Bhay books and stories free download online pdf in Gujarati

ભય...

એક છોકરો જેનુ નામ નિલ. તે ખુબ સમજદાર હતો અને તેને પુસ્તક વાચવાનો ખુબ જ શોખ હતો.
પરંતુ એક ઘટના એ તેના જીવનમાં તૂફાન લાવી દીધું. ખરેખર હતુ એવું કે નિલને વિચાર આવ્યૉ કે તે જે બુકસ્ટોરમાથી પુસ્તક ખરીદે છે ત્યાની બધી પુસ્તક તેને વાચી લીધી છે.

માટે હવે તે બુકસ્ટોરમા ગયો અને ત્યાં જઇને કહ્યું,"ભાઈ તમારા મે બધા પુસ્તકો વાચી લીધા છે,જો તમારી પાસે બીજું કોઈ પુસ્તક હોય તો મને આપો અથવા હુ બીજી દુકાનમા જાવ.
દુકાનનો માલિક બોલ્યો,"બેટા, થોડી વાર ઉભો રહે હું હમણાં આવુ છું." એમ કહી માલિક તેના ઘરે ગયો. તેના ઘરમાં પાંચ ઓરડા હતા,જેમાથી એક ઓરડો કેટલાય સમયથી બંધ હતો અને તેમા તાળું મારેલુ હતું. માલિક તે ઓરડા બાજુ ગયો અને તે તાળુ ખોલ્યું અને અંદર ગયો. તે ઓરડો એકદમ ભયાનક લાગતો હતો,હમણાં ભરખી જશે એવું લાગતુ હતું. માલિક આગળ વધે છે અને ઓરડાની વચ્ચે પડેલા ટેબલ પાસે જાય છે અને ટેબલમાં પડેલી એક પુસ્તક ઉઠાવી લે છે,તે પુસ્તકનુ નામ હતું ભય. માલિક ઓરડામાંથી બહાર નીકળી દુકાન બાજુ જાય છે.

દુકાનમાં તે પેલા નિલ પાસે જઈને પુસ્તક બતાવે છે અને નિલને કહ્યું,"બેટા,આ પુસ્તક કેટલાય સમયથી મારી પાસે છે પણ હુ તને આ પુસ્તક આપુ છુ. નિલ રાજી થઈ ગયો અને કહ્યુ,કેટલી કિંમત છે આ પુસ્તકની? માલિકે કહ્યું,"આ પુસ્તક દસ હજારની છે પરંતુ હુ તને માત્ર હજારમા આપીશ."
નિલને થયુ આ પાગલ લાગે છે જે પોતાનું નુકશાન કરાવી મને સસ્તામા પુસ્તક આપે છે.
માલિક બોલ્યો,"સાંભળ,કઈ પણ થઇ જાય પણ આ પુસ્તકનુ પહેલુ પાનું ખોલીશ નહીં. નિલને ડર લાગી ગયો પણ છતા કહ્યું,"હા હું પહેલુ પાનું નહીં ખોલુ."
પછી નિલે હજાર રૂપિયા આપી પુસ્તક ખરીદી અને બહાર જતો હતો ત્યાં માલિકે તેને રોકી કહ્યું,"ગમે તે થઈ જાય પણ આ પુસ્તકનુ પહેલુ પાનું ખોલતો નહી.

નિલ પોતાના ઘરે ગયો અને બધાને કીધું કે દુકાનદાર કેટલો મૂર્ખ કેવાય કે મને દસ હજારની પુસ્તક માત્ર હજાર રૂપિયામા આપી.
નિલ આ પુસ્તક વાંચવા બેઠો પણ તેના મનમાં એક સવાલ આવી રહ્યો હતો કે પહેલાં પાનાંમા શું હશે?
પણ તે વાંચવા મડયો અને તે પુસ્તકમાં હૃદય થંભાવી દે તેવી વાર્તા હતી.
આમ નિલ દરરોજ પુસ્તક વાંચે અને પહેલુ પાનું ખોલવાનુ મન થાય પણ ડરને કારણે તે પોતાના મનને રોકી લેતો.
આમ નિલ ડરને કારણે બિમાર થઇ ગયો. તેને પહેલુ પાનુ ખોલવાની આતુરતા હતી અને ભય પણ હતો કે પહેલુ પાનુ ખોલતા કંઈક ભૂતાવળ નીકળશે અથવા કંઈક ભયાનક ઘટના થશે.
તેની આતુરતા અને ભયમાં દિવસે દિવસે વધારો થતો હતો, તેના સ્વભાવમાં પણ બદલાઈ ગયો, તેને એકલવાયું જીવન ગમવા લાગે છે, તેના જીવનમાં ભય સિવાય કંઇ છે જ નહી તેવુ તેને લાગવા લાગ્યુ.
એક દિવસ નિલ બગીચામાં બેઠો હતો. તે અચાનક ઉભો થયો અને પોતાના ઘરમાં ગયો જયાં પુસ્તક હતી. તે પુસ્તક સામે ગુસ્સેથી જોવા લાગ્યો. તેના મનમાં થાય છે કે આવું કેટલાક દિવસ ચાલશે આમ ને આમ ચાલ્યું તો મારુ જીવન નરક બની જાશે અથવા હું પાગલ થઈ જઇશ. હું કંટાળી ગયો છું,આ આતુરતા અને ભયે મારી જીદંગી બગાડી નાખી છે, માટે જે થાવુ હોય તે થાય પણ હુ આ પુસ્તકનુ પહેલુ પાનું ખોલીને રહીશ.

નિલ આ પુસ્તકથી કંટાળી ગયો હતો અને તેની ભયની બધી હદ પાર થઇ ગઇ હતી. અંતે તેને આ પુસ્તકનુ પહેલુ પાનું ખોલવાનો નિર્ણય કરી લીધો. તેના કદમ પુસ્તક બાજુ જઈ રહ્યા છે તેને લાગે છે કે તે મૌતના મુખમા જાય છે. તેના મનમાં કેટલાય ભયાનક વિચાર આવે છે. તેના હાથ પુસ્તક બાજુ જઈ રહ્યા છે ધીમે ધીમે તે પુસ્તક હાથમાં લે છે અને તે પહેલુ પાનું પુઠા સાથે દોરા વડે બાંધેલુ છે. નિલનુ જીગર હાલતુ નથી પણ તે કંપન થતા હાથ વડે તે દોરા ખોલે છે અને પુસ્તકનુ પહેલુ પાનું ખુલવાની તૈયારી છે કે અચાનક તેને પહેલુ પાનુ ખોલીયુ તો તેમા લખ્યું હતું કે કિંમત રૂ.10 એપ્રિલફુલ.

નિલ આ વાંચીને થોડી વાર ખૂબ હસ્યો કે શુ વિચાર્યુ ને શુ નિકળ્યું પણ 10 રૂપિયા ની પુસ્તકના તેને હજાર રૂપિયા આપ્યા તે વિચારી તે બેભાન થઈ ગયો.


(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો