કોણ જાણે? Divya B Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કોણ જાણે?

કોણ જાણે?

કોણ જાણે કેટલી કસ્મકસ થઇ ગઈ ?
કોણ જાણે શું શીખીને ને કંઈક બાકી ની ભરપાઈ થઇ ગઈ ?


કોણ જાણે સુખ-દુઃખના માહોલમાં કેટલી ચડતીને પડતી થઇ ગઈ
અડીખમ ઉભા રહેવાની જીદ કઈ આમ જ નથી થઇ ગઈ


નોંધ કોણ કોની લેછે એતો ખબર નથી
પણ ,કર્મો ની ડાયરી ઉપરવાળાની છેને હજુ થઇ ગઈ


આ વર્ષ પણ એમ જ વીતી ગયું જેમ બાકી ના વીતી ગયા
પણ આશ નું કેલેન્ડર જે શીખ્યું છે જીવનમાં ,
એને પૂરું કરવા નવા કેલેન્ડર એક ચિઠ્ઠી દઈ ગઈ

(વાતો અમસ્તી કરી લવ ગમે તો પ્રતિસાદ આપજો )

વર્ષનો છેલ્લો દિવસ ને જાણે છેલ્લો શ્વાશ હોય એમ પળમાં આખા વર્ષની ઝાંખી થતી હોય એવું લાગેને રચના કંઈક આવી બની જાય.

જીવંત લખવું ,જીવતર લખવું .રસ્તે ચાલતા જે કઈ અનુભવાય એ લખવું .સુખ લખવું ને દુઃખ લખવું,કાલ્પનિક લખવું ને એડિટ કરી વાસ્તવિક લખવું.

જાણે જંક ફૂડ સાથે મરચાને ચટણી હોય ને જીભે ચટાકે દાર ભૂખ્યા પેટની લાળ ટપકવી.

જીવનું પણ કંઈક આવું જ છે .

ચડતી પડતી વેદના ને વાતો માં હું ગુજરાતી પ્રજા

કેવું વ્હાલું લાગે જયારે આ પ્રજા એક લેખક સવરૂપે

એક કવિ તરીકે પોતાને રજુ કરી શકે .

આજનો દિવસ ઇંગલિશ કેલેન્ડર પ્રમાણે નો છેલ્લો દિવસ (આપણે ટેવાય ગયાને) એટલે ઘણું બધું કહેવાનું લખવાનું વગર કારણ સર મન થાય ને કલમ શું કરામત કરવવા માંગે છે એતો સમજાતું નથી પણ બક બક રોજની જેમ જ કરવા માંગે છે રોજ મનમાં બબડી લેવું પડે છે આજ લખીને બાકી અસલ જીવન તો ફોરેનર જેવું થઇ ગયું છે .મતલબ અસલ જીવન માં કઈ બોલાતું નથી હોઠે તાળા ને મગજે હથોડા કારણ સૌ પોતાના જીવન માં વ્યસ્ત છે .જિંદગીની દોડધામ માં રંગાઈ કોણ ક્યાં વ્યસ્ત છે કે ફસાયું છે વિચાર્યા વગર આજુ બાજુ જોયા વગર મેટ્રો ટ્રેન ની જેમ દોડ્યે રાખે છે .અમુક દેખાડાની મદદ જે ઓનલાઇન કરીને પોસ્ટ કરી ફરતી કરી ને ફરી એજ ઘેટાં બકરા જેવી જિંદગી પસાર કરી લે .વચ્ચે આવતા ફેસ્ટિવલ જેમ આજે ઉજવશે એમ જ ઉજવી ફરી દોડતો મજુરગીરી જાણે કરી લેશે .

કોઈ કદાચ ,કોઈ નિયમો,ગોલ નું મેનેજમેન્ટ કરશે તો કોઈ ફરી સમયની બરબાદી બિલકુલ મારી જેમ જ.

હા ,કદાચ કરશે કઈ સારું તો જગ જીતી જાણે જાણું .

છેલ્લે એટલું કેહવું

"ઠોકરો ખાજે લાખની પણ ચણા ના ભાવે વહેંચાવું નઈ"

એટલો સસ્તો ગુરુર ના રાખવો જે પૈસા ના તોલે તોલાય જાય ને

એટલો મોંઘો માણસ બનજે

પણ,લાગણી માં સરણ જ્યાં ગમ્મે તે વ્યક્તિ પોતાની પ્રોબ્લેમ તમને કહ્યા વગર ના રહે ને તમે એમાં મદદ કરવાની કરી શકો કે ના કરી શકો પણ તેમના હૃદયનો ભાવ જરૂર હળવો થાય .

છેલ્લે હજી એક વાત

સિંગર સચિન સાંઘવીની કરવી છે

"સરળ એવું નામ પણ જેના નામ માં ૨૪ કેરેટ નું સોનુ "

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ માં આવ્યા ને સૌ સાથે સરળ માણસ બન્યા અમારે સેલ્ફી એમની સાથે લેવી હતી ને ભીડ માય સૌને આપ્યું અનેરું માન ને અમારી તરફ ફરીનેય એક સેલ્ફી લીધી .

ખરેખર મજ્જા પડી ગઈ ને એમાંય બે નવા ઉભરતા લેખકો મળ્યા પાલનપુર ને સુરત ના

અને "બસ ચા સુધી" ના લેખક સાથે સંવાદ

ખરેખર આ વર્ષે ઘણું શીખવા મળ્યું

ઘણા સારા લોકો મળ્યા

ને પ્રગતિ નો પંથ કેવી રીતે પકડાય એ શીખવા મળ્યું .