Yuddhsangram - 3 books and stories free download online pdf in Gujarati

યુદ્ધસંગ્રામ - ૩

સુરત-ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું આ શહેર તેની અંદર ઘણા રાઝ દફન કરીને બેઠું છે.આજે જે ચમક છે તે આજથી વર્ષો પહેલા નહોતી.

તારીખ : ૨૦/૧૧/૧૯૮૯

મારો જન્મ સુરતના નાનકડા ગામ થયો.આજે મારુ ગામ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.પણ મારા જન્મથી હું જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી.મારા માતા પિતા પાસે રહેવા માટે ઘર પણ નોહતું.હું ત્યાંની ગામની શાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો.

સાત ધોરણ પછી હું મજૂરી કામમાં જોડાવાનો હતો.પણ મારા પિતાજી ઇચ્છતા હતા કે હું ભણીને મોટો આદમી બનું જેથી કરીને મારુ નામ સન્માનથી મારા સમાજમાં લેવાય એટલે મેં નજીકના શહેરની સરકારી સ્કુલમાં દાખલ થયો.
હું તો ખૂબ ખુશ હતો પણ મને ખબર નહોતી કે આ ખુશી મને જિંદગીભર દુઃખ આપવા માટેની છે.

મારો સ્કૂલનો પેહલો દિવસ હોવાથી હું ખૂબ નર્વસ હતો કે નવી સ્કૂલમાં કેવા મિત્રો બનશે? નવી સ્કૂલ કેવી હશે? વગેરે વગેરે..છતાં પણ હું ખુશ હતો.
હું સ્કૂલે પોહચ્યો મારા પિતાજી તો મને સ્કૂલે મૂકીને ચાલ્યા ગયા પણ હું હજી ગેટ પર જ ઉભો હતો.ત્યાં પટ્ટાવાળો આવ્યો અને મારુ નામ પૂછ્યું.મેં કહ્યું "મારુ નામ અવિનાશ" અને ક્યાં ધોરણમાં છું તેની માહિતી લઈને અંદર ગયો.પટ્ટાવાળો અંદર ગયો એની થોડી વાર પછી પાછળ અવાજ આવ્યો.

"અલ્યા કોણ છે આ નવો મુરઘો ? " પાછળ આવતા પાંચ-છ છોકરાના ટોળામાંથી એક બોલ્યો.

"હશે કોઈ ગામડાનો ગમાર." તેની આજુબાજુ બધા હસવા લાગ્યા.મને ગુસ્સો આવ્યો કે તરતજ ત્યાં જઈને પેલા છોકરાનો કોલર પકડી લીધો અને ગાલ પર એક થપ્પડ મારી દીધી.આજુબાજુ ઉભેલા છોકરા સ્તબ્ધ થઈ ગયા.પણ પેલો છોકરો પોતાની બેઇજ્જતી થઈ હોવાથી ઉભો થઈને મારવા દોડ્યો. આ જ સમયે પટ્ટાવાળો આવી ગયો અને આ દ્રશ્ય જોઈને તરત અમારી પાસે આવ્યો.

"ઓય શુ કરો છો ત્યાં ?" જોરથી અવાજ આવ્યો.પેલો છોકરો ત્યાં જ ઉભો રહી ગયો અને હું તેમજ બીજા બધા પટાવાળાને જોઈને ત્યાં જ ઉભા રહી ગયા.પટ્ટાવાળો અમારી પાસે આવ્યો અને મારી સિવાયના તમામને ત્યાંથી ક્લાસમાં જવા કહ્યું.

પેલો છોકરો મારી બાજુમાં આવીને કહ્યુ "હવે તું જ આજ સ્કૂલમાં છેને મારાથી બચીને ક્યાં જશે?" અને સ્મિત ફરકાવીને જતો રહ્યો.મને ડર લાગ્યો આ છે કોણ? .
મેં પટ્ટાવાળાને છોકરા તરફ આંગળી ચીંધતા કહ્યું "આ કોણ છે?".પટ્ટાવાળાએ કહ્યું "આ અહીંના ગામના સરપંચ જગદીશભાઈનો દીકરો છે.સરપંચ ખૂબ ભલા માણસ છે પણ તેનો દીકરો જુદી માટીનો.આખો દિવસ ગામમાં રાખડયા કરે અને તેના મિત્રો સાથે ગામને હેરાન કરે પણ સરપંચનો દીકરો હોવાને કારણે કોઈ તેની ફરિયાદ કરતું નથી અને આનો ત્રાસ સહન કર્યા કરે છે.

"તેનું નામ શું છે?" મેં પૂછ્યું. "તેનું નામ જગન છે.પટ્ટાવાળાએ કહ્યું.મને મારા ક્લાસની માહિતી આપી અને તે રવાના થયો.હું પણ મારા ક્લાસમાં જવા માટે પગ ઉપડ્યા.મારા ક્લાસ પાસે પોહચ્યો અને જેવો અંદર ગયો તેવો અવાજ આવ્યો "શિકાર તો આપણાં જ ક્લાસમાં છે" મેં પાછળ ફરીને જોયું તો જગન બેઠો હતો.
મને ડર લાગ્યો કે આ મારા ક્લાસમાં હશે તો મારું ભવિષ્યમાં શુ થશે અને પટ્ટાવાળાની આપેલી માહિતિ મુજબ તે ગમે ત્યારે બદલો લેશે જ.આવાને આવા વિચારમાં મારો સ્કૂલનો સમય પૂરો થયો.મારા પિતાજી લેવા આવાના નોહતા એટલે હું એકલો ચાલતો ચાલતો ઘરે નીકળ્યો.

"આજે તો કેટલા દિવસ પછી હાથમાં શિકાર આવ્યો છે" પાછળ જોયું તો હું ખૂબ ડરી ગયો .પાછળ જગન અને તેના સાથિયો ઉભા હતા.મને હવે મારુ શુ થશે તેની સિવાય કંઈ સૂઝતું જ નોહતું ? જગન તેના સાથી સાથે મારી પાસે આવ્યો અને મને જોરથી થપ્પડ મારવા હાથ ઉપાડ્યો મારી તો આંખ બંધ થઈ ગયેલી પણ થોડા સમય સુધી કાઈ અવાજ ન આવ્યો.
મેં આંખ ખોલી તો એક જણે જગનનો હાથ પકડેલો અને તેના સાથિયો તો દેખાતા જ નોહતા.મને કાઈ વિચાર જ ન આવ્યો પેલા વ્યક્તિએ જગનની બરાબરની ધોલાઈ કરી અને આજ પછી કોઈને ન અડવાની ધમકી આપીને છોડી મુક્યો.

પેલો વ્યક્તિ મારી પાસે આવ્યો.હું તો સ્તબ્ધ થઈ ગયો .તેને મને આવા લોકો સાથે મગજમારી ન કરીને ભણવા પાર ધ્યાન આપવા કહ્યું અને ચાલવા લાગ્યો.હું હજી પણ સ્તબ્ધ થઈ તેને જતા જોય રહ્યો. તેને મને શું કહ્યું તે પણ ખબર નહતી .થોડી વાર પછી એ દેખાતો બંધ થયો ત્યારે હું ભાનમાં આવ્યો.એ ક્યાં ગયો મને કાઈ ખબર ન પડી.
હું શરમ અનુભવવા લાગ્યો કે મેં તેનો આભાર ન માન્યો પણ હું કાલે તેને શોધીને તેનો આભાર માની લઇશ સાથે તેનું નામ પૂછી લઈશ આવું વિચારીને હું ઘરે પોહચ્યો.ઘરે આખો દિવસ મને એ જ વિચાર આવ્યો કે એ કોણ હશે? રાતે મેં નક્કી કરી લીધું હું ગમે તેમ કરીને એને શોધી લઈશ એમ વિચારી હું સુઈ ગયો.પણ મને ખબર નહોતી કે કાલની સવાર મારા ભવિષ્યનો નવો વળાંક બનવાની હતી.

**********************************************

1)કોણ હશે તે વ્યક્તિ કે જેને જગન સાથે ઝઘડો કરી લીધો હતો?
2)જગદીશભાઈ ગામના સરપંચ હોવા છતાં પણ કેમ જગનને સમજાવી શકતા નોહતા?
આ પાર્ટ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો.તો મળીયે ચોથા ભાગમાં ત્યાં સુધી..

" જય હિંદ જય ભારત "








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED