હું બીજા દિવસે સવારે સ્કૂલે જવા નીકળ્યો આજે મારા પપ્પા મને મુકવા આવવાના નોહતા એટલે હું એકલો જતો હતો ત્યાં અચાનક મારી નજર સામે આવેલી ચાની દુકાન પર પડી . કાલે જે છોકરાએ મને બચાવ્યો તે ત્યાં કામ કરતો હતો હું તરત જ દુકાન પાર ગયો મને જોઈને તે ઓળખી ગયો તે મારી નજીક આવ્યો અને કહ્યુ , ' અહીંયા સુ કામ આવ્યો છે ?"
મેં કહ્યું , "હું તમારો આભાર માનવા આવ્યો છું કાલે તમે મને બચાવ્યો એટલે.." વચ્ચેથી મારી વાત કાપીને તે બોલ્યો , "હા હવે નીકળ અહીંથી આ બહું ખરાબ વિસ્તાર છે" એ ચાલવા લાગ્યો . મેં પૂછ્યું "પણ તમારું નામ?"
એણે કહ્યું , "આદિત્ય" અને ચાલ્યો ગયો . હું સ્કુલે જવા નીકળી પડ્યો અને વિચારવા લાગ્યો કે અજીબ છે સરખી વાત પણ ન કરી.
આમને આમ દિવસો વીતવા લાગ્યા . હું હવે ૧૦માં ધોરણમાં આવી ગયો હતો.મારી સ્કૂલ ૧૨ ધોરણ સુધીની હતી અને મને સ્કોલરશીપ પણ મળતી હતી એટલે મને કંઈ ટેન્શન નહોતું .સરપંચનો છોકરો જગન તો જે દિવસે માર પડ્યો તે દિવસથી મારી સાથે કોઈ દાદાગીરી કરી નહોતી અને આ ૭ ધોરણ પછી એના પાપાની ખેતીવાડી માં લાગી ગયો હતો પણ કહેવાય છે ને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી . કેમ એનો જવાબ આગળ મળશે .
આજે ૧૦માં ધોરણનો પહેલો દિવસ હતો . ૩ વર્ષમાં મારુ શરીર એકદમ પહેલવાન જેવું થઈ ગયું હતું કોઈ મને જોઈને કહી ન શકે કે આ ૧૦માં ધોરણમાં ભણે છે. હવે તો હું એક કાપડની ફેક્ટરીમાં મશીનકામ પણ કરવા જતો હતો જ્યાં મને ૧ મહિનાના ૬૦૦/- આપતા જે એ સમયે મારા માટે અમીરાત સમાન હતા. તો હું ક્લાસમાં બેઠો હતો ત્યાં મારા ખંભા પર કોઈ એ હાથ મુક્યો અને બોલ્યો "કેમ છે દોસ્ત?" મેં પાછળ ફરીને જોયું એ ચેહરો યાદ આવી ગયો. મેં આશ્ચર્યચકિત થઈને કહ્યું "અરે આદિત્ય ભાઈ તમે અહીંયા".
આદિત્ય : હા હું અહીંયા ભણવા માટે આવ્યો છું
અવિનાશ : પણ તમે તો .. વાત વચ્ચેથી કાપીને ..
આદિત્ય : બહુ લાંબી કહાની છે.
હું કઈ પૂછું એ પહેલાં સર આવી ગયા . અમારા ૭ થી ૧૨ ક્યારે વાગી ગયા ખબર જ ન પડી. આદિત્ય છૂટી પડી એટલે તરત જ સ્કૂલમાંથી એવી રીતે ગાયબ થઈ ગયો કે કોઈ ને ખબર પણ ન પડી. ખેર હું તો મારા ઘર તરફ ચાલતા વિચારવા લાગ્યો કે આદિત્ય ચાની દુકાનમાં કામ કરતો હતો હવે અચાનક ભણવાનું કેમ સુજ્યું અને લાંબી કહાની એટલે ...
આખા દિવસની સ્કૂલને કારણે અત્યારે મગજ વધારે દબાણ સહન કરી શકે એમ નહોતું એટલે મેં ઘરે જઈને જમીને સુવાનું વિચાર્યું . હું ઘરે ગયો હજી જમીને સુવાનું વિચારતો હતો ત્યાં સામેથી આદિત્ય હાંફળો ફાંફળો દોડતો આવતો હતો. મેં એને ઘર માં લાવી બેસાડ્યો , પાણી પાયું . થોડીવાર થઈ એટલે મેં પૂછ્યું "શુ થયું ?" . એને ડરના ભાવ સાથે વાત કહેવાની શરૂઆત કરી......
------------------------------------------------------------------------
માફી નોંધ :
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હું તમામ વાચકોની માફી માંગુ કારણકે છેલ્લા ૧ વર્ષથી કોઈ ભાગ અપલોડ થયો નહોતો પણ શુ કરું કોરોનાનાં સમયમાં હું એટલો અટવાયેલો હતો કે આ વાર્તા લખવાનું સાવ મગજમાંથી નીકળી ગયું. ખેર હવે તો વાર્તા પુનઃ શરૂઆત કરી છે પણ હજુ વાર્તાનું બધું ટાઇમટેબલ સેટ થતા વાર લાગશે જેની હું અત્યારથી માફી માંગુ છું.
**********************************************
તો તમને આ ભાગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને આ મારી પ્રથમ નવલકથા છે તો કઈ ભૂલ જણાય તો એક બાળક સમજી માફ કરવા વિનંતી.
જય હિન્દ ,જય ભારત.