Detective Dev - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

Detective Dev - 2

પ્રકરણ - 2

"દેવ મને બહુ લવ કરે છે એ મને બચાવી જ લેશે!" જલ્પાએ મક્કમતાથી કહ્યું. પણ મનમાં તો પોતે એને કહી ન શકવાનો ભારોભાર અફસોસ હતો...

"હા, એટલે જ તો એ આવશે અને ફસાશે! હું એને જીવતો નહિ છોડુ!" અંધારામાં ઓરડામાં પટ્ટી બાંધેલ જલ્પા ને કિડનેપરએ કહ્યું.

"તારી દુશ્મની કોની સાથે છે? શા માટે મને અહીં લાવ્યો છે?" જલ્પા બોલી.

"મારી દુશ્મની તો ફકત તારી સાથે છે, પણ detective  ખોટે વચ્ચે આવે છે! પણ હું બન્નેને નહિ છોડૂ!" એ બોલ્યો

"જલ્પા, તારામાં મે બોમ્બ ફીટ કર્યો છે, નાઉ ગુડબાય સ્વીટહાર્ટ!" એ બોલ્યો.

"ભલે એકવાર મને તારો ફેસ તો બતાવ!" જલ્પા કર્ગરી.

તેને પટ્ટી હટાવી અને જે ફેસ સામે હતો એ જોઈ જલ્પા ને ચક્કર આવી ગયા!

"રાજ, તું!!!" જલ્પા બોલી ઉઠી.

"હા, હું જ છું!" એ બોલ્યો.

"પણ ભાઈ, તું મને કેમ દુશ્મન ગણે છે?" જલ્પા બોલી.

"તું મારી સગી બહેન નથી. તું નાઝાયાસ છે!!! એ મક્કમતાથી બોલ્યો.

"હા, પણ મેં તો તને ભાઈ જ માણ્યો છે!!!" જલ્પા રડમસ હતી.

"હા, પણ નાઝાયાસ ને બધી પ્રોપર્ટી અપાય તો આમ જ કરવું રહ્યું!" એ બોલ્યો.

રાજ પર ફોન આવ્યો: "બૉસ, દેવ આવી ગયો છે, ભાગો ત્યાંથી!"

એક બારીમાંથી બંધાયેલ જલ્પા ને દેવે જોઈ. તેના બોમ્બ નો વાયર દરવાજે કનેક્ટેડ હતો, જો ખોલ્યો તો જલ્પા ના ચિંથરેહાલ થાય તેમ હતું!

જલ્પા બસ મુમુ જ કરતી હતી.

સમય સરકતો હતો.

દેવ આજુ-બાજુ રૂમમાં પ્રવેશવાના ઉપાયો શોધતો હતો.

તે બારી પાસે ગયો અને જોરથી બારીને ફેટ મારી, તેનો હાથ લોહિયાળ થઈ ગયો, છત્તા એ બારી ખોલી, રૂમમાં ગયો.

બોમ્બ એક મિનિટમાં ફૂટવાનો હતો.

દેવે જલ્પાની મોંની પટ્ટી કાઢી.

"દેવ, ભાગ અહીં થી, આ બધું રાજે કર્યું છે, હું નાઝાયાસ છું એટલે!" એ બોલી.

દેવ બેધ્યાન બની બોમ્બના પીળા વાયરને દાંતથી તોડી ગયો.

"બીપ ... બીપ ..." બોમ્બ ડી-ફ્યુઝ થઈ ગયો

                                   

દેવના ઘરે જલ્પા દેવને ભેટી જ પડી, "દેવ, હવે મને તારા સિવાય કોઈ પર ટ્રસ્ટ નથી" બાદમાં એણે જે કહ્યું એ ચોંકાવનારું હતું!

"દેવ, મારો ભાઈ જ મારો શત્રુ બની ગયો; હવે મારું શું?!" એ રડી.

"જાન, આઈ એમ ફૂલ્લી યોર્સ" દેવે કહ્યું.

"દેવ, રાજે મને કહ્યું હતું કે એ પિયુ માટે મારા પ્યાર એવા તને મારે છે! કેમ કે તું પિયુને ચાહે છે અને પિયુ તને!!" એ બોલી.

"હં મ્ મ મ ; એટલે ... " દેવને સમજાયું.

એક અનોફિશિલ બિવિની જેમ જલ્પાએ ખાવાનું બનાવ્યું અને બંન્ને જમ્યાં.

"જલ્પા, હવે આપણે પ્રિયંકાને ઝાંશામાં લઈએ." દેવ બોલ્યો.


"પિયુ, આઈ લવ યુ!!" જલ્પાની હાજરીમાં જ દેવ બોલ્યો. જલ્પા અને દેવ હોસ્પિટલમાં પિયુ ઉર્ફે પ્રિયંકા ને જોવા આવ્યાં હતાં...

"મને તો ખબર જ હતી! દેવ, રાજે જ મારા પર હુમલો કરાવ્યો હતો!" એ બોલી.

"ઓહ પિયુ! યુ આર સો ક્યૂટ!" કહી દેવ જઈ તેના ગાલને ચૂમી લીધો.

આ બાજુ જલ્પા ના રોમે રોમમાં એક અજાણ્યો ગુસ્સો ચાલતો હતો.

"દે એ એ એ એ વ!!!" એ માત્ર બોલી શકી અને રડી.

"પિયુ, હવે જોઉં છું, કયો રાજ મને રોકે છે?!" દેવે ખુમારીથી કહ્યું.

આ સાંભળતા જ જલ્પા ભડકી ઉઠી. તેને મનોમન દેવનું ખૂન કરવાનો વિચાર આવી ગયો!

(ક્રમશ:)

                                                  
ભાગ 3માં જોશો: "દેવ, રાજ મારો ભાઈ છે! મને ખબર જ હતી કે તું જલ્પા ને ચાહે છે. પેલા દિને મેં જ રાજને તારા ઘરે જાસૂસી કરવા મોકલ્યો અને જાણ્યું કે તું તો મને ચાહતો જ નથી!" તેને દેવનું જડબુ પકડ્યું અને બોલી, "પણ ક્યાર સુધી!!!" તેને જડબુ છોડ્યું.

"હવે જલ્પા જોશે અને હું હિતેશને કિસ ..."

તેને દેવને કિસ કરવા જ જતી હતી કે ...

"વેઇટ, એઝ અ detective  મેં કેટલીક વાતો જાણી છે! જો સાચી હોય તો જલ્પા મને કિસ કરશે!" દેવે કહ્યું.