંજનકુમાર માત્ર ત્રીસ વર્ષના યુવાન હતા.એક હવાલદાર પાસેથી જાણવા મળ્યું કે સાહેબ I.P.S છે.

મંચ ઉપર ગામના આગેવાનો અને પોલીસ સ્ટાફ હતો.સ્વાગત વિધિ પતી એટલે રંજનકુમારે જ બોલવાનું શરૂ કર્યું.નગરમાં ગુના વધી ગયા છે તે બાબતે થોડી ચર્ચા કરી પછી સીધું જ પૂછ્યું કે જેમની સોનાની ચેઇન ચોરાઇ હતી એ લતાબેન અહીં હાજર છે? ટોળામાં ગણગણાટ થયો.અને મહિલાઓ ના વિભાગમાં થી લતાબેન ઊભા થયા.તેમને મંચ ઉપર બોલાવવામાં આવ્યા.સાહેબે તેમને નમસ્કાર કર્યા અને લતાબેન ના હાથમાં તેમની સોનાની ચેઇન આપી.લતાબેન તો ખુશખુશાલ થઇ ગયા.પછી સાહેબે એક હવાલદારને ઈશારો કર્યો એટલે બે મિનિટમાં જ એક હાથકડી પહેરેલા ગુનેગારને મંચ ઉપર હાજર કર્યો.સાહેબે કહ્યું કે સોનાની ચેઇન નો ચોર આપ સમક્ષ હાજર છે.ટોળામાંથી કોઈ બોલ્યું કે સાહેબ છ જણની ગેંગ હતી.બાકીના ક્યાં? સાહેબે કોઈ જવાબ ના આપ્યો.પણ તુરંત જાહેરાત કરીકે રતનચંદજી ને મંચ ઉપર લાવો.રતનચંદ હરખભેર આવ્યા.સાહેબે તેમના હાથમાં દાગીના નું બોક્સ મુક્યું.રતનચંદે બોક્સ ચેક કરીને કહ્યું કે બરાબર છે સાહેબ.અને સાહેબને હરખથી ભેટી પડ્યા.સાહેબે કહ્યુકે ‘ અને આ ચાર જણની ચોરો ની ગેંગ પણ જોઇલો.’ પબ્લિક તાળીઓ પાડવા લાગી.પણ કૃતિકા ના માબાપ ને પોતાની દીકરી સિવાય કશામાં રસ નહોતો.એટલામાં તો ડી.એસ.પી.સાહેબ પોતે જ તેમની ગાડીમાં થી કૃતિકા ને હાથ પકડીને મંચ ઉપર લઇ આવ્યા.કૃતિકાના માબાપ વગર બોલાવ્યે દોડતાં મંચ ઉપર આવી ગયા અને સાહેબ ને પગે પડ્યા.કૃતિકાને લઈને તેનાં માબાપ કશું બોલ્યા વગર તેને લઈને ઘરે જતાં રહ્યાં.

લોકોને ઉત્સુકતા હતી એ જાણવાની કે આટલી જલ્દી ગુનેગારોને કેવી રીતે ઝડપ્યા? સાહેબે ફરી માઈક પકડ્યું ‘ નગરજનો હવે તમને અમે એ જણાવી રહ્યા છીએકે આટલું જલ્દી પરિણામ કેવી રીતે આવ્યું.અને કયા કાબેલ માણસોએ આ કામગીરી બજાવી.તો જોઇલો આ અમારા જાંબાજ સિપાઈઓ ને.મંચ ઉપર એક પછી એક પંદર યુવાનો આવીને લાઈનબંધ ઊભા રહ્યા.લોકો તો દંગ થઇ ગયા કેમકે આ પંદરે પંદર યુવાનો કિશનપુર ના જ હતા.તાળીઓનો ગડગડાટ થયો.સાહેબે હસતાં હસતાં કહ્યું કે મેં એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું અને એ પ્રયોગ સફળ રહ્યો છે.છ મહિના પહેલા આ તૈયારી કરી હતી.આ પંદર યુવાનોને છ મહિના અમે તાલીમ આપીછે.કમાન્ડો જેવા તૈયાર કર્યા છે.આ યુવાનો એ જ જાન ની પરવા કર્યા વગર આ ઓપરેશન પાર પાડ્યા છે.આ તાલીમનો સંપૂર્ણ ખર્ચ તમારા ગામના જ એક સમૃદ્ધ સજ્જને તેમનું નામ જાહેર નહીં કરવાની શરતે ભોગવ્યો છે.અને છ મહિના સુધી આ યુવાનોને દર મહીને પંદર હજાર રૂપિયા લેખે પગાર પણ આપ્યો છે.

ગામેગામ અમે આ પ્રયોગ અમલમાં મુકવા માંગીએ છીએ.પોલીસ તો છે જ પણ પોતાની જાન માલની રક્ષા તમે પોતે પણ કરતાં શીખો.ગુનેગારો ભયભીત થઇ જાય તેવું વાતાવરણ બનાવો તો જ ગુનાખોરી ઘટશે.ગામે ગામ લોક રક્ષક દળ બનાવો,ધનિક લોકો આ દળ ને આર્થિક સહાય કરે ,બહેનો પણ બહાદુરીપૂર્વક ગુનેગારોને સબક શીખવાડે એ જરૂરી છે.અને સહુથી મહત્વની વાત એ કે શિક્ષણ વધારો.શિક્ષિત લોકો જ સમાજને સારું યોગદાન આપી શકશે. મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED